“પ્રિન્સ”-ઇટ્સ શો ટાઇમ- film reviews –

એપ્રિલ 11, 2010 at 1:52 પી એમ(pm) 2 comments

આઉટસ્ટેન્ડિંગ થ્રિલર રોમાંન્સ
“પ્રિન્સ ” (વિવેક ઓબેરોય ) નામચીન ચોર છે જેની પાસે કોઇ પણ સમસ્યાને હલ કરવાની એક સ્ટાઇલ છે . શહેરની સૌથી મોટી ધાડ બાદ અફડા-તફદીમાં ગોળીબાર દરમ્યાન ઘવાય છે  અને  તેની યાદદાસ્ત ગુમાવી બેસે છે. પોતાની ઓળખ મેળવવાના પ્રયત્નમા એને એટલી જાણ થાય છે કે તેનુ નામ પ્રિન્સ છે અને તે કોઇ સારંગ માટે કામ કરી રહ્યો છે અને માયા નામની માયામાં લપેટાયેલો છે.  (દેવાનંદની જ્વેલથીફ યાદ આવે છે?) પ્રિન્સ માત્ર શહેર જ નહીં પણ દેશની  પણ મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ છે જેની પાછળ ઇન્ડીયાની સીક્રેટ સર્વીસ , સીબીઆઇ જ નહીં પણ દુનિયાભરના  ક્રીમીનલ્સ પણ લાગેલા છે.  પ્રિન્સ માટે એક જ ઉપાય છે એની સ્વયંસ્ફુરણાથી પોતાની જાતને- માનવ જાત ના ભવિષ્યને બચાવાનો . જીવનના ગણ્યા ગાંઠ્યા દિવસોમાં પ્રિન્સ આ જાળમાંથી ગુંચ ઉકેલી શકશે ?
એનો જવાબ છે  કુમાર તોરાનીની કૂકી ગલાટી દિગદર્શીત  વિવેક ઓબેરોય અભિનિત એક્શન થ્રીલર રોમાંસ ફિલ્મ   ” પ્રિન્સ”.
યસ “પ્રિન્સ” ફિલ્મમાં  મારધાડની સાથે  જેમ્સ બોન્ડની ફિલ્મોમાં હોય તેવી વિઝ્યુલ ઈફેક્ટ ,થ્રીલના ચમકારા છે તો લલનાઓ સાથે ફ્લર્ટ પણ છે.પ્રિન્સ ” ફિલ્મથી વિવેક ઓબેરોયની એક નવી ઈમેજ એક નવી ઓળખ ચોક્કસ ઉભી થાય છે. પણ સાથે સાથે   “પ્રિન્સ” ફિલ્મ જેટલી વિવેક ઓબેરોયની છે એથી વધારે  સિનેમેટોગ્રાફર વિષ્નુ રાવ અને  એલન અમીનની એક્શનની પણ  છે .
માયા નામ સાથે સંકળયેલ  નંદનાસેનની આ ઇમેજ તો નથી જ. તો  એ જ માયા નામધારી અરૂણા કે નીરુ સીંઘની  ઇમેજ પણ  અભિનય કરતા અંગ પ્રદર્શનની વધુ નજીક લાગે છે.
હોલીવૂડની મારધાડ -એક્શન  ફિલ્મ જોવાનો જેને શોખ છે તેવા પ્રેક્ષકોની રસવ્રુત્તિ જળવાઇ રહે તેવા એક્શન- સ્ટંટ , વિઝ્યુલ ઈફેક્ટની ફિલ્મ છે. હા ! સાથે એ પણ   ખરુ કે  પછી હોલીવુડની ફિલ્મોની જેમ  આટલા ગીતો નો પણ મોહ પણ જતો જ કરવો રહ્યો તો એની સાચી ઇફેક્ટ માણી શકાય.

કલાકાર-વિવેક ઓબેરોય, નંદના સેન, અરુણા મૂર્તી ,નિરૂ સીંઘ, ઇસાહ ,દિલીપ તાહીલ ,સંજય કપૂર
પ્રોડયુસર –કુમાર તોરાની

ડાયરેકટર -કૂકી ગુલાટી

મ્યુઝિક- સચીન ગુપ્તા

ગીતકાર સમીર
ફિલ્મ ** એક્ટિંગ-* * * મ્યુઝિક * * * સ્ટોરી * * એકશન * * * સિનેમેટોગ્રાફી * * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૦/૪/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“આટ્લાન્ટા-જ્યોર્જીયા”-પાર્ટ-૧. આટ્લાન્ટા-જ્યોર્જીયા-૨

2 ટિપ્પણીઓ


Blog Stats

  • 96,570 hits

rajul54@yahoo.com

Join 881 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: