” ત્વમેવ સર્વ મમ દેવ દેવમ”

જૂન 20, 2010 at 2:02 એ એમ (am) 10 comments


Wish You very Happy father”s day.

Its very true and  hearty but very formal american style wish.

આજે ફાધર્સ ડે. અમેરિકનો પોતાના મમ્મી કે પપ્પાને વર્ષે એકવાર ફાધર્સ ડે કે મધર્સ ડે વિશ કરી લે કારણ  એજ એક દિવસ છે એમને એમની પરવરિશ માટે  માતા-પિતાનો આભાર માનવાનો બાકી તો એ ભલા અને એમનુ રૂટીન ભલુ.

આમ જોવા જાવ તો હવે અમારુ પણ એવું જ કહેવાય ને?

જ્યારે અમે નાના હતા ત્યારે રાતોની રાતો જાગીને  માથે બરફ-મીઠાના પાણીના પોતા મુક્યા  મમ્મીએ અને તમે.   અત્યારે જ્યારે તમને  તમારી માંદગીમાં અમારી ખરી જરૂર પડી ત્યારે  એ ભૂતકાળ એક ક્ષણમાં ભૂલીને અમારા ભવિષ્યને વિચાર કરી ને  એક રાતનો પણ તમારા ઉજાગરો કરવાના બદલે ચાલતા  થયા અમે.

આંગળી પકડીને ચાલતા શીખવ્યુ તમે – તમારી ટેકણલાકડી બનવાના બદલે હાથ જ છોડીને ખસી ગયા અમે .

ચકલીનુ ચીં ચીં મોંમા કરાવી બોલતા શીખવ્યુ તમે – ફુરસદના સમયે તમને સાંભળવાના બદલે નિઃ શબ્દ વાતાવરણમાં મુકી દીધા અમે.

આલ્બમોમાં  નાનપણને સંઘરી યાદો તાજી રાખી તમે- હાજરીને  જ તમારી ભૂતકાળ બનાવી દીધો અમે.

અમારા દરેક સારા પ્રસંગને ઉજાળ્યો તમે-તમારી નિવ્રુત્તિની ક્ષણો  ઉજવવાના બદલે ઉચાળા ભર્યા અમે.

અમારી દરેક ક્ષણોએ  હાજર રહી એને  ભરપૂર બનાવી તમે- તમારો ખાલીપો ભરવાના બદલે શૂનકાર ઉમેર્યો અમે.

જ્યારે જ્યારે  તમારી જરૂર હતી ત્યારે અડીખમ બનીને , માનસિક સધિયારો બનીને  સાથ આપ્યો તમે -હવે જ્યારે  તમને શારીરિક  સથવારાની જરૂર પડી -તમારા માટે ઉભા રહેવાના દિવસો આવ્યા ત્યારે  ચાલતી પકડી  અમે .

અને માટે જ  ખરા હ્રદયથી તમારી તંદુરસ્તી-તમારી સ્વસ્થતા પ્રાર્થુ છું ઇશ્વર પાસે.

જો ખુશ છો તમે તો રાજી છીએ અમે.

જો સ્વસ્થ છો તમે તો નિશ્ચિંત છીએ અમે.

That”s why I Heartiely  Wish You  Not Only Very Happy Father”s Day

But Wish You Very Haapy Each Day.

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ

ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ

ત્વમેવ સર્વ મમ દેવ દેવમ.

આ જ ખરી અને હંમેશની તમારા માટેની લાગણી અમારી.

Advertisements

Entry filed under: " ત્વમેવ સર્વ મમ દેવ દેવમ".

“રાવણ”- film reviews – “ક્રાંતિવીર” – ધ રિવોલ્યુશન– film reviews –

10 ટિપ્પણીઓ

 • 1. shashikant nanavati  |  જૂન 20, 2010 પર 2:31 એ એમ (am)

  DEAREST RAJU………..
  YR WRITTING & WORDS HAVE TOUCHED MY HEART.& MY EYES HAS BECOME FULL OF TEARS.
  I KNOW HOW MUCH U LOVE ME & KEEP FAITH IN ME.
  LOVE LOVE LOVE
  PAPAAAAAAAAA

 • 2. યશવંત ઠક્કર  |  જૂન 20, 2010 પર 3:31 એ એમ (am)

  ખૂબ જ સંવેદનશીલ લખાણ.

 • 3. vijayshah  |  જૂન 20, 2010 પર 4:07 એ એમ (am)

  સુંદર ભાવો અને ઉત્તમ વિચારો
  આંખ ભીની કરી ગયા એ વિચારો

  એતો કરીદેશે માફ, છે તાત અમારા
  હા, કરીયે શુભ ભાવના તાત અમારા

  તમે જે આપ્યુ જ્યારે પણ આપ્યુ
  જરુર કરતા બધુ વધુ જ આપ્યુ

  હૈયે રૂદન છે, કારણ અમે જે આપ્યુ
  અમને સદા ઓછુ અને અધુરુ લાગ્યુ.

  તો હવે એટલું જ માંગુ આ પિતૃ દિને
  પ્રભુ પાસે ભવોભવ છાયા તમારી મળે

 • 5. પિતૃ દિને « વિજયનુ ચિંતન જગત  |  જૂન 20, 2010 પર 4:37 એ એમ (am)

  […] ” ત્વમેવ સર્વ મમ દેવ દેવમ” […]

 • 6. Pinki  |  જૂન 20, 2010 પર 4:57 એ એમ (am)

  happy father’s day

  very touchy !

 • 7. અશોક મોઢવાડીયા  |  જૂન 20, 2010 પર 10:48 એ એમ (am)

  સુંદર, ભાવવાહી, લાગણીભીનું લખાણ.
  Happy Father’s Day

 • 8. વિશ્વદીપ બારડ  |  જૂન 20, 2010 પર 2:45 પી એમ(pm)

  અને માટે જ ખરા હ્રદયથી તમારી તંદુરસ્તી-તમારી સ્વસ્થતા પ્રાર્થુ છું ઇશ્વર પાસે.

  જો ખુશ છો તમે તો રાજી છીએ અમે.

  જો સ્વસ્થ છો તમે તો નિશ્ચિંત છીએ અમે.
  It’s true! father’s day wish..
  thanks.bena..

 • 9. NavinBanker  |  જૂન 21, 2010 પર 12:53 એ એમ (am)

  Rajulben,

  Very touchy…Very nice…

  Navin Banker

 • 10. harsh  |  ઓગસ્ટ 8, 2010 પર 1:42 પી એમ(pm)

  nice blog very touchy!!!! great


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: