”૩ ઇડિયટસ”- film reviews –

ડિસેમ્બર 26, 2009 at 5:57 એ એમ (am) 5 comments

– તમે પણ કહેશો કે ઓલ ઇઝ વેલ –

” All is well ” કહેવાથી સમસ્યા હલ નથી થતી પરંતુ એનાથી સમસ્યા સામે લડવાની હામ તો જીગરમાં ચોક્ક્સ ઉભી થાય જ છે.એવું કહી દરેકમા આશાનો,શકિતનો મંત્ર ફુકતો રેન્ચો (આમીરખાન) દુનિયાથી થોડો નિરાળો,રીત-રસમ કે સિસ્ટ્મથી પર એન્જીનીયરીંગ કોલેજમાં ભણતો તેજસ્વી છે.પણ પુસ્તકીય કીડો નથી. કોલેજમાં હંમેશા ટોપ કરતો રેન્ચો  ગ્રેજયુએશન પછી અચાનક ગાયબ થઇ જાય છે.અને એને શોધવા નિકળે છે એનાબે જીગરી મિત્ર રાજુ રસ્તોગી (શરમન જોષી) અને ફરહાન (આર.માધવન).રેન્ચોની એ શોધ સફર સાથે શરુ થતી બીજી એક ભૂતકાળની સફરે ખોવાયેલા એ મિત્રોની યાદમાંથી ખુલતી કથા એટલે ”૩ ઇડિયટસ.”-

ચેતન ભગતની ” Five Poin Some One ” ના મૂળ પરથી  પ્રોડયુસર વિધુ વિનોદ ચોપરાની ,રાજકુમાર હીરાનીની પટકથા અને દિગદર્શિત ચોપરાની ”૩ ઇડિયટ” ફિલ્મ નામથી એક કોમેડી ફિલ્મની ભ્રાતિ ઉભી કરે છે પણ કોલેજની એ મસ્તી,તોફાનો પાછળ એક હ્રદયસ્પર્શી સંદેશ અપાયેલો છે.સામાન્ય રીતે ડીગ્રી અને નોકરી માટે ભણતર અથવા તો ભણવાતા માતા-પિતા સામે એક રેડ સિગ્નલ છે. સફળ થવા માટે ભણવા કરતાં જેમાં રસ છે તે ભણશે તો સફળતા આપ મેળે તમને શોધતી આવશે એવો સંદેશ સાથે મિત્રોના પરિવાર સામે જોડાયેલી લાગણીભીની ક્ષણો પણ અહીં છે.

”તારે જમી પર” પછી સ્મૃતિમાંથી માંડ ઝાંખો થયેલો અને વર્ષ એક વાર દેખા દેતો આમીરખાને ફરી એકવાર આખાય વર્ષ માટે સ્મૃતિપટ પર છવાયેલો રહેશે.સીસ્ટમ સામે રોષ ધરાવતા રેન્ચોની અન્ય તરફની સહ્રદયતા આમીરે અતિ સચોટ રજુ કરિ છે. હળવી મસ્તીભરી પળોની સાથે આંખને ભીની કરી દેતી ક્ષણોમાં આમીરની સાથે આર.માધવન અને શરમન જોષી પણ એટલાજ ખરા ઉતરે છે.કરીનાકપુરે પણ પોતાના ફાળે આવેલા પાત્ર (પ્રિયા) ને ન્યાય આપ્યો છે.

આથી વિશેષ કોલેજના હેડ અને સીસ્ટ્મમાં બંધાયેલા  બોમન ઇરાનીનું પાત્ર મનમાં રોષ ઉભો કરે તેવું છે.અને એનું કારણ પણ બોમન ઇરાની નો એટલે જ સચોટ અભિનય છે.

કોલેજના ધમાલ- મસ્તીભર્યા સાહજીક વાતાવરણમાંથી ઉભી થતી મિત્રતા, મૈત્રીની સંવેદનાઓ , સિમલા લડાખની અત્યંત સુંદર સિનેમેટોગ્રાફી , ક્યારેક મસ્તી તો ક્યારેક ભાવવાહી ગીત- શાતનુ મોઇત્રાનુ સંગીત , રાજકુમાર હિરાની નું પરફેક્ટ દિગદર્શન , અને મનને સ્પર્શી  જતા અભિનયથી ભરપુર ” ૩ ઇડિયટસ ” ફિલ્મ યુવા વર્ગ માટે મનોરંજન  ઉપરાંત વડીલો માટે અતિ મહત્વનો સંદેશ આપતી આ વર્ષની અતિ સુંદર ફિલ્મ બની છે.

કલાકાર-આમીરખાન,કરીના કપૂર,શરમન જોષી, આર. માધવન,બોમન ઇરાની.

પ્રોડયુસર – વિધુ વિનોદ ચોપરા.

ડાયરેકટર-રાજકુમાર હિરાની

મ્યુઝિક– શાતનુ મોઇત્રાનુ

એક્ટિંગ* * * * * મ્યુઝિક-* * *  સ્ટોરી-* * * * *એકશન-* * * * સિનેમેટોગ્રાફી-* * * **

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૬/૧૨/૨૦૦૯ ના પ્રગટ થયો.”

*****

Advertisements

Entry filed under: - film reviews -.

” ફેશન શો ” ” લંડનના વિખ્યાત લેન્ડમાર્ક ”

5 ટિપ્પણીઓ

 • 1. vijayshah  |  ડિસેમ્બર 26, 2009 પર 1:53 પી એમ(pm)

  aabhaar!

 • 2. Bhupendrasinh Raol  |  ડિસેમ્બર 26, 2009 પર 5:12 પી એમ(pm)

  રાજુલબેના,
  આમેય આપણને અમીરખાન ના મુવી જોવા ગમે છે.હંમેશા કૈક નવો સંદેશો લઇ આવે છે.તારે જમીન તો ખુબજ ગમેલું,ડીસ્કલેશ્યા વિષે હું વર્ષો થી જાણતો હતો,પણ મુવી જોયા પછી લાગેલું કે હાશ હવે આખો સમાજ આના વિષે જાણશે.અહી રાતે ૧૦ વાગે જયલેનો નો શો આવે છે,જાય લેનો પણ નાનપણ માં આનો જ શિકાર હતો,અત્યારે સેલીબ્રીટી છે.સરસ.

 • 3. readsetu  |  ડિસેમ્બર 27, 2009 પર 3:51 પી એમ(pm)

  thank you Rajul

  Lata Hirani

 • 4. jignesh  |  જાન્યુઆરી 1, 2010 પર 6:04 એ એમ (am)

  khub saras

  mane vachi ne ghanu gamyu

  i also amir’s friend

 • 5. rajniagravat  |  જાન્યુઆરી 2, 2010 પર 7:45 એ એમ (am)

  * “ચેતન ભગતની ” Five Poin Some One ” ના મૂળ પરથી..” -> પણ એ લોકો તો આ સ્વિકારવ તૈયાર જ નથી અને ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે ! !

  * “બોમન ઇરાની નો એટલે જ સચોટ અભિનય છે” -> યેસ્સ એગ્રીડ.

  # જો કે મારો અંગત મત છે (જે વિશે મેં પણ બ્લોગ પોસ્ટ લખેલ જ છે) કે ફિલ્મ એવરેજ છે, ભંગાર નથી એમ ‘તારે ઝમી પર’, ‘પા’ , ‘મુન્નાભાઈ’ વગેરે પાસે આનો કોઇ ક્લાસ નથી. માત્ર પબ્લીસીટીથી 100 કરોડથી વધુ વકરો કરેલ છે.


Blog Stats

 • 97,667 hits

rajul54@yahoo.com

Join 908 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: