“એપાર્ટમેન્ટ “- film reviews –

April 26, 2010 at 5:31 pm 5 comments

ફિલ્મ  “એપાર્ટમેન્ટ ” આજના મુંબઇ જેવા મેગા સિટીમાં વસતા લોકોના અત્યંત ઝડપી જીવનના ઘટમાળનું ચિત્રણ છે. આવા મોટા શહેરમાં તદ્દન અજાણ્યા લોકો સાથે “એપાર્ટમેન્ટ  શેર કરીને રહેવું કેવુ જોખમી છે તે હકિકત બયાન કરે છે.  એક એર હોસ્ટેસ નામે પ્રિતિ સેન્ગુપ્તા ( તનુશ્રી દત્તા) તેના બોય ફ્રેન્ડ કરણ મલ્હોત્રા ( રોહીત રૉય ) સાથે  એપાર્ટમેન્ટ શેર કરીને મસ્તીથી રહે છે. પણ કરણ પરનું તેનુ આધિપત્ય અને તેમાંથી જન્મતા મનદુઃખના લીધે એ કરણને એપાર્ટમેન્ટ છોડવા મજબૂર કરે છે અને એપાર્ટમેન્ટના ભાડાને પહૉચી વળવા નેહા ( નીતુ ચન્દ્રા) ને પોતાની સાથે રહેવા આવકારે છે. પણ નેહાનું આગમન તેની જીંદગીમાં વણનોતરી આફત લેતુ આવે છે.  પ્રિતિના પડોશમાં રહેતા કવિ મધુસુદન તન્હાનુ પાત્ર અનુપમ ખેર ભજવી રહ્યા છે.

શું પ્રિતિ આ આફતભર્યા બનવોથી બહાર આવી શકશે ? કરણ અને પ્રિતિ એક થશે? મધુસુદન તન્હા એક પડોશી તરિકે કેવા સાબિત થશે ? માનવ કે દાનવ? આ તમામ સવાલોનો જવાબ છે જગમોહન મુન્દ્રાની રહસ્યમય ફિલ્મ “એપાર્ટમેન્ટ “માં . જગમોહન મુન્દ્રાએ તેમની  તદ્દન ભિન્ન છ્તાં સશક્ત ફિલ્મ ” પ્રોવોકઃ અ ટ્રુ સ્ટોરી” અને “બવન્ડર” આપી છે. “એપાર્ટમેન્ટ” ફિલ્મ દ્વારા એક નવી પણ સત્ય હકિકત પર ફોકસ કર્યુ છે અને મૂળ પ્લોટ્ની કથા વસ્તુ જળવાઇ રહી છે અને તેમ છતાં તેની એક ઉણપ કે  ફિલ્મમાં ઉભા થતા રહસ્યમય  બનાવો એક સામાન્ય સંજોગો છે કે કોઇએ સર્જેલી પરિસ્થિતિ તે લગભગ પ્રેક્ષકો પકડી શકે છે પરિણામે દહેશત -ડરનો અનુભવ ભાગ્યે જ થાય છે.

ફિલ્મ મહદ અંશે નિતુ ચન્દ્રા પર કેન્દ્રિત થાય છે. શરૂઆતની સીધી સાદી યુવતિમાંથી જે મિજાજી અને અકલ્પ્ય સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તેની અભિનય ટેલેન્ટ દર્શાવે છે.   તેના અભિનય પરની પકડ  આંખો દ્વારા ભાવ-વ્યક્તિથી પરખાય છે. તનુશ્રી દત્તાનો સહજ અભિનય તેમજ રોહિત રૉયના  સાધારણ અભિનય , અનુપમ ખેરની  ઉપસ્થિતિ , બપ્પી લહેરીનુ ફિલ્મના પ્લોટને અનુરૂપ  મ્યુઝીક  હોવા છતાં  ફિલ્મ પર ધારી અસર ઉપસાવી શક્યા નથી.

કલાકાર- તનુશ્રી દત્તા,  નીતુ ચન્દ્રા, રોહિત રૉય , અનુપમ ખેર.

પ્રોડયુસર –  નારી હીરા

ડાયરેકટર- જગમોહન મુન્દ્રા

મ્યુઝિક- બપ્પી લહેરી,

ગીતકાર-સૈદ ગુલરેઝ

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 24/૪/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“પાઠશાળા”- film reviews “બદમાશ કંપની”- film reviews –

5 Comments

 • 1. nilam doshi  |  April 27, 2010 at 12:03 am

  થોડું વધારે ડિટેલમાં ન આપી શકાય રીવ્યુ ? રસદર્શનની જેમ આપો તો વધારે મજા આવે..વાંચવાની. બની શકે છાપામાં શબ્દોની મર્યાદાને લીધે તમારે કાપ મૂકવો પડે..પરંતુ બ્લોગ ઉપર મૂકો ત્યારે એવી કોઇ લિમિટ કયાં નડે ?

  જસ્ટ એક સૂચન….આભાર સાથે…

  Like

 • 2. ajitgita  |  April 27, 2010 at 12:48 am

  Nice review. Thanks 4 it & keep on giving like this Rajulben.

  Like

 • 3. ajitgita  |  April 27, 2010 at 12:51 am

  * *સપનાં વગરની જિંદગી કંઇ જિંદગી નથી
  સપનાં જ ઈચ્છાનો નવો અવતાર હોય છે*
  Nice review. Thanks 4 it & keep on giving like this Rajulben.

  Like

 • 4. Ramesh Patel  |  April 27, 2010 at 2:01 am

  maja aavI..rest with film.

  ramesh Patel(Aakashdeep)

  Like

 • 5. Rajul  |  April 27, 2010 at 1:58 pm

  નિલમબેન,

  તમારી વાત સાચી છે પણ ફિલ્મ જોવાનો જો ખરેખર રસ હોય તો થોડુ અધ્યાહાર રાખુ તો જ ઉત્સુકતા જળવાઇ રહેને?

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2010
M T W T F S S
« Mar   May »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: