“ચાન્સ પે ડાન્સ”- film reviews –

જાન્યુઆરી 16, 2010 at 3:10 એ એમ (am)

– ચાન્સ લેવા જેવો ખરો –

કેટલાક લોકો એવા નસીબવંતા હોય જેમને સફળતા ખાસ કોઇ મહેનત વગર મળતી જાય. તો કેટલાક લોકો એવા હોય કે જેમનામાં ભારોભાર કૌશલ્ય હોય, અથાગ પરિશ્રમ કરવાની તાકાત પણ હોય છતાં તક અને તકદીર હમેંશા એમનાથી બે  કદમ દૂર જ ચાલતી હોય. કરોળિયો સાત વાર  જાળ ગુંથે-તુટે -પડે અને છતાંય ફરી એક વાર પ્રયત્ન કરે તેમ વારંવારની નિષ્ફળતા છતાં ધીરજ  અને પોતાના પર વિશ્વાસ ગુમાવ્યા વગર જે મહેનત કરે તે અંતે સફળતાને વરે જ.

સમીર (શાહિદ કપુર) એક આવો જ યુવાન છે જે અનેક યુવાનોની જેમ પોતાનુ સ્ટાર બનવાનુ સ્વપ્ન સાકાર કરવા મુંબઈ આવે તો છે પરંતુ તક અને તકદીર એનાથી બે કદમ દૂર જ ચાલે છે.સતત પ્રયત્નો સતત નિષ્ફળતા એને લગભગ તોડી નાખે ત્યાં સુધી એ ઝઝુમે છે. પોતાનુ સ્વપ્ન સિધ્ધ કરવા ઝઝુમતા યુવાનના પાત્રમાં ફિલ્મમાં  કેન્દ્રવર્તી રોલ ભજવતા શાહિદ કપુર આવા કેટલાય યુવાનોનું પ્રતિનિધિત્વ સફળ રીતે ભજવી જાય છે. રોક સ્ટાર થવા માંગતા સમીરની ડાન્સ મસ્તી, નિષ્ફળતાની હદે પહોંચેલા  તુટતા સમીરની હતાશાને શાહિદ કપુરે પુરેપુરી વ્યકત કરી છે. સ્વાર્થી મિત્રનો સાથ અને ઘર ગુમાવી બેઠેલા પોતાની ઠાઠા જેવી ગાડીમાં ઘર કરીને રહેતા, બાળકો ધિક્કારતા અને છ્તાં પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા બાળકોને ડાન્સ શિખવી એમને જીતાડતા ડાન્સ ટીચર સમીરનો જોમ શાહિદે પુરી કોશિશથી ભજવ્યો છે.

ટીના (જીનેલીયા ડીસોઝા ) એક સ્ટ્રગલીંગ કોરિયોગ્રાફર છે જેને સમીરની ટેલેન્ટ પર પુરો વિશ્વાસ છે.સમીરની નિષ્ફળતા છતાં એને સફળ બનાવા સતત  સાથ છે , વ્હાલસોઇ હુંફ છે. શાહિદ કરતાં  ઓછા પ્રમાણમાં ફ્રેમમાં રહેવા છતાં ચુલબુલી જીનેલીયા એના જીવંત વ્યક્તિત્વથી છવાઇ જાય છે.

ડિરેક્ટર કેન ઘોષે નિષ્ફળતા નો દોર ઇન્ટરવલથી પણ વધુ લંબાવીને  શાહિદને જ નહીં પણ  પ્રેક્ષકોને થકવી દે ત્યાં સુધી ખેંચ્યો છે. હા એના પરથી એક ધડો આપણે ચોક્કસ લેવો જોઇએ કે તમારી સફળતા આડે જો એક સોપાન હોય અને તમે તેને જોઇ શકતા ના હો છતાં થાકી હારી ને મેદાન ન છોડશો. પ્રયત્નો ક્યારેક તો સફળતા અપાવશે જ.

ટાઇટલ પ્રમાણે ફિલ્મ આખી ડાન્સ અને મ્યુઝીક બેઝ હોવા છતાં અદનાન સામીનું મ્યુઝીક એટલુ સબલ નથી કે નથી એવા યાદગાર ડાન્સ કે જેના પરથી ફિલ્મનું નામ સાર્થક થાય.

કલાકારશાહિદ કપુર , જીનેલીયા ડીસોઝા, મોહનીશ બહેલ,

પ્રોડયુસર રોની સ્ક્રુવાલા

ડાયરેકટર કેન ઘોષ

મ્યુઝિક- અદનાન સામી

એક્ટિંગ-* * * મ્યુઝિક* * સ્ટોરી* * એકશન* * સિનેમેટોગ્રાફી* *

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૬/૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

”પ્યાર બાંટતે ચલો” ”થોળ”-ધ બર્ડ સેન્ચુરી-


Blog Stats

  • 95,909 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: