“બોસ્ટન-મેસેચ્યુએટ”

March 8, 2010 at 2:47 pm 3 comments

યુનાઇટેડ સ્ટેટસના મેસેચ્યુએટ સ્ટેટનું કેપીટલ બોસ્ટન ઘણા જુના શહેરોમાંથી એક ગણાય છે.”ન્યુ ઇંગ્લેન્ડ નું સૌથી મોટું આ બોસ્ટન શહેર “એથેન્સ ઓફ અમેરિકા” તરીકે ઓળખાય છે.૧૬૩૦માં ઇંન્ગલેન્ડના પ્યુરિટન કોલોનીસ્ટે  શોમત દ્યિકલ્પની શોધ કરી ત્યારથી ઇંગ્લેન્ડના આ વર્ચસ્વ દરમ્યાન ૧૮મી સદી માં બોસ્ટન અમેરિકન રિવોલ્યુશનનું મહત્વનું સ્થળ બની રહ્યું.વર્તમાન સમયમાં અમેરિકામાં “વન ઓફ ધ હાઇએસ્ટ કોસ્ટ લીવીંગ” ગણાતું બોસ્ટન ઇકોનોમિક અને કલ્ચરલ સેન્ટર તરિકે જાણીતું છે.

બોસ્ટન એક એવું અમેરિકન સીટી છે જે પ્રવાસીઓને ફરી એકવાર ઇતિહાસ જીવવાની  તક આપે છે, અને ઐતિહાસિક દુનિયામાં લઇ જાય છે.

બોસ્ટનના લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર આવતા જ જાણે બોસ્ટન અમને બરફ્ની વ્હાઇટ કાપેર્ટ પાથરી અમારું સ્વાગત કરતું હોય તેવું લાગ્યુ .યસ,ડીસેમ્બર જાન્યુઆરીની સખત ઠંડીમાં બોસ્ટનમાં  સ્નોફોલ લગભગ અવિરત ચાલુ હોય છે.બરફ જ ઉગ્યો હોય તેવા ઝાડપાન  તો ક્યાંક બરફ પર રિફલેક્ટ થતો સૂર્ય પ્રકાશ અને એનાથી સોનવર્ણુ લાગતું આકાશ તો ઘડીમાં આછા-ગાઢા ધુમ્મસની વચ્ચે ઉઠતા બર્ફીલા પવનના સૂસવાટા શરીરની આરપાર નીકળી જતા હોય તેવા અનુભવાતા હતા.બોસ્ટનને માણવાની બે સીઝન છે. ચીલીંગ ઠંડીમાં બરફના ગાદલા પથરાયેલા જોવાની મઝા,તમારા જ ઘરની બહારના ઢોળાવ પર આઇસ સ્લોપ પર લસરવાની લહેર શિયાળામાં મળે તો એનાથી તદ્દન ભિન્ન વતાવરણ સ્પ્રિંગ અને ફોલ દરમ્યાન મળે.આ બંન્ને સમય દરમ્યાન આસપાસના ઝાડ-પાનના બદલાતા અદ્દ્ભૂત રંગો તો કોઇ ચિત્રકારની કલ્પનાથી પણ વધુ રંગ છંટા ધરાવતા હોય છે. એક જ ઝાડના દિવસે-દિવસે બદલાતા રંગો  તો જોયાન હોય તો કલ્પી પણ ન શકો તેવા અવનવા હોય છે.

ધ ફ્રિડમ ટ્રેઇલ ; બોસ્ટનમાં ફરવાની શરુઆત થાય એટલે સૌ પ્રથમ તો ધ ફ્રિડમ ટ્રેઇલ જવું જ પડે.લગભગ અઢી માઇલ જેટલો વિસ્તાર ધરાવતી જગ્યા એટલે બોસ્ટનનો સૌથી શ્રેષ્ઠ માર્ગ જ્યાં બોસ્ટનને જાણવાનો,વધુ પરિચિત થવાનો અને આરામથી  ટહેલતા ટહેલતા રાષ્ટ્રિય ક્રાંતિના તમામ લેન્ડમાર્ક ને ઓળખવાનો વિસ્તાર.આ ફ્રિડમ ટ્રેઇલ પ્રવાસીઓને લગભગ ૧૬ જેટલી ઐતિહાસિક જગ્યાનો,લગભગ ૨ શતાબ્દીના અમેરિકાના અતિ મહત્વના ભૂતકાળનો પરિચય કરાવે છે.ફ્રિડમ ટ્રેઇલ ની મુલાકાત એટલે અમેરિકાના ભૂતકાળની સાથે વર્તમાન સમયની તાશીર જોવાનો લ્હાવો.

બોસ્ટન પબ્લીક ગાર્ડન ; ૧૮૩૭માં બંધાયેલો અમેરિકાનો આ પહેલ-વહેલો બોટનીકલ ગાર્ડન ગણાય છે. આ ગાર્ડનમાં લાંબી હારમાળામાં ગોઠવાયેલા નાના-મોટા ફૂલ-ઝાડ,સરોવર,સરોવરમાં તરતા સ્વાન અને એ સ્વાન જેવા ઘાટ ની સ્વાનબોટ સહેલગાહ એ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.

કવીન્સી માર્કેટ ; બે માળનો ૫૩૫ ફીટ ઉંચાઇ ધરાવતો અને ૨૭૦૦૦ સ્કવેરફીટ.એરિયા ધરાવતો આ કવીન્સી માર્કેટ અત્યંત બિઝી અને અતિ પ્રખ્યાત લંચટાઇમ સ્પોટ ગણાય છે.૧૭ જેટલી રેસ્ટોરન્ટ,૧૦૦ જેટલા સ્ટોર્સ ઉપરાંત નાના-મોટા ફેરિયાઓની હાટડીઓ શોપર્સને કંઇક ને કંઇક ખરીદવા લલચાવે તેવી હોય છે.

ફેનવે પાર્ક ; કેનમોર સ્કવેર પાસેનો આ ફેનવે પાર્ક અને સ્પોર્ટસ જેમેકે સોકર,બેઝબોલ,હોકી ઉપરાંત કલ્ચરલ ઇવેન્ટ,તેમજ પોલીટીકલ કેમ્પન માટેની લાડકી જગ્યા છે.

ન્યુ ઇંગ્લેન્ડ એકવેરીયમ ; બોસ્ટનનું આ ન્યુ ઇંગ્લેન્ડ એકવેરિયમ એક એવું જાણીતું અને માનીતું એકવેરીયમ છે જેને એકવેરીયમ સદંતર ઇમેજ બદલી નાખવાની ક્રેડીટ મળે છે.” To presant promote and protact the world of water ” ના ખાસ ધ્યેય સાથે બનાવાયેલા આ એકવેરીયમમાં જલચર સૃષ્ટિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.તદ્દ ઉપરાંત અહીંના કેમ્પસમાં સીમોન્સ આઇમેક્સ થિયેટર પણ મુલાકાતીઓ માટે અનેરું આકઅર્ષણ છે.

મ્યુઝિયમ ;અમેરિકામાં પણ લંડનની જેમ મ્યુઝિયમ નું આગવું મહત્વ છે.અહીંના મ્યુઝિયમોમાં પણ અનેક રસપ્રદ રજૂઆતોની સાથે દરેક વસ્તુની જાળવણી કાબીલે દાદ છે.મ્યુઝિયમ ઓફ સાયન્સ તેમજ મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટસની મુલાકાત દરેકને પોતાના રસ અનુસાર સફર પુરી પાડે છે.

હાવર્ડ યુનિવર્સીટી ;ઘણી બધી જગ્યાએ કોમન કહિ શકાય અને છતાં પણ પોતાની રીતે આગવુમ મહત્વ ધરાવતી જગ્યાઓ તો જોઇ પણ હવે પછીની અમારી મુલાકાત હતી એક એકદમ અન કોમન જ નહીમ પણ અતિ સ્પેશિયલ કહેવાય તેવા સ્થળની દુનિયાભરના બુધ્ધિજીવિઓને પોતાની ડીગ્રીમાં જેનું છોગુ લાગે તેવી ઇચ્છા હોય તે હાવર્ડ યુનિવર્સીટીની મુલાકાત વગર બોસ્ટન મુલાકાત અધુરી જ ગણાય.કેમ્બ્રીજમાં ચાર્લ્સ રિવરની બીજી તરફ આવેલી “હાવર્ડ યુનિવર્સીટી”.શરુઆતમાં “ન્યુ કોલેજ” અથવા “ધ કોલેજ ઓફ ન્યુ ટાઉન” ના નામે ઓળખાતી.૧૬૩૯ માં જહોન હાર્વડ નું સ્ટેચ્યુ તેમની આ સર્વશ્રેષ્ઠ કહેવાય તેવી સ્થાપનાનું અવલોકન કરતું બિરાજમાન છે.અમેરિકામાં ગૌરવવંતુ સ્થાન ધ્રાવતા પ્રેસિડન્ટ જહોન આદમસ થી માંડીને જહોન કેનેડી,ફેંકલીન રુઝવેલ્ટ,થિયોડોર રુઝવેલ્ટ ,જ્યોર્જ બુશ અને વર્તમાન સમયના નોબલ પ્રાઇઝ વિનર   બરાક ઓબામા પણ હાવર્ડના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે.હાવર્ડ યુનિવર્સીટી જોવાની તક મળવી એ અમારી ગૌરવવંતી અને યાદગાર ક્ષણો હતી.

એમ.આઇ.ટી ; ( મેસેચ્યુએટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી )-કેમ્બ્રીજમાં આવેલા પ્રાઇવેટ રિસર્ચ યુનિવર્સીટી તેના સાયન્ટીફીક તેમજ ટેકનોલોજીકલ રિસર્ચ માટે પ્રખ્યાત છે.

સેમ્યુઅલ એદમ્સ બુઅરિ ; બોસ્ટન બિયર કંપનીના બ્રાન્ડ બિયર નો એક આગવો ચાહક વર્ગ છે.એટલે એ રીતે તો સૌ કોઇ તેને જાણે પણ એની પાછળ નો ઇતિહાસ જાણવો પણ એટલો જ રસપ્રદ છે.અંગ્રેજોના વર્ચસ્વ સામેનો બહિષ્કાર કરતા જેમ ગાંધીજીએ પરદેશી માલ ના બદલે સ્વદેશી માલની હિમાયત કરી તેમ સેમ્યુઅલ એદસ નામના ધનિકે અંગ્રેજોના વર્ચસ્વ સામે ક્રાંતિનું આંદોલન કરવા ઇંગ્લીશ ચ્હા ની પેટીઓને પાણીમાં પધરાવી.”ટી પાર્ટી” નામે ઓળખાતા સેલીબ્રેશનનું આજે પણ એટલું જ મહત્વ છે.(ચ્હા ના બહિષ્કાર સામે બિયર-વોટ  એન આઇડીયા સરજી !).

બોસ્ટન હાર્બર આઇલેન્ડ ; સિમેંન્ટ-કોંક્રીટ-બિલ્ડીગો-બહુમાળી ઇમારતો વચ્ચે તો ઘણું ફર્યા હવે વારો હતો બોસ્ટનની આસપાસની નૈસર્ગિક પ્રાકૃતિક જગ્યાને માણવાનો. ડાઉન-ટાઉન બોસ્ટનથી ૪૫ મિનીટે ફેરિમાં પહોંચી શકાય તેવો બોસ્ટન હાર્બર આઇલેન્ડ અહીંની  અદ્દભૂત નૈસર્ગિક સમૃધ્ધિ છે. લગભગ ૧૭ જેટલા આઇલેન્ડ ધરાવતો આ સ્ટેટ પાર્ક સમર,સ્પ્રીંગ અને ફોલ દરમ્યાન મુલાકાત લેવાનું મઝાનું સ્થળ છે.

વ્હેલ વોચીંગ ; એક્ધારા રુટીન્થી દૂર રોમાંચની પણ એક દુનિયા છે.જેનો અનુભવ પ્રવાસીઓને જ નહીં પણ અમેરિકનોને કરાવેતેવી ટુર એટલે વ્હેલ વોચીંગ કેપ કોર્ડથી ઉપડતી આ ટુરમાં જળસૃષ્ટિના સૌથી મહાકાય પ્રાણીનો નજદીકિ અનુભવ અહીં થયો.

બોસ્ટન લોંગ વોર્ફ ; ૧૭મી સદીમાં શીપીંગ ઇન્ડસ્ટ્રીનું મુખ્ય મથક આજે ૨૧ મી સદીમાં રિક્રીએશન અને કલ્ચરલ સેન્ટર બની રહ્યું છે.

ઓલ્ડ સ્ટ્રર બ્રીજ વિલેજ ; બોસ્ટનની આધુનિક દુનિયાથી બહાર નિકળી ને ઓલ્ડ સ્ટર બ્રીજ વિલેજ આવો એટલે તદ્દન વિપરીત અને વિશુધ્ધ અનુભૂતિનો અનુભવ થાય.અહીં ઘણું વિશાળ હીસ્ટ્રી મ્યુઝીયમ છે .જે તમને ૧૮૩૦ના ન્યુ ઇંગ્લેન્ડના ગ્રામ્ય જીવનનો પરિચય કરાવે.જુના સમયના લગભગ ૪૦ જેટલા અસલ મકાનો છે જ્યાં તે સમયના ઘર,સ્કુલ,કન્ટ્રી સ્ટોર,પ્રીન્ટીંગ પ્રેસ,પોટરી,જુતાની દુકાન,કાગળની મીલ,સુથારી-લુહારી દુનિયાની સફર કરાવે.અહીં દરેક સિઝન પ્રમાણે અલગ-અલગ પ્રવૃતિની પણ લહેજત લેવા મળે.શાળાના પુસ્તકીયા ભણતરથી બહાર ૧૯મી સદીની જીંદગી જાણવાની તક અપાય છે.

વાચ્યુસેટ માઉન્ટન ; બોસ્ટનથી એકદમ સહેલાઇથી પહોંચાય તેવી જગ્યાનો સ્કીઇંગ માટે સૌથી વધુ ઉપયોગ થાય છે.

બોસ્ટન સેન્ટ્રલ પાર્ક ; “બોસ્ટન કોમન” ના નામે જાણીતો આ સૌથી જુનો પબ્લીક પાર્ક છે. શરુઆતમાં ૧૬૩૦માં તૈયાર થયેલો આ પાર્ક મીલેટરી પર્પઝ માટે વપરાતો.બેકન હીલ,પબ્લીક ગાર્ડન અને ડાઉનટાઉન વચ્ચે આવેલા આ બોસ્ટન સેન્ટ્રલ પાર્ક ઇંગલીશ ગ્રામ્યજીવનનો ચિતાર આપતો હતો.અહીં ઘણા બ્રીટીશ અને અમેરિકન ની સમાધિ છે.જેમેણે બંકર હીલના જંગમાં જાન આપ્યો હતો.

આમ બોસ્ટનની અનેક્વિધ આકર્ષણો ધરાવતી જગ્યાઓની મુલાકાતે અમને અનેક જાતની અનિભૂતિ કરાવી.

જાણવા જેવું ;

કેવીરીતે ફરશો ;

* બોસ્ટનમાં  ચાલીને જોવા-ફરવા જેવી અનેક જગ્યા છે જ્યાં સરળતાથી ફરી શકાય.

* બોસ્ટન આખુ જોવા માટે તેની જાણીતી ડક ટુર છે જે સીટીની સફર પણ કરાવે અને તે જ ડક ટુર લેકમાં પણ સહેલ આપે.

ક્યાં રહેશો ;

* પ્રવાસીઓ માટે મોટલ સૌથી કિફાયતી સગવડ છે.

શું ખાશો ?

સી ફુડનું જેને આકર્ષણ ચે તેના માટે બોસ્ટન સૌથી શ્રેષ્ઠ છે તે ઉપરામ્ત દુનિયાભરના ફુડની વેરાયટી અહીં મળી રહે ચે.હાવર્ડ યુનિવર્સીટી ની આસપાસ અનેક રેસ્ટોરન્ટ છે.

સૌથી મહત્વનું ;

બોસ્ટનની વેધર ફોરકાસ્ટ બહાર નિકળતા પહેલા અવશ્ય જાણિ લેવી.પળે પળે રંગ બદલતા હવામાનમામ ફરતા પહેલા આ સૌથી મહત્વનુમ છે.

આલેખન દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર  Sunday-”યાત્રા/હેરિટેજ” માટે લખ્યો અને ૦૭/૦૩/૨૦૧૦ ના પ્રગટ થયો.


Rajul Shah .

5, Swati Society,Navrangpura,Ahmedabad.(Guj) INDIA.
Cell:09924010199 Phone:91 79 26440438.

rajul54@yahoo.com rajulshah54@gmail.com

Advertisements

Entry filed under: "બોસ્ટન-મેસેચ્યુએટ", પ્રવાસ વર્ણન.

“અતિથિ તુમ કબ જાઓગે”- film reviews – “રાઇટ યા રોંગ”- film reviews –

3 Comments

 • 1. dhavalrajgeera  |  March 9, 2010 at 1:27 pm

  This is our home away from home Amadavad for 40 years.

  Like

 • 2. chandravadan  |  March 10, 2010 at 2:40 am

  As if in Boston without going there ! Nice Post , Rajulben !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Rajulben, 1st Post of MITRATA on Vijaybhai Shah…then Soreshbhai Jani & now on Harnishbhai Jani…& I am hoping to see you on Chandrapukar soon !

  Like

 • 3. nilam doshi  |  March 14, 2010 at 3:34 am

  ગયા વરસે લીધેલી બોસ્ટનની મુલાકાતની યાદ તાજી થઇ.ડો. રાજેન્દ્રભાઇ અને ગીતાબહેનની સુંદર મહેમાનગીરી..તેમના ઘરની સુવાસ..તેમન અઘરના મંદિરનું પવિત્ર..અદભૂત વાતાવરણ હજુ પણ યાદ કરીએ છીએ…ગીતાબહેનના હાંડવાનો સ્વાદ કેમ ભૂલાય ?
  આ મે મહિનામાં ફરીથી બોસ્ટન જઇશું. ત્યારે અહીં લખેલા..બાકી રહી ગયેલ સ્થળોની મુલાકાત લેશું.

  સુંદર માહિતી..આભાર.

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

March 2010
M T W T F S S
« Feb   Apr »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: