”૨૦૧૦ –એક નવા વર્ષની શરૂઆત..”

જાન્યુઆરી 1, 2010 at 1:53 પી એમ(pm) 5 comments

નવી અપેક્ષા ,વધુ નવા સ્વપના, થોડા નવા સંક્લપો અને વળી પાછી એ જ બીબાઢાળ દિનચર્યા.

દુનિયાભરમાં આતશબાજી થી નવા વર્ષના આગમનને જુની વાતો ભુલીને ,જુની સમસ્યાઓ  ને એક કોરે રાખીને  આવકારવામાં આવ્યુ.

ક્યારેક એમ થાય છે કે આ તહેવારો ના હોત તો જીવનમાં જે એકધારી રફતાર હોત એ પણ એની એજ રહેત ? કમ સે કમ અ તહેવારો મન ને એક બીજી દિશા તરફ તો વાળે છે. તહેવારો ભલે ને પછી એ આપણી પોતાની સંસ્ક્રુતિ ના હોય કે પાશ્ચાત્ય સંસ્ક્રુતિના. મન ને દોડવા માટે એક ઢાળની જ તો જરૂર છે.

આજે જે ઉત્સાહથી ક્રિસમસ નો તહેવાર ઉજવાય છે એમાં અને આમ જોવા જઈએ તો આપણી નવરાત્રીમાં બીજો શો ફરક છે? એક માત્ર સંસ્ક્રુત્તિ નો?  કે પહેરવેશનો? ઢોલ અને બેન્ડ કે સંગીત નો?

નવરાત્રીના નવ દિવસ અને ક્રિસમસના પણ લગભગ સાત દિવસ જે રીતે ઉજવાય છે , યુવા વર્ગ જે રીતે ઉન્માદે ચઢે છે તેમાં ધર્મ ઓછો અને અધર્મ વધુ ,ભક્તિ ઓછી અને  શક્તિનો વ્યય વધારે . જોવાની મઝા તો એ છે કે મા-બાપ પણ આમાં ક્યાય કોઇ રોકટોક કરી શકતા નથી.  એક સરખો ઉચાટ દરેક મા-બાપ પાસે થી ઓછા-વધતા અંશે જોવા સાંભળવા મળ્યો.. “ના પાડીશું તો પણ જવા ના તો છે જ , બધાની સાથે રહેવુ તો પડે જ ને ? એ લોકો એમની મર્યાદા સમજે છે , હવે ના છોકરા-છોકરીઓ બરાબર સમજે છે કે સારુ શું અને ખોટું શુ “, આમ કહીને મા-બાપ મન મનાવે છે.  મન-મન ભાવે ને મુંડું હલાવે ની જગ્યા એ મનમાં દાઝે અને મોઢુ મલકાવે એવો ઘાટ છે. પણ સાથે સાથે સંતાનો પરનો વિશ્વાસ પણ ટકોરાબંધ છે એવી ખાતરી બતાવે છે.  એમાં ખોટું પણ નથી

અહીં કોઇની ખોડ કાઢવાનો ઇરાદો નથી ,નરી વાસ્તવિકતાનું જ ચિતરણ છે, .દુનિયા જે ઢાળે દોડે છે એ ઢાળનું નિરુપણ છે.સંતાનોના રાજીપામાં રાજી રહેતા વડીલોની વાત છે.આજે જે વડીલો છે તે ક્યારેક યુવાન હતા અને આજે જે સંતાનો છે એ ભવિષ્યના વડીલ છે.

પેઢી બદાલતી જશે , વર્ષ બદલાતા જશે વર્ષના વધામણા પણ  આમ જ થયા કરશે.તહેવારોની ઉજવણી તો આમ જ ચાલ્યા કરશે. કારણકે તહેવારો છે તો જીવન જીવંત છે. જીંદગીની રફતારમાં થોડી રંગીની છે.. માણસના મનને માંજવાની , નવી ઉર્જાથી વધુ ઉલ્લાસીત થવાની  અને ફરી નવેસરથી આવતા દિવસોને જીવવા માટે સજ્જ કરવાની તહેવરોમાં તાકાત છે.

Advertisements

Entry filed under: ''૨૦૧૦ --એક નવા વર્ષની શરૂઆત..''.

”૨૦૦૯ના ( ૪૧ ) આલેખનો ની યાદી” ”બોલો રામ”- film reviews –

5 ટિપ્પણીઓ

 • 1. devikadhruva  |  જાન્યુઆરી 2, 2010 પર 3:46 પી એમ(pm)

  માણસના મનને માંજવાની , નવી ઉર્જાથી વધુ ઉલ્લાસીત થવાની અને ફરી નવેસરથી આવતા દિવસોને જીવવા માટે સજ્જ કરવાની તહેવારોમાં તાકાત છે.
  અને એનુ નામ જ તો જીંદગી છે ને ?આવી એક સરસ સમજણ જીવનને સરળ બનાવે છે.જીવવા જેવુ બનાવે છે.

 • 2. vijayshah  |  જાન્યુઆરી 2, 2010 પર 10:29 પી એમ(pm)

  Happy new Year!

 • 3. Hasmukh  |  જાન્યુઆરી 3, 2010 પર 3:45 એ એમ (am)

  Your article gives new perspective to see the festival

 • 4. Hasmukh  |  જાન્યુઆરી 3, 2010 પર 3:46 એ એમ (am)

  Nery Happy new year and my best wishes that you improved your publication to great heights

 • 5. Hasmukh  |  જાન્યુઆરી 3, 2010 પર 3:47 એ એમ (am)

  Happy new year and my best wishes that you improved your publication to great heights
  Kirtida


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: