”મૃત્યુ નુ ગીત”

September 20, 2009 at 2:58 am 12 comments

2771715500_0611cc0cedમૃત્યુ પણ મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે,
જિંદગી પણ કયારેક ગેલમાં આવી જાય છે.
શૂન્ય પાલનપુરી-

 

એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું.

તરતો તરતો માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ નજરે પડતું હતું. માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.

દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે નહીં, બાકી મારી હાલત આવી થાય.

ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે તેને સમજાતું હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું.

અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય પહેલાં ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો.

હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો માણસ બેઠો હતો. અચાનક એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું હોત તો અમને ખબર પડત કે અહીં કોઇ છે!

માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!

કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર નાખતા હોતા નથી.

સમય અવળચંડો છે. ઘણી વખત બધું આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગવા માંડે છે. સમયમાં સમયની વ્યાખ્યા છુપાયેલી છે. ત્રણ અક્ષરનાં સમયને તોડીને બે-બે અક્ષરો કરો તો એક શબ્દ થશે સમ અને બીજો શબ્દ થશે મય. સમ એટલે સરખું અને મય એટલે મગ્ન. જે દરેક સમયને સમ એટલે સરખો સમજીને મય એટલે કે મગ્ન રહે છે તેને સમયનો ડર લાગતો નથી.

પવન કદીયે એક દિશામાં વાતો નથી. દરિયો કદીયે એક કિનારે સ્થિર થતો નથી. ઝરણું કયારેય અટકી જતું નથી. તો પછી સમય કેવી રીતે કાયમ એકસરખો રહે? કંઇક ગમતું કે ખરાબ બને ત્યારે માણસ કહે છે કે, કંઇક સારું થવાનું હશે. રાતની કાળાશની અંતિમ પળ પછી સવારના પહેલા કિરણનો જન્મ થતો હોય છે.

દરેકની જિંદગીમાં કયારેક ને કયારેક એવું થયું હોય છે કે તેનું ઘ્યાન પડે. માણસને સમજાય નહીં કે શું થવા બેઠું છે? આવા સમયે કંઇક નવું બને છે અને ધૂંધળી પડી ગયેલી દિશાઓમાંથી કોઇ રસ્તો મળી આવે છે. સમય પણ સમયાંતરે કસોટી કરતો રહે છે, જે સમયને સમજે છે કયારેય નાપાસ કે નાસીપાસ થતો નથી. યાદ રાખો, સુખ ચક્કર મારીને પાછું આપણી પાસે આવવાનું છે. એની પાછળ દોડો નહીં, એની રાહ જુઓ,ડર્યા કે ડગમગ્યા વગર!

જીવનની અડધી ભૂલો તો એટલા માટે થાય છે કે જયાં આપણે વિચારથી કામ કરવું જોઇએ ત્યાં આપણે લાગણીશીલ થઇ જઇએ છીએ અને જયાં લાગણીની આવશ્યકતા હોય છે ત્યાં આપણે વિચાર કરીએ છીએ.

 

અજણ્યો લેખક

સૌજન્ય શ્રિકાન્ત શાહ

 

 

Entry filed under: પ્રકીર્ણ, હકારાત્મક અભિગમ.

”દિલ બોલે હડીપ્પા.” – film reviews – ”મન રે……તુ કાહે ક્રોધ કરે”

12 Comments

  • 1. વિજેશ શુકલ  |  September 20, 2009 at 11:51 am

    A very nice article that can definitely console a disheartened person.

    Like

  • 2. અક્ષયપાત્ર  |  September 21, 2009 at 3:55 am

    સુંદર દ્રષ્ટાંત !

    Like

  • 3. Rajan  |  September 21, 2009 at 9:18 am

    Awesome. This is very very good article.

    Like

  • 4. Heena Parekh  |  September 21, 2009 at 9:49 am

    ખૂબ જ સરસ.

    Like

  • 5. પ્રવિણ કે.શ્રીમાળી  |  September 22, 2009 at 10:59 am

    સરસ અને આશાવાદ જગાવતી એક અનુભવ કથા અને સરસ ઉદારણીય ! પરંતુ આ લેખ ના અસલી લેખક રાજુલબેન તમારે શોધવા રહ્યાં, જેને પણ આ લેખ લખ્યો છે, તે અજ્ઞાત લેખક ને અભિનંદન અને તમને પણ, કેમકે તમે સરસ શોધી લાવ્યાં.

    Like

  • 6. Rajul  |  September 23, 2009 at 5:03 am

    આભાર પ્રવીણભાઇ.

    હું પણ ઇચ્છુ કે એ અજ્ઞાત લેખક સુધી હું પહોંચી શકુ.વાત માત્રથી આશાવાદ જગાવતી એ વ્યક્તિ કેટલી આશાથી છલોછલ હશે?

    Like

  • 7. sanat vyas  |  September 24, 2009 at 4:32 am

    ughadi aanke na dekhati hakikat drashtigochar saman chhe!, mrutyu nu nu geet ni vat, amne aavij vato pirsya karo.

    Like

  • 8. Ameeta  |  September 24, 2009 at 12:58 pm

    Good one.

    Like

  • 9. Tanvee  |  October 3, 2009 at 2:12 pm

    wonderful

    Any article that t radiates positivity of thinking or towards life , touches my heart , so did this .
    Simple and good writing too.

    Like

  • 10. પી. યુ. ઠક્કર  |  November 2, 2009 at 10:49 am

    વિઘ્ન દોડ જેવી જીવનયાત્રા
    ” એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું! ”

    એક સરસ વારતા –

    – જાણે અજાણે ઘડાયેલી કંઇક ગ્રંથીઓ.
    – શાણપણરૂપ(!!!) ભાસતી કેટલીય આપણી જ સમજણો –
    સમયરૂપી ઠોકર સમજાવે – જવા દો !!! એ તો ગેરસમજ હતી.
    ઇશ્વર પ્રત્યેનું સમર્પણ કેટલા બધા તર્ક-વિતર્કોમાંથી મુક્તિ આપી દઇ શકે !! પણ સમર્પિ‍ત થવું કેવી રીતે?
    ‘સુબહ’ ફિલ્મનું કવિતા જેવું આ એક ગીત આપણને તે દિશામાં લઇ જઇ શકે તેમ છે. એક ચિંતનાત્‍મક નોંધ..
    Please visit & Enjoy. Your views will be appreciated.

    તુમ આશા વિશ્વાસ હમારે..
    http://gujaratikavitaanegazal.ning.com/profiles/blogs/3499594:BlogPost:81793

    Like

  • 11. પી. યુ. ઠક્કર  |  November 2, 2009 at 10:57 am

    જીવનની ઘણી ફીલોસોફી મૃત્‍યુ જ આપણને શીખવાડે છે – તેની સચોટ વારતા.

    જીંદગી ધારીએ છીએ એટલી લાંબી નથી.

    દરરોજ મરીને દરરોજ નવું જીવન અનુભવવુ જોઇએ.

    વળગણો અને ગ્રંથીઓથી મુક્તિ મેળવવાનો કદાચ આ ઉપાય હોઇ શકે.

    પણ ખરેખર મૃત્યુ કે મૃત્યુની કલ્પના કેવી હોઇ શકે?એક કવિતા.

    Please visit & Enjoy. Your views will be appreciated.
    મૃત્‍યુને જીવનમાં ફેરવી દઉં…

    http://gujaratikavitaanegazal.ning.com/profiles/blogs/3499594:BlogPost:41440

    Like

  • 12. readsetu  |  December 16, 2009 at 11:04 pm

    તમારો બ્લોગ જોયો. ઘણી પોસ્ટ વાંચી.. મજા પડી.. અભિનંદન
    લતા હિરાણી

    Like


Blog Stats

  • 150,407 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 123 other subscribers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

September 2009
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મન માનસ અને માનવી

પ્રવિણાની વિચાર ધારા

Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!