“પ્યાર ઇમ્પોસીબલ”- film reviews –

જાન્યુઆરી 9, 2010 at 3:07 એ એમ (am) 4 comments

પ્રેમ બ્યુટીનો મોહતાજ નથી

એક અત્યંત ખૂબસુરત યુવતિ કે જે કોઇપણ યુવતિનો રોલ મોડેલ હોઇ શકે અને જે જોઇને કોઇપણ યુવક  તેના પ્રેમમાં ન પડે તો જ નવાઇ. અને એક એવો શાંત- અનાકર્ષક યુવક કે જેના પ્રેમમાં પડવાની વાત તો દુર રહી પણ જેની સામે પણ કોઇ જોવા તૈયાર ન હોય  અને તે યુવક પેલી અત્યંત આકર્ષક યુવતિના પ્રેમ માં મનોમન સાત વર્ષ વિતાવી  દે. અંતે  ઇમ્પોસીબલ પ્યાર પોસીબલ બને કારણકે પ્રેમ એ કોઇ ખૂબસુરતીનો મોહતાજ નથી.વ્યક્તિની સાચી ઓળખ વ્યક્તિની સાચી પરખ જ મહત્વની છે.

એક આવો સંદેશ આપતી યશરાજ ફિલ્મની જુગલ હંસરાજ દિગદર્શિત અને ઉદય ચોપરા લિખિત ” પ્યાર ઇમ્પોસીબલ” માં  સ્વભાવિક મોસાળ માં જમવાનુ અને મા પીરસનારી ના ન્યાયે ઉદય ચોપરાને સાચા અર્થમાં પોતાનુ વ્યક્તિત્વ  વ્યક્ત કરવાનો પુરેપુરો અવકાશ પ્રાપ્ત થયો છે.   ઉદય ચોપરા માટે કલ્પનામાં વિચારી શકાય તેવી તમામ હકિકત રજુ થઈ છે. પોતાના દેખાવ માટે સભાન એવા અભય (ઉદય ચોપરા)માં વિશ્વાસનો અભાવ અને તેના લીધે અત્યંત લૉ પ્રોફાઇલમાં રહેવા ટેવાયેલા યુવકના પાત્રમાં ઉદય ચોપરા બરાબર બંધ બેસે છે.

બહિર્મુખી વ્યક્તિત્વ  ઉપરાંત  ખુબસુરત એવી આલિશા (પ્રિયંકા ચોપરા) પણ અહીં પાત્રાનુરૂપ અભિનય માં સફળ રહે છે.  ડિનો મોરિયો  એક સ્ટાઇલીશ -સોફિસ્ટીકેટ  લુક  હોવા ઉપરાંત નેગેટીવ શેડ ધરાવતા પાત્રમાં સ્વભવિક રહે છે.

અને છતાંય એક સામાન્ય કથાનક અને સામાન્ય માવજત, સામાન્ય ગીત-સંગીત  ધરાવતી ફિલ્મ “પ્યાર ઇમ્પોસીબલ ” પણ સામાન્ય ફિલ્મની સુચીમાં એક વધુ ઉમેરો છે.

કલાકાર- ઉદય ચોપરા,પ્રિયંકા ચોપરા,ડિનો મોરિયો,અનુપમ ખેર.

ડાયરેકટર- જુગલ હંસરાજ.

પ્રોડયુસર- ઉદય ચોપરા.

મ્યુઝિક- સુલેમાન મરચન્ટ,સલીમ મરચન્ટ.

એક્ટિંગ* * મ્યુઝિક* * સ્ટોરી* * એકશન* * સિનેમેટોગ્રાફી*

આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૯/૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

”ઇતિહાસ,સંસ્કૃતિ અને સૌંદર્યનો ખજાનો” ”એશા-ખુલ્લી કિતાબ” (લઘુ નવલકથા)

4 ટિપ્પણીઓ

 • 1. nilam doshi  |  જાન્યુઆરી 9, 2010 પર 11:08 એ એમ (am)

  આજે જોવા જવાનો વિચાર કરતા હતા…રીવ્યુ વાંચીને માંડી વાળ્યું. સમય અને પૈસા બંને બચાવવા બદલ રાજુલબહેન આભાર…

 • 2. Kartik Mistry  |  જાન્યુઆરી 9, 2010 પર 11:34 એ એમ (am)

  મને એમ થાય છે તમે જે તારીખે દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત કરો છો એ જ તારીખે બ્લોગમાં પોસ્ટ કરો છો તો તેનાથી દિભાની વેબસાઈટમાં કંઈ અસર થતી નથી? રહેવા દો, દિવ્ય ભાસ્કરની સાઈટ હવે જોવા જેવી રહી જ નથી..

 • 3. જૈમિન મક્વાણા- “બદનામ”  |  જાન્યુઆરી 14, 2010 પર 7:01 પી એમ(pm)

  Tamaro aa review… picture vishe mare kai nahi kehvu, pan aa review maa lakhela sentences mane koi ne “roop” ane “Prem” vishe ni vastvikta samjavava mate kaam aavya che… me emne tamara blog ni link post kari didhi che…so thanxs for that……

 • 4. Rajul  |  જાન્યુઆરી 16, 2010 પર 6:28 એ એમ (am)

  ક્યારેક સાવ નાની વાત પણ કોઇ માટે ખૂબ મહત્વની બની જાય . ક્યારેક મુવીમાંથી પણ કોઇને પ્રેરણા મળી જાય. વાસ્તવિકતાનો સ્ત્રોત્ર ભલે ને કોઇ પણ દિશાએથી મળે પણ જો એનાથી કોઇનું ભલુ થતું હોય તો તે ઉત્તમ જ છે.


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: