“ટેરેસા”
May 23, 2010 at 8:17 pm 10 comments
ટેરેસા એક એવુ નામ -એક વ્યક્તિ કે જે જીંદગીની ઢળતી એક ઉંમરે માણસ નિવ્રુત્તિવ્સ્થામાં ભૂતકાળના મીઠા સંસ્મરણોમાં રાચે ત્યારે એ સમસ્ત જીવનની યાદોને ભૂલીને કોરી પાટી જેવા મનોજગતમાં જીવતી હતી. જ્યાં કોઇ યાદ તો શું કોઇ ઓળખ કાયમી રહેતી નથી. માણસ કદાચ પોતાની જાતને પણ ઓળખી શકવા શક્તિમાન હશે કે કેમ એ પણ શંકા છે.એનુ કારણ અલ્ઝાઇમર. અલ્ઝાઇમર એક એવો રોગ કે જેમાં માણસ પોતાની યાદદાસ્ત ગુમાવી પોતાના માટે જ એક અજાણ વ્યક્તિ બની રહે છે. આસપાસની દુનિયા સાથે સેતુ ગુમાવી દે છે. ટેરેસા અલ્ઝાઇમર નામથી ઓળખાતા વિસ્મ્રુતિની ગર્તામાં ધકેલી દેતા રોગના ભરડામાં લપેટાયેલી ૯૦ વર્ષની વ્રુધ્ધા હતી.
ભારતમાં ઘરડાઘર હોય છે તેમ અમેરિકામાં પણ સિનીયર સિટીઝન હોમ હોય છે. કદાચ ભારતમાં લોકો મજબૂરીથી કે વખાના માર્યા ઘરડાઘરમાં રહેતા હોય તેના બદલે આવા સિટીઝન હોમમાં આથમતી ઉંમરે લોકો પોતાની મેળે સમજદારી પૂર્વક અગર તો બાળકો પર પોતાની જવાબદારી ન નાખવાના અહીંના સોશિયલ ઢાંચાને અનુસરીને રહેવા આવતા હશે. અહિં આ હોમમાં દરેક વ્યક્તિને એક અલગ અલાયદો સંપૂર્ણ સુવિધા સાથે નો અને કદાચ ઘર જેટલી જ આરામદાયી સગવડો સાથે રૂમ ફાળવવામાં આવતો હોય છે. એટલું જ નહીં પણ દરેકની અત્યંત કાળજીપૂર્વક માવજત લેવામાં આવતી હોય છે. આવા જ એક સિનીયર સિટીઝન હોમમાં ટેરેસાને મળવાનું થયું .
ટેરેસાને મળવાની સાથે જ અજાણતા એક આત્મીયતા અનુભવાઇ. મળવાતાની સાથે જ એ અત્યંત આગ્રહથી એ એના અલગ ફાળવાયેલા રૂમ તરફ દોરી ગઈ . જયાં રુમની વચ્ચોવચ એક વિશાળ ફ્રેમમાં એનો ફેમીલી ફોટોગ્રાફ હતો. લગભગ ૨૫ જેટલા ફેમીલી મેમ્બરની વચ્ચે ટેરેસા અને એનો પતિ ગોઠવાયેલા હતા. અને આજુબાજુ પુત્ર-પુત્રી , પૌત્ર-પૌત્રી , દોહીત્ર-દોહીત્રીઓ ગોઠવાયેલા હશે તેવુ માની લીધુ. કારણ કોઇની ઓળખાણ આપી શકે તેવી માનસિક સ્થિતિ તો ટેરેસાની હતી જ નહી, વ્હાલસોઇ સંતુષ્ટ નજરથી પોતાના પરિવાર સાથે ગોઠવાયેલી ટેરેસાના આ ફોટાની લગોલગ કિશોરાવસ્થાનો ટેરેસાનો તેના માતાપિતા સાથે ફોટો જડેલો હતો. ટેરેસા જે આત્મિયતાથી અને છ્તાંય એક પરાયાભાવથી આ બધુ બતાવતા જતા હતા એ જોઇને સ્વભાવિક કુતૂહલતાવશ પ્રથમ ફોટાની વ્યક્તિઓની ઓળખ પૂછાઇ ગઇ. ” I don”t know” ખભા ઉચકીને ટેરેસાએ સાવ સ્વભાવિકતાથી કોઇ ભાવ વગર કે કશું જ ગુમાવ્યાના અફસોસ વગર પોતાના પરિવારની તસ્વીર અંગે જણાવી દીધુ. અને એમ કહેવાની સાથે એને કંઇ ગુમાવ્યાનો કે કશું જ ખૂટતુ હોય તેવો રંજ પણ નજરે ના પડ્યો. એ એના ખુદના પરિવારની એક પણ વ્યક્તિને ઓળખી પણ શકતી નહોતી. જેની સાથે
આખુ આયખુ વિતાવ્યુ હશે તેવા તેના પતિ કે પોતાના જ સંતાનોની લોહીની સગાઇ પણ ક્યાંય એને સ્પર્શતી નહોતી . એક તદ્દન પરાયાપણાનો ભાવ ચહેરા પર સ્થિર થયેલો હતો.પણ તરત જ બીજી પળે અત્યંત ઉત્સાહથી બીજી તસ્વીર તરફ અંગૂલીનિર્દેશન કરીને એ ૯૦ વર્ષની વ્રુધ્ધા ટેરેસાએ પોતાની ૫૦ વર્ષની મા બતાવતા કહ્યું ” Look -she is my mom ” અને અત્યંત કોમળતાથી તેના મા ની તસ્વીર પર હાથ ફેરવીને ને જાણે વાત્સ્લયનો ભાવ અનુભવતી રહી. કદાચ નાની હશે ને મા એ આંગળી પકડીને ચાલતા શીખવ્યુ હતુ તે હાથનો સ્પર્શ એ અનુભવી શકતી હોય તેવો ભાવ ચહેરા પર નિતરતો હતો. મા ની સ્નેહ નિતરતી
આંખોમાં આંખો પોરવીને ૯૦ વર્ષના ટેરેસા જાણે ૯ વર્ષની બાલિકા બની રહ્યા હોય તેવી ૠજુતા ચહેરા પર આવી ગઈ હતી. બસ આ સિલસિલો એ સિનીયર સિટીઝન હોમમાં જવાનુ થયુ ત્યાં સુધી ચાલતો રહ્યો. દરેક દિવસની મુલાકાત અને ટેરેસાની તેની મા પ્રત્યેની બાળસહજ કોમળતાભરી ઓળખ એ લગભગ રોજનો ક્રમ થઇ ગયો.
૯૦ વર્ષની વ્રુધ્ધાના સાવ કોરા મનોજગત પર એક માત્ર યાદ ઉપસતી આવતી હતી અને તે હતી તેની મા ની સ્મ્રુતિ. અને મા એક એવો સંબંધ છે જે ઇશ્વર પછી પ્રથમ સ્થાને છે. પૂર્વ હોય કે પશ્ચિમ મા પ્રત્યેનો આ ભાવ નિરંતર એક સરખો જ વહ્યા કરતો હશે ને? ટેરેસાની સ્મ્રુતિમાં મા સિવાય કોઇને સ્થાન નહોતુ. અમેરિકામાં કોઇ પોતાની સંસ્ક્રુતિ નથી કે નથી પોતાના સાંસ્ક્રુતિક તહેવારો . પણ હા અહીં મધર્સ ડે, ફાધર્સ ડે , હેલોવીન ડે , થેન્કસ ગીવીંગ ડે જેવા દિવસોની ઉજવણી ચોક્કસ થતી હોય છે. મે ના બીજા રવિવારે ઉજવાતા આ મધર્સ ડે ના દિવસે કેટલાય સંતાનો પોતાની મા પ્રત્યે તેમનો આદરભાવ કે આભારભાવ જુદી જુદી રીતે દર્શાવતા હશે. પાશ્ચાત્ય સંસ્ક્રુતી અનુસાર ફુલોનો બુકે , કોઇ મોંઘી ગીફ્ટ , મા માટે લંચ કે ડીનર અપાતુ હશે . પણ ટેરેસાની જાણે -અજાણે વ્યક્ત થતી મા પ્રત્યેની અનોખી અભિવ્યક્તિ કાયમ માટે મનમાં એક અદકેરી છાપ મુકતી ગઇ. મધર્સ ડે ના દિવસે આ અમીટ છાપ મનમાં એક અનોખી ઉજવણીની જેમ હંમેશા યાદ આવ્યા કરશે.
Entry filed under: મારું ભાવજગત.
1.
વિશ્વદીપ બારડ | May 24, 2010 at 3:00 pm
અમેરિકા જેવા દેશમાં વૃદ્ધ થયાં બાદ..વુદ્ધ લોકોને નર્સિંગહોમ જવામાં કોઈ જાતનો ખેદ કે દુ:ખ થતું નથી..મને યાદ કે કે મારા બોસની મા..૮૫ વર્ષના હતાં અને મારા બોસે અવાર-નવાર પોતાના ઘરમાં સાથે રહેવા આગ્રહ કર્યો..પણ એમના “મા” નો એકજ જવાબ હતો કે” મને મારી રીતે સ્વતંત્ર રીતે રહેવું છે” અને..આપણે ત્યાં મા-બાપ ઘણીવાર પોતાના છોકરા સાથે રહે પણ ઘણાં કુટુંબમાં મા-બાપ “માન” ગુમાવે..બંધંન મા આવી જાય..અને ઘણીવાર હડધૂત પણ બની જાય.. પોતાની પાસે કશી મુડી પણ ના હોય તેથી જાય પણ ક્યાં?…”કંટાળી આપઘાત” કરેલા મા-બાપના દાખલા જોયા છે..અહી આવી પરિસ્થિતી આવતી નથી… અહીં મને એક આપણી એક પ્રથા યાદ આવી જાય છે..”વનપ્રસ્થાશ્રમ “.. રાજા, પોતાનું રાજ્ય તજી, સાહબી તજી. વનમાં જતાં રહેતા..અને જે મળે..તે ખાઈ લેવાનું…ઓછામાં ઓછી જરૂરીયાતથી જીવવાનું…તો..આપણે વનમાં તો ન જઈ શકીએ..પણ વૃદ્ધાવસ્થામાં ઓછામાં ઓછી જરૂરિયાત,કોઈ જાતની અપેક્ષા વગર, ઘરમાં..કે કુટુંબમાં કોઈ પણ જાતની દખલગીરી કે માથું માર્યા વગર. બાકીની જિંદગી બહુંજ સાદી રીતે જીવી જાય તો વૃદ્ધાઅવસ્થા સુંદર બને ..અને જરૂર પડે તો નર્સિંગહોમમાં જતાં કોઈ પણ જાતનો ખેદ..દુ:ખ ના રાખવો..
LikeLike
2.
Vijay Shah | May 24, 2010 at 3:54 pm
raajulbahen
american sanskruti bin vahevaaru vaatone svikarati nathi ane tethi ja to 18 varshe takat hoy ke na hoy Chokaraaone gharanee bahaar kaadhi mukataa maabaapne 70 varshe nursing homa ma mukataa dikaraane afasos nathi thato.
LikeLike
3.
ila patel | May 24, 2010 at 4:24 pm
dear raju
in old age or rather at retired time ,to live within our own area is very enjoyable but it should not be guilty .every one have their personal iterest n life.one should have inner attechment n moral support with near..dear ones,wherever they live.enjoy life at every step.
LikeLike
4.
“ટેરેસા” -રાજુલ શાહ « નિવૃત્તિ ની પ્રવૃત્તિ | May 24, 2010 at 4:48 pm
[…] https://rajul54.wordpress.com/2010/05/23/terraca/ […]
LikeLike
5.
devikadhruva | May 24, 2010 at 5:19 pm
ખુબ સુંદર રજૂઆત દિલને સ્પર્શી ગઇ…પૂર્વ કે પશ્ચિમની વાત જવા દઇએ..કોઇપણ જગા હોય કે કોઇપણ પરિસ્થિતિ હોય પણ મા તો મા જ રહે છે.તમારું અદભૂત આલેખન અને અવિસ્મર્ણિય અનુભૂતિ વાંચીને આંખ ભરાઇ આવી..
LikeLike
6.
Rajul | May 24, 2010 at 6:32 pm
સમજણ્પૂર્વક સ્વીકારેલી કોઇ પણ અવસ્થા જીરવવી અઘરી નથી હોતી.
LikeLike
7.
Rajul | May 24, 2010 at 6:33 pm
જેવુ વાવો તેવુ લણો.
LikeLike
8.
Rajul | May 24, 2010 at 6:34 pm
very true and practical.
LikeLike
9.
Rajul | May 24, 2010 at 6:37 pm
મા ને લગતી કોઇ પણ વાત સીધી જ હ્રદયને સ્પર્શતી હોય હે.
LikeLike
10.
Ramesh Patel | May 26, 2010 at 9:20 pm
હદય સ્પર્શી રજૂઆત.આજનો પ્રશ્ન પણ સમજદારીથી ઉકેલ માગતો વિષય.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike