“મિલેંગે મિલેંગે”- film reviews –

July 10, 2010 at 3:22 pm 9 comments

કુછ તો બાકી હૈ……?

Every thing is fair in love and war. યુધ્ધનુ મેદાન હોય કે પ્રેમ નો જંગ -જીતવા માટે કઇ પણ  ન કરે તો જ નવાઇ. અમિત (શાહિદ કપૂર) પણ પ્રિયાને -પ્રિયાનો પ્રેમ પામવા એ બધુ જ કરવા તૈયાર છે જે પ્રિયાને પસંદ છે.  દેખીતી રીતે મોર્ડન લગતી પ્રિયા  મનથી  એકદમ  સાદી અને સરળ છે .  નસીબમાં માનનારી પ્રિયાનો બાહ્ય દેખાવ કરતા આંતરિક મન સાવ જ અલગ છે  એવી પ્રિયાને એક એવો જીવનસાથી પસંદ છે જેને કોઇ વ્યસન જ ન હોય અને એથી વિશેષ એ સત્યવાદી હોય. જ્યારે અમિત એનાથી સાવ અલગ વ્યક્તિત્વ ધરાવનાર પ્રિયાને ન ગમતી તમામ બદીઓ થી ભરપુર યુવાન છે.

અમિત અને પ્રિયાની મુલાકાત જ્યારે બેંગકોકમાં થાય છે. પ્રિયાની પર્સનલ ડાયરી એના હાથમાં આવતા એ પ્રિયાના તમામ ગમા-અણગમાથી માહિત થાય છે અને પ્રિયાથી આકર્ષાયેલો ,એને  પસંદ કરતો અમિત એને પામવા પ્રિયાની પસંદગી મુજબ પોતાની જાતને ઢાળીને એનો પ્રેમે જીતી તો લે છે પણ જૂઠના કાચા તાંતણા પર બંધાયેલો આ પ્રેમ સંબંધ પ્રિયાને અમિતથી દૂર લઈ જાય છે.પ્રિયાને પોતાની લાગણીઓ સાથે રમત રમતા અમિત પરત્વે  નફરત થાય છે  અને   સાચે જ  ખરા હ્રદયથી ચાહતા અમિત પર હવે  એને વિશ્વાસ  જ રહેતો નથી.

સમય જતા ભૂતકાળના ખંડેરને  પાછળ દફનાવી પ્રિયા એક નવા મોડ પર આવીએ ઉભી રહે છે જ્યાં એ સફળ કારકીર્દીના સોપાને છે એટલું જ નહી પણ એ ફરી એક વાર એને એવો પ્રેમ સાંપડે છે જેને એ જીવનમાં કાયમ માટે લગ્નનુ સ્થાન આપી નવજીવન શરૂ કરવાની તૈયારી કરતી હોય છે. આ સમય દરમ્યાન અમિત અમેરિકાથી પોતાની ડીગ્રી હાંસલ કરીને ભારત પાછો આવે છે. એણે પોતાની જાતને એટલી હદે બદલી નાખી છે જેની ખરા અર્થમાં પ્રિયાને જરૂર હતી.

પણ હવે શું? વહી ચૂકેલુ પાણી પાછુ વાળી શકાશે?  પ્રિયાના પ્રેમની કસોટીમાં અમિત ખરો ઉતરશે?

“જબ વી મેટ”ની હોટ હોટ  રીલ જોડી  રિયલ લાઇફમાં છુટી પડ્યા પછી પણ એના ચાહકોને મનથી એ ફરી “મિલેંગે મિલેંગે” ની આશા હશે .અમિતાભ અને રેખા એકબીજાથી અલગ થયા બાદ જ્યારે સિલસિલા રજૂ થઈ ત્યારે પ્રેક્ષકોને તેમને ફરી એક વાર પરદા પર જોવાની જેટલી આતુરતા હતી એવી જ ઉત્સુકતા આજે કરીના અને શાહીદને એક સાથે જોવાની હોય તે સ્વભાવિક છે. હોલીવુડની ફિલ્મ સેરન્ડિપિટિને આધારિત “મિલેંગે મિલેંગે”  રજૂ થયા પહેલા શાહીદ અને કરીનાની એવી ફિલ્મો આપણે જોઇ ચૂક્યા કે જેમાં બંને અદાકારે પોતાની ભૂમિકા પુરે પુરી પાકટતાથી નિભાવી હોય જ્યારે અહીં બંનેને જોતા એ અધૂરપ લાગે છે. ફિલ્મની કથા ,કન્સેપ્ટ તેમજ સતિષ કૌશિકનુ દિગ્દર્શન પણ વર્તમાન સમયની પરે લાગે.

ક્યારેક એવુ બનતું હોય કે ૨૫ વર્ષો જૂની ફિલ્મોના ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય હોય છે જ્યારે  ફિલ્મ બન્યા પછી એક અરસા બાદ લગભગ ૫ વર્ષે  રજૂ થયેલી ફિલ્મ “મિલેંગે મિલેંગે” ના ગીત સંગીતમાં એટલી તાજગી વર્તાતી નથી. હિમેશ રેશમિયાના ચાહકો એકદમ જૂજ હશે અને  તેમને પણ ભાગ્યેજ પસંદ પડે તેવા ગીત સંગીતમાં પણ એવી તાજગી વર્તાતી નથી.

કલાકાર- શાહિદ કપૂર, કરીના કપૂર, આરતી છાબરિયા, સતિષ શાહ, ડેલનાઝ પૌલ, કિરણ ખેર, હીમાની શિવપુરી, સતિષ કૌશિક

પ્રોડયુસર –બોની કપૂર

ડાયરેકટર- સતિષ કૌશિક

મ્યુઝિક- હિમેશ રેશમિયા

ગીતકાર-સમીર

ફિલ્મ ** એક્ટિંગ-* * મ્યુઝિક * * સ્ટોરી * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૦/૭/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“આઇ હેટ લવ સ્ટોરીઝ”- film reviews – “લમ્હા”- film reviews –

9 Comments

 • 1. VISHWADEEP  |  July 10, 2010 at 3:46 pm

  instead of watching movie, we are more interested in your review. Your review is more interested and likable.

  Like

 • 2. devikadhruva  |  July 10, 2010 at 6:04 pm

  I endorse Vishvadeepbhai’s comment !!

  Like

 • 3. Ramesh Patel  |  July 11, 2010 at 12:02 am

  Thanks, Rajulben, you are keeping us in touch withf new movies.

  ramesh Patel(Aakashdeep)

  Like

 • 4. નિશીત  |  July 11, 2010 at 1:02 am

  એક તો આ મૂવી વાસી છે…અને બીજું…હિમેશકાકાના ગીતો હવે સહન નથી થતાં…વળી માત્ર કરીના કપૂરને જોવા માટે આટલું બધું સહન કરવું એ સહનશક્તિ પર જુલમ કર્યો કહેવાય… !

  રીવ્યૂ માટે આભાર…

  Like

 • 5. sapana  |  July 12, 2010 at 2:37 am

  આભાર!
  સપના

  Like

 • 6. Bhajman Nanavaty  |  July 14, 2010 at 3:41 pm

  આ ફિલ્મનું વિચાર બીજ ( oncept) હોલીવુડની ફિલ્મ સરેંડીપિટી (SERENDIPITI =જોગાનુજોગ) પર આધારિત છે. પછી એમાં બોલીવૂડનો મસાલો અને ભારતીયકરણ કર્યું છે.

  Like

 • 7. Bhajman Nanavaty  |  July 14, 2010 at 3:42 pm

  આ ફિલ્મનું વિચાર બીજ ( concept) હોલીવુડની ફિલ્મ સરેંડીપિટી (SERENDIPITI =જોગાનુજોગ) પર આધારિત છે. પછી એમાં બોલીવૂડનો મસાલો અને ભારતીયકરણ કર્યું છે.

  Like

 • 8. Rajul  |  July 14, 2010 at 6:41 pm

  જાણું છુ અને તેનો ઉલ્લેખ પણ રિવ્યુમાં કર્યો છે.

  Like

 • 9. chandravadan  |  July 15, 2010 at 2:12 pm

  Read the Review.!
  Nice Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rajulben Not seen you recently on Chandrapukar..a Post of “23rd June ” our Anniversary ..A Post of “BHAJAN” with the news of my Daughter’s Wedding & now a TUNKI VARTA ! Hope to see you soon !

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

July 2010
M T W T F S S
« Jun   Aug »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: