“બદમાશ કંપની”- film reviews –

મે 10, 2010 at 3:50 પી એમ(pm)

દુનિયામાં કોને પૈસાપાત્ર -ધનવાન થવાના સ્વપ્ના નથી હોતા?   કરણ (શાહેદ કપૂર) બુલબુલ (અનુશ્કા શર્મા) ચન્દુ (વીર દાસ)અને ઝીંગ ( મિયાંગ ચેંગ )ને પણ ધનિક થવાના અરમાન છે. અને એમાં એક વાત એમને અગત્યની લાગે છે કે સફળ બિઝનેસ માટે પૈસા કરતા દિમાગ સાબૂત હોવુ વધુ જરૂરી છે.સીધી આંગળીએ ઘી ના નિકળે તો આંગળી ટેઢી કરવાના નિયમે  એ  ચારે તરવરિયા કોઇ ને કોઇ રસ્તો શોધી કાઢે છે.  એ રસ્તો -એ શિરસ્તો એમને માફક આવશે? મુંબઇના મિડલક્લાસ માનસની તસ્વીર સમા આ ચારની “બદમાશ કંપની”ને સફળતા મળશે? રાતોરાત  ધનિક બનવાના સ્વપના સાકાર થશે? “બદમાશ કંપની “માં તેમના સ્વપ્ના, મસ્તી, બદમાશી, પ્રેમ-દોસ્તીની સાથે પૈસા થકી આવતી ખોટી આદતોનું ચિત્રીકરણ છે.

એક્ટર પરમિત શેટ્ટી્ના દિગદર્શનમાં  આકાર પામતી મનોરંજન કથાના બે મુખ્ય કલાકાર શાહીદ કપૂર અને અનુષ્કા શર્માની આ યશરાજ બેનેર સાથે બીજી ફિલ્મ છે. કેટલાક સોજ્જા રોલ કર્યા બાદ શાહીદ કપૂરે “કમીને” પછી ફરી એક્વાર અહીં બદમાશી પર ઉતરી આવે છે. અનેક અવનવા ગેટ-અપમાં છેતર્પિંડી કરતા શાહીદ કપૂર નો અંદાજ ,એની સ્ટાઇલ એક નવા શાહીદની ઓળખ ઉભી કરે છે. “રબને બનાદી જોડી” ની સીધી સાદી નાયિકા અનુષ્કા શર્મા  ઇન્ડિયન ટ્રેડીશનલ ગેટ-અપમાંથી ગ્લેમર વાળા એક નવા અને બિદાસ્ત અભિગમ સાથે જોવા મળે છે.શાહીદ -અનુષ્કાની જોડી , ઇન્ડિયન આઇડોલ મિયાંગ ચેંગ અને વિર દાસનો સાથ  બદમાશ કંપનીને વધુ મનોરંજક બનાવે છે.

યશરાજની ફિલ્મોનુ સંગીત હંમેશા કર્ણપ્રિય જ હોવાની  એક અપેક્ષા મનમાં રહેતી હોય છે જ્યારે પ્રિતમના સંગીતમાં  કોઇ નવી કે યાદગાર તરજનુ સર્જન નથી. પરમીત શેટ્ટીનુ દિગદર્શન , કલાકારોનો પરફેક્ટ અભિનય ફિલ્મનુ જમાપાસુ છે.

કલાકાર- શાહિદ કપૂર,અનુશ્કા શર્મા, મિયાંગ ચેંગ, વિર દાસ, અનુપમ ખેર, કિરણ જુનેજા

પ્રોડયુસર –યશ ચોપ્રા, આદિત્ય ચોપ્રા.

ડાયરેકટર-પરમીત શેટ્ટી

મ્યુઝિક-પ્રિતમ ચક્રવર્તી

ફિલ્મ **** એક્ટિંગ-* * * * મ્યુઝિક * * * સ્ટોરી ***

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 08/05/૨૦૧૦ ના પ્રગટ થયો.”


Advertisements

Entry filed under: - film reviews -.

“એપાર્ટમેન્ટ “- film reviews – “એડમીશન ઓપન”- film reviews –


Blog Stats

  • 96,570 hits

rajul54@yahoo.com

Join 881 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: