`એક સેકન્ડ, જો જિંદગી બદલ દે`- film reviews –

June 14, 2010 at 6:26 pm 4 comments

એક સેકન્ડ, જો જિંદગી બદલ દે ફિલ્મ રાશી નામની એક છોકરીની આસપાસ આકાર લે છે. નામ તેનું રાશી હોવા છતાંય તેના નસીબમાં શું લખાયેલું છે તેની તો એને ક્યાંથી  જાણ હોય ?  જાણ  ન હોવા છ્તા નસીબનુ ચક્કર તો એની રીતે ફર્યા જ કરે છે ને? પણ  જો આવનારા સમયનો અને મુશ્કેલીઓનો પડકાર ઝીલીને જો તમે એની સામે દ્રઢતાથી સામનો કરી શકો તો શક્ય છે  તમે તમારું નસીબ પલટી શકો  અથવા તો તમારા નસીબમાં પડકારોનો સામનો કરીને તેને બદલવાનુ લખ્યુ હોય તેમ પણ બને.રાશી  (મનિષા કોઇરાલા)પણ આવું જ કંઈક કરે છે.

એકલી રહેતી રાશીના જીવનમાં વિક્રમ સહેગલ નામનો મશહૂર નવલકથાકાર આવે છે, જેનો  ભૂતકાળ  ઘણી બધી સ્ત્રીઓ સાથેના સંબંધો ને લીધે બદનામ છે , પણ રાશી આ બધાથી અજાણ જ છે. અને તે બંનેને  એકબીજા પ્રત્યે આકર્ષણ જાગે છે અને  પ્રેમ થઈ જાય છે. અને ચટ મંગની-પટ શાદીએ એક બીજા જોડે જોડાય છે.પણ હવે  નસીબનુ ચક્કર બદલાય  છે. રાશીને નવી નોકરી લાગી છે, પણ નોકરીના પહેલા જ દિવસ તેને કોઈ કારણસર કાઢી મુકાય છે. સવારથી જ તેની સાથે ભાતભાતના અજીબોગરીબ બનાવો ઘટતા રહે છે. રાત્રે મેટ્રો સ્ટેશને જાય છે, જ્યાં તેની ટ્રેન છૂટી જાય છે. આખા દિવસની હતાશા આંખોમાં ભરી રાશી એકદમ નિઃસહાય લાગે છે. બસ અહીંયાંથી વાર્તા બે ભાગમાં વહેંચાય છે. એક ભાગમાં નાસીપાસ થયેલી રાશી, તેની ટ્રેન છૂટી જવાથી મુશ્કેલીમાં મુકાતી દેખાડાય છે… તો બીજી તરફ, રાશીને એ જ ટ્રેન પકડતી દેખાડાય છે. રસ્તામાં આવતી દરેક મુશ્કેલીઓનો તે નિર્ભયતાથી સામનો કરતી રહે છે.

એક લાંબા સમય બાદ પાર્થો ઘોષની અગ્નિસાક્ષી ફિલ્મ બાદ મનિષા કોઇરાલા અને જેકી શ્રોફ સાથે જોવા મળે   છે.૧૦૦ ડેયઝ , અગ્નિસાક્ષી જેવી ફિલ્મોના ફિલ્મમેકર પાર્થો ઘોષ આ પ્રયોગાત્મક ફિલ્મમાં એક જ સ્ત્રીના બે  વ્યક્તિત્વના પાસા રજૂ કરે છે. કથા થોડી અટપટી છે અને સમજતા-સ્વીકારતા પહેલા વિચારમાં મુકી દે  તેવી છે, પણ  અંગ્રેજી  ફિલ્મ  સ્લાઇડીંગ ડોર ને આધારિત ફિલ્મમાં મનિષાએ કરેલો રોલ આજ સુધી બોલીવુડમાં પ્રથમ પ્રયોગ કહી શકાય.જેકી શ્રોફ અને મૌમ્મર રાણા મીસ ઇન્ડિયા નિકિતા આનંદના સપોર્ટીંગ રોલ ,  ગૂંચવણભારી કથાની સામાન્ય  પ્રસ્તુતિ એટલે  એક સેકન્ડ, જો જિંદગી બદલ દે.  પાર્થો ઘોષની આ પ્રયોગાત્મક ફિલ્મ માણવા કરતા સમજવાને યોગ્ય છે.

કલાકાર – મનિષા કોઇરાલા. જેકી શ્રોફ, અમન વર્મા, નિકિતા આનંદ, મૌમર રાણા ,રોઝા કટલાનો.

પ્રોડયુસર – રચના સુનિલ સિન્ઘ, અગસ્ત્ય સિન્ઘ

ડાયરેકટર-પાર્થો ઘોષ.

મ્યુઝિક-સાવન કુમાર, અરવિંદ સિન્ઘ, આનંદ રાજ આનંદ

ગીતકાર-પ્રદીપ ચૌધરી, આનંદ રાજ આનંદ.

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * **

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 12/6/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“રાજનીતિ”- film reviews – “રાવણ”- film reviews –

4 Comments

 • 1. વિશ્વદીપ બારડ  |  June 14, 2010 at 9:44 pm

  Thank you for you review..

  Like

 • 2. NavinBanker  |  June 14, 2010 at 10:00 pm

  Very good review.Thanks.

  Alongwith story and acting, if you would have focused on Music, songs and Photography, it would have been more informative.
  This is just my suggestion only.

  Navin Banker

  Like

 • 3. Ramesh Patel  |  June 15, 2010 at 10:14 pm

  Thanks,enjoyed the film review.
  Ramesh Patel(Aakashdeep)

  યશનામી…..રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  Like

 • 4. chandravadan  |  June 17, 2010 at 3:36 pm

  Rajulben,
  THANKS !for the information !
  Dr. Chandravadan Mistry (chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rajulben,,,,Hope to see you on Chandrapukar to read Posts on LADIES !

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

June 2010
M T W T F S S
« May   Jul »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: