આજની વસંત પંચમી મારી એ વસંત – રિયા ને નામ

જાન્યુઆરી 20, 2010 at 11:03 એ એમ (am) 10 comments

વસંત પંચમી

આજે વસંત પંચમી –ૠતુઓમાં ૠતુ વસંત..

વસંત એટલે વનનો ઉત્સવ- મનનો ઉત્સવ.

શિયાળાની ક્યારેક આકરી ક્યારેક કારમી ઠંડીમાં ઠીઠુરાઇ ગયેલા પર્ણને નવપલ્લવિત કરતી ૠતુ વસંત.

આજ સુધી ઘણા  કવિઓ-લેખકોએ વસંતના વધામણા ઉજવ્યા છે. વસંત છે જ એવી ૠતુ કે ઠીઠુરાઇ ગયેલા પર્ણો-વ્રુક્ષો જ નહી પણ ઠંડીમાં સિકુડાઇ ગયેલા શરીરને પણ ઉષ્માથી  ચેતનવંતુ બનાવે .જીવનમાં હંમેશા અતિનો અતિરેક અસહ્ય છે.  અતિશય ઠંડી કે અતિશય ગરમી કોઇના માટે સહ્ય બની જ નથી. જીવનમાં મધ્યમ એ જ ઉત્તમ છે. વસંત એ જીવનના મધ્ય- સહ્યનું સંયોજન છે.

વસંતના આગમને કોયલના ટહુકા-પંખીઓના કલરવ- ભમરાના ગુંજન સ્રુષ્ટિને સજીવ બનાવે .આવી જ એક વસંત પંચમીના દિવસે અમારા પરિવારને જીવંત બનાવતા એક ટહુકાનું- એક કલરવનું આગમન થયુ. અને આગમને અમારા પરિવારોદ્યાનમાં એક નવી મોસમનું આગમન થયું. સોળે કળાએ ખિલતી પ્રક્રુતિની જેમ અમારા પરિવારમાં પણ સૌના હ્રદય શત-શત કળાએ ખીલી ઉઠ્યા. અમારી સ્રુષ્ટીને જીવંત બનાવતી એ નાનકડી કળી આજે તો એની ચોથી વસંતે સુંદર મઘમતુ ફુલ બની છે જેના એક એક શ્વાસની સુગંધ મનને તરબતર કરે છે. એના આગમને વસંતનો ખરો અર્થ સમજાયો છે. વસંત પંચમી એટલે એ્નો જન્મ દિવસ નહી પણ એનો જન્મ દિવસ એટલે જ વસંત પંચમી. ક્યાંક ખીલેલા ગુલાબની ખુશ્બુ-ક્યાંક હવામાં લહેરાતી રાતરાણીની મદ મસ્ત મનને તરબતર કરતી મહેંક કરતાંય વધુ મનને પ્રફુલ્લીત કરતી એના તાજા જ નવડાયેલા શરીરની સુગંધ આજે પણ સ્મ્રુતિમાં અકબંધ છે. સવારમાં ઉઠીને જમીન પર વેરાયેલા પેલા પારિજાતના નાના -નાના કેસરીયા પીળા ફુલોની ઢગલીની જેમ રુમાલમાં લીધેલી એની  કુમકુમ પગલીઓની છાપ પણ આજે કબાટમાં ગડીબંધ છે. વસંતમાં વેરાયેલી સંમ્રુધ્ધિની જેમ એની યાદો પણ આજે હ્રદયમાં સમ્રુધ્ધ છે.. જોજનો દૂર છે છતાં દિલની સાવ પાસે છે . . ઘરના કોઇ એક ખૂણેથી હમણાં જ દોડતી આવશે એવો ભ્રમ પણ એટલો જ અકબંધ છે અને એ ભ્રમ અકબંધ રહે એમાં જ જીવનની ખરી વસંત છે.ઝાડમાં બેસી ટહુકો કરતી પણ ક્યારેય નજર સામે ન આવતી એ કોયલની જેમ ક્યારેય ફોન પર હેલ્લો ન બોલતી હોવા છતાં એની કાલી  બોલીનો ટહુકો સતત કાનમાં ટહુકે  છે.


દિકરી વ્હાલનો દરિયો પણ

પૌત્રીએ તો  સુખે ભવસાગર ભરીયો.આજની વસંત પંચમીના વધામણા મારી એ વસંત નામ.કારણ એની યાદ માત્ર કોઇપણ ઋતુને વસંત બનાવવા કાફી છે.

Advertisements

Entry filed under: આજની વસંત પંચમી મારી એ વસંત - રિયા ને નામ.

”થોળ”-ધ બર્ડ સેન્ચુરી- “જીવનના સાત પગલા”

10 ટિપ્પણીઓ

 • 1. Vijay Shah  |  જાન્યુઆરી 20, 2010 પર 11:49 એ એમ (am)

  રૂપિયો તો વહાલો હોય..પણ રૂપિયાનું વ્યાજ…
  પુછ્શોજ નહીં.કેવું હોય તેનુ આકર્ષણ આજ

  જન્મદિન મુબારક રિયા અને તેના સૌ કુટુંબીજનોને

 • 2. Pinki  |  જાન્યુઆરી 20, 2010 પર 12:04 પી એમ(pm)

  happy b’day to riya !

 • 3. sapana  |  જાન્યુઆરી 20, 2010 પર 1:33 પી એમ(pm)

  happy birth day Riya

  sapana

 • 4. Deep Acharya  |  જાન્યુઆરી 20, 2010 પર 2:23 પી એમ(pm)

  Happy Birthday to Riya…….& Very Nice Article…….Rajul Madam….Reading Gives us more better feelings of “Vasant”….Keep Posting…….tc…

 • 5. Dilip Gajjar  |  જાન્યુઆરી 20, 2010 પર 3:05 પી એમ(pm)

  Happy Birthday to Riya..BHaav visterto jaay e j abhilasha …baalko parivaar aa pagathiyu chhe….

 • 6. devikadhruva  |  જાન્યુઆરી 20, 2010 પર 6:06 પી એમ(pm)

  તમારી રિયાને અને તમને પણ દિલના ખુબ ખુબ ખુ…બ અભિનંદન.

 • 7. shashikant nanavati  |  જાન્યુઆરી 21, 2010 પર 5:55 એ એમ (am)

  મારી એ વસન્ત રીયાને નામ………

  અતિ અતિ મધુર, ગુલાબની સૌરભથી મઘમઘતો, દિવ્ય સુરોથી ગૂન્જતો, હ્રદયની આનન્દ ભરતીથી તરબતર કરતો ,રીયાના
  જન્મદિનના વધામણા લેતો આ લેખ રીયાના જન્મદિનની સર્વશ્રેસ્ઠ ભેટ
  છે.
  રીયા અને તેની નાનીમાને સુન્ડલો ભરીને અભિનન્દન..
  શ. ના.

 • 8. Rajul  |  જાન્યુઆરી 21, 2010 પર 7:23 એ એમ (am)

  જીવનમાં સંતાનો અને તેમાંય તેમના બાળકોનું કેટલું આગવું સ્થાન હોય છે તે જાણે -અજાણે તમને જોઇને જ તો સમજાયું છે.
  આ સમજ તો આજના મારા લેખનો સ્ત્રોત્ર છે.

 • 9. Bhakti Shah  |  જાન્યુઆરી 21, 2010 પર 7:45 એ એમ (am)

  Too good, I just wish Riya and her grandmother a loads of good wishes!!!!!
  Bhakti

 • 10. Kartik  |  જાન્યુઆરી 21, 2010 પર 9:22 એ એમ (am)

  DEAR RIYA MANY HAPPY RETURNS OF THE DAY


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: