” જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો ”

December 22, 2009 at 4:27 am 9 comments

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી જેકસન બ્રાઉનની કલમે લખાયેલી વાતો

* ‘કેમ છોકહેવાની પહેલ દર વખતે આપણે કરવી જોઇએ.

* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે વંચાય.

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

*આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

* મહેણુક્યારે મારો.

* એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક આશા હોય.

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.

* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.

* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

* દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.

* ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

* સંતાનો નાના હોય ત્યારેથી તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.

* તમને પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

* કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે એવું માનીને ચાલવું નહીં.

* રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો.

* પત્તા રમીને સમય વેડફો નહીં.

* રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.

* માબાપ,પતિપત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.

* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.

* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

* બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

* દિવસની શરુઆત તમારા મગમતાં સંગીતથી કરશો.

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં હોઇ શકે છે.

*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

* શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

* બચત કરવાની શિસ્ત પાળો.

* સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.

* રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં.

* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.

* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.

* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી હશે એમ માની લેવું નહીં.

* ધરમાં એક સારો જોડનીકોશ વસાવો.

* વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

* ધર પોષાય એટલી કિંમતનું લેવું.

* બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

* મારામારી થાય તો પહેલો મુક્કો આપણે મારવાનો અને જોરદાર મારવાનો.

* ગાડી સસ્તી વાપરવી.

* ભાષણ આપતાં પહેલાં ભોજન કરવું નહીં.

* મત તો આપવો .

* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જોઇએ.(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

Entry filed under: પ્રકીર્ણ.

– Merry Christmas and a Happy New Year – ”કલા વાર્તા”

9 Comments

  • 1. Manisha Patel  |  December 22, 2009 at 1:26 pm

    રાજુલ આપનો ખૂબ ખૂબ આભાર આ ઉપયોગી આર્ટીકલ આપવા માટે….. તમે લખેલ આર્ટીકલ જીવનમાં અત્યંત જરૂરી એવા વન લાઈનર છે….

    મનિષા પટેલ
    http://www.gujjustuff.com
    http://smsfunzone.blogspot.com

    Like

  • 2. kokila  |  December 22, 2009 at 2:38 pm

    Thank you Rajulji for such a good representation.THANK YOU SO
    MUCH! EXPECTING MANY THINGS FROM YOU IN FUTURE.
    WARMEST REGARDS.

    Like

  • 3. vijayshah  |  December 22, 2009 at 11:02 pm

    aabhar

    Like

  • 4. વિનય ખત્રી  |  December 23, 2009 at 5:23 pm

    જેકશન બ્રાઉનની ટીપ્સ, લાઈફ’સ લિટલ ઈન્સ્ટ્રકશન બુક બહુ મજેદાર પુસ્તિકા છે.

    લખાણમાં ‘ઘ’ની જગ્યાએ ‘ધ’ વપરાયો છે તે સુઘારી, આઈમીન સુધારી લેજો.

    Like

  • 5. sanat vyas  |  December 26, 2009 at 7:03 am

    tari katar no niyamit vachak chhu, eno labh meenavyas6@yahoo.com ne api labhnvit kare ej vinananti.

    Like

  • 6. PRATAP SACHDEO  |  December 28, 2009 at 11:35 am

    WAH! REALLY ENJOYED. I WILL MAKE AN HABIT TO READ YOUR ARTICLES AND CREATIONS. ALL THE BEST AND HAPPY NEW YEAR.

    Like

  • 7. PRATAP SACHDEO  |  December 28, 2009 at 11:37 am

    WAH REALLY ENJOYED. I WILL MAKE AN HABIT TO READ YOUR ARTICLES AND CREATIONS. ALL THE BEST AND HAPPY NEW YEAR IN ADVANCE.

    Like

  • 8. મુર્તઝા પટેલ  |  October 17, 2010 at 6:13 pm

    સિમ્પલી વંડરફૂલ! ફ્રેમ મઢાવીને અમલ કરવા જેવી વાતો…

    પણ આ વાત કેમ જાણે ના ગમી.: મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો.

    એવું થાય એ પેહલા પેલો શાંત થઈ જાય એવું કૈક કરીએ ને!

    Like

  • 9. Utkantha Dholakia  |  November 20, 2010 at 4:42 pm

    VERY NICE..

    Like


Blog Stats

  • 138,556 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 129 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2009
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: