”રાણી ની વાવ”

ફેબ્રુવારી 7, 2010 at 4:02 એ એમ (am) 12 comments

આ પગથિયાંવાળી વાવનું આખુંય સ્થાપત્ય હિંદુ ધર્મના મંદિરના સ્મારક સમું અનેક દેવ-દેવીઓની મૂર્તિઓથી સમૃધ્ધ છે.પગથિયાં ઊતરતા સામેની પશ્ર્વિમ દિશાની દીવાલ પર સહસ્ત્રફણા નાગની શૈયા પર સુતેલા વિષ્ણુની કોતરણીવાળો ગોખ આજે પણ એટલો જ જીવંત લાગે છે.

ભારત સદીઓ જુની સંસ્કૃતિ,સ્થાપત્ય,કલાકૃતિનો વારસો લઇને આજે પણ દેશ-પરદેશના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતને પોતાની આગવી અસ્મિતા-આગવું ગૌરવ અને કલા વારસો છે. આજે એક એવા જ ઉત્તમ કલાવારસાની મુલાકાત લેવાના હેતુથી પાટણનો પ્રવાસ યોજાયો હતો.”પાટણની પ્રભુતા” દ્વારા પણ પાટણનો પરિચય હતો.ઇતિહાસની થોડી-ધણી જાણકારી હતી એટલે એમાં રસ પણ વધારે હતો.

ઢળતી સાંજના ઉતરતા તડકાનો પશ્વિમી ઉજાસ અને સવારના ઉગતા તાપના પૂર્વીય અજવાસ એમ બંને સમયે ”રાણી ની વાવ” ની આભા જરા જુદી જ લાગતી હતી.૨૩’-૫૧’ અક્ષાંસ ઉત્તરે અને ૭૨’-૧૧’ રેખાંશ પૂર્વે સ્થાપિત આ વાવ પાટણની પશ્વિમે-ઉત્તરે લગભગ ૨ કી.મી ના અંતરે છે.પાટણ એટલે કે પ્રાચીન અણહીલવાડ અણહીલપુરના નામે પણ જાણીતુમ છે.સરસ્વતિ નદીના તટે આવેલું અને ગુઅજરાતના મહેસાણા થી લગભગ ૫૭ કી.મીટરે આવેલું આ ઐતિહાસિક શહેર ૬૦૦ વર્ષ પૂર્વે ગુજરાતનું પાટનગર કહેવાતું.લગભગ ૮ કી સદીથી ૧૪મી સદી દરમ્યાન રાણા ભીમદેવ તેમના પુત્ર કરણદેવ અને પૌત્ર સિધ્ધરાજ જયસિંહના આધિપત્ય સમયે અહીં મંદિર,મસ્જીદ,વાવ,તળાવ અને બીજી કેટલીક સમાધિ જેવા સ્થાપત્યની રચના  થઇ .પરંતુ આ બધામાં ”રાણી ની વાવ” એ સૌથી ભવ્ય અને અદ્દભૂત રચના છે.

રાણા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ ૧૧મી સદી દરમ્યાન આ વાવની રચના કરાવી.પૂર્વ-પશ્વિમ દિશા સ્થિત આ વાવના પશ્વિમ દિશા તરફ તેનો મુખ્ય ભાગ એટ્લે કે કુવો છે તે ૬૪ મીટ્ર લાંબો,૨૦ મીટર પહોળો અને ૨૭ મીટર ઊંડો છે.આ વાવના સાત માળ ની રચના અનેક આકર્ષક કોતરણીવાળા સ્તંભના ટેકાથી કરવામાં આવી છે.

જમીનના લેવલથી નીચે ઉતરતા કુંડ સુધી ના તમામ માલ ની પરસાળ,તેના સ્થંભ,ચારે બાજુની દિવાલો,મંડપ ની વિશેષતા એ છે કે પ્રત્યેક તેની સુંદર નકશીથી ઓપી ઉઠે છે.વાવની દિવાલો પર મહિષાસુરમર્દિની,પાર્વતી અને અલગ અલગ શૈવ પ્રતિમા ઉપરાંત ભિન્ન-ભિન્ન મુદ્રામા વિષ્ણુની પ્રતિમા,ભૈરવ,ગણેશ,સુર્ય,કુબેર,લક્ષ્મીનારાયણ,અષ્ટદિકપાલ,જેવી નારી પ્રતિમાઓના પણ અનેક મુદ્રામાં આલેખન છે.વાવના તમામ સ્તંભ તેની કુંભીથી થાંભલાના મુખ્ય ભાગે પણ જટિલ કહેવાય તેથી કોતરણીથી સુશોભિત છે.

આ પગથિયા વાળી વાવનું આખુંય સ્થાપત્ય હિંદુ ધર્મના મંદિર ના સ્માર્ક સમું અનેક દેવ-દેવીઓ ની મૂર્તિઓથી સમૃધ્ધ છે,પગથિયા ઉઅતરતા સામેની પશ્વિમ દિશા ની દિવાલ પર સહસ્ત્રફણા નાગની શૈયા પર સૂતેલા વિષ્ણુ ની કોતરણીવાળો ગોખ આજે પણ એટલે જ જીવંત લાગે છે.

કલા-કારીગીરીના ઉત્કૃષ્ટ નમૂના જેવી વાવ ત્યારબાદ કેટલાય સમય સુધી જમીનની અંદર જ જાણે કે દટાઇ ગઇ.સમયના થપેડા સાથે સરસ્વતી નદીમાં આવતા પૂર અને સરકારની ઉપેક્ષાના લીધે આ વાવની કૃતિઓને નુકશાન પણ ધણું પહોંચ્યું .૨૦મી સદી ના છઠ્ઠા દસકા દરમ્યાન તો કદાચ આટલી અલંકૃતિ વાવ -આટલી પ્રતિમાઓથી સમૃધ્ધ વાવના અસ્તિત્વની તો લોકોને જાણકારી પણ નહોતી. કારણકે તેના ઉપરના ટોચના ભાગ સિવાય બાકીની આખી વાવ માટીથી જમીન સાથે જાણે દટાઇ ચૂકી હતી.

૧૯મી સદીની શરુઆતના દરમ્યાન આર્થર માલેટ,હેનરી ક્યુસેન તેમજ જેમ્સ બર્ગેસની પાટણની મુલાકાત દરમ્યાન આ વાવ કે જેની પાછળની દિવાલ અને  તોરણ જેવા થાંભાલા માત્ર દેખાતા હતા તે ઉપરથી જાણકારી પ્રાપ્ત થઇ.૧૯૬૮માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ત્યાર્બાદ અહીં ઉત્પન્ન કાર્યનો પ્રારંભ કર્યો.ધીરે ધીરે આ પ્રયાસ દરમ્યાન અમૂલ્ય વાસ્તુશિલ્પ ની ધરોહર સમી આ વાવ દ્દષ્ટિ ગોચર થવા માંડી. જો કે વાવમાં કેટલીક કૃતિઓ ખંડિત હતી તો કેટલીક ગાયબ પણ હતી.કેટલીક પ્રતિમાઓ તેના મૂળ સ્થાને નહોતી તેને અત્યંત સાવધાનીથી પુનસ્થાપિત પણ કરવામાં આવી.આર્કીયોલોજી ના સફળ પ્રયાસ રુપે આજે આપણે ફરી એકવાર આ ઉત્ત્મ કલા-કારીદીરિના સ્થાપત્યને જોવા-જાણવા-માણવા નસીબવંતાબન્યા છીએ.

જો કે આ ભવ્ય અને અત્યંત નાજુક કલાકૃતિના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી વાવ ને ફરી એક વાર ભૂકંપ દરમ્યાન નુકશાન થયું છે.હાલમાં લગભગ જમિન તરફથી નીચે વાવના કુંડ તરફ ઉતરતા પાંચ મજલા સુધી મુલાકાતીઓ જવા મંજુરી છે.ત્યારબાદ મુખ્ય કુવા તરફ જતા બે માળને આડશો મૂકી બધં કરવામાં આવ્યા છે જેથી જાન તથા માલ બંન્નેને ક્ષતિ ન પહોંચે.

જ્યાં સુધી નજર પહોંચે ત્યાં દેવ-દેવીઓ ઉપરાંત પાટણના પટોળામાં વણાતી બારિક જાળી જેવી જોઇને પ્રશ્ર્ન થાય કે વાવની કોતરણી પહેલાં થઇ હશે કે પટોળાની ભાત પહેલાં પડી હશે? અત્યારના આધુનિક ટેકનીકના સમયની તુલનામાં ધણી ઓછી અને પાછળ કહેવાય તેવી કાર્યશૈલીમાં પણ આવું સુંદર-બારિક નકશીકામ કેટલી મહેનતે પાર પાડયું હશે તે વિચાર માત્રથી મન દાદ આપ્યા વગર ન રહી શકે.લગભગ એક-મેકથી જુદી પડતી શિલ્પકૃતિઓથીઅલંકૃત આ વાવમાં નીચે ઉતરવાની પગપારના પગથિયાના પત્થરો લાકડાની ચીપથી જોડાયેલા છે.ને સમયનું આવું જોડાણ અને લાકડું પણ આજે ધણી જગ્યાએ અકબંધ છે.તો વળી મનને એક સવાલ થાય કે આવા નજીવા નુકસાન સામે ભૂકંપના એક ઝટકાથી જમીનદોસ્ત થતા બાંધકામોની સામે પછાત કહેવાય તેવી કાર્યશૈલીની રચનાઓ વધુ મજબૂત તો ખરી જ ને?

મૂળ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી વણઝારાની પોઠોને પાણી અને પોરો એમ બંને એકજ સ્થાનેથી મળે તેવિ આ વાવ બાંધવા પાછળ રાણી ભાનુમતીએ બીજા કેટલાય શ્રમિકોને,કારીગરોને,નકશીકારો,શિલ્પકારોને પણ રોજી-રોટી આપવાનું શુભકાર્ય કર્યું હશે!

સરસ્વતીના પ્રવાહની માફક જ લુપ્ત થતી પાટણની પ્રભુતાના અત્યંત ગૌરવશાળી આ સ્થાપ્ત્ય સમી ”રાણી ની વાવ” આજે પણ વાવ નીરાણી તરીકે જ ઓળખાય છે.કહેવાય છે કે આ વાવનું પાણી ઊંટાટીયા માટે અકસીર ગણાતું.ઊટાટીયો શબ્દ આજ ની જનરેશન માટે ઉખાણા જેવો લાગશે પરંતુ તે સમયે તો આ વાવના ઔષધિય ગુણો ધરાવતું પાણી તેનો ઉત્તમ ઉપાય ગણાતો.

”રાણી ની વાવ” એટલે કે આ ”રાણી ની વાવ” ની મુલાકાત દરમ્યાન એટલી તો ચોક્કસ અનૂભૂતિ થઇ કે આ બધી સ્થાપત્ય કલાએ પરદેશીઓએ આવીને જે નુકશાન પહોંચાડ્યું તે પછી પણ હવે સમય,કાળ,પવન કે પાણીના થપેડાઓ સામે પુરતી જાળવણી કરીને એ ઐતિહાસિક વારસો સચવાવો તો જોઇએ જ.

”રાણી ની વાવ” તો હજુ પણ જોવાલાયક રહી છે જ્યારે એક સમયનું ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવ તો આજે જે અવદશામાં છે ત્યારે તો ચોક્કસ એમ થાય કે આ હેરીટેજની વાતો માત્ર કરવા પુરતી જ છે? ખુબ આતુરતાથી-ઉત્સાહથી સહસ્ત્રલિંગ જોઇએ અને મનને જે ધડકો લાગે તે એક નહીં સહસ્ત્ર ગણો હોય.સરસ્વતીના પાણીથી ભરાતા આ તળાવ પાછળ ની ઐતિહાસિક કથા તો સૌ જાણે છે. એવું કહેવાય છે કે સહસ્ત્રલિંગ પર ફરતા અનાવેલા મંદિરોમાં એક જ્ગયાએ ધંટ વગાડવામાં આવે તો એક સાથે સહસ્ત્ર ધંટારવ થતા.

અત્યારે પુરાતત્વ ખાતા તરફથી તેના ખોદકામનું કાર્ય ચાલુ છે.આશા રાખીએ કે ઉંડા ઉતરતા તેનો પણ વૈભવ ”રાણી ની વાવ” ની જેમ આપણને માણવા મળે .બીજી એક ઉડીને આંખે બાઝે અને દિલને દુઃખાડે તેવી વાત ચારે બાજુ ગંદકી-અસ્વચછઅતા અને અવ્યવસ્થાની છે.આવા ભવ્ય વારસાને સાચવવા જવાબદારી સરકારની અને જનતાની પણ એટલી જ છે.

થોડી જાણકારીઃ

* રાણા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ ૧૧મી સદી દરમ્યાન આ વાવની રચના કરાવી.

* આ વાવના સાત માળ ની રચના અનેક આકર્ષક કોતરણીવાળા સ્તંભના ટેકાથી કરવામાં આવી છે.

* પૂર્વ-પશ્વિમ દિશા સ્થિત આ વાવના પશ્વિમ દિશા તરફ તેનો મુખ્ય ભાગ એટ્લે કે કુવો છે તે ૬૪ મીટ્ર લાંબો,૨૦ મીટર પહોળો અને ૨૭ મીટર ઊંડો છે.

* વાવની દિવાલો પર મહિષાસુરમર્દિની,પાર્વતી અને અલગ અલગ શૈવ પ્રતિમા ઉપરાંત ભિન્ન-ભિન્ન મુદ્રામા વિષ્ણુની પ્રતિમા,ભૈરવ,ગણેશ,સુર્ય,કુબેર,લક્ષ્મીનારાયણ,અષ્ટદિકપાલ,જેવી નારી પ્રતિમાઓના પણ અનેક મુદ્રામાં આલેખન છે.

* વાવના તમામ સ્તંભ તેની કુંભીથી થાંભલાના મુખ્ય ભાગે પણ જટિલ કહેવાય તેથી કોતરણીથી સુશોભિત છે.

આલેખન – રાજુલ શાહ


તસવીરો – કલ્યાણ શાહ

For more Pictures look at : www.kalyanshah.wordpress.com

 

“આ લેખ/રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ  દિવ્યભાસ્કર Sunday-”યાત્રા” માટે લખ્યો અને ૦૭/૦૨/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: ''રાણી ની વાવ'', પ્રવાસ વર્ણન.

“સ્ટ્રાઇકર”- film reviews – ” જય હો ગુજરાત ”

12 ટિપ્પણીઓ

 • 1. Suresh Jani  |  ફેબ્રુવારી 7, 2010 પર 8:04 એ એમ (am)

  Sorry, I can’t type in Gujarati, as I am at my son’s house.
  Excellent narrative. Yiu are doing a great service by giving such detailed info about our heritage. There is a similar story about Ranakpur Jasin temple in Rajashthan. It is English people who found out such forgotten places.
  In independant India , it is pathetic that such places are not taken care of properly.
  Govt. can not do that. It is the common people, who should take initiative. Our people spend crores of Rs. in religious institutions. It is high time privatre institutions like National Geographic society take shape, and take lead.
  This reminded me of my visit to Patan with my family.

 • 2. dhavalrajgeera  |  ફેબ્રુવારી 7, 2010 પર 1:27 પી એમ(pm)

  Very good and Informative.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

 • 3. Rupen patel  |  ફેબ્રુવારી 7, 2010 પર 2:52 પી એમ(pm)

  આજે સવારે દિવ્યભાસ્કર Sunday-”યાત્રા માં કોલમ વાંચી ને ઘણું જાણવા મળ્યું .આગળ વધુ લખતા રેહજો અને બ્લોગ પર મળતા રહીશું .મારા બ્લોગ પર પણ આવજો.

 • 4. Ramesh Patel  |  ફેબ્રુવારી 7, 2010 પર 7:01 પી એમ(pm)

  congratulation for sharing nice history of
  our heritage.

  Ramesh Patel(Aakaashdeep)

 • 5. rajniagravat  |  ફેબ્રુવારી 8, 2010 પર 5:27 એ એમ (am)

  સરસ માહિતી આપી છે,
  આમ પણ હું હંમેશા કહુ છું કે આખું ગુજરાત જોઇ લીધુ હોય ત્યારબાદ જ ભારત દર્શન અને ત્યાર બાદ વિદેશ પ્રવાસ કરવો જોઇએ તો સાચુ ચિત્ર ઉપસે..

  ક.મા.મુનશીની ‘પાટણની પ્રભૂતા’ અને ‘ગુજરાતનો નાથ’ વાંચ્યા પછી ગુજરાતના ઘણા બધા સ્થળો જોવાની યાદીમાં પાટણને પણ ઊમેરો થયો હતો અને એમાંયે હવે તમારી પોસ્ટ ગાઇડનું કામ કરશે..પણ જો જો પાછા “ગાઈડ-ચાર્જ” ન માંગતા ! 😉

 • 6. વિવેક દોશી  |  ફેબ્રુવારી 8, 2010 પર 7:58 એ એમ (am)

  પેપરમાં આ લેખ વાચ્યો , અહિયા જોઈ આનંદ થયો.

 • 7. Pinki  |  ફેબ્રુવારી 8, 2010 પર 12:46 પી એમ(pm)

  true… I visited it and wonderful piece of art and now it’s maintained soo nicely.

  but sahastraling talav’s situation is still horrible !

 • 8. thakkar1976  |  ફેબ્રુવારી 8, 2010 પર 4:21 પી એમ(pm)

  fine

 • 9. bhati n wankaner [photojauranalist]  |  ફેબ્રુવારી 8, 2010 પર 4:44 પી એમ(pm)

  rani ni vav no sah tasavir lekh khubaj saras abhindan

 • 10. Suresh Limbachiya  |  ફેબ્રુવારી 10, 2010 પર 3:54 એ એમ (am)

  So, it is nice information regarding step well. I like it, Pl keep it us.

 • 11. નટવર મહેતા  |  ફેબ્રુવારી 10, 2010 પર 5:23 પી એમ(pm)

  સરસ વર્ણન. આવા તો કેટલાય અદભુત સ્થાપત્ય આપણા રાજ્યમાં છે. ગુજરાત રાજ્યના પ્રવાસ વિભાગે આવી રચનાઓનો પ્રચાર કરી પ્રવાસ ઉદ્યોગનો વિકાસ થાય એવા પગલા લેવા જરૂરી છે.
  હવે જ્યારે બિગ બી ગુજરાતના વહારે આવવાના સમાચાર છે ત્યારે નવેસરથી રાજ્યની અભુતપુર્વ સ્થાપત્ય કલાનો વારસાનો પ્રચાર-પ્રસાર થાય એવી આશા રાખીએ.

 • 12. avipatel  |  ફેબ્રુવારી 12, 2010 પર 9:48 એ એમ (am)

  this very nice.


Blog Stats

 • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: