“અતિથિ તુમ કબ જાઓગે”- film reviews –

માર્ચ 6, 2010 at 2:25 પી એમ(pm) 4 comments

એક સમય હતો જ્યારે અવાર-નવાર  રિષીકેશ મુખરજી કે બાસુ ચેટર્જી ની હળવી સામાજીક મનોરંજન ફિલ્મો બનાવતા.આજે આવો જ  ચમકારો  ફિલ્મ “અતિથિ તુમ કબ જાઓગે” માં જોવા મળ્યો.

પુનિત (અજય દેવગણ) અને મુનમુન( કોંકણા સેન ) મુંબઈ સ્થિત કપલ છે .સીધે રસ્તે ચાલતી જીંદગીમાં એક એવો અણધાર્યો વળાંક આવે છે જે  તેમના જીવનની રફતાર ડામાડોળ કરી નાખે છે . તેમના દૂરના ચાચાજી (પરેશ રાવળ)  અતિથિ બનીને આવે છે. શરૂઆતનુ આતિથ્ય તો સારી પેઠે થાય પણ લાંબા સમયે જેના આવવાની કે જવાની કોઇ તિથિ નક્કી નથી તેવા અતિથિને વિદાય કરવાની નિષ્ફળ પેરવી ચાલુ થાય.   ઓલ્ડ ફેશન ચાચાજી જે રીતે  આવીને  બીઝી  સ્ક્રીપ્ટ રાઇટર   અને તેની ઇન્ટીરીયર પત્નીના ઘરમાં ઉધામો મચાવે છે  અને તેમાંથી છુટકારો   પામવાની તજવીજ અને આ ગડભાંજમાંથી સર્જાતી પરિસ્થિતિ એટલે  ડિરેક્ટર અશ્વની ધીરની “”અતિથિ તુમ કબ જાઓગે”.

મૂળ શરદ જોષીની નોવેલ   “તુમ કબ જાઓગે અતિથિ “પર આધારિતઅશ્વીની ધીરની આ હળવી મનોરંજન ફિલ્મમાં સીચ્યુએશન ઉપરાંત કેટલાક એવા વન-લાઇનર છે જે પ્રેક્ષકોને તેની સાથે જોડેલા રાખે.થિયટરની બહાર નિકળ્યા પછી પણ મમળાવી ગમે તેવી હળવી ક્ષણો પુરી પાડવામાં ડિરેક્ટરની સાથે ત્રણે મુખ્ય પાત્રો અજય દેવગન, કોકણાંસેન અને પરેશ રાવળનો પણ એટલો જ સક્ષમ  ફાળો છે.

ફિલ્મને પોતાના બળે ખેંચી લેવાની ક્ષમતા પરેશ રાવલ ધરાવે જ છે.   અજય દેવગનના ગમતીલા અભિનય, કોંકણાસેનના વાસ્તવિક જીદગીને સ્પર્શતા અભિગમની સાથે   સતિષ કૌશિક અને સંજય મિશ્રાનો પણ એટલો જ  સ્વભાવિક સાથ છે.

સ્વચ્છ પારિવારિક ફિલ્મમાં આજના ફાસ્ટ યુગમાં જીવતા યંગ પબ્લિક માટે એક સંદેશ પણ છે..

કલાકાર- અજય દેવગન, કોંકણા સેન, પરેશ રાવલ, સતિષ કૌશિક, સંજય મિશ્રા

પ્રોડયુસર –અમિતા પાઠક

ડાયરેકટર-અશ્વની ધીર

મ્યુઝિક- પ્રિતમ ચક્રવર્તી

ફિલ્મ *** એક્ટિંગ-* * * મ્યુઝિક * * સ્ટોરી * * *


Advertisements

Entry filed under: - film reviews -.

“તીન પત્તી”- film reviews – “બોસ્ટન-મેસેચ્યુએટ”

4 ટિપ્પણીઓ

  • 1. અરવિંદભાઇ પટેલ  |  માર્ચ 6, 2010 પર 4:32 પી એમ(pm)

    આજેજ અ ફિલ્મ જોઇ. એક હળવી મનોરંજન સભર ફિલ્મ.
    ફિલમ ખડખડાઠો નહીં હસાવે પણ મૂછમાં તમને જરૂર મરકાવ્યા કરશે.
    સહ પરિવાર સાથે બેસીને માણવા લાયક ફિલ્મ.

    -અરવિંદભાઇ પટેલ.
    બૉલ્ટન, યુ.કે.

  • 2. Ramesh Patel  |  માર્ચ 7, 2010 પર 5:41 એ એમ (am)

    . એક હળવી મનોરંજન સભર ફિલ્મ.
    શરદ જોષીની નોવેલ “તુમ કબ જાઓગે અતિથિ “પર આધારિતઅશ્વીની ધીરની આ હળવી મનોરંજન ફિલ્મમાં સીચ્યુએશન ઉપરાંત કેટલાક એવા વન-લાઇનર છે …
    Thanks for sharing

    Ramesh Patel(Aakashdeep)

  • 3. gujjustuff  |  માર્ચ 8, 2010 પર 12:38 પી એમ(pm)

    ફીલ્મ રીવ્યુ શેર કરવા બદલ આભાર.. તમારા રીવ્યુ અને કોમેન્ટ વાંચ્યા પછી ફીલ્મ જોવા જવાનો નિર્ણય લેવામાં આસાની રહેશે.

  • 4. nilam doshi  |  માર્ચ 14, 2010 પર 3:23 એ એમ (am)

    nice to read rivew… it helps to decide abt watching movie or not.
    .
    thanks


Blog Stats

  • 95,849 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

માર્ચ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: