“રાજનીતિ”- film reviews –

June 8, 2010 at 10:46 pm 8 comments

હિન્દુસ્તાની રાજ કારણ ,  લોકશાહી, ઇલેક્શન અને કેટલાક મુઠ્ઠીભર લોકો જે તેમની  કોઇ થોભ વગરની મહત્વકાંક્ષાઓના ભોગે  અબજો લોકોનુ ભાવી ઘડે કે બગાડે તેનુ પરદા પરનુ ચિત્રીકરણ દર્શાવતી પ્રકાશ ઝા ની ફિલ્મ રાજનીતિ સતાની સાઠમારીમાં અટવાયેલા રાજકારણીઓની લાલસા અને એની પાછળ ખેલાતા ખેલની કથા છે.

મહાભારતની કથાનકને આધારિત  ફિલ્મમાં પછાત વર્ગમાં થી આવતા અને કર્ણની જેમ આખુ જીવન  એ  એના જન્મના સત્યને  લઈને પાછા પડતા અતિ ઉગ્ર સૂરજ પ્રતાપ (અજય દેવગણ ) ,  ફાયર બ્રાન્ડ ડાબેરી વિચાર્શૈલી ધરાવતા ભાસ્કર સંન્યાલ ( નસીરુદ્દીન શાહ) , વારસાગત મળેલી સતાને કાયમી રાખવા માંગતા પ્રિથ્વી પ્રતાપ ( અર્જુન રામપાલ),  રાજ્ય એ પોતાનો જન્મસિધ્ધ હક છે તેવુ માનતા વીરેન્દ્ર પ્રતાપ ( મનોજ બાજપાઇ ),  અર્જુન અને ક્રિષ્નની છાયા જેવા આ રાજકીય માહોલથી અલગ શૈલી ધરાવતા સમર પ્રતાપ ( રણબીર કપૂર) અને એક નિસશ્ત્ર માર્ગદર્શક બ્રીજ ગોપાલ (નાના પાટેકર) અને દેખાવથી  અતિ સ્વરૂપવાન પણ  તેનાથી વિરૂધ્ધ સ્વભાવથી ઉદ્દંડ ,ઘમંડી ઇન્દુ સક્સેરીયા(કેટરીના કૈફ )જેવી  સામાન્ય નારીની રાજકારણ ની લડત અને  ઇલેક્શન જીતવાના ઝનુનની કથા છે . અહીં વિશ્વાતઘાત , છેતર્પિંડી , ચાલાકી જેમના રોજીંદા હથિયારો છે અને પ્રેમ મિત્રતા એમના માટે કેવળ પોતાની ઇચ્છાઓને પામવાના રસ્તા છે. તો આ દુનિયાથી તદ્દન અલગ અને એક શાંતિભરી પ્રેમભરી જીંદગી જીવવાના સ્વપ્ન જોતી સારાહ કોલિન્સ (સારાહ થોમ્પ્સન)  પણ છે.

કેટરીના કૈફને જોતા તેનામાં  દેખીતી  કોંગ્રેસના સર્વેસર્વા  સોનિયા ગાંધીની ઝલક નજરે પડે છે. અતિ ગ્લેમરસ રોલ કર્યા બાદ આ સાદગી પણ સદી ગઈ હોય તેટલી સહજતા-ગંભીરતા અને સબળ અભિનયને લઈને એક અલગ કેટરીના અહીં જોવા મળે છે. એની સાથેની આ બીજી ફિલ્મમાં એટલો સચોટ અને જાનદાર  અભિનય આપીને રણબીરે બોલીવુડમાં પોતાનુ સ્થાન મજબૂત કર્યુ છે.  સમગ્ર ફિલ્મમાં રણબીર કપૂરનુ પરફોર્મન્સ શ્રેષ્ઠ છે.અર્જુન રામપાલનો અભિનય , અજય દેવગણનો આક્રોશ , મનોજ બાજપાઇની નાટકિયતા અને નાના પાટેકર તેમજ નસીરૂદ્દીનની પાત્રમાં ઓતપ્રોત થવાની ક્ષમતાએ આ ફિલ્મને  વધુ ને વધુ મજબૂત બનાવી છે. ઉત્ક્રુષ્ટ ફિલ્મોના દિગદર્શક પ્રકાશ ઝા એ મહાભારત અને ગોડ ફાધરના મિશ્રણમાંથી  માત્ર અભિનયને આધરિત મલ્ટી સ્ટારર ફિલ્મનુ એક અનોખુ સર્જન કર્યુ છે જે જોવા માણવા યોગ્ય છે .

સાથે રાજનીતિ ફિલ્મ રોમેન્ટીક ફિલ્મ ન હોવા છ્તાં તેના મોરા પિયા, ભીગી સી ભાગી સી, ધન ધન ધરતી જેવા  ગીતો  અને સંગીત પ્રેક્ષકોને માણવા ગમે તેવા છે.

કલાકાર- અજય દેવગણ, રણબીર કપૂર, કેટરીના કૈફ, અર્જુન રામપાલ, નાના પાટેકર ,મનોજ બાજપાઇ અને નસીરુદ્દીન શાહ

પ્રોડયુસર –પ્રકાશ ઝા

ડાયરેકટર-પ્રકાશ ઝા

મ્યુઝિક- પ્રિતમ ચક્રબોર્તી, આદેશ શ્રીવાત્સવ,શાન્તનુ મોઇત્રા

ગીતકાર-ગુલઝાર, સ્વાઅનંદ કીરકીરે, સમીર

ફિલ્મ **** એક્ટિંગ-* * * * મ્યુઝિક * * * સ્ટોરી ****

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૫/૬/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

” બોબ જેસન” `એક સેકન્ડ, જો જિંદગી બદલ દે`- film reviews –

8 Comments

 • 1. વિશ્વદીપ બારડ  |  June 8, 2010 at 11:41 pm

  Thank you your review..We would like to see. this movie..
  just see good role of Katrian & Ranbir.

  Like

 • 2. અખિલ સુતરીઆ  |  June 9, 2010 at 1:24 am

  1981 માં કરણસિંહ દિગ્દર્શિત ‘કલિયુગ’ જેવી જ કથા એટલે પ્રકાશ ઝાની રાજનીતી. કલિયુગ માં શશી કપુરના અભિનયની સામે અજયનું પાત્રાલેખન નબળું પડયુ. પ્રકાશે અજય પાસે ’ગંગાજલ‘ માં કામ લીધું તે સરખામણીએ નીરાશ થયા. નસીરૂદ્દીન, નાના, મનોજની અભિનય ક્ષમતાનો વિઝ્યુઅલ ઇમ્પેક્ટ પાડવાને બદલે તેમના સંવાદો પર વધારે ધ્યાન અપાઇ ગયું હોય એવું લાગે છે. ફિલ્મનો પહેલો શોટ બનારસના ગંગા કિનારે … અને છેલ્લા શોટ એરપોર્ટ વચ્ચે નો ફ્લેશબેક નો તંતુ કયારે ખોવાઇ ગયો તેવું ઉખાણું પ્રેક્ષકને પૂછાય ખરું !
  એક આડવાત – આજકાલ સીનેમા ગૃહોના ઓપરેટરોને 5.1 વત્તા ડોલ્બી સરાઉન્ડનો ઉપયોગ કરીને પ્રેક્ષકોને ફિલ્મ બતાવવાનું કામ શો માં ગણ્યાં ગાંઠયા લોકો જ હોય ત્યારે કરવું નથી ગમતું. પરિણામે .. ફિલ્મના ઓડિયોગ્રાફરની મહેનત પર પાણી ફરી વળે. સરવાળે … પ્રેક્ષકો સીનેમામાં જઇને ફિલ્મ જોવાને બદલે ડીવીડી પર જોવા લાગે જ ને ?

  Like

 • 3. અખિલ સુતરીઆ  |  June 9, 2010 at 1:35 am

  (સાંધણ) ચેતન પંડીતને લકવાગ્રસ્ત બનાવી દઇને વેડફી નાખ્યા જેવું લાગ્યું અને નીખીલા ત્રીખાનો મેકઅપ / ગેટઅપ એવો ના લાગ્યો કે તે અજય પછી અર્જૂન અને રણબીરની માતા હોય ! ચાલ્યા કરે. એ લોકો બતાવે આપણે જોવાનું. જે ગમે તેના વખાણ કરવાના અને ક્યાં સુધારો થઇ શકે તેનો બ્લોગ પર ઉલ્લેખ કરવાનો. કોને ખબર …. કોણ કયારે કયાંથી શું વાંચીને … કંઇક કરવા પ્રેરણા લઇ લે ???

  Like

 • 4. sush  |  June 9, 2010 at 4:47 am

  Thanks for review.I want to watch this movie.

  Like

 • 5. Suresh Lalan  |  June 9, 2010 at 4:55 am

  very nice review for nice movie

  Like

 • 6. nilam doshi  |  June 9, 2010 at 1:12 pm

  હવે રાજનીતિ જોવી પડશે…આભાર રાજુલબેન…

  Like

 • 7. sneha  |  June 10, 2010 at 11:48 am

  nana patekar ne vedfi nakhyo hoy em lagyu…ane ha akhilbhai ni vat sachi…ranbir ni ma tarike nikhila sahej pan suit nathi thati..e jyare padda par aave tyare mane aankho ane kan bandh kari devanu man thatu hatu..ema pan jyare ajay devgan ne samjave che k tu maro putra…e to sav j natkilya lagyu…ena karta samjavava na gai hoy to saru rahet…aavi to nani nani bahu vato e maja bagadi story ni…pan ok…hindi mv to aavi j hoy… mahabharat ni 6ant darek thekane dekhati hati ema….karn tarik ajay…ranbir-arjun tarik…nana- krushna tarike….nikhila..kunvari ma kunti tarike….saro try karyo kaka bapa na chokrao ni rajniti ma mahabharat no…

  Like

 • 8. SANJAYKUMAR MAGRA  |  June 15, 2010 at 9:57 am

  RAJULBEN AAPNA DWARA LAKHAYELO RAJNEETI NO REVIEW VANCHYA PACHHI LAGE CHE KE PICTURE JOVUJ PADSHE.GENERALLY HUN NAVA HINDI PICTURES RARELY JOVU CHUN. AABHAR ATLO SARAS REVIEW AAPVA BADAL.

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

June 2010
M T W T F S S
« May   Jul »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: