“તીન પત્તી”- film reviews –

February 27, 2010 at 12:00 pm 6 commentsહોલીવુડ અને બોલીવુડના બે લીવીંગ લીજન્ડ –અમિતાભ બચ્ચન અને બેન કીંગસ્લે વચ્ચે ખેલ ખરાખરીનો -ખેલ બરાબરીનો એટલે ડીરેક્ટર લીના યાદવની એક અલાયદી ફિલ્મ  “તીનપત્તી”..

લંડનના કેસીનોમાં દુનિયાના એક નામાંકિત મેથેમેટીશયન( બેન કિંગસ્લે) અને  ઇન્ડિયાના એક અનોખી પ્રતિભા ધરાવતા ગણીત શાસ્ત્રીની મુલાકાત -બે ખેરખાં વચ્ચે ખેલાતા ખેલની કથા જે પ્રેક્ષકોને  એક એવા ગુંચવણના જાળામાં મુકી દે જેમાંથી પ્રેક્ષક જ નહીં બલ્કે ફિલ્મના પાત્રો પણ અટવાયા કરે. વેંકટ( અમિતાભ બચ્ચન) એક એવા સમીકરણ ની વાત લઈ આવે છે જેમાં માત્ર મેથેમેટિક્સની વ્યાખ્યા બદલાતી નથી  પણ  સાથે એના જીવનમાં કદી ન બદલાય તેવી ગુનાહીત માનસની છાપ અંકાઇ છે. વેંકટની આ અસાધરણ  જાણકારી , આ અપવાદરૂપ સમીકરણથી જાણે જીવન ઉલટ-સુલટ થઈ જાય છે.વેંકટને એની આ થીયરી દુનિયા સમક્ષ મુકવા માટે  ઉત્તેજન આપે છે એના સાથીદાર પ્રોફેસર શાંતનુ( આર માધવન). અને એમાં કેટલાક વિદ્યાર્થીઓના સાથથી આ રમત જે ગુંચવાડાભરી પરિસ્થિતિ ઉભીકરે  છે તે ના તો યંગ પ્રોફેસરના હાથમાં રહે છે  કે ના  તો પેલા અતિ તરંગી ગણીતશાસ્ત્રીના હાથમાં.

ગેમ્બ્લીંગ જગતની પ્રિય રમત  “તિન પત્તી” અહીં સાવ જુદી જ રીતે રમાય છે. અહીં લાલચ , છેતરપિંડી અને અદભૂત હાથચાલાકીનો શૉ છે. બીજી બાજુ પર્સી (બેન કિંગસ્લે)ને વેકંટની થિયરીમાં તથ્ય લાગે છે. ઉંડા વિચાર અને સ્માર્ટ મુવથી એ ફિલ્મને અતિ મહત્વના મોડ પર લાવીને મુકે છે.

અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને બનતી ફિલ્મોમાં  એમનો રોલ કેટલો દમદાર હોઇ શકે  તે સ્વભાવિક કલ્પનાની વાત છે. આ કલ્પનનાને સાકાર કરવાની એમની ક્ષમતા માટે ભાગ્યે જ કોઇ શંકાને સ્થાન હોઇ શકે.

વર્ષૉ પહેલા ગાંધી  ફિલ્મ માં  અને તે પછી અનેક એકેડેમિક  એવોર્ડ વિનર   બેન કિંગસ્લેનો  ફિલ્મ “તીન પત્તી”માં નક્કર વાસ્તવિક ભૂમિકા ધરાવતો રોલ છે. અમિતાભ બચ્ચન સામે દમદાર પાત્ર કરવુ એ જ એક મહત્વની વાત છે .પાત્ર સબળ હોય તો તે ફિલ્મને એક અલગ ઉંચાઇ પર મુકી દે. સર ના નામે ઓળખાતા બેનનો રોલ   અત્યંત નિર્યાયક છે.

આજ સુધી સાવ અલગ ભૂમિકામાં જોયા પછી માધવનની  આ ફિલ્મની ભૂમિકામાં એક જુદી જ ઓળખ ઉભી થાય છે.  ક્યાંક નકારાત્મ કહી શકાય તેવા પાત્રમાં માધવનને જોવાની પણ એક ઓર મઝા છે. અજય દેવગણ, જેકી શ્રોફ, શક્તિ કપૂર નાના પણ અગત્યના પાત્રને જીવી જાય છે.  નવા ચહેરા ધ્રુવ ગણેશ, શ્રદ્ધા કપુર,સિધ્ધાર્થ ખેર વૈભવ તલવાર ફિલ્મમાં  જુદી  ઉભી અસર કરવામાં સહાયરૂપ છે.

ઘણા સમયથી પ્રેક્ષકોના મનમાં ઉત્સુકતા જગાડતી ફિલ્મ “તીન પત્તી” માં લીના યાદવનું  ડિરેક્શન અને  હોલીવુડ ઓસ્કાર વિનર વિનબોર્નનુ ચુસ્ત એડીટીંગ ફિલ્મ્માં કોઇ કસર બાકી રાખવા માંગતુ ન હોય તેટલુ સબળ છે.

કલાકાર- અમિતાભ બચ્ચન , બેન કિંગ્સ્લે , આર માધવન, શ્રધ્ધા કપુર, સિધ્ધાર્થ, રાયમા સેન

પ્રોડયુસર –અંબીકા આહુજા

ડાયરેકટર-લીના યાદવ

મ્યુઝિક- સલીમ મર્ચન્ટ, સુલેમાન મર્ચન્ટ
Advertisements

Entry filed under: - film reviews -.

“અજાયબીઓથી ભરપૂર ન્યુયોર્ક” “અતિથિ તુમ કબ જાઓગે”- film reviews –

6 Comments

 • 1. nishitjoshi  |  February 27, 2010 at 4:40 pm

  banne super star ni action thi bharpur aa film jova jeji thase evi aasha 6……

  saras review

  Like

 • 2. Ramesh Patel  |  February 27, 2010 at 9:19 pm

  સરસ લેખાંકન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 • 3. નટવર મહેતા  |  February 28, 2010 at 10:16 pm

  આપે બાજી ‘ઓપન’ નથી કરી ને હવે ‘બ્લાઈન્ડસ્’માં રમવાની મજા આવશે.
  બેન કિંગસ્લે અને અમિતાભ-ડેડલી કોમ્બિનેશન. એમાં પાછો માધવન
  WOW!!
  ‘ગાંધી’ના બેન કિંગસ્લેને કેમ વિસરાય?

  Like

 • 4. ajitgita  |  March 1, 2010 at 4:33 am

  Nice to know all these writtings & activities.
  Will anybody show me in which fonts I can copy this reviews in my word file sothat I can read it according to my ease time.
  Rajul ben your all articles are educative , informative & entertaining to all of US
  Thanks & rethanks to read such nice nice articles from an intelligent & talenred personalility like you

  Like

 • 5. ajitgita  |  March 1, 2010 at 4:35 am

  Thanks & rethanks to read such nice nice articles from an intelligent & talenred personalility like you
  I color U with good wishes on holi & dhuleti Din

  Like

 • 6. chandravadan  |  March 1, 2010 at 2:53 pm

  Nice Film Review…just as if I am actually seeing the Flim itself ….Well done, Rajulben !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapuka.wordpress.com
  Hoping to see a Post on Mitrata….Vijaybhai Shah !

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

February 2010
M T W T F S S
« Jan   Mar »
1234567
891011121314
15161718192021
22232425262728

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: