” શાપિત “- film reviews –

માર્ચ 21, 2010 at 2:24 પી એમ(pm) 1 comment

-પ્યાર અને સંઘર્ષની અનોખી કહાની-

આજના  આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ માણસ શ્રધ્ધા- અંધશ્રધ્ધામાં અટવાયેલો રહેતો હોય  , શાપ અને શાપિત ભૂતાવળમાં રસ હોય તો તેના માટે  આવા ભૂતાવળા જગતમાં જવાનો પ્રોડ્યુસર ડિરેક્ટર વિક્રમ ભટ્ટની ફિલ્મ ” શાપિત “એક મોકો આપે છે.

કાયા (શ્વેતા અગ્રવાલ) અને અમન (  આદિત્ય નારાયણ ) એકમેક ના પ્રેમમાં છે અને દરેક પ્રેમી ઇચ્છે તેમ વિવાહ બંધનમાં બંધાય છે. પણ પ્રેમ-વિવાહનુ જોડાણ કોઇ રીતે સુખકારી તો નથી જ કારણકે કાયા ના પરિવાર પર એક અભિશાપ છે કે આ પરિવારની યુવતિ ક્યારેય લગ્ન સંબંધમાં જોડાઇ જ ન શકે. એ પરિવારની કોઇપણ  કન્યાની ડોલી ના બદલે અર્થી  જ ઉઠે. આ અભિશાપના લીધે કોઇને કોઇ અનુચિત બીના બન્યા કરે. પણ અમનને આવા કોઇ અગોચર વિશ્વને તેના પ્રેમ  હાવી થવા દેવો મંજુર નથી .એને તો કોઇ પણ હિસાબે પોતાનો પ્રેમ -પોતાની પ્રેમિકા કાયા સાથે અતૂટ બંધન મંજુર છે. અમન એક એવી વ્યક્તિનો સાથે લે છે જે એને શાપિત આત્માથી -તેના શાપથી  કાયાને મુક્ત કરાવી શકે. આ શક્ય છે?

શાપિત ફિલ્મની  કથામાં માનવ વર્સીસ દાનવનો સંઘર્ષ , ઇન્સાન વર્સીસ આત્મા નો સંઘર્ષ , ભય સામે હિંમતનો સંઘર્ષ , અભિશાપ  સામે પ્રેમનો સંઘર્ષ દર્શાયો છે.

આદિત્ય નારાયણ માટે સ્ટેજ શૉ હોસ્ટ કર્યા બાદ સ્ક્રીન સામેનો કોન્ફિડન્સ કોઇ નવી વાત રહી નથી તેથી જ તેની આ પ્રથમ ફિલ્મ હોવા છતાં પ્રમાણમાં સ્વસ્થ અભિનય જોવા મળે છે. જ્યારે આ કથા શ્વેતા અગ્રવાલની આસપાસ ઘુમતી હોવા છ્તાં એને કોઇ ખાસ સ્કોપ રહેતો નથી. દેખીતો અનાકર્ષક ચહેરો ધરાવતા રાહુલ દેવે પોતાના ફાળે આવેલુ પાત્ર ચરિતાર્થ કર્યુ છે. શુભ જોષી નો આત્મ વિશ્વાસ ભર્યો અભિનય,  મુરલી શર્મા અને જો યાદ હોય તો દાસ્તાન સીરીયલ દ્વારા ટેલીવુડમાં પોતાની ઓળખ ઉભી કરનાર  નિશિગંધાનો સાથ ફિલ્મના પ્રવાહને આગળ વધારવામાં સહયોગી બન્યા છે.

એક સમય હતો લોકો ડ્રેક્યુલા અને એના જેવી હોરર ફિલ્મો  જોવા ભયના ઓથાર હેઠળ ત્રણ કલાક પસાર કરવાનો શોખ રહેતો. આજે પણ જો આવી કોઇ અનુભૂતિ કરવાની સહેજ પણ ઇચ્છા હોય તો તેના  માટે જ  આ ફિલ્મ એક ચોઇસ છે.  સ્પેશીયલ ઇફેક્ટથી હોરર ફિલ્મમાં આવતા ડરામણા અથવા તો બિહામણા અને કંઇક અંશે અરૂચિકર દ્રશ્યોના ઝટકા પચાવનાર -માણનાર એક વર્ગ તો છે જ જેના લીધે આવી ફિલ્મો અવારનાવર બન્યા કરે છે.

કલાકાર–  આદિત્ય નારાયણ , શ્વેતા અગ્રવાલ, શુભ જોષી , મુરલી શર્મા, રાહુલ દેવ

પ્રોડયુસર –વિક્રમ ભટ્ટ

ડાયરેકટર-વિક્રમ ભટ્ટ

મ્યુઝિક–  ચિતરંજન ભટ્ટ

ગીતકાર– સમીર

ફિલ્મ  *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * સ્ટોરી * * * એકશન * * * સિનેમેટોગ્રાફી * * *

“આ આલેખન/ ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૦/૩/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“વોશીંગ્ટન ડી સી” hindi film songs.

1 ટીકા

  • 1. Ramesh Patel  |  માર્ચ 24, 2010 પર 2:59 એ એમ (am)

    Thanks for sharing on blog.

    Ramesh Patel(Aakashdeep)

    મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ .
    શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

    Pl find time to visit and comment
    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel


Blog Stats

  • 95,898 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: