“પાઠશાળા”- film reviews

એપ્રિલ 17, 2010 at 7:07 પી એમ(pm) 6 comments

એક સમય હતો જ્યારે ગુરૂ -શિષ્ય પરંપરા અમલમાં હતી અને ગુરુ શિષ્યને પોતાની તમામ વિદ્યા શિખવીને ગૌરવ અનુભવતા. આજનો સમય છે જ્યારે એજ્યુકેશન શિક્ષણ આપવાને બદલે પૈસા કમાવાનુ મશીન-સાધન બની રહ્યુ છે. જ્યાં નિતિમત્તાનુ સ્થાન પાછળ ખસતુ ગયુ છે. આજના શિક્ષણ અને કોમ્પીટીશનને મહત્વ આપતી સિસ્ટમ જે બાળક જ નહીં પણ સમાજને પણ કોરી ખાય તેવી ઉધઈમાં પરિવર્તિત થઇ રહી છે તેવા એક અત્યંત નાજૂક -સંવેદનશીલ વિષય પર ધ્યાન દોરવાનો “પાઠશાળા ” ફિલ્મમાં પ્રયત્ન છે.   વર્તમાન  સમયમાં વાલીઓને યોગ્ય  શિક્ષણના બદલે મોટુ નામ ધરાવતી શાળાનો મોહ છે અને શાળાને મેનેજમેન્ટને વિદ્યાર્થીઓના ભોગે જ્યારે શાળાનુ નામ મોટુ કરવાનો મોહ છે ત્યારે વિદ્યાર્થીઓ કેવી રીતે તેને સ્વીકારે છે અને તેની તેમના માનસ પર કેવી અસર ઉભી કરે છે તે પર પ્રકાશ પાડવાનો પ્રયાસ છે.ફિલ્મમાં મનને સ્પર્શે તેવા ઇમોશનની સાથે મનોરંજન, નાટ્યતત્વ હોવાની સાથે હ્રદય સોંસરવો ઉતરે તેવો સંદેશ આપવામાં આવ્યો છે.

આજના લગભગ પચાસની ઉંમરે પહોંચેલ પેઢીને યાદ હશે કે  સ્કૂલો વચ્ચે અલગ અલગ  સ્પર્ધા યોજાતી જેનાથી તેજસ્વી વિદ્યાર્થી તેમજ સ્કૂલનુ નામ બહાર ધ્યાન પર આવતુ જ્યારે હવે મીડીયાના સમયે  રિયાલીટી શો દ્વારા બાળકોને અને શાળાને વિશાળ ફલક પર મુકવાનો આયાસ કરવામાં આવે છે.

ફિલ્મ બાળકોને  પ્રાધાન્ય આપનારી હોવા છતાં અને કેટલાક નામી બાળ કલાકારો હોવા છ્તાં પ્રેક્ષકોને ફિલ્મ સુધી લઈ આવવા માટે જેમ “તારે જમીં પર “માં આમીર ખાનના નામનુ  આકર્ષણ છે તેમ અહીં શાહિદ કપૂરનુ નામ ફિલ્મ “પાઠશાલા “માં નિમિત્ત બન્યુ છે. શાહીદ કપૂરનો નાનો છ્તાં મહત્વનો રોલ છે અને તે શાહીદ કપૂર ભજવવામાં સફળ રહ્યા છે.

શિક્ષણ અને ડીસીપ્લીનના નામે કોઇ પણ મર્યાદા ઓળંગી શકે તેવા અતિ કઠોર પ્રિન્સિપાલ આદિય સહાય (નાના પાટેકર) ,  રાહુલના સ્કૂલ મેનેજમેન્ટ્ના વિરોધમાં સાથ આપનાર ટીચર (અંજલી માથુર)ના પાત્રમાં ચુલબુલી આયેશા ટકિયા ઉપરાંત આજે ઘરના ડ્રોંઇગ રૂમ સુધી પહોંચી ગયેલા બાળ કલાકારો સ્વીની ખારા, દ્વિજ યાદ્વવ, અલી હાજી, સૌની લાડકી બાલિકા બધુ અવિકા ગોર  સહિત  સુસાન સીંઘ , અને સ્પેશીયલી જેને જોતા ધીક્કારની લાગણી અનુભવાય તેવા મેનેજર સૌરભ શુકલા અભિનિત ફિલ્મને  મરાઠી ફિલ્મ  એવોર્ડ વિનર  ડીરેક્ટર મિલિંદે ગીત સંગીત અને ડાન્સના પ્રવાહમાં તરલતાથી વહેતી રાખવા સફળ પ્રયાસ કર્યો છે.  ક્યારેક કથાની માવજત ઢીલી પડવા છતાં તે માણવી રસપ્રદ રહે છે.

કલાકાર- શાહિદ કપૂર, આયેશા ટકિયા, નાના પાટેકર, સ્વીની ખારા , દ્વીજ યાદવ, અવિકા ગોર, સુશાન સીંઘ , સૌરભ શુકલા,

પ્રોડયુસર –એહમદ ખાન

ડાયરેકટર- મિલિંદ

મ્યુઝિક- હનીફ શેખ

ગીતકાર- હનીફ શેખ

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૭/૪/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

આટ્લાન્ટા-જ્યોર્જીયા-૨ “એપાર્ટમેન્ટ “- film reviews –

6 ટિપ્પણીઓ

 • 1. Manav  |  એપ્રિલ 18, 2010 પર 2:14 પી એમ(pm)

  વાહ !
  ક્યાં ક્યાંથી શોધી લાવો છો?

 • 2. shivshiva  |  એપ્રિલ 19, 2010 પર 4:28 એ એમ (am)

  જોવું પડશે.

 • 3. Pinki  |  એપ્રિલ 19, 2010 પર 1:00 પી એમ(pm)

  paisa vasul movie… ?!!

 • 4. Ramesh Patel  |  એપ્રિલ 23, 2010 પર 3:48 એ એમ (am)

  Thanks for sharing.

  ramesh Patel(Aakashdeep)

 • 5. વિશ્વદીપ બારડ  |  એપ્રિલ 23, 2010 પર 4:06 પી એમ(pm)

  આપ નિયમિત રીતે મુવી વિશે Review આપો છો તે ઘણાંજ આનંદની વાત છે.. પરદેશમાં પાત્રીસ વરસ ઉપરના વાણા વહી ગયાં છે છતાં હિન્દી મુવી નો શો જાળવી રીખ્યો છે. ઘણુંજ અનોખું સુદર કર્ય કરી રહ્યાં છો.. આભાર.

 • 6. Rajul  |  એપ્રિલ 27, 2010 પર 2:00 પી એમ(pm)

  અહીં પરદેશમાં વસતા તમામ ભારતિયોને હજુ પણ હિન્દી ફિલ્મ માટેને રસ જળવાઇ રહ્યો છે તે પણ આનંદની જ વાત છે .


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: