“મિત્તલ વર્સીસ મિત્તલ “- film reviews –

માર્ચ 27, 2010 at 2:21 પી એમ(pm) 4 comments

અસ્તિત્વનો સંઘર્ષ

દુનિયાની  દરેક  યુવતિનુ  એક સ્વપ્ન હોય , પરીઓની દુનિયામાંથી કોઇ સ્વપ્નાનો રાજકુમાર આવીને એની શમણાની દુનિયા શણગારશે. અને એમાં ય જો એ  મિતાલી  (રિતુપર્ણાન્સેન્ગુપ્તા )જેવી ખૂબસુરત યુવતી  હોય તો એના માટે કરણ ( રોહીત રૉય ) જેવો બિઝનેસ ટાયકૂન સ્વપ્નાનો નહીં પણ હકિકતનો રાજકુમાર બની ને ચોક્કસ આવે જ. અને મિતાલી જેવી મિડલક્લાસ અપ -કમીંગ  મોડલના માતા -પિતા આ સંબંધને સ્વીક્રુતિ પણ આપે જ.

“કહતે હૈ પ્યાર કી કોઇ સીમા નહી હોતી હૈ , યે પ્યાર અપની દહલીજ કો પાર કરકે એક રિશ્તે કા નામ લેતા હૈ ”  પણ આ દહલીજ પાર કરીને મિતાલીને લગ્ન સંબંધના પ્રથમ પગલે જ પતિનો પ્રેમ -પતિની પેશન  એક પાશવી હદે ઉતરી આવતી અનુભવાય ત્યારે?  પ્રેમ પરિણય એક દુઃ સ્વપ્ન કરતા પણ ભયાનક લાગવા લાગે ત્યારે ?  મિતાલીના લગ્નની પ્રથમ રાત્રી થી  જ તેના માટે  દરેક રાત યાતનાની રાતો બનતી જાય છે. પતિનો અમાનુષી પ્રેમથી ત્રાસીને   જ્યારે તે સહનશીલતાની હદ વળોટી જાય છે ત્યારે એ તેનુ સ્ત્રીત્વ બંડ પોકારે છે. પતિ સામે -પતિના પરિવાર સામે. અને શરૂ થાય છે એક જંગ -fight for right- fight for faith -fight fir dignity “નો.

કરણ રાઝદાનની ફિલ્મ “મિત્તલ વર્સીસ મિત્તલ ” એક આવા જંગ ની કથા છે. જેમાં મેરીટલ રેપ (લગ્ન અને બળાત્કાર?) ની વાત છે. ફિલ્મ છે  એક નારી પર પતિ તરફ્થી  થતા અમાનુષી વર્તાવની. અહીં સર્વ સામાન્ય રીતે બને તેમ પુત્રવધુને પતિની મા તરફની અવહેલના પણ એટલી જ સહેવી પડે છે. અને પરિણામે  એ મજબૂર બની કોર્ટનો આશરો લે છે. શું એને એનુ માન -સન્માન -સામાજીક સ્થિરતા પાછી મળશે?

મિતાલી ( રિતુપર્ણા સેનગુપ્તા )ની આસપાસ સમગ્ર ફિલ્મ આકાર લે ત્યારે તેના અભિનયની સચોટતા વધુ અસરકારક બની શકાઇ હોત.  એક પત્નિ પહેલા એક સફળ મોડલના રોલમાં તરોતાજગીના બદલે તેનામાં  થોડી પાકટતા નજર આગળ વધુ આવે છે.

ટેલીવુડમાં થી બોલીવુડ તરફ નુ રોહીતરૉયનુ   પ્રયાણ  સાર્થક  લાગે છે. એક સફળ  બિઝનેસ ટાયકૂન ઉપરાંત પાગલ પ્રેમી -પાશવી પતિના પાત્રમાં તે ખરા ઉતરે છે.

મિતાલીના લૉયર ( કરૂણા મહેશ્વરી) સુચિત્રા ક્રિશ્નમૂર્તિ  ને ” ફિલ્મ કભી હા કભી ના ” પછી લાંબા અરસા બાદ જોવાની તક મળી છે. કોર્ટ સીનમાં હરીશ સલુકે ( ગુલશન ગ્રોવર)ની સામે ડીફેન્સમાં બરાબર ઉતરવા છ્તાં  વારંવાર પુનરાવર્તન  સમા તેના ભાગે આવતા રિપીટેશન ટાળી શકાયા હોત. ગુલશન ગ્રોવર આજ સુધી અનેક રંગી ભૂમિકા ભજવી ચુક્યા છે.એક ખંધા લૉયરની ભૂમિકા તેમા એક નવો રંગ ઉમેરે છે.

ઇરાવતી હર્ષ નો સંક્ષીપ્ત રોલ ફિલ્મને નવો ટર્ન આપે છે. નારી જ નારી ની દુશ્મન હોય તેવા બે પાત્ર – ડોલી ઠાકોર અને રીમા લાગુ , સહ્રદયી પિતા અંજન શ્રીવાસ્તવ અને શ્વસુર અમર તલવાર તેમની ભૂમિકા યથા યોગ્ય રજૂ થયા છે.

આમ છતાં ભારતીય નારી પરના અમાનુષી વર્તાવની વાત અવારનવાર ચર્ચાઇ ચૂકી છે એટલે આની આ વાત વધુ અસરકારક રીતે મુકાઇ શકાઇ હોત. ફિલ્મના કોર્ટ સીન હંમેશા વધુ પકડ જમાવનાર હોવા જોઇએ જ્યારે અહીં તે પ્રેક્ષકોને પકડી રાખવાની ક્ષમતા ક્યારેક ગુમાવી દે છે. એકંદરે રોમેન્ટીક કહી શકાય તેવી ફિલ્મ માટે જરૂરી ગીત-સંગીત  પણ સામાન્ય ફ્લોમાં વહે છે.

કલાકાર- રિતુપર્ણા સેનગુપ્તા , રોહીત રૉય , ગુલશન ગ્રોવર,  સુચિત્રા ક્રીશ્નમુર્તી ,  રિમા લાગુ , અંજન શ્રીવાસ્તવ , ડોલી ઠાકોર ,અમર તલવારકર,

પ્રોડયુસર – દિનેશ ચુઘ, રાજીવ કોર.

ડાયરેકટર -કરણ રાઝદાન

મ્યુઝિક– સમીર ટંડન

ગીતકાર– શબ્બીર એહમદ

ફિલ્મ **એક્ટિંગ* * * મ્યુઝિક * * સ્ટોરી * *

ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૭/૩/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

hindi film songs. “તુમ મિલો તો સહી”- film reviews –

4 ટિપ્પણીઓ

  • 1. "માનવ"  |  માર્ચ 27, 2010 પર 7:25 પી એમ(pm)

    Saras review 6

  • 2. Rajul  |  માર્ચ 27, 2010 પર 11:41 પી એમ(pm)

    Thanks

                   

    Rajul Shah    5, Swati Society,Navrangpura,Ahmedabad.(Guj) INDIA. Cell:09924010199 Phone:91 79 26440438. rajul54@yahoo.com rajulshah54@gmail.com http://www.rajul54.wordpress.com

  • 3. વિશ્વદીપ બારડ  |  માર્ચ 28, 2010 પર 12:55 એ એમ (am)

    thanks for your true opinion..

  • 4. Heena Parekh  |  માર્ચ 29, 2010 પર 4:38 એ એમ (am)

    Good.


Blog Stats

  • 96,885 hits

rajul54@yahoo.com

Join 880 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: