”માય નેમ ઇઝ ખાન”- film reviews –

ફેબ્રુવારી 13, 2010 at 3:28 એ એમ (am) 1 comment

હુઇ પ્યાર કી જીત

ભૂકંપ અને તેના પછી આવતા અવારનવાર  આફ્ટરશોકની ધ્રુજારી  જેમ લોકો ભુલી શક્યા નથી તેમ   ૯/૧૧ ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આત્મઘાતી અને આતંકવાદી હુમલો અને તે પછી તેના જુદા જુદા પડઘા અને પ્રત્યાઘાતો  પણ હજુ લોક માનસમાંથી ભુલાયા નથી અને આ આઘાત પ્રત્યાઘાતને લઈને જુદા જુદા એંગલથી ફિલ્મો પણ બની અને હજૂ પણ રજૂ થયા કરે છે. કયારેક કોઇ મુસ્લીમ બિરાદરીને ગુનેગારના કઠેડામાં મુકે છે તો કોઇ તેના પર થતા અન્યાયને ન્યાયી રીતે મુલવવા પ્રયત્ન કરે છે. ઇસવીસન અને વિક્રમસંવતની જેમ ૯/૧૧ પણ એક જાણે નવો યુગ ગણાયો છે.

કરણ જોહરની “માય નેમ ઇઝ ખાન” પણ આનો એક વધુ ઉમેરો છે. પણ ફરક દરેકના કહેવા કહેવામાં હોય છે. અને કરણ જોહરમાં પોતાની વાતને શીરાની જેમ ગળામાં ઉતારી દેવાની  ખુબી છે.  જેમાં શાહરૂખ ખાન અને કાજોલનું  કોમ્બીનેશન આ લસલસતા શીરા પર બદામ -એલચી જેવો સ્વાદ અને સોડમ જેવા છે.

રિઝવાન ખાન  (શાહરૂખ ખાન)નામના ઓટીસ્ટીક સીન્ડ્રોમ ધરવતા બાળકને નાનપણમાં એની મા એ એક જ વાત શીખવી છે. માણસ નથી હીન્દુ કે મસલમાન નથી શીખ કે ઇસાઇ , માણસની ઓળખાણ છે માત્ર માણસાઇની.. માણસ ક્યાં તો ખરાબ હોય ક્યાંતો સારો.બસ આ એક ઓળખ લઈને રિઝવાન મોટો થાય છે.

એ બોલવા કરતા લખીને પોતાની જાતને વધુ વ્યકત કરી શકે છે. દુનિયાભરની કોઇ પણ વસ્તુ રિપેર કરનાર રિઝવાન અમેરિકા આવે છે જ્યાં એક  મંદિરા  (કાજોલ) નામની હિન્દુ  યુવતિના પ્રેમમાં પડે છે અને તેના બાળક સમીર  સાથે તેને અપનાવે છે.  સમીરના નામ પાછળ લાગેલુ ખાનના  ટાઇટલના લીધે  મજહ્બી  હુમલો એના મોતનુ કારણ બને છે અને મંદિરાનો પ્રેમ ધર્મની આડે નફરતમાં બદલાય છે.

અહી વાત છે અમેરિકા પરના આતંકવાદના હુમલાના લીધે સરકાર અને લોક માનસના  મુસ્લીમ બિરાદરી તરફના નજરિયાની . વાત છે એક ઇન્સાનની સહી પરવરિશના લીધે એ નજરિયાને બદલવાની.  .ઓટીસ્ટીક સીન્ડ્રોમ ધરવાતા  રિઝવાન એક હરતા ફરતા એન્સાઇક્લોપીડીયા જેવો  છે.  આજ સુધી સૌએ શાહરૂખના પ્રેમની દિવાનગી એના ચહેરા પર એની આંખોં જોઇ છે અને એ દિવાનગી પર તો  લોકો દિવાના છે અને અહી ઓટિઝમ  સીન્ડ્રોમ ધરવતો એ શાહરૂખ બોલે ત્યારે આંખ પણ મિલાવી શકતો નથી ત્યારે  પણ એની ભાવ અભિવ્યક્તિ એટલી જ  પરફેક્ટ છે. નાના માસુમ બાળક જેવી એની જીદ , કાજોલ પ્રત્યેના પ્રેમની અનેકવાર રજૂઆત અને લગ્ન માટે એક ધારી જક, માનસિક અસમતુલા તો ન કહેવાય  અને છતાં અસમતુલિત વર્તન બધું જ આબેહુબ વ્યક્ત  કરવામાં શાહરૂખ મેદાન જીતે છે.

કાજોલના ભાગે અતિ પાતળી કહેવાય તેવી સ્ક્રીપ્ટ હોવા છ્તાં એના નેચરલ પરફોર્મન્સના લીધે ફરી એક વાર કાજોલ  એના લાંબા સમયની ગેરહાજરી પછી એના પાત્રને સુંદર રીતે જીવી જાય છે.

ઝરીના વાહબ શરૂઆતમાં એક નાનકડા પાત્ર સાથે આવીને પણ  યાદ રહી જાય છે.  સોનીયા જેહાન ,જીમી શેરગીલે  પાત્રોચિત ન્યાય આપ્યો છે.

રાહત ફતેહ અલીખાનના કંઠે ગવાયેલુ  ” સજદા” , શફ્કત અમાનત અલીના કંઠે ગવાયેલુ  “તેરે નૈના “,જેવા ગીતો , શંકર મહાદેવન, એહસાન નુરાની,લોય મેન્ડોન્સાનું  સંગીત ,રવી ચન્દ્રનની સીનેમેટોગ્રાફી ફિલ્મને  વધુ અસરકારક બનાવે છે.

પારીવારિક સમસ્યા જ્યારે  સામાજીક અને રાજકીય બને ત્યારે જે હદે વિસ્તરે તે વિસ્તાર અહીં  મિડીયાના સાથ સાથે રજૂ થયો છે.

કલાકાર-શાહરૂખ ખાન. કાજોલ. ઝરીના વાહબ, જીમી શેરગીલ, સોનીયા જેહાન

પ્રોડયુસર –ગૌરીખાન, હીરુ જોહર

ડાયરેકટર-કરણ જોહર

મ્યુઝિક– શંકર મહાદેવન, એહસાન નુરાની,લોય મેન્ડોન્સા

ગીતકાર– નિરંજન આયંગર

ફિલ્મ *** એક્ટિંગ-* * * * મ્યુઝિક * * * સ્ટોરી * * * એકશન * * સિનેમેટોગ્રાફી * * *

આ આલેખન/ ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૩/૨/૨૦૧૦ ના પ્રગટ થયો.”


Advertisements

Entry filed under: - film reviews -.

” જય હો ગુજરાત ” “ન્યુયોર્ક -સિટી ઓફ ઇમિગ્રન્ટ્સ”

1 ટીકા

  • 1. સુરેશ જાની  |  ફેબ્રુવારી 15, 2010 પર 2:06 પી એમ(pm)

    ઓટીઝમ?
    આપકી અંતરા.

    જોવું જ પડશે.


Blog Stats

  • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: