“તુમ મિલો તો સહી”- film reviews –

April 3, 2010 at 2:14 pm 4 comments

– સ્ટ્રોંગ કોફી વિધાઉટ સુગર –

એક સામાન્ય અને છતાં એક અલગ અલગ વયાવસ્થાની  કોફી કપથી શરૂ થઈ જીવન સાથે સંકળાઇ  જતી અસામાન્ય કહાની છે. જેમાં એવા લોકોની વાત છે
જે લાંબાં અરસા ના અનુભવે એવુ સમજી શકયા છે. કે તેઓ એકબીજા સાથે એટલી હદે વણાઇ ચુક્યા છે કે એકબીજાથી અલગ રહીને પણ અલગ થઈ શકે તેમ નથી. અહીં  ત્રણ  અલગ યુગલના જીવનના પડાવની   સફર છે.  યંગ  (બીક્રમજીત -શાલીની  કસબેકર )રેહાનખાન અને અંજના સુખાનીના હ્રદય મેળાપની , મિડલ એજ ( અમિત નાગપાલ- અમિતા નાગપાલ ) સુનિલ શેટ્ટી -વિદ્યા માલવડે ના મનના મેળાપની , તો અડધી સદી વટાવી ચુકેલા  (સુબ્રમણ્યમ -ડેલશાદ નાનજી ) નાનાપટેકર -ડીમ્પલ કપાડીયાના આત્માના મેળાપની વાત છે. ફિલ્મંમા એક એવા સંબંધની વાત છે જે આખી જીંદગી સાથે જીવાતો હોવા છતાં સંજોગના બદલાવ સાથે એની અપેક્ષાઓ  પણ બદલાતી જતી  હોય છે  અને છતાં સંબંધની  પારાકાષ્ઠા એમ જ જળવાતી હોય .


નાના પાટેકરનો  હંમેશની જેમ  કોઇ ભાવ દર્શાવ્યા વગર -કોઇ ચઢાવ-ઉતાર દર્શાવ્યા વગરનો  લાક્ષણીક અભિનય અહીં પણ એમ જ રજૂ થયો છે. ઢળતી ઉંમરે પણ જોવી ગમે તેવી ડીમ્પલ પારસી કોફી ઓનરના પાત્રમાં  આનંદીલા પારસીઓની લાક્ષણિકતા મુજબ હળવાશભરી રીતે છવાઇ જાય છે. મુલાકાતના પ્રથમ દોર માં એકમેક સાથે ની ટક્કર હળવેકથી  આગળ જતા સાથમાં પલટાઇ  જાય  અને તે સુદ્રઢ બનતો સુબ્રમણ્યમ -દીલશાદ  સંબંધ પ્રેક્ષકોને માણવો જરૂર ગમે.નાના પાટેકર અને ડીમ્પલ ની પેર એક લાંબા અરસાબાદ ફરી એક વાર જોવી ગમે જ. સુનિલ શેટ્ટી અને વિદ્યા માલવડેની  વિસંવાદિતામાં સુનિલશેટ્ટીની દેખીતી ઓવર એક્ટીંગ કઠે,  તો વિદ્યા માલવડેની હતાશા પણ અણગમો ઉભો કરે છે. રેહાન અને અંજનાનો અભિનય યંગ એજ  પાત્રમાં પોતાની જાતને  ગોઠવાવાના પ્રયત્નો  જેવો વધારે લાગે છે.

કબીર સદાનંદનુ  એવરેજ  ડીરેક્શન અને  સંદેશ શાંડીલ્યનુ સંગીત ફિલ્મને એક સામાન્ય કક્ષાથી આગળ વધારી શક્યા નથી.

કલાકાર– નાના પાટેકર , ડીમ્પલ કપાડીયા , સુનિલ શેટ્ટી , વિદ્યા માલવડે ,રેહાન ખાન ,અંજના સુખાની, મોહનીશ બહલ.

પ્રોડયુસર – નિખિલ પંચમિયા

ડાયરેકટર- કબીર સદાનંદ

મ્યુઝિક- – સંદેશ શાંડિલ્ય

ગીતકાર– ઇર્શાદ કામિલ

ફિલ્મ ** એક્ટિંગ-* * * મ્યુઝિક * * સ્ટોરી * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૩/૪/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“મિત્તલ વર્સીસ મિત્તલ “- film reviews – “આટ્લાન્ટા-જ્યોર્જીયા”-પાર્ટ-૧.

4 Comments

  • 1. Ramesh Patel  |  April 3, 2010 at 8:54 pm

    nice,Thanks for sharing.

    Ramesh Patel(Aakashdeep)

    વીસમી સદીના લાલ….રમેશ પટેલ(આકાશદીપ)
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

    Like

  • 2. Dilip Gajjar  |  April 4, 2010 at 12:12 pm

    Film review khu jaruri film jota pahela…maja aavi…Thanks Rajul for sharing

    Like

  • 3. sonal  |  April 4, 2010 at 3:44 pm

    Thanks. movie jovu k nahi , teno khayal avi gayo.

    Like

  • 4. Britney Law  |  May 26, 2010 at 9:34 pm

    If I had a nickel for each time I came to rajul54.wordpress.com! Amazing read.

    Like


Blog Stats

  • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

April 2010
M T W T F S S
« Mar   May »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: