“આઇ હેટ લવ સ્ટોરીઝ”- film reviews –

જુલાઇ 3, 2010 at 3:32 એ એમ (am) 1 comment

સ્ટોરીથી વધારે ખૂબસૂરત છે લવ

જીવનમાં આપણે જે ઇચ્છીએ તે જ  ક્યાં  મળે કે બને છે ? અને દરેક જણ ને એક સરખુ પણ ક્યાં ગમે છે?  એક યુનિવર્સલ ટ્રુથ -સનાતન સત્ય છે કે  every one likes love story  .કદી કોઇએ એવુ કીધુ કે હું પ્રેમ કે પ્રેમની સુફિયાણી વાતોને ધિક્કારુ છું?   ગ્લેમરની દુનિયામાં જેની સવાર ઉગે અને સાંજ આથમે એવો  એક મસ્ત ફાંકડો યુવાન જો એમ કહે કે આઇ હેટ લવ સ્ટોરી તો?  જય ( ઇમરાનખાન)ને સોજ્જી સોજ્જી લવ સ્ટોરી-  પ્રેમ કહાનીઓ પ્રત્યે સખત નફરત છે પણ  આ અણગમા સાથે પણ એને  આ ભ્રામક આભાસી દુનિયાની પ્રેમ કહાની સાથે પનારો નિભાવવો પડે છે કારણકે એનુ કામ જ  પ્રખ્યાત  રોમેન્ટીક ફિલ્મ મેકર વીર (સમીર સોની)ને આસીસ્ટ કરવાનુ છે.અને તેમાંય  જ્યારે  એને પ્રોડક્શન  ડીઝાઇનર સીમરન સાથે કામ લેવાનુ આવે છે  તે તો   જાણે  તેના માટે બળતામાં ઘી ઉમેરવાનુ કામ કરે છે કારણકે  પ્રેમ એ પરમેશ્વર  માનતી સીમરન ને લવ સ્ટોરી ખૂબ પસંદ છે. .

એમની અનાયાસે થયેલી પ્રથમ મુલાકાત પણ અજીબ રંગ લાવે છે.  અજબ તરંગી સીમરન એના મનપસંદ કામ , એને યોગ્ય એવા બોયફ્રેન્ડ રાજ  સાથે સ્વપ્નાની દુનિયામાં મસ્ત છે. પ્રેમ જેવી સુફિયાણી વાતોને તિરસ્કારનાર જય એની આ સ્વપ્નમઢી દુનિયા ક્ષત-વિક્ષત કરી નાખે  છે.જય અને સીમરન એક એવા મોડ પર આવે છે જ્યાં ફિલ્મી પ્રેમ કથા અને વાસ્તવિક પ્રેમ કથા  જ જાણે એકમેકમાં વણાઇ એક રંગે રંગાઇ જતા લાગે. પણ …પણ જય અને સીમરનની લવ સ્ટોરી હકિકતમાં પલટાશે ? જે પ્રેમને જીવનની સર્વ શ્રેષ્ઠ વિરાસત માને છે તે સીમરન અને જે પ્રેમને નર્યો દંભ ગણે છે એ જય એક થશે?

કરણ જોહર નિર્મિત પુનિત મલ્હોત્રા દિગદર્શિત ફિલ્મ “આઇ હેટ લવ “સ્ટોરીઝનુ કથાનક સામાન્ય હોવા છતાં ઇમરાન ખાન અને સોનમ કપૂરની તાજગીભરી જોડી -એમની  મસ્ત  મઝાની કેમેસ્ટ્રી ફિલ્મને જરા સ્પેશિયલ બનાવે છે. યૌવન સભર ઇમરાન -તરો તાજા સોનમ  જ ફિલ્મની મહત્વની કડીરૂપ છે  .પ્રેક્ષકોને ફિલ્મમાં ઓતપ્ર્રોત થવા માટે આ જ તો એક મુખ્ય સ્ત્રોત્ર બન્યા છે કારણકે ફિલ્મને આગળ વધારવા માટે  તેને જરૂરી કથાનક , પ્રસંગોની ઉણપ છે. ફિલ્મના ઇન્ટરવલ સુધી તો કથા ભાગ્યેજ આગળ વધતી હોય તેમ લાગે . ઇમરાન અને સોનમ વચ્ચે  જે વણ આલેખ્યો સેતુ સર્જાય છે ,જે સમય ગાળો એ બંને વચ્ચે જીવાય છે તે જીવંતતા પુનિત મલ્હોત્રાના દિગદર્શન અને ઇમરાન-સોનમના અભિનયને આભારી છે. લવ -હેટ વચ્ચે ઝોલાને અંતે સર્જાતી સ્થિતિ  બીજી ઘણી રોમેન્ટીક ફિલ્મો કરતા કઈક નોખી ભાત પાડે છે. ઇમરનના જયના પાત્રનો અભિગમ તેના સહજ અભિનય દ્વારા આબેહુબ વ્યક્ત થાય છે. સાંવરિયા અને દીલ્હી ૬ની ટ્રેન્ડી સોનમ અહીં  આજની  આધુનિક યુવતિના પ્રતિક સમી લાગે છે.જેમાં એ ખૂબ જચે છે.  તાજગી સભર સોનમે એના આ નવા લૂકને અતિ સુંદર રીતે  ન્યાય આપ્યો છે. સમીર દત્તાનીને જે સપોર્ટીંગ રોલ ઓફર થયો છે એને  યોગ્ય એની ભૂમિકા રહી છે. જ્યારે નિવડેલા દિગદર્શક્ની જેમ જ સમીર સોનીએ એની ભૂમિકા ઉપસાવી છે. કેતકી દવે અને અંજુ મહેદ્રુ કે પૂજા ઘાઇને અહીં ઝાઝો સ્કોપ મળ્યો નથી.

જેનુ ટાઇટલ ભલે  “આઇ હેટ લવ સ્ટોરીઝ” છે પણ  શેખર -વિશાલના ગીતો તો પ્રેમ મઢ્યા -સાંભળવા ગમે ,જેનુ ગુંજન કાનમાં રણકે તેવા મસ્તીભર્યા છે. જબ તુ મિલે તો ફિલ્મની રિલિઝ પહેલાં જ લોકપ્રિય થયુ છે. જ્યારે બીન તેરેનુ મેલોડીયસ સંગીત, બહારાનુ  ફૉક મ્યુઝીક પણ કર્ણપ્રિય બન્યા છે. ટાઇટલ સોંગ આઇ હેટ લવ સ્ટોરી સહિત ગીતો યુવા વર્ગને ચોક્કસ આકર્ષે.

યુવા વર્ગ માટે બનેલી યુવા વર્ગને સ્પર્શે  તેવી  અને યુવાનો ને ગમી જાય તેવી  ફિલ્મ એટલે  “આઇ હેટ લવ સ્ટોરીઝ”

કલાકાર- ઇમરાન ખાન , સોનમ કપૂર, સમીર દત્તાની, સમીર સોની, કેતકી દવે, બ્રુના અબ્દુલ્લા, અંજુ મહેન્દ્રુ, પૂજા ઘાઇ

પ્રોડયુસર – કરણ જોહર. હીરૂ જોહર, રોની સ્ક્રુવાલા

ડાયરેકટર- પુનિત મલ્હોત્રા

મ્યુઝિક- વિશાલ-શેખર

ગીતકાર-અન્વિતા ગુપ્તા, વિશાલ દાદલાની ,કુમાર

ફિલ્મ  **** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૩/૭/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“ક્રાંતિવીર” – ધ રિવોલ્યુશન– film reviews – “મિલેંગે મિલેંગે”- film reviews –

1 ટીકા


Blog Stats

  • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: