“આટ્લાન્ટા-જ્યોર્જીયા”-પાર્ટ-૧.

April 8, 2010 at 11:58 am 3 comments

 

યુ એસ ના જ્યોર્જીયા સ્ટેટ્નું કેપીટલ આટ્લાન્ટા વર્તમાન સમયનું અતિ ઝડપી વિકસીત અને ટોપ બિઝનેસ શહેર ગણાય છે. આટ્લાન્ટા એટલે કોકાકોલા ,એટી એન્ડ ટી મોબાઇલ , ડેલ્ટા એરલાઇન્સ, હોમ ડીપો અને યુ પી એસનું હબ –હેડક્વાર્ટર ગણાય છે.

અમેરીકન સીવીલ વોર વખતે આટ્લાન્ટા એ મહત્વના રેઇલ રોડ અને મિલીટ્રી સપ્લાયનું મહત્વનું મથક ગણાતુ. ૧૯૬૦માં સિવીલ રાઇટ્સ મુવમેન્ટ માટેનુ મેજર ઓર્ગેનાઇઝેશનનુ એ   સેન્ટર બની રહ્યું. ડૉ. માર્ટીન લ્યુથર કીંગની લીડરશીપ હેઠળ આ મુવમેન્ટ સર્વવ્યાપી બની ગઈ.

૧૯૯૬માં સમર ઓલ્મંપિક માટે યજમાન શહેર તરિકે સિલેક્ટ થયા બાદ કન્સ્ટ્રક્શનના ઘણા મહત્વના પ્રોજેક્ટ હાથ ધરાયા જેમાં આટ્લાન્ટાના સિટી પાર્ક, સ્પોર્ટ્સ ફેસીલીટી અને ટ્રાન્સપોર્ટેશનમાં એડવાન્સ બની રહ્યું.

વર્લ્ડ ઓફ કોકાકોલાઆટલાન્ટા જોવાની શરૂઆત કરી અમે વર્લ્ડ ફેમસ અને આપણી પણ જુની-જાણીતી -માનીતી કોકા કોલા ના “વર્લ્ડ ઓફ કોકાકોલા “થી. કોકકોલા કંપનીના ઇતિહાસનુ કાયમી એક્ઝીબીશન ૧૯૯૧માં ડાઉન ટાઉન આટ્લાન્ટામાં સ્થપાયુ .૧૬ વર્ષ બાદ તે પમ્બર્ટન પ્લેસ પર ખસેડાયુ. ત્રણ માળી પેવેલીયન સ્થિત મ્યુઝીયમના પ્રવેશમાં વિશાળ કદનુ કોકાકોલાનું (૩૦ ફીટ ઉંચુ ૨૬ ફીટ પહોળુ) નિયોન સાઇન બોર્ડ મુકાયેલુ જોયુ. એરપોર્ટ પરના સિક્યોરીટી ચેકની જેમ સિક્યોરીટી ચેક પોસ્ટથી પસાર થયા બાદ અહીંની ટુર શરૂ થાય છે. અહીં ટુરના શિરમોર સમો ભવ્ય ફુવારો , ટેસ્ટ ઇટના નામે કોકની વિવિધ પ્રોડક્ટના સેમ્પલ ટેસ્ટ જેમાં લગભગ ૨૨ જેટલા ડ્રીન્કનો સમાવેશ, ” લોબી”ની વિઝીટ જેમા દુનિયાભરના જુદા જુદા મટીરિયલથી બનેલી કોકાકોલા બોટલ નું કલેક્શન, હેપ્પીનેસ ફેક્ટરી થિયટર અને ત્યારબાદ ઉપરના લેવલ પર 4-D થિયટરમાં  ” what makes coke -coke” પરની શોધની ડોક્યુમેન્ટરી અને અંતે વિઝીટરને આટ્લાન્ટા જી એ ના સ્ટેમ્પવાળી કોકાકોલાની બોટલની ભેટ… આમ એક નવી દુનિયાનો અનુભવ લઈને અમે નિકળ્યા.

આટ્લાન્ટા એક્વેરિયમઆટ્લાન્ટાનુ વર્લ્ડ લાર્જેસ્ટ એકવેરીયમ ખરા અર્થમાં અતિ વિશાળ જ છે. ૮.૧ મીલીયન યુ એસ ગેલન ફ્રેશ દરિયાઇ પાણીમાં ૧૦૦,૦૦૦ કરતાં વધુ જીવોનો સમાવેશ અહી કરવામાં આવ્યો છે.જેમાં અત્યંત રંગબેરંગી નાની મોટી માછલીઓ થી માંડીને વ્હેલ-શાર્ક અને બલુગા અને ટ્રેઇન  સી-લાયન પણ જોવા મળ્યા. દરિયાના પેટાળમાં એની જીવ સ્રુષ્ટિ સાથે ફરવાનો એક અનોખો આનંદ મળ્યો. જાણે સાગરના તમામ જીવો અહી આવીને વસ્યા હોય તેટલા વિપુલ પ્રમાણમા જોયા એટલુ જ નહીં પણ જેટલા બાળકો એટલા જ મોટેરાઓ ને પણ આ દુનિયા માણતા જોયા.

મ્યુઝીયમમ્યુઝીમમાં જેને રસ છે તેવા પ્રવાસીઓ માટે હિસ્ટ્રી ઓફ ફાઇન આર્ટસ. નેચર હિસ્ટ્રી  જેવા મ્યુઝીયમ અહીં મોજુદ છે.

આટ્લાન્ટા હિસ્ટ્રી સેન્ટરડાઉન ટાઉન આટ્લાન્ટાના બખેડમાં આવેલુ આ મહત્વનુ હિસ્ટ્રી મ્યુઝીયમ છે જ્યાં ઐતિહાસિક ઘરો-ગાર્ડન ઉપરાંત સીવીલ વોરના સમયની યાદગાર જણસો અહીં સચવાયેલી જોવા મળી.

આટ્લાન્ટા સાઇક્લોરમા એન્ડ સિવીલ વોર મ્યુઝીયમ આટ્લાન્ટાના હાર્દ સમા બખેડમાં ઐતિહાસિક ગ્રાન્ટ પાર્ક નજીક ૩૩ એકરનો આ એરીયા છે જેમાં સૌથી મોટુ હિસ્ટ્રી મ્યુઝીયમ છે. અહીં ઐતિહાસિક મકાનો , સ્વાન હાઉસ, તુલી સ્મીથ ફાર્મ , ઓલમ્પિક ગેમ મ્યુઝીયમ , ઐતિહાસિક ગાર્ડન તેમજ કેનન રિસર્ચ સેન્ટરનો સમાવેશ છે. અહી સમગ્ર વર્ષ દરમ્યાન એવોર્ડ વિનર ઓથરના લેક્ચર સાંભળવાની તક મળે છે. તદુપરાંત ટોડલર પ્રોગ્રામ ,સમર કેમ્પ અને એન્યુઅલ ફેસ્ટીવલની ઉજવણી પણ અહી થાય છે.

માર્ટિન લ્યુથર કિંગ નેશનલ હિસ્ટોરિક સાઇટ વર્તમાન પ્રેસીડન્ટ બરાક ઓબામા જેને અત્યંત સન્માને છે તેવા  એક   મહાત્મા ગાંધીજી અને બીજા જ્યોર્જીયામાં માર્ટિન લ્યુથર કિંગ હતા જેમનાથી ભાગ્યેજ કોઇ અજાણ હશે. ગાંધી આશ્રમની જેમ તેમની યાદોની જાણવણી થાય તે પણ અત્યંત સ્વાભાવિક છે. ૩૦ મિનિટની આ ટુરમાં માર્ટીન લ્યુથર કિંગનો ઐતાહિસિક વારસાનો પરિચય મળે .તદુપરાંત એબેન્ઝર બાપ્ટીસ્ટ ચર્ચ , કીંગ સેન્ટર , ડૉ કીંગની સમાધિ એ અહીંના મુલાકાતના સન્માનીય સ્થળો છે.

પિડમોન્ટ પાર્કમિડ ટાઉન આટ્લાન્ટામાં આવેલા આ પાર્ક માં જ્યારે પહોંચ્યા ત્યારે જોયુ કે પ્રવાસીઓ જ નહીં પણ રહેવાસીઓ પણ એટલાજ ઉમળકાથી અહીંની મુલાકાત લેતા હતા કારણ આ પાર્કમાં વોકીંગ, જોગીંગ , બાઇકીંગ તેમજ સ્કેટીંગ , પિકનિકની જોગવાઇની સાથે જેને ફિશીંગમાં રસ છે તો તેમના માટે લેક પણ છે. સામાન્ય જાણકારી એવી છે કે અહિં અત્યંત કામઢા લોકો જ છે જેમને કદાચ પરિવાર માટે પુરતો સમય નથી. પણ ના આ દરેક જગ્યાએ ફરતા એવુ લાગ્યુ કે અહીના લોકો ની સાંજ પોતાના પરિવાર અને પોતાના બાળકો માટે જ હોય છે. આટ્લાન્ટાના આ પાર્કમાં અનેક ફેસ્ટીવલ તેમજ ઇવેન્ટ જેવા કે આટ્લાન્ટા પ્રાઇડ ફેસ્ટીવલ , આટ્લાન્ટા ડોગવુડ ફેસ્ટીવલની ઉજવણી થાય છે.આટ્લાન્ટા પ્રાઇડ ફેસ્ટીવલમાં લેસ્બીયન , ગે , બાય સેક્સુઅલ લોકો વટથી પ્રાઇડ પરેડમાં જોડાય છે. જ્યારે ડોગવુડ નામ સાંભળીને બીજુ કઈ વિચારતા પહેલાં એ જાણી લો કે ડોગવુડ એ અહીંના ફુલ-ઝાડનું નામ છે. એપ્રિલ એટલેકે સ્પ્રિંગમાં એની પુરબહારમાં મોસમ ખીલે છે.આ ફેસ્ટીવલમાં આર્ટસ -ક્રાફ્ટ ને સ્થાન આપવામાં આવે છે.

ડોગવુડ નુ નામ આવે ત્યારે આટ્લાન્ટાના ડનવુડી કાઉન્ટીમાં આવેલુ  ” ડૉગવુડ ફોરેસ્ટ” યાદ આવી જાય.  રખેને ફોરેસ્ટ શબ્દ સાંભળીને વળી પાછી કોઇ ગેરસમજ કરતા. આ એક એવી જગ્યાનું નામ છે જ્યાં આપણા ઘરડા ઘરની જેમ સીનીયર સિટીઝન ને અત્યંત સંભાળપૂર્વક રાખવામાં આવે છે.. લગભગ થ્રી સ્ટાર કહી શકાય તેવા આ ઘરમાં તેઓને તમામ સગવડ પુરી પાડવામાં આવે છે.

ડાઉન ટાઉન એટલાન્ટાઅમેરીકાના દરેક શહેરમાં હોય તેવી જ અનેરી રંગત ડાઉન ટાઉન એટલાન્ટામાં જોવી હોય તો તેના માટે સમી સાંજ પછી અને ઢળતી રાતનો સમય સૌથી ઉત્તમ ગણાય.. કારણકે અહીંના સિટી ,કાઉન્ટી ,સ્ટેટ અને ગવર્મેન્ટ ફેસીલીટી ,અનેક કોરપોરેટ , રીજ્યોનલ હેડક્વાર્ટર ધરાવતા હાઈ રાઇઝ બિલ્ડીંગની રોશની થી અને   મસ્તીથી ઝૂમતા અહિંના લોકલ યંગ ક્રાઉડથી આ એરિયા ખરેખર એટલો લાઇવ લાગે છે કે સવાર પડેને રસ્તા પર દોડતી ગાડીઓ સિવાય પણ એક બીજી દુનિયા છે તેનો ખ્યાલ આવે.

જાણવા જેવું-

યોગ્ય સમયમે-જૂન અને ફોલ જોવો હોય તો સપ્ટેમ્બર ઓક્ટોબર.

ક્યાં રહેશો? શહેર અને શહેરની આસપાસ અનેક મોટેલની સગવડ છે જે પ્રવાસી માટે ઉત્તમ છે.

હવામાનહંમેશા બદલાતુ રહેતુ .આજે તડકો તો કાલે વરસાદ , માટે વેધર ફોરકાસ્ટ પ્રમાણે ફરવાની તજવીજ રાખવી.

કેવી રીતે ફરશો? આટલાન્ટામાં મારટાની બસ તેમજ ટ્રેનની સર્વીસ છે .મારટાની ટ્રેન એરપોર્ટથી શરૂ થઈને અનેક વિસ્તારો સુધી જતી હોય છે.

શું ખાશો ? આટલાન્ટામાં હવે તો ઘણી ઇન્ડીયન રેસ્ટોરન્ટ છે જેમાં પંજાબી , ગુજરાતી  , મદ્રાસી અને ચટપટી ટેસ્ટનો શોખ પુરો થાય પણ અહીં ખરેખરતો મેક્સિકન ફુડ ખાવુ જ જોઇએ. ટાકો બેલ,ચી-પોટલી ,મેક્સીકાલી , ઓન ધ બોર્ડર જેવી રેસ્ટોરન્ટમાં મેક્સીકન તો ઓલીવ ગાર્ડન , બુકો ધ બેપે  ,રોમાનો જેવી રેસ્ટોરન્ટમાં ઇટાલીયન ખાવુ રહ્યુ. અહીના કોલ્ડ સ્ટોન ક્રીમરીના આઇસ્ક્રીમ પણ ખાવા જોઇએ જે સાવજ જુદી રીતે બને છે. અત્યંત ઠંડા આરસ પર તમને જે પસંદ હોય તે ફ્લેવરના આઇઅસ્ક્રીમ અને ફ્રુટ્સ મિક્સ કરીને (લસોટીને ) સર્વ કરવામાં આવે છે.

આલેખન દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર  Sundayયાત્રા” માટે લખ્યો અને0૪/૦૪/૨૦૧૦ ના પ્રગટ થયો.

ક્ર્મશઃ

Advertisements

Entry filed under: "આટ્લાન્ટા-જ્યોર્જીયા"-પાર્ટ-૧., પ્રવાસ વર્ણન.

“તુમ મિલો તો સહી”- film reviews – “પ્રિન્સ”-ઇટ્સ શો ટાઇમ- film reviews –

3 Comments

 • 1. "માનવ"  |  April 8, 2010 at 12:17 pm

  Khub j saras

  Like

 • 2. Dilip Gajjar  |  April 9, 2010 at 6:32 am

  Nice inforrmation and photo.

  Like

 • 3. Ramesh Patel  |  April 12, 2010 at 9:19 pm

  Happy after reading nice Lekh.

  Ramesh Patel(Aakashdeep)

  Like


Blog Stats

 • 101,633 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2010
M T W T F S S
« Mar   May »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: