“અજાયબીઓથી ભરપૂર ન્યુયોર્ક”

ફેબ્રુવારી 21, 2010 at 3:54 એ એમ (am) 3 comments

બીજા દિવસે અમારી સવારી ઉપડી ન્યુયોર્કના અતિ મહત્વના મીડ ટાઉન મેનહટન તરફ.મીડ ટાઉન મેનહટન માં ફેલાયેલો મીડ ટાઉન મેનહટન એટલે દુનિયાભરમાં જાણીતો કોમર્શીયલ વેલ્યુ ધરાવતો એરિયા.  રોકફેલર સેન્ટર, બ્રોડવે, ટાઇમ્સ સ્કવેર, એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ, ક્રાઇસલર બિલ્ડીંગ અહીં ની શોભા છે.

રોકફેલર સેન્ટર; ૪૮ થી ૫૧ મી સ્ટ્રીટ વચ્ચે આવેલા ૨૨ એકર એરિયા રોકફેલર સેન્ટરમાં લગભગ ૧૯ જેટલા કોર્મશિયલ બિલ્ડીંગ છે. મીડ ટાઉન મેનહટનની સેન્ટરમાં રોકફેલર ફેમિલી દ્વારા બંધાયેલું આ સેન્ટર જોવાનો લાભ અનાયાસે જ ૩૧મી ડિસેમ્બર રાત્રે મળી ગયો. નાતાલની ઝળહળતી રોશનીમાં નહાતા આ સેન્ટરની મુલાકાત કાયમ નું સંભારણું છે. લાઇટસ એન્ડ મ્યુઝિકથી જીવંત લાગતા બિલ્ડીંગ, ફૂટપાથ પર બેસીને અત્યંત ત્વરાથી પોટ્રેટ બનાવતા પેઇન્ટર, લોઅર પ્લાઝા પાસે આઇસ સ્કેટીંગ કરતા તરવરીયા યુવાન-યુવતિ ઓ થી રોકફેલર સેન્ટર વધુ જીવંત લાગતો હતો. સૌથી મઝા એ છે કે અહીં નાતાલ દરમ્યાન ન્યુયોર્ક ,ન્યુજર્સી, કનેક્ટીકટ-પેનસીલવેનીયા માંથી સૌથી મોટા માં મોટુ ક્રીસમસ ટ્રી અહીં લાવીને સજાવવામાં આવે છે.દિવસે વળી આ સેન્ટર કઈ જુદી રીતે બીઝી હોય .

ટાઇમ્સ સ્કવેર; લડંનના પિકાડેલી સર્કસની યાદ અપાવતો આ ટાઇમ સ્કવેર એરિયા મેનહટનનો અતિ મહત્વનો કોમર્શીયલ  એરિયા ગણાય છે.બ્રોડવેના થિયેટરો અને વિશાળ કદના એનિમેટેડ નિયોન સાઇન બોર્ડસ લોકોને ખૂબ આર્કષે છે. તોશિબા, નેસ્ડેક, કોકા-કોલા, સેમસંગના ડિસપ્લે તો આપણે હિન્દી ફિલ્મોમાં ફલેશ થતા અવાર-નવાર જોયા છે. અમેરિકાનો એબીસીનો ટાઇમ્સ સ્કવેર નો સ્ટુડિયો જ્યાંથી ”ગુડ મોર્નિગ અમેરિકા” બ્રોડકાસ્ટ થાય છે. બાળકો માટેનો ટોયઝ આર અસ,  હર્શે,એમ એન્ડ એમ ના મોટા સ્ટોર પણ ટાઇમ્સ સ્કવેરની મુલાકાત દરમ્યાન જોયા.  બ્રોડવે એટલે અમેરીકન થિયેટર ઇન્ડસ્ટ્રીનો અતિ પ્રખ્યાત વિસ્તાર.વર્ષે દહાડે અબજો ડોલરની કમાણી કરાવી આવતા બ્રોડવે શો માણતા અમેરીકનો અને પ્રવાસીઓ માટે બ્રોડવેનું બીજુ આકર્ષણ છે શોપિંગ. બ્રોડવેના આ માર્કેટમાં ફરતા અનેક ભારતિયોના સ્ટોર પણ જોવા મળ્યા.

રેડિયો સિટી મ્યુઝીક હોલ;૧૯૩૨માં તૈયાર થયેલા દુનિયાનો સૌથી મોટો અને આરામદાયક હોલ જે પહેલા ઇન્ટરનેશનલ મ્યુઝીક હોલ કહેવાતો જે હવે રેડિયો સિટી હોલ તરીકે લોકોમાં જાણીતો છે તે પણ ટાઇમ્સ સ્કવેર પર આવેલો છે.

એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ; લગભગ ૪૦ વર્ષ સુધી ન્યુયોર્ક નું સૌથી ઉચું ગણાતુ બિલ્ડીંગ ૨૦૦૧ ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના દ્વંશ પછી ફરી એકવાર તેની ઊંચાઇ ના શિખરે છે. નેશનલ હીસ્ટોરિક લેન્ડમાર્ક ગણાતું આ બિલ્ડીંગ અમેરીકન સોસાયટીના સિવિલ એન્જીનીરીંગના મોર્ડન વર્કની સાતમી અજાયબી ગણાય છે. લગભગ ૧૧૦ મિલીયન લોકોથી વધુ પણ મુલાકાતીઓ અહીં મુલાકાત લઇ ચુકયા હશે. જ્યારે જાવ ત્યારે  ટિકીટ લેવાની અતિ લાંબી કતાર તેની લોકપ્રિયતા સાબિત કરે છે. ૭૩ જેટલા એલીવેટર (અમેરીકનો લીફ્ટને એલીવેટર કહે છે.)ધરાવતા આ બિલ્ડીંગના ૮૬ મા માળને ઓબઝર્વેશન  ડેક કહે છે.  ઉફ્ફ! હ્રદયના ધબકારા ચૂકી જવાય તેટલી ઊંચાઇએથી જોવા મળતો ન્યુયોર્ક નો પેનોરમિક વ્યુ હજુ આજે પણ નજર સામેથી ખસતો નથી.એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગના બીજા માળે આવેલા ”મોશન સિમ્યુલેટર” નો લગભગ ૨૫ મિનિટનો અનુભવ એ વળી બીજુ આકર્ષણ. જાણે ન્યુયોર્ક સિટીની હેલીકોપ્ટર રાઇડ પર નિકળ્યા હોય તેવી અનુભૂતિ કરાવતા આ મોશન થિયેટરની મુલાકાત પણ એટલી જ રોમાંચક રહી. એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ‘આર્ટ ડેકો લોબી’ ને તો માસ્ટરપીસ કહેવો કે રિ-બિલ્ડીંગ પ્રોગ્રામનો માઇલ સ્ટોન કહેવો?  કે પછી આ આર્ટ ડેકો લોબી’ને શું કહેવું એ તો ત્યાં પ્રત્યેક્ષ જઇને નક્કી કરવુ રહ્યુ. ન્યુયોર્કના મહત્વના ટીવી અને રેડિયોના બ્રોડકાસ્ટ  સ્ટેશન પણ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગના ટોપ ફલોર પર છે. જો મોડી બપોરે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની  મુલાકાત લીધી હોય  અને ઢળતી સાંજ અને ઉગતી રાતના સમયે  પણ ત્યાં જ હો તો ચોમેર પ્રકાશિત થતા બિલ્ડીંગનો  અહીંથી નજારો માણવાનું ના ચૂકશો..

 

સેન્ટ્રલ પાર્ક; મેનહટનના હાર્ટ સમો સેન્ટ્રલપાર્ક  એટલે ગગનચુંબી ઇમારતો વચ્ચે  પણ પ્રકૃતિ કયાંક  છે એવો અહેસાસ કરાવતો પાર્ક. પાર્ક ની  હરિયાળી સાથે કેટલાક નાના સરોવર, વોકીંગ ટ્રેક, સ્વીમીંગ પુલ, સેન્ટ્રલ પાર્ક ઝુ, સેન્ટ્રલ પાર્ક કોન્ઝર્વેટરી ગાર્ડન,  વાઇલ્ડ લાઇફ સેન્ટ્યુરી, ડેલાકોર્ટ થિયેટર, અને   યસ !શિયાળામાં આઇસ-સ્કેટીંગની મઝા એ અહીંના આકર્ષણો છે .

જેને મ્યુઝીયમમાં રસ હોય તેવા પ્રવાસીઓ માટે મ્યુઝીયમ ઓફ  મોર્ડન આર્ટ , મેટ્રોપોલીટન મ્યુઝીયમ ઓફ આર્ટ , મ્યુઝીયમ ઓફ નેચરલ હીસ્ટ્રીની મુલાકાત પણ એટલી જ રસપ્રદ રહેશે.

બોટોનીકલ ગાર્ડન; આ ઉપરાંત બ્રુક્લીનનો ‘ન્યુયોર્ક બોટોનીકલ ગાર્ડન’ કે જેને દુનિયાભરના લગભગ ૧૨૦૦૦ થી પણ વધારે ફુલ-ઝાડ-વનસ્પતિઅનું ઘર મનાતા ગાર્ડ્નની મુલાકાત પણ લીધી.

ગ્રાન્ડ ટર્મીનલ સ્ટેશન; હવે કોઇને એમ કહીએ કે કોઇ સ્ટેશન જોવા જઇએ છે તો? પણ યસ ‘ગ્રાન્ડ ટર્મીનલ સ્ટેશન’ એ મીડ ટાઉન મેનહટનનું એક માત્ર એવું સ્ટેશન છે જે દુનિયાનું સૌથી વધુ પ્લેટફોર્મ ધરાવતું સ્ટેશન છે.

ન્યુયોર્કના મેનહટનની મુલાકાત,શોપિંગ તો દુનિયાભરના પ્રવાસીઓને હંમેશા ખેંચતું રહ્યુ છે.

નાયગ્રા ફોલ; ન્યુયોર્ક જાવ એટલે નાયગ્રા ફોલ તો જવું જ રહ્યુ.  નાયગ્રા એટલે દુનિયાની અનેક અજાયબીમાંની એક અજાયબી..નાયગ્રા એટલે જાણે ન્યુયોર્ક અને કેનેડા  વચ્ચે ની ઇનટરનેશનલ બોર્ડર.નાયગ્રા નદી થી લગભગ ૧૭૬ ફૂટ (૫૨ મી) ઉંચાઇ થી પડતો ધસમસતો પ્રવાહ નાયગ્રા ફોલમાં પરિવર્તિત થાય છે.અમેરિકન ફોલ,બ્રાઇડલ વેલી ફોલ, અને હોર્સ શુ ફોલ (કેનેડા તરફ) એમ ત્રણ ભાગમાં વહેચાયેલા આ ફોલનો પ્રવાહ લગભગ ૧૫૦,૦૦૦ ગેલન પ્રતિ સેકંડ છે.

નાયગ્રા જવા માટે નો સૌથી ઉત્તમ સમય એપ્રીલ થી સપ્ટેમ્બર જો કે ભર શિયાળામાં ક્યારે હિમ પ્રપાત જેવો લાગતો નાયગ્રા પણ જોનારા હોય છે. ઢળતી સાંજે જ્યારે નાયગ્રા પહોંચ્યા ત્યારે નાયગ્રા ફોલ રંગબેરંગી લાઇટ થી રોશન લાગતો હતો.લાઇટ ઇફેક્ટના લીધે નાયગ્રા નો પ્રભાવ કંઇ જુદોજ લાગતો હતો.ચારેબાજુથી રોશન નાયગ્રાની રંગીનિયત કોઇ ભવ્ય  શોભા આપતી હતી.

બીજા દિવસે સવારથી નાયગ્રાને વધુ નજીકથી જાણવાનો પુરો અવકાશ હતો . અહીં ફરતી ટ્રામમાં બેસી ‘ગોટ આઇ લેન્ડ’ પર જઇ શકાય.જ્યાં થી ફોલની વચ્ચે ઉભા હોય તેવી ફીલીંગ આવે ત્યારબાદ ‘બ્રાઇડલ વેલી’ પાસે એલીવેટરથી ઘણે નીચે સુધી જઇ નાયગ્રાને ઉપરથી પડતો જોયો.આ એક એવી સલામત જગ્યા છે જ્યાં તમને કેટલોક પ્રવાહ તમારી પર ઉડતો હોય તેવી અનુભૂતિ પણ આપે.  જાણે નાયગ્રાની સીધા નીચે ઉભા રહીને એ ફોલમાં નહાવાનો મસ્ત  મોકો…. એ ઉપરાંત  અમેરીકા તરફના નાયગ્રા ફોલ પાસે લઇ જતી ‘મેઇડ ઓફ મીસ્ટ’ પણ એક મઝાની ફેરી છે. આ ફેરી લગભગ ધોધની એટલા અંતર સુધી લઇ જાય છે જ્યાંથી પાણીનો ધોધ જેટલા વેગ થી પડે એટલું જ પાછુ એનું ફીણ ઉડે જે તમને ધુમ્મસનોઆભાસ આપે તે માણી શકાય.થોડે  દૂર થી ઉડતી આ શિકરો, ફોલનો અવાજ એક અજબ વાતાવરણ ઉભું કરે છે. તમે ધુમ્મ્સમાં ઉભા હોય  તેવી  થ્રીલીંગ આપે. ફોલનો અવાજ  ,દૂરથી દેખાતુ  પાણીનું ધુમ્મસ અને નાયગ્રાની નજદીકિ  એક નવુ સંમોહન ઉભુ કરે છે .. એ પછી  કેનેડા તરફથી ફોલને જુદી રીતે માણ્યો.. અહી   એલીવેટર અને ટનલ દ્વારા ફોલની પાછળ  સુધી લઈ જવામાં આવે છે. હવે જસ્ટ વિચારો કે આવા ધસમસતા ધોધમાર પ્રવાહને સાવ આવી રીતે જોવો એ કેવી યાદગાર ક્ષણ હોઇ શકે. કેનેડા તરફ નાયગ્રા ફોલને  હોર્સ શુ ફોલ કહે છે. પાછા વળી અમેરિકા તરફ આવ્યા ત્યા સાજ પડે ફાયર વર્ક ચાલુ થયુ.. નાયગ્રાની રોશની ઓછી હોય તેમ આ ફાયર વર્કથી નાયગ્રા વધુ  તેજસ્વી બન્યો.

આ ઉપરાંત નાયગ્રા પર બર્ડ કિંગ્ડમ  પર  મોકળાશથી મળતા પંખીની મુલાકાત, નાયગ્રા બોટનીકલ ગાર્ડન જ્યાં બટરફ્લાય કોન્ઝર્વેટરીમાં ઉડતા પતંગીયાનો  સાવ નજદીકી  પરિચય, ગીનિઝ વર્લ્ડ રેકોર્ડ મ્યુઝીયમ જેવા આકર્ષણ પણ આપણા માટે રાહ જોતા હોય..અને હા! બીજી એક નવી વાત ધ્યાન પર આવી અનેક પંજાબી લોકો અને પંજાબી  રેસ્ટોરન્ટસ અને તેમાં વાગતા ઇન્ડિયન મ્યુઝીકના લીધે જાણે  અમેરીકાના બદલે પંજાબમાં ફરતા હોય  તેવુ લાગ્યા કરતુ હતું .નાયગ્રાની મુલાકાત તો  જાણે જીવનનુ કાયમી સંભારણુ  બની ગયું છે.

જાણવા જેવુ –

કેવી રીતે ફરશો- ન્યુયોર્કના કોઇ પણ છેડેથી મનહટન જવા માટે પબ્લીક ટ્રાન્સ્પોર્ટ સૌથી સરળ અને કિફાયતી છે.  લોંગ આઇલેન્ડથી માંડીને દરેક સ્ટેશનથી ગ્રાન્ડ ટર્મીનલ પહોંચાય છે. મેનહટન માટે સાઇટ સીન બસ પણ ઉપલબ્ધ હોય છે.

નાયગ્રા જવા માટે ન્યોયોર્ક -ચાયના ટાઉનથી બસ સર્વીસ  સારી સગવડ છે. નાયગ્રા ને કેનેડા તરફથી જોવા માટે પ્રવાસીઓ એ અગાઉથી કેનેડાના વીઝા લેવા જરૂરી છે..તે વગર કેનેડા તરફ એન્ટ્રી શક્ય નથી.

નાયગ્રા રહેવા માટે મોટેલની સગવડ  સારી છે.એટલુ જ નહીં પણ ઇન્ડિયન ફુડ પણ મળી રહે છે.

આલેખન દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર  Sunday-”યાત્રા/હેરિટેજ” માટે લખ્યો અને ૨૧/૦૨/૨૦૧૦ ના પ્રગટ થયો.

Rajul Shah .

5, Swati Society,Navrangpura,Ahmedabad.(Guj) INDIA.
Cell:09924010199 Phone:91 79 26440438.

rajul54@yahoo.com rajulshah54@gmail.comEntry filed under: "અજાયબીઓથી ભરપૂર ન્યુયોર્ક", પ્રવાસ વર્ણન.

“તો બાત પક્કી”- film reviews – “તીન પત્તી”- film reviews –

3 ટિપ્પણીઓ

 • 1. nishitjoshi  |  ફેબ્રુવારી 21, 2010 પર 4:56 એ એમ (am)

  aape rubaru j darshan karavi aapya.
  nice description………

  Like

 • 2. Dr.Mahesh Rawal  |  ફેબ્રુવારી 21, 2010 પર 6:58 એ એમ (am)

  are vaah!
  aa to mara j pravas nu jane varnan hoy evu lagyu……!
  ame hamana j aa pravas khedi ne CA parat aavya…..gher.
  bahu j sundar .

  Like

 • 3. manahar  |  ફેબ્રુવારી 22, 2010 પર 5:13 એ એમ (am)

  NEWYARK vise khub saari mahiti mali.naigara dhodh vise vanchine aanand thayo.

  Like


Blog Stats

 • 99,874 hits

rajul54@yahoo.com

Join 955 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: