“રાવણ”- film reviews –

જૂન 19, 2010 at 12:20 એ એમ (am) 5 comments

“રાવણ” ની લંકા સોના જેવી નથી

બોલીવુડ આજકાલ યુગ ફિલ્મ બનાવવાનાઝોક પર ઢળ્યુ હોય તેમ મહાભારત પછી રામાયણ ને આધારિત  કથામાં દુર્જન પર સજ્જનના- દાનવ પર દેવના, રાવણ પર રામના  વિજય ની ગાથાગાવાનો પ્રયત્ન થયો છે. રામનો વનવાસ- સીતાનુ અપહરણ -અગ્નીપરિક્ષાને જરા મોર્ડન ટચ આપીને અહીં મણીરત્નમની ફિલ્મમાં સજ્જન (દેવ) અને દુર્જન ( રાવણ)ના સંઘર્ષની કથા કહેવાઇ છે.  દરેક વ્યક્તિના બે પાસા હોય છે . દરેક વ્યક્તિમાં  એક રામ અને બીજો રાવણ એક સાથે વસેલો જ હોય છે.  સંજોગો જ  વ્યક્તિના સારા-નરસા  વ્યક્તિત્વનો સાચો પરિચય કરાવે તેમ અહીં પણ  સમય બદલાતા આગળ વધતી ફિલ્મમાં સારા- નરસા વચ્ચ્ચેની વ્યાખ્યા બદલાતી જાય છે.

રાગિણી શર્મા (ઐશ્વર્યા રાય) એક ક્લાસિકલ ડાન્સર છે.  પોલિસ ઇન્સ્પેક્ટર  દેવ પ્રતાપ શર્મા (વિક્રમ) પરિણામમાં વિશ્વાસ ધરાવે છે ચાહે કાર્યપદ્ધતિ કોઈ પણ હોય. તેને જે યોગ્ય લાગે છે તેના માટે તે કોઈ પણ હદે જઈ શકે છે. દેવના મનમાં રાગિણી વસી જાય છે અને બન્ને લગ્ન કરી લે છે. રુઢી કે પરંપરામાં વિશ્વાસ ન ધરાવતા બંને એક બીજા માટે યોગ્ય પણ છે. લગ્ન પછી ઉત્તર ભારતના અંતરિયાળ વિસ્તાર લાલ માટી નામના સ્થળે દેવની બદલી થાય છે. લાલ માટી એટલે જ્યાં પોલીસ કે કાયદાનુ નહી પણ  બીરા નામના એક આદિવાસીનું  સામ્રાજ્ય છે. બીરા મુંડા (અભિષેક બચ્ચન) એક માથાભારે માનવ છે જે દાનવ તરિકે વધુ જાણીતો છે, લોકો તેને રાવણ તરિકે ઓળખે છે  . લાલ માટીમાં તેની હકૂમત  છે.. ઉપેક્ષિત લોકોના હક માટે લડતા બીરામાં સારા-નરસા ગુણ અવગુણનું અજબ મિશ્રણ છે. લાલ માટીમાં જૂથવાદી અને અસ્તવ્યસ્ત જીવનશૈલી જીવતો સંજીવનીકુમાર (ગોવિંદા) આલ્કોહોલિક ફોરેસ્ટ ગાર્ડ છે અને  નોકરીની તેને પડી નથી .જંગલને જ તે પોતાનુ ઘર સમજે છે  . બીરાના સર્વવ્યાપી અવળા ધંધા સાથે સંજીવનીકુમાર સહમત નથી અને છતાં  બીરાના સંઘર્ષને તે ઉચિત  ગણે છે.  જ્યારે બીરાનું વર્ચસ્વ ખતમ કરવા દેવ મેદાને પડે છે ત્યારે બીરા વિરુદ્ધ દેવની લડાઈને સંજીવનીકુમાર એને અલગ ન્યાયે એક અલગ દ્રષ્ટીએ વિચારે છે.. આ લડાઈમાં દેવ, બીરા અને રાગિણી ત્રણેયની જિંદગી બદલાઈ જાય છે. માનવમન જેવુ ગાઢ અને ભુલભુલામણીભર્યુ જંગલ  ત્રણેયની તકદીરનો ફેંસલો કરે છે. પ્રેમનો જંગ એવો છે જે જીતવા રામ કે રાવણને પણ યુધ્ધે ચઢવુ પડે છે.

યુવા પછી રાવણ ફિલ્મમાં અભિષેક બચ્ચન નેગેટીવ શેડમાં જોવા મળે છે .   જાણે રાવણના દશ માથા જેવા જુદા જુદા પાસા ધરાવતા , બાહ્ય રીતે  ક્રુર-હિંસક અને ભયાનક લાગતા બીરાના પાત્રની સાથે સાથે  અંદરના અંતરની થોડી હળવાશને જાણે માણે છે અને માટે જ રાવણની સૌના મનની  ઇમેજથી ક્યાંક દૂર ભયવાહીના બદલે  ક્યારેક રમૂજ પ્રેરે તેવુ લાગે લાગે.  વાસ્તવ જીવનની પતિ-પત્નિની જોડીની કેમેસ્ટ્રી પરદા પર ગુરૂ ફિલ્મ બાદ રાવણમાં પણ એટલી જ ઇન્ટ્રેસ્ટીંગ રહી છે. મણી રત્નમની  મોર્ડન રામાયણમાં કહેવાતા સીતાના પાત્રને નિભાવ્યુ છે બ્યુટીન ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચને . ઐશ્વર્યાના સૌંદર્ય તેમજ  અભિનય પ્રતિભાને   ફિલ્મમાં વ્યક્ત થવાનો પુરેપોરો અવકાશ પ્રાપ્ત થયો છે. કડક પોલિસ ઇન્સપેક્ટર અને  એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દેવના પાત્રમાં  વિક્રમ  પરફેક્ટ સેટ થાય છે. રામાયણના પાત્રોમાં ગોઠવાયેલા રવિ કિશન અને અજય ગેહી ,  નિખિલ દ્વીવેદી તેમજ તેજસ્વીની કોલ્હાપુરીએ મહત્વના ચાવીરૂપ પાત્રો ભજવ્યા છે.   ગોવિંદાએ આજ સુધી જે   કિરદાર નિભાવ્યા છે તેનાથી સાવ જ અલગ ફોમમાં અહીં પહેલી વાર રજૂ થાય છે .

ઓવરઓલ સ્ટોરી , મણી રત્નમનુ ડીરેક્શન , સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી,  ગજીની માટે ફિલ્મફેર એવોર્ડ વિનર  પીટર હેઈનના સંખ્યાબંધ સ્ટંટ-એક્શન સીન ,અસ્તાદ દેબુની  કોરિયોગ્રાફી હોવા છતાં મણી રત્નમની ફિલ્મોની  જે ઉત્સુકતાથી રાહ જોવાતી હોય ,જે અપેક્ષા રાખવામાં આવે એની સરખામણીએ  નિરાશા જ ઉપજે.

બોમ્બે અને રોજાથી લઈને દિલ સે સાથિયા ,ગુરૂ સુધી મણી રત્નમ અને ઓસ્કાર વિનર એ. આર રહેમાનનો મનને  તરબતર કરે તેવા ગીત -સંગીત આપવામાં મોટો ફાળો છે. અને  તેમાં ગુલઝાર જેવા નિવડેલા ગીતકારના શબ્દો હોય તો તે ગીત સંગીત માટે ઉંચી અપેક્ષા હોય તે સ્વભાવિક છે.   બીરા- બીરા  અને થોક દે કિલી નુ એનર્જેટીક કંપોઝીશન,એનાથી અલગ બેહને દે  અને રાંઝા રાંઝાની  સ્વર રચના્માં નવા તાજગીભર્યા સ્વર  અને તેમ છતાં આગળની ફિલ્મોની સરખામણીએ રહેમાન અહીં થોડા પાછા પડ્યા હોય તેવુ લાગે છે.

કલાકારઅભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, વિક્રમ, ગોવિંદા, મનિષા કોઇરાલા, નિખિલ દ્વિવેદી, રવિ કિશન, પ્રિયામણી, તેજસ્વીની કોલ્હાપુરી.

પ્રોડયુસરમણી રત્નમ

ડાયરેકટર-મણી રત્નમ

મ્યુઝિક– એ. આર રહેમાન

ગીતકાર– ગુલઝાર

ફિલ્મ ***એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * * એકશન * * * સિનેમેટોગ્રાફી * * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૯/૬/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

`એક સેકન્ડ, જો જિંદગી બદલ દે`- film reviews – ” ત્વમેવ સર્વ મમ દેવ દેવમ”

5 ટિપ્પણીઓ

 • 1. atuljaniagantuk  |  જૂન 19, 2010 પર 11:23 એ એમ (am)

  રાજુલ બહેન,

  આપ ફીલ્મના ઈન્ટરવ્યું બહુ સારા આલેખો છો.

 • 2. Rupen patel  |  જૂન 19, 2010 પર 2:37 પી એમ(pm)

  રાજુલ બહેન આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 • 3. વિશ્વદીપ બારડ  |  જૂન 19, 2010 પર 3:14 પી એમ(pm)

  Thank you for your review..Alway waiting for your true opinion..
  specially my wife..we are here in USA from long time but we still love indian moives..never lost interest in it.

 • 4. Ramesh Patel  |  જૂન 19, 2010 પર 5:23 પી એમ(pm)

  Good story…Thanks Rajul bahen

  Ramesh patel(Aakashdeep)

 • 5. Soham  |  જૂન 22, 2010 પર 2:54 પી એમ(pm)

  સરસ રજુલાબહેન.
  મજા આવી.મારા ખ્યાલથી રાવણ જોઇએ તેટલુ સક્સેસ ના ગયુ. નહિં?

  મારા બ્લોગની મુલાકાત લેવા આમંત્રણઃ

  http://www.navalikabysoham.co.cc


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જૂન 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: