“સ્ટ્રાઇકર”- film reviews –

ફેબ્રુવારી 6, 2010 at 3:11 એ એમ (am)

લાઇફ નો બિટર ટ્રુથ

સૂર્યા એક સીધો સાદો યુવાન છે જે બાળપણમાં લાંબી માંદગીના લીધે ઝાઝુ  તો ભણી શક્યો નહીં પણ એના મોટાભાઇની રાહબરી હેઠળ કેરમમાં એટલો માહેર થાય છે કે નેશનલ ચેમ્પીયનશીપનુ બિરૂદ મેળવે છે.પણ ગરીબાઇ,ઘરની જરૂરીયાત તો ક્યારેક પોતાની મજબૂરી  અને નસીબે મારેલા ધક્કાને લીધે એ કેરમને હારજીતનુ માધ્યમ બનાવી પૈસા મેળવવા લાગી જાય છે. એમાં એને સૌથી મોટો સાથ છે એના બાળપણના મિત્ર ઝાહીદનો. સૂર્ય કરતા પણ ઝાહિદને  એની પારંગતતા માટે વધુ વિશ્વાસ છે. સૂર્યા (સિધ્ધાર્થ) અને ઝાહીદ (અંકુર વિકાલ)ની વિધર્મી દોસ્તી આ ફિલ્મનુ મુખ્ય હાર્દ છે. સાંકડી ગંધાતી ગલીમાં રહેતા ,આર્થિક રીતે  નબળા પણ  મૈત્રીભાવનાથી સબળ એવા દોસ્તની દોસ્તીની આ કથા છે.

લગભગ ૧૯૯૨ સુધી મુંબઈનુ માલવાણીનુ કોમી એખલાસ માટે નામ લેવાતુ. પણ હિન્દુ મુસ્લીમના ધર્મ ઝનુન ,ક્યારેક કોઇ સીધા માણસના આત્મા પર  કે લાગણીઓની ઠેસથી ઉભા થયેલા ઝનુન કે ભાડૂતી ગુંન્ડા કે પોલીસો વરવા કહેવડાવે તેવી રમતના લીધે આ ખળભળી ઉઠેલા માલવાણીની પશ્ચયાત ભૂ ની લગોલગ  એક એવા ખળભળી ઉઠેલા  ઇન્સાનની વાત છે. નામે સૂર્યા કે જેને જીવનમાં કોઇ ખોટો  રસ્તો  ગ્રાહ્ય  નથી અને છ્તાં એ  પોતાને ક્યારેય મંજૂર ન હોય તેવુ કામ કરી બેસે છે એની વ્યથાની આકાર લેતી કથા એટલે પ્રોડ્યુસર ડીરેક્ટર ચંદન અરોરાની ” સ્ટ્રાઇકર “. કથાની શરુઆત કોમી દંગા ફસાદ્થી શરૂ થઈ પારિવારિક સમસ્યા તરફ વળી જાય છે.

આ ફિલ્માં કેરમની રમતની હારજીત આસપાસ પ્રેક્ષકોને રસક્ષતિ પહોંચાડે તેટલો અતિ લંબાણ ભર્યો સમય પસાર થઈ જાય છે .જેના લીધે મૂળ હાર્દ તરફથી દૂર જતા હોય તેવુ લાગ્યા કરે.

રંગ દે બસંતી” ફેમ સિધ્ધાર્થ , ચક દે ઇન્ડિયા ફેમ વિદ્યા માલવડે , સીધા સાદા પાદરી દેખાતા પણ અસલમાં ફરજ પરસ્ત કડક પોલીસ ઓફિસર  ફારૂખ(અનુપમ ખેર) નુક્ક્ડના દાદા જલીલ( આદિત્ય પંચોલી )તેમજ  અંકુર વિકાલ , સીમા વિશ્વાસ ને રજૂ કરતી આ ફિલ્મમાં પ્રેક્ષકોને ખાસ રસ પડે તેવો કોઇ  મનોરંજનનો મસાલો નથી માત્ર વાસ્તવિકતાનુ નિરૂપણ છે. મુંબઈથી માંડીને માલવાણી સુધી ચક્કીમાં પિસાતા ,સંજોગથી હારેલા  અને છતાં મરણીયા થઈને ઝઝુમતા લોકોની વાત છે. વરલી-મટકા કે તીન પત્તીની જેમ કેરમની હારજીત પર જીવનની બાજીની હારજીતની નવી ઓળખાણની વાત છે.

ફિલ્મ આવીને  ખાસ કોઇ નોંધ વગર પસાર પણ થઈ જશે.

કલાકાર- આર સિધ્ધાર્થ  , વિદ્યા માલવડે , અનુપમ ખેર. આદિત્ય પંચોલી, સીમા વિશ્વાસ. અંકુર વિકાલ

પ્રોડયુસર ચંદન અરોરા

ડાયરેકટર-ચંદન અરોરા

ફિલ્મ ** એક્ટિંગ-* * મ્યુઝિક * સ્ટોરી * * એકશન * *

આ આલેખન/ ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૦૬/૨/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

”થોડાક શબ્દો ઉચ્ચારવાથી” ”રાણી ની વાવ”


Blog Stats

  • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: