“વીર”- film reviews –

જાન્યુઆરી 23, 2010 at 2:21 એ એમ (am) 5 comments

– ગીત-સંગીતે જાળવ્યું શૌર્ય –

અનિલ શર્મા દિગ્દર્શિત -સલમાન ખાન લિખિત-અભિનિત ફિલ્મ  “વીર” વર્તમાન સમયના પ્રવાહથી ઘણા વર્ષો પાછળની ૧૯૨૦ ની સાલથી શરૂ થઈ રાજા-મહારાજા -નવાબોમાં ફાટફૂટ પડાવી ભારત પર હકૂમત કરતા બ્રિટીશ રાજ્ય, ભારતના પોતાના સ્વાર્થ માટે -પોતાના રાજ્ય માટે  પોતાના દેશ સાથે દગો કરતા  અમીચંદ જેવા માધવગઢના રાજા અને દેશદાઝ ધરાવતી પિંઢારી કોમની કથા છે.
બ્રિટીશ હકૂમત હટાવવા માટે ખાસ નોંધ ન લેવાયેલા અને છતાં મરણીયા થઇ લઢેલા પિંઢારી લોકોની  દેશદાઝની વાત છે.

વીર નામ સાર્થક કરતા એક યોધ્ધાની ભૂમિકાની સાથે સાથે એક પ્રેમી- ભારત માત્ર જ નહી પણ પિતાની આન-બાન અને વચન સાટે જીવ પર ખેલી જનાર ખરા અર્થમાં સપૂત કહેવાય તેવા “વીર “ની ભૂમિકા માં સલમાન ખાન તેની આજ સુધીની ભૂમિકાથી તદ્દન અલગ ભૂમિકા નિભાવી છે. લડાઇ વખતે બળૂકો દેખાતો સલમાન પ્રેમી તરિકે એટલોજ લાગણીવશ થઈ શકે તો કોઇપણ પરિસ્થિતિમાં સાચનો સાથ તટસ્થ સોચ ધરાવતા વીરના પાત્રમાં સલમાન ખાને તેના તમામ ભાવને પુરેપુરો ન્યાય આપ્યો છે.

પિંઢારી કોમના નેતા- પ્રિથ્વી સિંગ ( મીથુન ચક્રવર્તી)  -માધવગઢના બ્રિટીશ સલ્તનતના હજૂરીયા જેવા મહારાજા ( જેકી શ્રોફ) નો પાત્રોચિત અભિનય આ ફિલ્મ નું સબળ પાસુ છે. કેટરિના કેફ જેવો આભાસ ધરાવતી  ઝરીન ખાન તેની સુંદરતાની સાથે સબળ અભિનય ના લીધે  માધવગઢની રાજકુમારી  યશોધરાના પાત્રમાં સતત ધ્યાન ખેંચે છે, સૌથી વધુ મહ્ત્વની વાત છે આવી યુગ સંબંધિત  ફિલ્મમાં હળવી ક્ષણો પુરી પાડવી જેમાં સોહીલ ખાન મહદ અંશે સફળ થાય છે.

ગુલઝારના ગીતો ને સાજીદ-વાજીદે સંગીતે મઢ્યુ છે. ” કિતને રંગ આતે જાતે હૈ આપકે રૂખસારો પર” –“સુરિલી અખિયોં વાલી સુનાદે જરા અખિંયો સે ” દબી દબી સાંસોમેં  સુના થા મૈને બોલે બીના તેરા નામ ” જેવા  કર્ણ-મધુર ગીતો  હોવા છતાં બીન જરૂરી લંબાઇ ના લીધે  “ગદર “જેવી હીટ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્મા અહી ધારી અસર ઉપસાવી શક્યા નથી.

કલાકાર- સલમાન ખાન, ઝરીન ખાન, મિથુન ચક્રવર્તી. જેકી શ્રોફ, સોહેલખાન, નીના ગુપ્તા.

પ્રોડયુસર –વિજય  ગલાની, સુનિલ લલ્લા

ડાયરેકટર- અનિલ શર્મા

મ્યુઝિક- સાજીદ-વાજીદ

ગીતકાર- ગુલઝાર

ફિલ્મ * *એક્ટિંગ-* * * મ્યુઝિક-* * * સ્ટોરી-* * એકશન-* * * સિનેમેટોગ્રાફી-* * *

આ આલેખન/ ફિલ્મ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૩ /૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

“જીવનના સાત પગલા” “એક નવા શુભ વર્ષમાં એમનો મગંળ પ્રવેશ.. “

5 ટિપ્પણીઓ

 • 1. nilam doshi  |  જાન્યુઆરી 23, 2010 પર 11:19 એ એમ (am)

  thanks..
  picture is worth seeing ?

  or ok..ok.. ?

 • 2. BHAVESH  |  જાન્યુઆરી 23, 2010 પર 8:36 પી એમ(pm)

  you are doing the best to enjoy the people.Keep it up

 • 3. Bhupendrasinh Raol  |  જાન્યુઆરી 25, 2010 પર 8:00 પી એમ(pm)

  આ પીંઢારા ભયાનક લુટારા હતા.યુદ્ધ પત્યા પછી સામેની છાવણી ઓ માં આંતક ફેલાવી ને બધું સળગાવવી દેવાનું કામ કરવા મરાઠી રાજા ઓ આ લોકો ની સેવાઓ લેતા હતા.મરાઠાઓ નબળા પડ્યા ત્યારે આ લોકો કાબુ બહાર જતા રહ્યા.૧૮૦૦ થી ૧૮૧૯ સુધી આ લોકોએ મધ્ય ભારત માં આંતક ફેલાવી દીધેલો.આ લોકો કોઈ સ્વતંત્રતા નું યુદ્ધ લડતા ના હતા.અને આ લોકો મોટા ભાગે પઠાણ મુસલમાનો હતા.એમના નેતાઓ માં કોઈ પ્ર્થીવીસિંહ હિંદુ હતોજ નહિ.આ લોકો જંગલી હતા.એમના ત્રાસ થી સ્ત્રીઓ કુવામાં પડી આત્મહત્યા કરતી.આ કોઈ બહાદુર સ્વતંત્ર તા ના લડવૈયા ના હતા.ઈતિહાસ કર ગોવિંદ સરદેસાઈ નો ઈતિહાસ તપાસો.આ ભયાનક લુટારાઓ ને હીરો બનાવી દેવા એ ઈતિહાસ નો ગુનો કર્યો ગણાય.આપે તો મુવી જોઈ રીવ્યુ લખ્યો છે.પણ દરેક મુવીના વખાણ જ કરવા એવું જરૂરી ના હોય.એમાં થયેલી ભૂલો પ્રજાને બતાવી શકો તોજ ખરા વિવેચક કે રીવ્યુ લખનાર ગણાવી શકો.આપ મુવી સારું બન્યું છે પણ વાર્તા ખોટી છે એવું લખી શક્યા હોત.કોઈ મજબૂરી હશે.આપનો કોઈ દોષ જોવાનો મારો હેતુ નથી.સ્કુલ માં પણ ભણી ગયા છીએ કે ઠગ અને પીંઢારા લુટારા જ હતા ને અંગ્રેજોએ ભારત ને એમના ત્રાસ માંથી છોડાવેલા.છતાં કેમ ભૂલી જવાયું?નવાઈ લાગે તેવું છે.મેં ઠગ અને પીંઢારા ઉપર બે આર્ટીકલ ઐતિહાસિક પુરાવા સાથે મારા બ્લોગ માં મુક્યા છે અને દિવ્ય ભાસ્કર માં રીવ્યુ નીચે પ્રતિભાવ માં મોકલેલ છે પણ ઈ લોકોએ છાપવાની દરકાર કરી નથી.કદાચ સલમાનખાન નારાજ થઇ જાય તે બીક હશે.આપણાં ઈતિહાસકારો ખોટા? અહી વધારે શું લખું?આપ મારા બ્લોગ માં આ લોકોની જંગલિયત ની કહાની વાચી શકો છો.

 • 4. Rajul  |  જાન્યુઆરી 26, 2010 પર 7:55 એ એમ (am)

  શ્રી ભુપેદ્રભાઇ..
  આપના અવાર-નવાર મેઇલ મળતા રહે છે અને ઘણી બધી વાત પર આપ મારુ ધ્યાન દોરો છો તે બદલ આભાર.
  ફિલ્મ અને હકિકતને જો કોઇ લેવાદેવા હોત તો લગાન,જોધા અકબર કે મુગલે આઝમ પણ ન જ બની હોત.
  રીવ્યુમાં સામાન્ય પ્રેક્ષકોને જે જાણવું હોય તેની જ છણાવટ કરવાની હોય છે.

 • 5. Rajul  |  જાન્યુઆરી 26, 2010 પર 9:15 એ એમ (am)

  ok,ok.


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: