“ક્રાંતિવીર” – ધ રિવોલ્યુશન– film reviews –

જૂન 26, 2010 at 9:32 પી એમ(pm) 6 comments

ક્રાંતિ યુવા સુઘી પહોંચે તેમ નથી

હિન્દુસ્તાન પર સદીઓથી જેટલો બાહરી દુશ્મનોને ભય રહ્યો છે એટલો જ અમિચંદ જેવા દેશની જડને પોલી કરતા ઉધઈ જેવા લોકોનો ખતરો હંમેશા  રહ્યો જ છે.અને એવી જ રીતે  સંભવામિ યુગે યુગે ની જેમ એને નાથવા એક નહીં અનેક ભગત સીંગ શહીદી વ્હોરતા જ રહ્યા છે

આવા જ એક ક્રાંતિવીર ને લઈને  ૧૯૯૪માં બનેલી ફિલ્મના નિર્માતા -દિગદર્શક મેહુલ કુમાર એની સિકવલ  ક્રાંતિવીર – ધ રિવોલ્યુશન  લઈને આવ્યા છે. પિતાનો વારસો જેનામાં ઉતર્યો છે તેવા  કાંતીવીર પ્રતાપ નારાયણ તિલકની  પુત્રી રોશની  ( જ્હોન  બ્લોચ )એક નિડર પત્રકાર છે . એને  અન્યાય સામે પોતાના વિચારો -અવાજ વ્યક્ત કરવામાં કોઇ ભય નથી  . જેને કોઇ રીતે હાર મંજૂર નથી તેવો આર્મી મેન  વિશાલ (સમીર આફતાબ) , પૈસાનો જેને મોહ નથી તેવો પૈસાપાત્ર ગોલ્ડી (આદિત્ય સિંઘ રાજપૂત) , રાજકારણ સાથે સંકળાયેલો પણ આ  રાજકારણને ગંદકી સમજતો  અને  આ ભ્ર્ષ્ટાચાર દૂર કરી  એક સાફ સુથરા સમાજની રચના કરવી  છે તેવો ઉદય  (હર્ષ રાજપૂત )જ્યારે  એકેબીજા સાથે મળે છે ત્યારે ફરી એક વાર ક્રાંતિ સર્જાય છે,  કારણકે આજ સુધી  બહારથી હુમલો કરતા દુશ્મનોને નાથવાના  હતા પણ હવે દેશનો ખોતરી નાખતા નિતીભ્રષ્ટ અને અતિ દુરાચારી  દુષ્ટોને નાથવા વધુ શક્તિ ,વધુ જોમની જરૂર છે ત્યારે એકેબીજાથી અલગ માહોલમાંથી  આવતા અલગ વ્યક્તિત્વ  પણ સમાન વિચારધારા ધરાવતી યુવા તાકાત સિસ્ટમ સામે બાથ ભરે  ત્યારે ભલભાલા ચમરબંધીને પણ  ઝુકવા મજબૂર કરે જ  અને એમાંથી જ સર્જાય ક્રાંતિ.

આ ક્રાંતિ દેશની નૈતિકતા અને શાંતિ , સાચી આઝાદી , ન્યાય પાછા  લાવી શકશે?  આ નવયુવાનો સદીઓ જુના સડાને દૂર કરી શકશે? જ્યાં એક વાર મઝધાર સુધી પહોંચ્યા પછી પાછું વળવુ મુશ્કેલ હોય ,પારોઠના પગલા લેવા કાયરતા ગણાય તેવી પરિસ્થિતિને  પહોંચી વળશે? આ તમામ સવાલોનો જવાબ લઈને  ક્રાંતિવીર – ધ રિવોલ્યુશનમાં  મેહુલ કુમાર પોતાની પુત્રી જ્હોન બ્લોચને લોંચ કરી રહ્યા છે.

પણ જે સફળતા  નાના પાટેકરને લઈને ક્રાંતિવીરને મળી તે મળવાની શક્યતા અહીં ઓછી છે.મેહુલ કુમારના પુરતા પ્રયત્નો હોવા છતાં એ પ્રભાવ પ્રેક્ષકો પર ઉભો થઈ શક્યો નથી. ૨૬/૧૧ના ટેરરિસ્ટ એટેકને લઈને જે ક્લાઇમેક્સ ઉભી કરવાનો પ્રયાસ છે તેમાં પણ ધારી અસરનો અભાવ છે. જ્હોન બ્લોચને પ્રમોટ કરવા માટેના તમામ આયાસો ને જ્હોનનો પુરો સહકાર હોવા છતાં એની ક્ષમતાની ઉણપ દેખાઇ આવે છે. ફિલ્મમાં કેન્દ્રવર્તી રોલ હોવાના લીધે  પાત્રમાં જે  અભિનયની   પ્રેક્ષકો અપેક્ષા રાખે તે અપેક્ષા પૂર્ણ થતી નથી. ફિલ્મ યુવા વર્ગની તાકાત , યુવા વર્ગ ધારે તો ઘણુ કરી શકે તેવા મધ્યવર્તી વિચારને અનુલક્ષીને લેવામાં આવેલા નવા ચહેરા સમીર આફતાબ , હર્ષ રાજપુત અને આદિત્ય સિંઘે પોતાના પાત્રને અનુરૂપ અભિનય આપ્યો છે. જ્યારે  નિવડેલા અભિનેતા રણજીત , ગોવિંદ નામદેવ, ફરિદા જલાલને  જે  અવકાશ પ્રાપ્ત થયો છે તેને ન્યાય આપ્યો છે.

સચીન- જીગરના સંગીત મઢ્યા ગીતો -ખુદા મેરે ખુદા, છોટે તેરા બર્થ ડે આયા, ફિરંગી પાની સાંભળવા ગમે .

ફિલ્મ દ્વારા જે સંદેશ આપવા પ્રયત્ન થયો છે તે ખરેખર વિચાર માંગી લે છે.  જેમને સામાન્ય રીતે રાજકારણમાં રસ નથી તેવા યુવાનો જો જાગ્રુત થાય અને  તેમની ક્ષમતા ને  સાચા -યથા યોગ્ય માર્ગે લઈ જાય તો તે નવયુગની સ્થાપના કરી શકે.

કલાકાર- સમીર આફતાબ, જ્હોન બ્લોચ , હર્ષ રાજપૂત , આદિત્ય સિન્ઘ રાજપૂત, ફરિદા જલાલ, ગોવિંદ નામદેવ.

ડાયરેકટર–મેહુલ કુમાર

મ્યુઝિક-સચીન , જીગર

ગીતકાર-સમીર

ફિલ્મ ** એક્ટિંગ-* * મ્યુઝિક * * સ્ટોરી **

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૭/૬/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

” ત્વમેવ સર્વ મમ દેવ દેવમ” “આઇ હેટ લવ સ્ટોરીઝ”- film reviews –

6 ટિપ્પણીઓ

 • 1. Madhav  |  જૂન 28, 2010 પર 10:28 એ એમ (am)

  Nice Review

 • 2. Madhav  |  જૂન 28, 2010 પર 10:29 એ એમ (am)

  saras blog chhe

 • 3. Rajul  |  જૂન 28, 2010 પર 11:18 એ એમ (am)

  Thanks.

 • 4. યશવંત ઠક્કર  |  જૂન 28, 2010 પર 12:47 પી એમ(pm)

  સરસ અવલોકન .

 • 5. Rajul  |  જૂન 29, 2010 પર 10:44 એ એમ (am)

  Thanks Yashvantbhai.

 • 6. વિશ્વદીપ બારડ  |  જૂન 29, 2010 પર 2:28 પી એમ(pm)

  thank you Rajuben for your true review..
  We have to see this movie.


Blog Stats

 • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: