”પ્યાર બાંટતે ચલો”
January 15, 2010 at 3:59 am 6 comments
વાત છે -વિશ્વના મહાન સંગીકાર અને વાયોલિન વાદક પેગાની ની-લંડનમાં તે દિવસની કડકડતી ઠંડીમા એક વૃધ્ધ અંધજન નાના સ્ટૂલ પર બેસીને વાયોલિન વગાડી આવતા-જતા લોકો કંઇક મદદ કરશે તેવી આશાએ બેસી રહ્યો હતો. અતિશય ઠંડીના લીધે તેની આંગળીઓ ભૂરી પડી ગઇ હતી,શરીર ધ્રુજતુ હતું.લોકો ત્યાંથી પસાર થતા એને જોતા હતા ખરા પરંતુ કોઇ એક પૈસો પરખતું નહોતું.આવા સમયે એક સજ્જને આવીને પૂછ્યુ,”કેમ આજે નસીબ સાથ આપતું નથી? વાંધો નહીં હવે મારો વારો” આટલું કહી પેલા અંધજન પાસેથી વાયોલિન લઇ પોતે વગાડવા માડયુ.ખખડજ વાયોલિન માં જાણે પ્રાણ પૂરાયા. અકૌકિક સંગીતની સુરાવલીએ આવતા-જતા લોકો પર જાદુઇ અસર કરી.સંગીત અટકયું,પેલા સજ્જને પોતાની હેટ ઉતારી ટોળામાં ફેરવી. ટુંક સમયમાં તો ખાસ્સા એવા સિક્કા ભેગા થઇ ગયા. પેલા સજ્જનને ખખડધજ વાયોલિન અને સિક્કાઓ પેલા અંધજનને આપ્યા.અંધજને ખૂબ ગળગળા થઇ તેમનો આભાર માન્યો.અંધજનના ચહેરા પર આનંદની લાગણી છવાઇ ગઇ.આ સજ્જન એટલે જ વિશ્વના શ્રેષ્ઠ વાયોલિન વાદક પેગાની.
ક્યારેક કોઇ અંધજનને હાથ પકડી રસ્તો પાર કરાવી જોયો છે? એ સમયે એમના ચહેરા પર લિંપાયેલી લાગણી અનુભવી છે? હંમેશા માનવ માત્ર સ્વ-કેન્ડ્રી જ બની રહે છે.પણ ક્યારેક એના એ સ્વ ના વર્તુળમાંથી બહાર આવી કોઇના માટે કંઇક-કશુંક કરવાનો જાણે-અજાણે પણ પ્રયત્ન કરી જુવે ત્યારે સમજાય છે એ પળ ની ધન્યતા.
પોતાના માટે કરેલીઅઢળક કમાણીનો કોઇક નાનો હિસ્સો પણ જો કોઇ જરુરિયાત મંદના ચહેરા પર મુસ્કાન રેલાવી શકતો હશે તો એનો આનંદ પેલી અઢળક કમાણીના આનંદ કરતા વધુ ચઢિયાતો સાબિત થશે.
નજીકના ભૂતકાળમાં મુંબઈના એક પિડીયાટ્રીશીયન ડૉક્ટર સંજીવ નાણાવટીને મળવાનું થયુ. ના! કોઇ ઇલાજ અર્થે નહીં,મૈત્રીભાવે, ડૉ સંજીવ નાણાવટી એ સરસ મઝાની રેસ્ટોરન્ટમાં બીજા કેટલાક મિત્રોને ભેગા કરી ડીનર ગોઠવ્યું હતું. જમવાનું પતી ગયા પછી એ ડૉકટરે નિકળતી વખતે એક જણ શાંતિથી જમી શકે તેટલી વસ્તુનો ઑડર કર્યો.મનમાં વિચાર તો થયો કે આટલી મોડી રાત્રે આવું ભોજન કોના માટે? પશ્ર પૂછવાનો ટાળ્યો અને સાથે બહાર નિકળ્યા. અત્યંત આરામથી ધીમે-ધીમે ગાડી ચલાવતા ચારે બાજુ જોતા ડૉકટરે દૂર એક ખૂણામાં ટુંટીયુવાળી સૂતેલા ચિંથરેહાલ માણસને ઉઠાડી એ ભોજન આપ્યું. ગાલમાં ખાડા પડયા હશે એથી વધારે ઉંડો ખાડો એના પેટનો હશે. જે રીતે એ ભૂખ્યાને ભાવ પૂર્વક જમતા જોઇને શાંતિથી ઉભેલા એ ડૉકટરના ચહેરા પર જે તૃપ્તિના ભાવ જોયા.ત્યારે સમજાયું કે મિત્રોની મેહફીલને માણવા કરતા પણ વધુ આનંદ એ વખતે છલકતો હતો. અને અંતે બિસલેરીની પાણીની બોટલને એક ઘૂંટડે પૂરી કરતી એ વ્યક્તિને આભાર માનવાની તક પણ આપ્યા વગર એ ડૉકટરે ત્યાંથી ખસી જવાનું મુનાસિબ માન્યું.પણ એ ક્ષણે જે ભાવ જે સંતૃપ્તિ પેલી વ્યક્તિના ચહેરા પર હતી એના કરતા અને ઘણી પરિતૃપ્તિ ડૉકટર ના ચહેરા પર જોઇ.
સાવ જ સહજ રીતે થયેલી એ ધટનાએ મન-હ્રદય પર ખૂબ ઊંડી છાપ મૂકી.એ આયાસ કોઇ એક દિવસ પૂરતો નહોતો. ડૉકટરની હંમેશની એ પ્રકૃતિ જ હતી.
ઇશ્ર્વરે આપણને જે આપ્યું છે તેમાંથી બસ એક જરાક જેટલું કોઇના માટે ફાળવવાની વાત છે.
“આ લેખ/ આદર્શ અમદાવાદ સમાચાર પત્રિકા માટે લખ્યો અને ૧૫/૦૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”
Entry filed under: ચિંતન કણિકા, હકારાત્મક અભિગમ.
1.
vijayshah | January 15, 2010 at 5:05 am
vaah ! saras preranaa janka vaat!
LikeLike
2.
Dilip Gajjar | January 15, 2010 at 9:31 am
ખુબ સુંદર વાચ્યુ આને કહેવાય પ્રેમ ઘણા પ્રેમ કરુ પ્રેમ કરુ પણ કહીને કશુ નથી આપી શક્તા તેમનો લોભ તેમને આપતા રોકે છે અને તેમનો પ્રેમ ક્ષુદ્ર કામના બની રહે છે..ધન દોલતના માલિક બની રહે છે પણ દિલના ગરીબ થઈ જાય છે. પ્રેમ ક્રિયામા પરિણમે તો કરુણા પન બને છે જે બુદ્ધ્ની હતી તે આપણિ પણ થઈ શકે…યાદ આવે છે મારી પંક્તિઓ જ્યારે ગુજરાતનો ભુકપ હતો..
ગરીબોની દુખીઓની અમે સેવા કરી લઈશું
પરમને પંથ ચાલી પૂણ્યનું ભાથું ભરી લઈશું
દિલીપ
LikeLike
3.
tejas | January 15, 2010 at 9:58 am
nice article
trupti aftrall to khudnej maate en
ane jo koine aapawaathi trupti amle to enathi rudu shu
bhadra lok aatalu akri shake hotel maajamwaa jaay pachhi je wadhe ebandhaavi ne aa rite koi dukhiya nu pet bhari shake
hu hamesha em akru chhu dkario naani chhe jide chadhien binjaroori order akre ane pachhi naa khaay tyare wadhelu baddhu bandhaavi ne emne haathej garibo ne pahochadu to
ek pan th ane do kaaj emne samjaay karkasar ane garibo pratye laagani ane anyuukampa apan aave
LikeLike
4.
shashikant nanavati | January 16, 2010 at 5:22 am
Very inspiring article. If some more people adopt such ideal,poor people in the society will be highly benefited & the people with empty belly will profusely bless them.
I salute Dr. Sanjiv Nanavati for his noble heart & his sense of responsibility towards the poor sector of the society.
your article is the very noble massage to society.
I heartily cogratulate you for such wonderful article.
SHASHIKANT
LikeLike
5.
jagadishchristian | January 16, 2010 at 7:23 pm
આજે પણ આવા માણસો આ દુનિયા પર છે એ ગૌરવની વાત છે અને આવા માણસો બહુ જ ઓછા છે એનું પારાવર દુઃખ પણ છે. સરસ લેખ છે અને આશા રાખીએ કે એને વાંચીને ડૉક્ટર સંજીવ નાણાવટી જેવા બને. ડૉક્ટર નાણાવટી ખરેખર અઢળક સંપત્તિના માલિક છે અને તે છે અનુકંપા.
રાજુલબેન સુવાસ ફેલાવવાનું પુણ્ય કામ કર્યું છે. અભિનંદન.
ડૉક્ટર સાહેબ સલામ!
LikeLike
6.
Kinnari K Pandya | January 24, 2010 at 4:44 am
Very nice real story!!
LikeLike