“તો બાત પક્કી”- film reviews –

February 20, 2010 at 2:20 am 2 comments

રિયાલિટી વિથ કોમેડી

રાજેશ્વરી  સક્સેના ( તબ્બુ) એક મીડલ ક્લાસ હાઉસ વાઇફ છે જે પોતાના પતિ (અયુબખાન)  અને બે નાના બાળકો સાથે સુખી તો છે પણ પોતાની નાની બહેન  નિશા ( યુવિકા) માટે  સુખ સાથે સંપત્તિ પણ આપે તેવા પતિની શોધમાં છે. બગાસુ ખાતા પતાસુ મળે તેમ એના જ સક્સેના કુળનો એન્જીનયરીંગ ભણતો યુવાન રાહુલ (શરમન જોષી)  અનાયાસે સામે આવે છે. અને  રાજેશ્વરી  એકદમ ટેકફુલી પોતાની બહેન નિશાનું એની સાથે ગોઠવી  પણ દે છે. પણ હંમેશા મીડલ ક્લાસ હાયર ક્લાસ સપના જુવે  અને ત્યારે  એક વધુ સારી તક મળતા એ ઝડપી લેવા પ્રયત્ન કરે તેમ રાજેશ્વરીને રાહુલ કરતા વધુ ભણેલો ,સ્થિર નોકરી ધરાવતો અને વધુ સંપમ્ન્ન યુવરાજ( વત્સલ શેઠ) મળી જાય છે. સ્વભાવિક ગણતરીબાજ રાજેશ્વરી ફરી એક વાર નિશાના લગ્નની બાજી ગોઠવે છે.પણ શું આ શક્ય બનશે?  એનો જવાબ છે કેદાર શીંદેની “તો બાત પક્કી “માં.


સોશિયલ ઢાંચો ધરાવતી હલ્કી-ફુલ્કી રોમેન્ટીક કોમેડી ફિલ્મ “તો બાત પક્કી”  વર્ષો પહેલા આવેલી પણ કદી ન ભુલાયેલી ” ચિત્તચોર “ની યાદ આપે છે. તો ક્યારેક મનપસંદ યુવતિને મેળવવા પેંતરા કરતા રાહુલને જોઇને “દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે “ની યાદ આપે છે. પાલનપુરના રમણીય-મનોહર-લીલાછમ લોકેશન પર આકાર લેતી આ કથામાં એવી જ લીલીછમ તાજગી છે.


તબ્બુના હળવેથી ગોઠવાતી ગણતરીભરી બાજીમાં પ્રણયના રંગોનો ઉમેરો કરે છે શરમન જોશી અને યુવિકા. શરમનની મસ્તી અને યુવિકાની તાજગી અને ઇનોસન્સ કોઇ આયાસ વગર  કથાને કોમેડિમાંથી લાગણીભર્યા તત્વ તરફ દોરી જાય છે.


ફિલ્મના કેન્દ્ર સ્થાને રહેલી તબ્બુ  “ચીનીકમ “પછી  થોડા અરસાબાદ  ફરી એક વાર પોતાના અભિનયના ઓજસ પાથરવા આવી છે.ઘરમેળે યોજાતા સાવ સરળ સંવાદો ને પોતાની આગવી પ્રતિભાથી વધુ સચોટ રીતે રજુ કરી ફિલ્મ અને તેના પાત્રને વધુ અસરકારક બનાવ્યા છે. ગણતરીબાજ મહિલા પોતાના સોગઠા એક પછી એક ગોઠવતી જાય તેમ તબ્બુ અહી પોતાની ચોપાટ ગોઠવે છે. શુકનના નામે પોતાની મનમાની કરતી તબ્બુના રાજીપામાં રાજી  પતિના પાત્રમાં અયુબખા, લગ્ન માટે વધુ યોગ્ય અને છ્તાં ઉદાર  મુરતિયો વત્સલ શેઠ , હિમાની શિવપુરી આ ફિલ્મ ના જમા પાસા છે.


પ્રિતમનું સંગીત  ,મિકા સિંઘ, સોનુ નિગમ, રાહત ફતેહ અલી ખાનના કંઠે ગવાયેલા ગીતો  મઝાના છે અને સ્પેશિયલી અંતરા મિત્રાના કંઠે ગવાયેલી આરતી અતિ કર્ણ મધુર બની છે.


કલાકાર- તબ્બુ. શરમન જોષી, યુવિકા,વત્સલ શેઠ, અયુબ ખાન ,હિમાની શિવપુરી.

પ્રોડયુસર – રમેશ તોરાની

ડાયરેકટર-કેદાર શીંદે

મ્યુઝિક- પ્રિતમ

ગીતકાર– સૈયદ કાદરી, મયુર પુરી ,શબીર એહમદ

ફિલ્મ *** એક્ટિંગ-* * * * મ્યુઝિક * * * સ્ટોરી * * * સિનેમેટોગ્રાફી * * * *

આ આલેખન/ ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૦/૨/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“કલ કરે સો આજ” “અજાયબીઓથી ભરપૂર ન્યુયોર્ક”

2 Comments

 • 1. Ramesh Patel  |  February 20, 2010 at 3:58 am

  Enjoyed the film review.

  Ramesh Patel(aakashdeep)

  Like

 • 2. Bhajman Nanavaty  |  February 20, 2010 at 7:56 am

  આ યુવિકા તે “અસ્તિત્વ..” શ્રેણી (નીકી અનેજા) માં આવતી યુવિકા ચૌધરી જ કે બીજી?

  Like


Blog Stats

 • 101,633 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

February 2010
M T W T F S S
« Jan   Mar »
1234567
891011121314
15161718192021
22232425262728

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: