Archive for ડિસેમ્બર 17, 2009

”હિન્દી સિનેમાનો ઇતિહાસ”

હીન્દી ફિલ્મોનો વર્તમાન સમય લોકમાનસ પર અભૂતપૂર્વ પ્રભુત્વ છે. માનવી જે પોતાની કલ્પનામાંવિચારી શકે તેવી તમામ વાતો,લાગણીઓ ને જ્યારે ફિલ્મોમાં પ્રતિબિંબીત થતી જુવે ત્યારે તે તરત એકદમ પોતીકું લાગે છે. બાલપણ માં જેમ પરીઓની દુનિયામાં-કાલ્પનિક જગતમાં ખોવાઇ જવાનો આનંદ હોય છે એવોજ આનંદ અત્યારે પ્રત્યેક વ્યકિતને અનુસંધિત બાબતોને તાદ્દશ્ય થતી જોવામાં આવે છે.

જો કે હીન્દી ફિલ્મો નો ઇતિહાસ ધણો જુનો છે. અત્યારની વર્તમાન પેઢી કરતાં આગળ વધીને ગઇકાલ ની વીતી ગયેલી પેઢી કરતા પણ જુનો.લગભગ ૧૫૦ વર્ષ જુની ફિલ્મો ની તો અત્યારના કોમપ્યુટર યુગની હાઇટેક જનરેશનને કલ્પના પણ નહીં આવે.સૌ પ્રથમ તો સળંગ ફિલ્મોના બદલે ટુકડા-ટુકડામાં વહેંચાતી મુંગી ફિલ્મોથી શરુઆત થઇ. પહેલી ટુંકી ભારતીય ફિલ્મના દિગ્દર્શક હતા હીરાલાલ સેન.ત્યાર બાદ ઇતિહાસના પાના બદલાતા ગયા.ફિલ્મોના રુપરંગ પણ બદલાતા ગયા.ફુલલેન્થ મોશન પિ્ચ્ચરના પ્રોડયુસર હતા. દાદાસાહે ફાળકે, ત્યારબાદ ૧૯૧૩ માં ઉતરેલી રાજા હરિશચંદ્ર ફિલ્મ વિશે શકય છે આજના વડીલોને પણ જાણ હશે.

લગભગ૨૦ની સદીથી પરવડે તેવી ટીકીટો સાથે થિયેટરમાં રજુઆત થવા માંડી.શરુઆતની બ્લેક એન્ડ વાઇટ ફિલ્મોમાં અરદેશર ઇરાનીની ”આલમ આરા’-૧૯૩૧,૧૯૩૫ ની સૌથી સફર ફિલ્મ ”દેવદાસ”ને તો હજુ પણ સમયના લોકો યાદ કરે છે.

સમય પલટાતો ગયો તેમ ગીતો,ડાન્સ,મ્યુઝીક સાથે રોમાન્ટીક મસાલા ફિલ્મો બનવા લાગી.લગભગ ૧૯૪૦ થી ૧૯૬૦ નો સમય તરીકે હિન્દી સીનેમાનો ”ગોલ્ડન એજ” તરીકે ઓળખાતો સમય.ગુરુદત્ત,રાજકપુર ની ફિલ્મોએ તો રીતસર લોકોમાં જુવાળઉભો કરવાનુ શ્રેય લીધું. ત્યારબાદ મધર ઇન્ડીયા,મુગલે આઝમ,વ્હી શાંતારામ,બીમલ રોય,રિત્વીક ધટક.કમલ અમરોહી અને વિજય દત્ત આવ્યા.સમયની હિન્દી ફિલ્મોમાં વાર્તાતત્વનું મહત્વ ધણું રહેતું.

અત્યારે મલ્ટીપ્લેક્સમાં ૧૦૦ થી૧૫૦ રુપિયા ટીકીટના ખર્ચીને જનારાને જો એમ કહેવામાં આવે ૦૦.૨૫ પૈસામાં ટીકીટ મળે અને ટીકીટ પર દિવસમાં અધુરેથી ફરી પણ ફિલ્મ જોઇ શકાય તો કોઇના મનમાં ઉતરે.

સમયના બદલાવ સાથે ઇસ્ટ્મેન કલર-સાઉન્ડ સિસ્ટમાં વગેરે થી વધુ ને વધુ આકર્ષક બનતિ ફિલ્મો લોકોને વધુ ને વધુ થિયેટરો તરફ આકર્ષયા.ફિલ્મોના રંગ રોગાન સાથે સાથે ધણું બધું બદલાતું ચાલ્યું.

આજના યુવા વર્ગની દિલ ની ધડકન કહેવાતા રણબીર કપુરના પિતા,કાકા,અને દાદા પણ હિન્દી ફિલ્મો પર પોતાનો પ્રભાવ જે રીતે મુકીને ગયા તેમાં સમય જતા રાજેશખન્ના-અમિતાભ બચ્ચન અને ત્યારબાદ શારુખખાન જેવા અદાકારો સુપર સ્ટારડમ જેવો શબ્દ હિન્દી ફિલ્મોને આપ્યો.

સદીઓ જુની રામાયણ કે મહાભારત જેવા મહાકાવ્યો ધેર ધેર વંચાતા.લોકો તેમાંથી પોતાને અપનાવા લોગ વાતો શિખાવા અને જીવનમાં ઉતારવા મથતા. આજની પેઢી પણ લગભગ તો દિશામાં છે. ફિલ્મોની અસર આજે પણ એટલીજ અકબંધ છે ત્યારે વિચાર આવે કે આટલા વિશાળ માધ્યમ દ્વારા ખરેખરે આપણે કેટલું સાચુ અને સારુ શિખવા પ્રયાસ કરીએ છીએ?

હંમેશા સિક્કાની બે બાજુ હોય છે તેમ વસ્તુની રજુઆત ને જોવાની પણ દ્રુષ્ટિ હંમેશા હોય છે. સારી અને સાચી વસ્તુને ગ્રહણ કરીને ખોટી અને ખરાબ અસરોને બતક જેમ પીંછામાંથી પાણી ખંખેરી નાખે તેમ મન પરથી ખંખેરી નાખનારા કેટલા?

એક સમય હતો જ્યારે માતાપિતા પહેલા ફિલ્મ જોતા અને બાળકોને બતાવવા યોગ્ય લાગે તો વાત આગળ વધતી. જ્યારે અત્યારે વાત એટલી આગળ વધી ગઇ છે કે મોર્નીગ શો માં પણ ટીન એજનું ક્રાઉડ વધારે જોવા મળે છે.આમાંથી કેટલાકના માતા-પિતા વાત થી જ્ઞાત હશે? એમને તો જ્યારે ધૂમ- સ્ટાઇલથી છોકરો બાઇક ચલાવી કોઇને ઠોકી આવે અથવા પોતે ઠોકાઇને આવે ત્યારે ખબર પડતી હશે ને?

આગળ કહ્યું તેમ સિક્કાની બે બાજુ હોય છે.તેમ અત્યારે પણ ધણી એવી ફિલ્મો આવે છે જેમાં સમજવા-સ્વીકારવા જેવા ધણા સંદેશા અપાયેલા હોય છે.

સીસ્ટમ સામે આક્રોશ ઠલવતી કેટલી ફિલ્મો આવી? પણ એથી કરીને આટલાં અન્યાયો સામે પણ કોણે માથું ઉચકયું? વ્યકિત માત્ર સમાધાનવ્રુત્તિ પર જીવતી થઇ ગઇ છે. જ્યા જેટલું જોર ચાલે ત્યા સુધી ઠીક છે બાકી તો સમાધાનના નામે સ્થિરતા અથવા તો જડતા લાવવામાં પણ ક્યાં કોઇ રોકે છે?

આવી આક્રોશ ઠાલવતી ફિલ્મોના સર્જક શ્યામ બેનેગલે વાસ્તવિકતાને સ્પર્શતી , લાગણીઓ ને ઝંઝોડતી કથાનકવાળી ફિલ્મો આપી.લગભગ ૧૯૭૦ ના દાયકા દરમ્યાન શ્યામ બેનેગલે નવો જ ચીલો ચાતર્યો. ત્યારબાદ લગભગ ૧૯૭૫ના દાયકાથી અમિતાભ યુગનો પ્રારંભ થયો. શોલે ફિલ્મે તો જાણે હિન્દી ફિલ્મોના તમામ રેકોર્ડ તોડ્યા. આ પહેલા મુગલે-આઝમ ઘણો લાંબો સમય ચાલેલી ફિલ્મ હતી. દિવાર/ ત્રિશુલ/  સિલસિલા જેવી ફિલ્મો દ્વારા અમિતાભ નો સૂરજ મધ્યાને પહોંચ્યો. આ ગાળામાં લગભ કમર્શીયલ સિનેમા યુગ નો પ્રારંભ થયો. ૧૯૮૦ થી ૧૯૯૦ના સમય દરમ્યાન મિ. ઇન્ડિયા , કયામત સે કયામત તક , ચાંદની , મૈને પ્યાર કિયા જેવી હીટ ફિલ્મોનું સામ્રાજ્ય ઉભુ થયુ.

સમય બદલાતો જતો હતો તેમ નવા નવા અભિનેતા -દિગદર્શક્નો સિતારો ચમકવા લાગ્યો.  આ સમય હતો મણીરત્નમ, કરણ જોહર, સંજય લીલા ભણસાલી, મધુર ભંડારકર જેવા દિગદર્શકો ને અને ખાન ત્રિપુટીનો. સમય પલટાતો હતો.નવા નવા ચહેરા , નવા દિગદર્શક ,નવી કથા, નવા પ્રયોગો આવતા રહ્યા.

પહેલા એક સમય હતો કે જ્યારે ફિલ્મો ૨૫ અઠવાડિયા, ૫૦ અઠવાડિયા સુધી ચાલતી. રાજેન્દ્ર કુમાર જેવા જ્યુબીલી સ્ટાર કહેવાતા. વર્તમાન સમયમાં જેટલી ઝડપે ફિલ્મો બનતી ગઈ તેટલી ઝડપે ફિલ્મો ફેંકાતી ગઈ. ૨૫ અઠવાડિયાના બદલે ૨૫ દિવસ ચાલે તો ઘણું  અને ૫૦ દિવસ ચાલે તો અધધ કહેવાય તેવી પરિસ્થિતિ  સર્જાઇ. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મો પ્રેક્ષકોના મનમાં જગ્યા કરે તે પહેલા તો વિસરાવા લાગી.

અને આજની ફિલ્મોનો તાશીરો  સૌની નજર સામે જ છે. ખરતા તારાની માફક ફેંકાઇ જતી ફિલ્મો નો ઇતિહાસ કોને ખબર કેવા અક્ષરોએ લખાશે?

Advertisements

ડિસેમ્બર 17, 2009 at 4:32 એ એમ (am) 2 comments


Blog Stats

  • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page