“એડમીશન ઓપન”- film reviews –

મે 17, 2010 at 2:32 પી એમ(pm) 3 comments

બોલીવુડમાં જ્યારે પ્રવાહ ઇતિહાસની તવારિખ પર ચાલુ થાય ત્યારે ભગત સીંગ પર એક નહીં અનેક ફિલ્મો બની જાય, રાજનીતિ ની કથાવસ્તુ પર , ન્યાય- પોલિસખાતાના અંધેર પર, ૯/૧૧ ને લઇને એની આસપાસ જુદા જુદા એંગલ પણ એનો એજ સંદેશ આપતો  ચીલો ચાલુ થાય ત્યારે સાગમટે ફિલ્મો એની આસપાસ ઘુમે. એવી રીતે હાલમાં એજ્યુકેશન સિસ્ટ્મ પર બોલીવુડનુ ધ્યાન કેન્દ્રીત થયું છે. ફિલ્મ એડમીશન ઓપન પણ આમાંથી બાકાત નથી. બીબાઢાળ એજ્યુકેશન સિસ્ટ્મથી ત્રાહિમામ વ્યક્તિ જ્યારે એમાં ક્રાંતિનું બીજ વાવે ત્યારે સર્જાતી સ્થિતિનુ સર્જન એટલે  અનુપમ ખેર, આશિષ વિદ્યાર્થી અભિનિત  ફિલ્મ “એડમીશન ઓપન”.

આઇ.ટી પ્રોફેસર તારિક સિદ્દિકી (અનુપમ ખેર)  આવી બીબાઢાળ સિસ્ટમની ખિલાફ છે અને વળી એમાં  પોતાનો પુત્ર એક ફેલ્યોર હોય તે પણ સ્વિકાર્ય નથી. પ્રોફેસર દેવાંગ ત્રિપાઠી ( આશિષવિદ્યાર્થી )ને તેના વર્તન -અલગ રવૈયાને લીધે યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવામાં આવેલા છે અર્જુન  (અંકુર ખન્ના)ને આ ગ્રેડીંગ સિસ્ટમ સામે વાંધો છે ,એના મતે ધીરુભાઇ અંબાણી, બીલ ગેટ્સ કે આઇન્સ્ટાઇન પણ ક્યાં કોલેજ ભણ્યા છે? અરસી(પ્રિયંકા)ને તેના માતા-પિતા તરફથી એક માત્ર સેલેબલ આઇ.ટી   ભણવા માટેનુ દબાણ મંજૂર નથી. એને પોતાના સ્વપ્ના સાકાર કરવા આડે સમાજે રચેલા વાડા સામે વિરોધ છે. સૌને જરૂર છે એક નવી સિસ્ટમની જેમાં ભણતરના નામે માત્ર ભણતર સિવાય પણ બીજી ઘણી પ્રવ્રુત્તિ હોઇ શકે અને એજ્યુકેશ પણ ભારરૂપ ન લાગે.  “સ્પીરીટ” નામે શરૂ થયેલી એ ઇન્સ્ટીટયુટ એમનો સ્પીરીટ ટકાવી રાખશે ? એક એવી એકદમ નવતર પ્રયોગ જેવી વિદ્યાશાળા  જ્યાં ચીલાચાલુ ઢાંચા જેવી કોઇ પ્રણાલી ન  હોય.

આમતો વિચાર સૌ માટે આવકાર્ય છે ,ઉમદા છે પણ કથાની નબળી માવજતના લીધે એ વેડફાયો છે. ફિલ્મની શરૂઆતમાં  ઉદ્ભવેલા પ્રસંગોચિત પ્રશ્ન ઉચિત લાગે છે જ્યારે ઇન્ટરવલ બાદ અનેક કન્ફ્યુઝ  પાત્રોના હેતુવિહીન  આયાસો  ફિલ્મને અર્થહિન બનાવે છે.અનુપમખેર ,રતિ અગ્નીહોત્રી કે આશિષ વિદ્યાર્થી પણ ફિલ્મને કામયાબ બનાવવામાં નિષ્ફળ નિવ્ડ્યા છે.અને દરેક વખતે થ્રી ઇડીયટ્સની જેમ રેન્ચો કે વાંગ્ડુ સફળ થાય એવુ બનતુ નથી.

કલાકાર-અનુપમ ખેર, આશીષ વિદ્યાર્થી, અંકુર ખન્ના, રતિ અગ્નીહોત્રી , સુદેશ બેરી, પ્રિયંકા

પ્રોડયુસર – બ્રજેશ કુમાર, અસરાર અન્સારી

ડાયરેકટર –કે. ડી. સત્યમ

મ્યુઝિક-અમિત ત્રિવેદી, રાજુ સીંગ

ફિલ્મ *૧/૨ એક્ટિંગ-* મ્યુઝિક * * સ્ટોરી *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૫/મે/૨૦૧૦ ના પ્રગટ થયો.”


Advertisements

Entry filed under: - film reviews -.

“બદમાશ કંપની”- film reviews – “કાઇટ્સ”- film reviews –

3 ટિપ્પણીઓ

  • 1. "માનવ"  |  મે 17, 2010 પર 4:04 પી એમ(pm)

    આપનો શોખ ગમ્યો..

  • 2. નિશીત  |  મે 17, 2010 પર 5:25 પી એમ(pm)

    http://maarikalpanaa.blogspot.com/

    મે’મ…મેં પણ બ્લોગમાં છેલ્લે હાઊસફૂલનો જ રીવ્યૂ કરેલો…
    આપના રીવ્યૂઝ આ જ રીતે અપલોડ કરતા રહેશો…મેં આપનો બ્લોગ બૂકમાર્ક કરી દીધો છે !
    જય ષ્રી કૄષ્ણ !

  • 3. અખિલ સુતરીઆ  |  મે 23, 2010 પર 4:15 એ એમ (am)

    રાજુલબહેન,

    આપનું ઇમેઇલ આઇડી મોકલશો ?

    અખિલ.


Blog Stats

  • 96,885 hits

rajul54@yahoo.com

Join 880 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: