” ઇશ્કિયા “- film reviews –

જાન્યુઆરી 30, 2010 at 3:46 એ એમ (am) 3 comments

– હ્યુમન ફિલિંગ્સની બર્બર પ્રસ્તુતિ –

“ઇશ્કિયા” એટલે માનવીની લાગણીઓ, ઇચ્છાઓ ,વાસના, લાલચ અને વેર પિપાસા વ્યક્ત કરતી કથા.

ખલુજાન અને બબનની આપસી દોસ્તી, મુસ્તાક સાથેની દુશ્મનાવટ અને ક્રીશ્ના સાથે અલગ અંદાજની પ્રેમ કથા. ખલુજાન અને બબન મુસ્તાકથી ભાગીને પોતાના દોસ્ત વિદ્યાસાગર વર્મા પાસે જાત બચાવવા આવે છે પણ અહીં એમની ધારણાથી  એક અલગ  જ પરિસ્થિતિ આકાર લે છે.

ઓમકારા ,કમીનેના દિગદર્શક વિશાલ ભારદ્વાજે  ક્યાંક ને ક્યાંક એવો જ સ્પર્શ ધરાવતી ફિલ્મ “ઇશ્કિયા”માં માનવની સંવેદનાઓને અતિ બરછટ- અતિ બર્બર રીતે વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરની દેહાતી પાશ્વભૂમિ પર આકાર લેતી કથામાં નેગેટિવ શેડ ધરાવતા પાત્રોની આંતરિક સંવેદનાઓને વાચા આપી છે અને એ વ્યકત કરવામાં નસીરુદ્દીન શાહ, વિદ્યા બાલન અને અરશદ વારસી અત્યંત સફળ રહ્યા છે.


ખલુજાન (નસીરુદ્દીન શાહ ) ગુનાની દુનિયામાં રહીને પણ અતિ સંવેદનશીલ ,સહ્રદયી ઇન્સાન છે. ક્રીશ્ના પ્રત્યેનો એનો પ્રેમ ઉંમરને સ્પર્શતો , જેને પ્લેટોનિક તો ન જ કહેવાય અને છતાં  માત્ર  શારીરિક પણ નથી જ્યારે બબન(અરશદ વારસી)નો ક્રિશ્ના પ્રત્યેનો એક તરસ ભર્યો, દેહ ધર્મની જરૂરિયાતોને અનુસરતો અને છતાં પહેલા ક્યારેય ન અનુભવ્યો હોય તેવો પ્રેમ છે.  જ્યારે ક્રિશ્ના (વિદ્યા બાલન)નો બંને તરફ  પ્રેમ પણ એટલો જ સાચો છે  અને છતાં ય  સાથે સાથે ભારોભાર  છલના ભર્યો છે .

ક્રિશ્ના ના પાત્રમાં વિદ્યા બાલને તેના રહસ્યમય-અકળ  વ્યક્તિત્વને આબેહૂબ રજૂ કર્યુ છે, સ્ત્રીત્વના વિરોધાભાસને વ્યક્ત કરતી ક્રિશ્ના ક્યારેક પતિને  તરફ અમર્યાદિત પ્રેમ કરતી પત્નિ  તો ક્યાંક પોતાની ઇચ્છાઓને પૂર્તિ આપવા બે  પ્રેમીઓ વચ્ચે વહેંચાતી તકવાદી પ્રેમિકા એ બેમાં કઇ ક્રિશ્નાને સાચી માનવી એટલી હદે સ્વભાવિક લાગે છે. “કહીં પે નિગાહે કહીં પે નિશાના “ની જેમ ધાર્યા પંખીને પાડવા માંગતી, દરેકને પોતાની પકડમાં લેવાનો પ્રયત્ન કરતી પણ પોતે કોઇની પકડમાં ન આવતી દક્ષ ક્રિશ્નાના પાત્રમાં વિદ્યા બાલનને વિશાલ ભારદ્વાજે  તદ્દન અનોખા અંદાજમાં રજૂ કરી છે.

હંમેશના નેચરલ અને સાવ સ્વભાવિક અંદાજમાં પાત્રમાં ઢળી જતા નસીરુદ્દીન શાહે  દરેક ક્ષણે  ખલુજાનના પાત્રને પરદા પર જીવંત કર્યુ છે. આંખો દ્વારા વ્યકત થતો પ્રેમ પ્રદર્શિત કરતા ખલુજાનની નજરે  જ્યારે  ન ધારેલા સંજોગો પડે ત્યારે હ્રદયના ખૂણે લાગેલી ચોટ આંખોમાં વ્યકત થાય અને છ્તાંય કોઇ આયાસ તેના માટે કરવો ન હોય તેવી પાકટતા નસીરુદ્દીન જ બતાવી શકે.

મુન્નાભાઇની સિરીઝથી નવી ઓળખ પામેલા અર્શદ વારસી હંમેશા સેકન્ડ લીડમાં જ રહ્યા  હોવા છતાં તે છવાયેલા રહે છે તેમ  ઇશ્કિયામાં પણ બબનના પાત્રમાં ધારી અસર ઉભી કરે છે.

વિશાલ ભરદ્વાજની અભિષેક ચોબે દિગદર્શિત ફિલ્મ “ઇશ્કિયા”માં  વિચારો તે પહેલા અણધાર્યા વળાંક , ન કલ્પેલી પરિસ્થિતિ અને દેહાતી પાત્રો દ્વારા રજૂ થતા દેહાતી સંવાદો અને દરેક નાના પાત્રોના પણ પરફેક્ટ  અભિનયનું  અજબ કોમ્બીનેશન છે.

અંધકાર એ વિશાલ ભારદ્વાજની ફિલ્મોનુ જરૂરી બેક ગ્રાઉન્ડ બની ગયું છે.

કલાકાર– નસીરુદ્દીન શાહ, વિદ્યા બાલન, અર્શદ વારસી, સલમાન શાહીદ,રાજેશ શર્મા

પ્રોડયુસર – વિશાલ ભારદ્વાજ

ડાયરેકટર– અભિષેક ચોબે

મ્યુઝિક– વિશાલ ભરદ્વાજ

ગીતકાર-ગુલઝાર,

ફિલ્મ *** એક્ટિંગ * * * * મ્યુઝિક * * * સ્ટોરી * * એકશન  * * સિનેમેટોગ્રાફી **

આ આલેખન/ ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૩૦/૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“સગાં સગાં સૌ શું કરો છો ?” “જાન્યુઆરી”- ૨૦૧૦ –

3 ટિપ્પણીઓ

 • 1. Manoj Joshi  |  જાન્યુઆરી 30, 2010 પર 1:32 પી એમ(pm)

  khub j saras vivechan che….picture ekdam original ane rasprad che..

 • 2. નટવર મહેતા  |  જાન્યુઆરી 31, 2010 પર 4:06 પી એમ(pm)

  નસીરુદ્દીન શાહ એટલે અભિનયના બાદશાહ
  .
  આ કળાકાર બોલીવુડમાં વેડફાય રહ્યો છે પણ જ્યારે એને તક મળે ત્યારે એનો ચમકારો આંજી દે.

  ‘સ્પર્શ’ એની એવી ફિલ્મ છે કે દરેકે લાયબ્રેરીમાં રાખવી જ જોઈએ.
  તો ‘વેનસડે’ પણ કેમ ભુલાય?

  શ્યામ બેનેગલે એને ‘મંથન’માં ભોલાનું જે પાત્ર આપેલ એ કેમ વિસરાય?

 • 3. Kartik Mistry  |  ફેબ્રુવારી 1, 2010 પર 11:15 એ એમ (am)

  તમે સ્ટોરીને બે સ્ટાર કેમ આપ્યા? નવાઈ લાગે છે..


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: