”બોલો રામ”- film reviews –

January 2, 2010 at 3:26 am

– સંબંધોના તણાવ પર રચાયેલી કહાની –

રામના જીવનમાં બે લાગણીઓ ને સ્થાન છે. એક મા તરફ  મમત્વ કહેવાય એટલી હદની મમતા અને કોઇની પર થતા અન્યાન સામે આક્રોશ. માતા અને પુત્રના અત્યંત લગાવભર્યા સંબંધોની તનાવભરી કથામાં માતાનું ખૂન થાય છે અને એના આઘાતમાં  પુત્ર વાચા ગુમાવી દે છે.  દેખીતા પુરાવા ના લીધે  માતા સાથે અત્યંત બોલકો અને જગત સાથે સાવ નિર્લેપ કહેવાય એવો રામના વ્યહવાર હોવા છતાં રામ શંકાના દાયરામાં આવી જાય છે . “બોલો રામ” નું શિર્ષક સૂચિત કરે છે તે રીતે મા ( પદ્મિની કોલ્હાપુરી )નું  ખૂન શા માટે કર્યુ છે તેના જવાબમાં સતત બોલતો કરવાનો પ્રયાસ અને એ પ્રયાસના અંતે જ્યારે રામ બોલે છે તે તદ્દન અણધાર્યુ -અનપેક્ષિત નિવડે છે.

સાવ ભિન્ન્ન પાસાને સાંકળતી  “બોલો રામ ” ફિલ્મમાં રામની અને એની માતાની આસપાસ જે રીતે કથા આગળ વધે છે  તેમાં આવતા તમામ પાત્રોમાં રજૂ થયેલા તમામ કલાકારોનો  અહીં સાવ નિરર્થક ઉપયોગ થયો તેવું સતત લાગે છે.

ઘણાં લાંબા અરસાબાદ પદ્મિનિ કોલ્હાપુરીનું કમબેક પણ સાવ નિરર્થક ગયેલું લાગે તો નસીરૂદ્દીન શાહના નામથી એક અપેક્ષા લઈને ગયેલા પ્રેક્ષકોને તો વળી સાવ નિરાશ થવાનો વારો આવે.નસીરૂદ્દીન શાહ ના નામ  સાથે હવે એક ઉંચી અપેક્ષા સેવવામાં આવે ત્યારે એમ થાય કે સાવ આમ અહિં મહેમાન કલાકારની ભૂમિકા સ્વિકારીને  પોતાની પ્રતિભા વેડફી નાખવા કેમ તૈયાર થયા હશે? ઓમ પુરી, ગોવિંદ નામદેવ અને રાજપાલ યાદવ જેવા કલાકાર સિવાય કોઇપણ અભિનેતા આવી ભૂમિકા ભજવી શક્યા હોત .

રામ એટલે કે રિશી ભુતાની પણ ક્યાંય કોઇ ધારી અસર ઉપજાવી શક્યા નથી. આઘાતના લીધે  વધુ પડતા જડ બની ગયેલા રામના વ્યક્તિત્વથી બહાર આવીને જ્યારે જરૂરી હતું ત્યારે પણ યોગ્ય ભાવ દર્શાવવામાં નબળા પડેલા રિશી ભુતાનીને લીધે તો પ્રેક્ષકો પોતાનો રહ્યો સહ્યો રસ ગુમાવી દે છે.

મોટા બેનરોની વચ્ચે કોઇ જાતના હોહાપોહ વચ્ચે પ્રદર્શિત થયેલી રાકેશ ચતુર્વેદીની ફિલ્મ” રામ બોલો ” એવી જ રીતે કોઇનું ય ધ્યાન ખેંચ્યા વગર પસાર પણ થઈ જશે .

કલાકાર પદ્મિની કોલ્હાપુરી,રિશી ભૂતાની,નસરુદીન શાહ,ઓમપુરી.

ડાયરેકટરરાકેશ ચતુર્વેદી.

મ્યુઝિક –સચીન ગુપ્તા.

એક્ટિંગ * * * મ્યુઝિક* * સ્ટોરી* * એકશન-* * સિનેમેટોગ્રાફી* *

આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨/૧/૨૦૧૦ ના પ્રગટ થયો.”


Advertisements

Entry filed under: - film reviews -.

”૨૦૧૦ –એક નવા વર્ષની શરૂઆત..” ”ઇતિહાસ,સંસ્કૃતિ અને સૌંદર્યનો ખજાનો”


Blog Stats

  • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

January 2010
M T W T F S S
« Dec   Feb »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: