“કાઇટ્સ”- film reviews –

May 23, 2010 at 3:48 pm 3 comments

પ્રેમ ને કોઇ  દેશની સરહદ , ભાષાના સીમાડા કે ધર્મના વાડા નડતા જ નથી.

વર્ષો પહેલા આવેલી એક દુજે કે લિયે ફિલ્મ એની પ્રેમ કથાને લઇને યુવા વર્ગને ખૂબ સ્પર્શી ગયેલી. આજે કાઇટ્સ ફિલ્મ એક એવી જ ભારતિય યુવાન અને મેક્સીકન  યુવતિની પ્રેમ કથા લઈને આવી છે.   પ્રેમમાં પાગલ પ્રેમી પોતાની માશુકાના ગાલના એક તલ પર સરકંદ બુખારા ઓવારી જાય  તો પ્રેમને પામવા સહરા નુ રણ હોય કે મેક્સીકોનુ રણ એ પણ પાર કરી જાય. લાસ વેગાસના સાલસા ઇન્સ્ટ્રક્ટ્રર જે (હ્રિતિક રોશન)  અને નતાશા (બાર્બરા મોરી)ની પ્રેમ કહાનીની આસપાસ ગુંથાતી કથામાં જીયા(કંગના રાણાવત )પ્રણયનો ત્રીજો કોણ છે. હ્રિતિક રોશન લાસ વેગાસમાં રહીને ગ્રીન કાર્ડ મેળવવા માંગતી યુવતિઓ સાથે લગ્ન કરી તેમને  લિગલ સ્ટેટસ અપાવવાનુ ઇ-લિગલ કામ પણ કરતો હોય છે.નતાશા પણ આમાંની એક છે પણ સમય જતા બંનેને પ્રેમનો જે એહસાસ થાય છે  એ પ્રેમના એહસાસ સાથે બીજી ઘણી વિકટ પરિસ્થિતિ ઉભી થાય છે

રાતો જેની ઝળહળા  રંગીન હોય તેવા તડક-ભડક લાસ વેગાસની ભૂમિ પર આકાર લેતી કાઇટ્સની  સ્વપ્ન સમી સપ્પ્તરંગી પ્રેમકથામાં વિશ્વાસઘાત,  વાયોલન્સ ,એક્શન -થીલરના ગાઢા-ઘેરા રંગોનુ મિશ્રણ છે. હ્રિતિક રોશનને  રાકેશ રોશનની ફિલ્મોમાં શક્ય હોય તે તમામ રીતે પ્રમોટ કરવામાં આવતો હોય છે છેલ્લે જોયેલી તેની ફિલ્મ  જોધા-અકબર કરતા અહીં એક અલગ પ્રતિભા ઉભી થઇ છે અને તેને ઇન્ટર્નેશનલ લેવલ પર મુકવા માટેના તમામ આયાસ થયા છે. અવોર્ડ વિનિંગ મેક્સીકન અભિનેત્રી બાર્બરા મોરીનું સૌંદર્ય ફિલ્મને થોડી રસપ્રદ બનાવે છે. તેમ છતાં બંનેનો અભિનય ન તો એટલો સાહજીક છે કે ન તો ધારદાર. તો  કંગના રાણાવત તેની ખૂબસુરતી, એનો એલીગન્ટ લૂક-ગ્રેસને લીધે એટલીજ ચઢિયાતી સાબિત થઈ છે  પણ ફેશન ફિલ્મ જેવા ચમકારા બતાવવાનો અવકાશ ન સાંપડતા એક સક્ષમ કલાકારની પ્રતિભા વેડફાઇ છે.

અનુરાગ બાસુ જેવા દિગર્શક હોવા છતાં ઇન્ટરનેશનલ કે ગ્લોબલ સ્કેલ પર મુકવામાં આવેલી ફિલ્મ ને અનુરૂપ કથા તેમજ અપેક્ષિત માવજતની ઉણપ પ્રેક્ષકોને  નિરાશ કરે છે. ફિલ્મના મધ્યાંતર પછી હ્રિતિક અને બાર્બરાની દોડભાગનો અતિરેક ફિલ્મને પ્રેમકથામાંથી મારધાડની કક્ષામાં લાવે મુકે છે. સામાન્ય રીતે રાકેશ રોશન અને હ્રિતિક રોશનને  રાજેશ રોશન નો સાથ હોય તો એના ગીત-સંગીત સમય સુધી યાદ રહે તેવા હોય છે જેનો અહીં અભાવ છે.

કાઇટ્સના નામે જેટલા મેઘ ગાજ્ય તેટ્લા વર્ષ્યા નહીં .  પ્રેમી પંખીડાને ભાષાની જરૂર નથી પણ પ્રેક્ષકોનું શું?  હિન્દી- સ્પેનીશ અને અંગ્રેજી ભાષાનો શંભુમેળાએ  ફિલ્મને એકે  પ્રાંતની રાખી નથી.

કલાકાર- હ્રિતિક રોશન , બાર્બરા મોરી, કંગના રાણાવત, કબીર બેદી અને નિકોલ્સ બ્રાઉન

પ્રોડયુસર – રાકેશ રોશન

ડાયરેકટર-અનુરાગ બાસુ

મ્યુઝિક- રાજેશ રોશન

ફિલ્મ *** એક્ટિંગ-* * મ્યુઝિક * * * સ્ટોરી * * એકશન * * * સિનેમેટોગ્રાફી * * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૨/૫/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“એડમીશન ઓપન”- film reviews – “ટેરેસા”

3 Comments

 • 1. અરવિંદભાઇ પટેલ  |  May 23, 2010 at 6:46 pm

  આજેજ આ ફિલ્મ જોઈ.
  સામાન્ય રીતે કહેવાય છે કે રાકેશ રોશનની બધી ફિલ્મોનાં શીર્ષક અંગ્રેજી ‘K’ થી શરૂ થાય છે અને તે ફિલ્મો સફળતાના ચાર ચંદ લગાવી દે છે.
  પણ મને આ ફિલ્મ જોઇને એવું લાગ્યું કે આ વખતે આવું નહિ થાય.
  રાકેશ રોશન આ વખતે નિષ્ફળ રહ્યા છે.
  – અરવિંદભાઈ પટેલ. યુ.કે.થી.

  Like

 • 2. Ketan Shah  |  May 24, 2010 at 3:29 am

  I like this movie….Khan bandhu o thi kaink hatke aa film banavi che..

  Like

 • 3. વિવેક દોશી  |  May 25, 2010 at 4:33 am

  પતંગ ના ઉડી…

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

May 2010
M T W T F S S
« Apr   Jun »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: