“ન્યુયોર્ક -સિટી ઓફ ઇમિગ્રન્ટ્સ”

ફેબ્રુવારી 14, 2010 at 3:51 એ એમ (am) 7 comments

– ન્યુયોર્ક –

સિટી ઓફ ઇમિગ્ર્ન્ટ્સ

લગભગ લંડનને મળતી આવતી બાંધણી ધરાવતા ન્યુયોર્ક સ્ટેટ અને ન્યુયોર્ક સિટી

બંનેને ૧૭મી સદીથી ડ્યુક ઓફ યોર્કના નામ પરથી ઓળખવામાં આવે છે.

સ્વપ્નાનીકેડી કંડારીને આગળ આવવા માંગતા અનેક નવ યુવાન -યુવતિઓની સ્વપ્ન નગરી એટલે મુંબઇ, તેવી રીતે પ્રગતિનો પથ કંડરવા પરદેશ જઇ વસવાટ કરવા ઇચ્છુક, સ્થાયી થવાની આશા લઇને જ્યારે કોઇપણ વ્યકિત અમેરીકા તરફની ઉડાન ભરે એટલે સૌ પ્રથમ યાદ આવે ન્યુયોર્ક,અને કદાચ એટલા માટે જ ન્યુયોર્કનેસીટી ઓફ ઇમીગ્રેશન ટુ યુ.એસ. કહેવાય છે.

લગભગ ૫૪,૫૫૫ સ્કવેર માઇલ (૧૪૧,૩૦૦કિ.મીટર) વિસ્તાર ધરાવતા ન્યુયોર્ક સ્ટેટમાં યુ.એસ. નું લગભગ ત્રીજા ભાગનું પોપ્યુલેશન છે.આટલો વિશાળ ફલક અને માનવ વસ્તી ધરાવતા ન્યુયોર્ક સ્ટેટ્નું મુખ્ય શહેર ન્યુયોર્ક સીટી દુનિયાભરના પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ રહ્યું છે.

એટલાંટીક કોસ્ટ લાઇન પર વસેલા ન્યુયોર્કને બ્રોન્કસ,બ્રુકલીન,મનહટન,કવીન્સ,અને સ્ટેટન આઇલેન્ડ એમ પાંચ મુખ્ય વિભાગમાંવહેંચી શકાય.હડસન નદીના કિનારે ફેલાયેલા ન્યુયોર્ક ની દક્ષિણે ન્યુજર્સી,પેન્સીવેનીયા છે. મોટાભાગનું ન્યુયોર્ક મેનહટન,સ્ટેટન આઇલેન્ડ અને લોંગ આઇલેન્ડ પર રચાયેલું છે.ન્યુયોર્ક સિટી પ્રવાસીઓ ના આકર્ષણ નું કેન્દ્ર હોવા ઉપરાંત ફાયનાન્સીયલ,કલચરલ,અને મેન્યુફેકચરીંગ સેન્ટર તરીકે પણ ખ્યાતનામ છે.

જહોન એફ કેનેડીના અતિ વિશાળ ફલક પર ફેલાયેલા એરપોર્ટ પર ઉતરતા પહેલાં નજર માં સમાય તેટલી ન્યુયોર્કની ભવ્યતાનો સહેજે અંદાજ તો આવી ગયો હતો.લગભગ લંડનને મળતી આવતી બાંધણી ધરાવતા ન્યુયોર્ક સ્ટેટ અને ન્યુયોર્ક સિટી બંનેને ૧૭મી સદીથી ડ્યુક ઓફ યોર્કના નામ પરથી ઓળખવામાં આવે છે.(બ્રિટીશરોએ પોતાના વર્ચસ્વની છાપ કયાં કયાં નથી છોડી?)

સ્ટેચ્યુ ઓફ લીબર્ટી ; ન્યુયોર્ક પહોંચ્યા પછી અમારી સૌથી પહેલી મુલકાત સ્ટેચ્યુ ઓફ લીબર્ટી ની હતી.યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરીકાની સ્વતંત્રતાનું સ્મારક ૧૮૮૬ની ૨૮મી ઓકટોબરે ફ્રાન્સ તરફથી સમર્પિત થયું હતું. અમેરીકાના ૧૦૦મા સ્વાતંત્ર વર્ષે ફ્રાન્સ તરફથી અપાયેલી પ્રતિમા ફ્રાન્સ અને અમેરિકાની મિત્રતા,સ્વાતંત્રતા અને શાંતિનું પ્રતિક મનાય છે.તાંબા,સ્ટીલ અને લોઢા મિશ્રણથી બનેલા આ સ્ટેચ્યુના હાથની મશાલ સોનેથી રસાયેલી હોય તેવી દેખાય છે. અમે ન્યુયોર્ક હાર્બરના લીબર્ટી આઇલેન્ડ તરફ જતી ફેરી લીધી જેથી લીબર્ટી આઇલેન્ડ અને એલીસ  આઇલેન્ડ એમ બંને કવર કરી શકાય.કલીન્ટન કેસલથી લગભગ દર ૪૫ મિનીટે ઉપડતી આ ફેરી ઉપરથી સ્પીકર દ્વારા ટુર વિશે માહિતી અપાતી રહે છે.જેમાં ન્યુયોર્કના મહત્વના લેન્ડ-માર્ક અને ઇતિહાસની જાણકારી હોય છે.૧૫૧ ફૂટની પ્રતિમા તેના બેઝથી ગણો તો ૩૦૫ ફૂટ ઊંચાઇ ધરાવે છે. ડીસેમ્બરના સૂસવાટા મારતા પવન સાથે તેના બેઝનો ચકરાવો લેતા તો કયાંક આપણે ચકરાવે ચઢી જઇશું તેવુ થયા કરતું હતું. વિશાળ બેઝથી ક્રાઉન તરફ જવાનો રસ્તો ૦૯/૧૧/૨૦૦૧ થી બંધ કરવામાં આવ્યો હતો જે હવે ૩જી ઓકતટૉબર ૨૦૦૪ થી ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ભવ્ય સ્ટેચ્યુની મુલાકાત લઇ પાછી વળતી ફેરીથી ‘એલીસ આઇલેન્ડ’ તરફ વળ્યા.

એલીસ આઇલેન્ડ ; શરુઆતના ઘણા વર્ષો સુધી દરિયાઇ માર્ગે અમેરીકા આવતા પ્રવાસી,સ્થાયી વસવાટ કરવા માંગતા લોકો માટે એલીસ આઇલેન્ડ
પ્રવેશ દ્વાર હતું.એલીસ આઇલેન્ડ ના મ્યુઝીયમની મુલાકાતે અમેરીકા આવતા ઇમીગ્રન્ટસની સંખ્યાનો આશરે અંદાજ તો આવી ગયો.કહે છે કે ૧૮૯૨ની ૧લી જાન્યુઆરીથી ૧૯૫૪ના નવેમ્બર સુધી ૧૨ મિલીયનથી વધુ ઇમીગ્રન્ટસ અહીંથી પસાર થઇ ચુકયા છે.એલીસ આઇલેન્ડની સૌ પ્રથમ ૧૫ વર્ષીય ઇમીગ્રન્ટ યુવતિ ‘એની મોરે’ નું સ્ટેચ્યુ અહીંના મ્યુઝીયમમાં જોવા મળ્યુ.

મેનહટન; ન્યુયોર્કમાં સૌથી  વધુ મહત્વ ધરાવતા મેનહટન પરથી તો આજકાલ અમદાવાદમાં ‘મેનહટન મેનીયા’ નામનો આઇસ્ક્રીમ વેચાવા લાગ્યો હતો.પ્રવાસી જ નહીં પણ અમેરીકનોને પણ મેનહટનનું એટલું આકર્ષણ છે કે મેનહટનની મુલાકાત વગર ન્યુયોર્ક ટ્રીપ જ અધૂરી ગણાય.હડસન નદીના મૂળ તરફના આ મેનહટન આઇલેન્ડનું મહત્વ ન્યુયોર્કની ઇકોનોમિકલ દ્દ્ષ્ટિએ આગવું છે.ડાઉન ટાઉન,મીડ ટાઉન અને અપ ટાઉન માં વહેંચાયેલા મેનહટનમાં
કોર્મશિયલ ,ફાઇનાન્શીયલ અને કલચરલ સેન્ટરોની ભરમાર છે. અહીંની ગગનચુંબી ઇમારતો એ વળી મેનહટનની આગવી ઓળખ. ૪૦ વોલ સ્ટ્રીટ,એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ,ટાઇમ સ્કવેર અને એક સમયનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવી પ્રતિષ્ઠિત ઇમારતો મેનહટનની શાન છે.આખાય મેનહટનની મુલાકાત એ કોઇ એક બે દિવસની તો વાત જ નથી.એટલે બીજા દિવસથી સૌથી પ્રથમ અમે શરુઆત કરી ડાઉન ટાઉન મેનહટન થી.

ડાઉન ટાઉન મેનહટન ; મેનહટન આઇલેન્ડના લૉઅર એન્ડ તરફ સ્થિત એરિયા એટલે ડાઉન ટાઉન મેનહટન,વૉલ સ્ટ્રીટ,બેટરી પાર્ક,સિટી હોલ,બ્રુકલીન બ્રીજ,ચાયના ટાઉન ઉપરાંત અનેક કોર્ટ બિલ્ડીંગ, ગવર્મેન્ટ ઓફિસનો સમાવેશ કરતા ડાઉન ટાઉન મેનહટનની એક સમય ની પ્રગતિ સમુ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પણ કોનાથી અજાણ્યું છે.

વૉલ સ્ટ્રીટ; વૉલ સ્ટ્રીટ પર આવેલી કેટલીક મહત્વની ફાયનાન્શીયલ ઑફિસો જેમકે ન્યુયોર્ક સ્ટોક એક્સચેંજ,નેસ્ડેક સ્ટોક માર્કેટ,અમ્મેરીકન સ્ટોક એક્સચેંજ,ન્યુયોર્ક મર્કેન્ટાઇલ એક્સચેંજ તેમજ ન્યુયોર્ક બોર્ડ ટ્રેડ પર તો અબજો લોકોના દીલની ધડકન અને બ્લડ પ્રેશર અવલંબિત છે.

બ્રુકલીન બ્રીજ; આજ સુધી અસંખ્ય વાર ફિલ્મોમાં જોઇ ચુકેલા બ્રુકલીન બ્રીજને પ્રત્યેક્ષ જોવાનો આજે પ્રથમ અવસર હતો.યુનાઇટેડ સ્ટેટસનો સૌ પ્રથમ આ ઝુલતો પુલ ૧૮૮૩ માં તૈયાર થયો.ન્યુયોર્ક (મેનહટન) અને  બ્રુકલીનને જોડતા આ બ્રીજની લંબાઇ ૫,૯૮૯ ફુટ (૧૮૨૫ મી) અને ૮૫ ફુટ (૨૬મી) પહોળાઇ છે.બ્રુકલીન બ્રીજ જેટલો જોવો રસપ્રદ છે એટલોજ જાણવો પણ રસપ્રદ છે. બ્રીજ કન્સ્ટ્રક્શનના મુખ્ય સુત્રધાર જ્હોન રોબલીંગ ( ચીફ એન્જીંનયર )ના આકસ્મિક  મ્રુત્યુ બાદ તેમના પુત્ર વોશિંગ્ટ રોબલીંગ પર જવાબદારી આવી .કમનસીબે વ્યક્તિને તદ્દન નિષ્ક્રિય બનાવી દે તેવી પેરેલાઇઝ ઇજાના કારણે હાલી-ચાલી કે બોલી શકવાને પણ અસમર્થ વોશિંગ્ટન રોબ્લીંગ અને તેમની એન્જીન્યરીગ ટીમ વચ્ચે સેતુ બન્યા તેમના પત્નિ એમિલી રોબ્લીંગ . પતિએ હાથ પર આંગળીથી લખીને દર્શાવેલી સૂચના અને  તેમની ટીમ વચ્ચે ના સંપર્ક-સંચારને  બાખૂબી નિભાવ્યો. પતિની લખીને વ્યક્ત કરેલી દોરવણી મુજબ આગળ કામ ધપાવવા માર્ગ દર્શક બની રહ્યા.અને આમ લગભગ ૧૩ વર્ષે બ્રુકલીન બ્રીજ તૈયાર થયો. આખાય ન્યુયોર્ક અને મેન્હટનની જેમ જ રાત્રે ઝળહળા થતો બ્રુકલીન બ્રીજ એમિલી રોબલીંગની પણ ઝળહળતી ગાથાનો પ્રતિક છે.સો સો સલામ એમિલી રોબલીંગને…

ચાયના ટાઉન– ન્યુયોર્કમાં સૌથી વધુ ઇમીગ્રન્ટસ હોય તો તે   ચાયનીઝ પ્રજા.( અમથા પટેલોને વગોવવામાં આવે છે ને?) સ્વભાવિક છે જ્યાં ચાયનાની વસ્તી આટલી હોય ત્યાં ચાયના ટાઉન પણ હોવાનું જ. ૨૦૦થી વધુ ચાયનીઝ રેસ્ટોરંન્ટ ધરાવતા ચાયના ટાઉનના વેચાણૉમાં નકલી પરફ્યુમસ, ઘડીયાળૉ, હેન્ડ બેગ ઉપરાંત કંઇ કેટલીય ચીજોનો ધીકતો ધંધો છે.  ચાયનીઝ વસ્તુની નકલની અસલિયત જાણતા હોવા છતાં અહીં આવતા પ્રવાસીના ખરીદી કરવાના લોભને થોભ રહેતો નથી.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર--૧૯૬૦ની શરૂઆતમાં ડીઝાઇન થયેલી આ ઇમારત્નું એક બીલ્ડીંગ  તયાર થયું ૧૯૭૦માં અને બીજુ બીલ્ડીંગ ૧૯૭૧માં તૈયાર થયું. લગભગ ૧૦ વર્ષ તૈયાર થતા લાગેલી આ ઇમારતોને અલ-કાયદાના બે જેટ વિમાનોએ કદાચ ૧૦ મિનિટમાં જ ધરાશાઇ કર્યા હશે. ૧૧૦ માળની ઉંચાઇ ધરાવતી આ ઇમારત આજે ગ્રાઉન્ડ ઝીરો બની ગઈ છે. જેટલા લોકો વર્લ્ડ ટ્રેડ સેન્ટર જોવા આવતા હશે તેટલા જ મુલાકાતીઓ હવે આ ગ્રાઉન્ડ ઝીરો ની  મુલાકાત લે છે. અમે અહીંથી નિકળ્યા ત્યારે મન  અત્યંત ઉદાસ થઈ ગયું.

જાણવા જેવું–

યુ એસ વિઝા માટે https://www.vfs-usa.co.in/USIndia/index.html સાઇટ પર જવાથી તમામ માહોતો ઉપલબ્ધ્ધ છે.

યુએસ ની હાલની વિઝા  ફી ૧૩૧ યુએસ ડોલર+ વીએફ એસ ચાર્જીસ.

યુએસ ડોલરનો આશરે ભાવ-૪૬ રૂપિયા

ફરવા માટે યોગ્ય સીઝન- જુનથી સપ્ટેમ્બર

ક્યાં રહેશો – શક્ય હોય તો પેઇંગ ગેસ્ટ અથવા મોટેલ.

શું ખાશો?– ન્યુયોર્કમાં ઇટાલીયન અને મેક્સીકન ફુડ તો ખાવું જ રહ્યુ. ભારતિય ટેસ્ટ અનુસાર મેક્સીકન ફુડ આજકાલ  વધુ પસંદ થાય છે. જેક્સન હાઇટ
અને મેનહટનમાં ઘણી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે.

કેવી રીતે ફરશો?- ન્યુયોર્કમાં ફરવા માટે લોકલ ટ્રાન્સપોર્ટ  જેમકે સબ વે અને બસ.મેનહટન વ્યુ માટે ફેરી અને સાઇટ સીન બસ.

આલેખન/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ દિવ્યભાસ્કર  Sunday-”યાત્રા/હેરિટેજ” માટે લખ્યો અને ૧૪/૦૨/૨૦૧૦ ના પ્રગટ થયો.Rajul Shah
5, Swati Society,Navrangpura,Ahmedabad.(Guj) INDIA.
Cell:09924010199 Phone:91 79 26440438.
rajul54@yahoo.com rajulshah54@gmail.com
http://www.rajul54.wordpress.com

Advertisements

Entry filed under: "ન્યુયોર્ક -સિટી ઓફ ઇમિગ્રન્ટ્સ", પ્રવાસ વર્ણન.

”માય નેમ ઇઝ ખાન”- film reviews – “કલ કરે સો આજ”

7 ટિપ્પણીઓ

 • 1. Vijay Shah  |  ફેબ્રુવારી 14, 2010 પર 4:53 એ એમ (am)

  આટલી સરસ માહીતિ તો ત્યા રહેનાર્ર લોકો પાસે પણ અહશે કે કેમ તે શંકા છે
  શરસ લખાણ
  અભિનંદન!

 • 2. sonal pandit  |  ફેબ્રુવારી 14, 2010 પર 9:22 એ એમ (am)

  my file is update on 14th may 2003 when if may current

 • 3. SURESH LALAN  |  ફેબ્રુવારી 14, 2010 પર 1:53 પી એમ(pm)

  મેડમ, દિવ્યભાસ્કરમાં ‘યાત્રા’ કોલમ વાંચું છું. સુંદર આલેખન. અભિનંદન!

 • 4. સુરેશ જાની  |  ફેબ્રુવારી 14, 2010 પર 4:07 પી એમ(pm)

  બહુ જ સરસ લેખ.
  કાલે જ એલીસ આઈલેન્ડ વીશેની ચોપડી વાંચી. અને આજે તમારો લેખ

 • 5. Ramesh Patel  |  ફેબ્રુવારી 15, 2010 પર 12:44 એ એમ (am)

  ન્યુયોર્કની સરસ માહિતીસભર લેખ

  આપના મનોજગત પર વાંચી આનણ્દ થયો.

  અભિનંદન આપને અને આભાર દિવ્યભાસ્કના

  જન ઉપયોગી લેખ માટે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • 6. Dr. Chandravadan Mistry  |  ફેબ્રુવારી 16, 2010 પર 12:09 એ એમ (am)

  NICE INFORMATIONS !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar to read Suvicharo !

 • 7. randeri  |  ફેબ્રુવારી 21, 2010 પર 9:32 પી એમ(pm)

  etla badha yahudio vasee che ke newyourk na badle “yahudiyourlk“kahho too kem…………………..


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: