Archive for ડિસેમ્બર 15, 2009

”રોકેટસિંગ-ધ સેલ્સમેન ઓફ ધ ઇયર”- film reviews –

રોકેટસિંગનાં સપનાં કોમનમેનને ગમશે?

સેલ્સ,માર્કેટીંગની દુનિયા માટે કહેવાય છે કે જે એકસીમોને જઇને ફ્રીઝ વેચી આવે,અથવા તો ધગધગતા રણમાં જઇને છત્રી કે રેઇનકોટ વેચી આવે,મરતા માણસોને લાઇફટાઇમ મોબાઇલ કનેકશન ની સ્કીમ અપાવે તે સાચો સેલ્સમેન.હરપ્રિતસિંગ (રણબીરકપુર) એક આવો જ મહત્વકાંક્ષી,સ્વપનિલ ફ્રેશ ગેજ્યુએટ થયેલો યુવાન છે.ભણતર ને જીંદગીના ચણતર સાથે કેવી લેવાદેવા છે તે તો ભગવાન જાણે પણ હરપ્રિત તેના સ્વપ્ના આગળ વધવાની ધગશને કોઇ મેડિકલ,એન્જીનીયરીંગ કે બિઝનેસ સ્કુલની જરુર નથી કે નથી જરૂર ફર્સ્ટ ક્લાસ માર્કની.

રણબીરકપુરને એક નવાજ ગેટઅપઅમાં,એક નવા જ લુક અને અંદાજ સાથે આવા જ આઇડીયા ધરાવતા યુવકના રોલમાં ચમકાવતી ‘યશરાજ ફિલ્મ રોકેટસિંગનું દિગ્દર્શન સંભાળ્યુ છે શિમિત અમીને. ચક દે ઇન્ડીયા ફેમ જગદીપ સહાનીના ડાઇલોગ્સ એ આ ફિલ્મ નો મૂળ પાયો છે.હંમેશા  ફિલ્મોમાં આવતા સામાન્ય માણસની કથામાં સૌને પોતાનું પ્રતિબિંબ દેખાતુ હોય છે. તાજા ગ્રેજ્યુએટ થયેલા નવયુવાનોને રોકેટસીંઘ ની સાથે પોતાના જીવનનો તાલમેલ જોડાતો અનુભવાશે. અને અનુભવમાં જો એન પ્રતિક સમો પોતાનો પ્રિય અભિનેતા હોય તો તેનામાં પોતાનુ પ્રતિબિંબ અવશ્ય દેખાશે. આવા એક સામાન્ય જન (કોમન મેન)ની કથામાં હરપ્રિત (રણબીર કપુર) વેક અપ સિડ અને અજબ પ્રેમ કી ગજબ કહાની કરતા જુદા જ પાત્રમાં અને સર્વ સામાન્ય જનને સ્પર્શી જાય તેવા સરદારજીના રોલ માં જચી જાય તેમ રજૂ થાય છે. રણબીર એક પછી એક ફિલ્મો દ્વારા પોતાનું સ્થાન મજબૂત કરતા જાય છે.

શેરોન પ્રભાકર અને અલક પદમશીની પુત્રી શેહનાઝ પદમશીનું આ ફિલ્મ દ્વારા આગમન થયું તે પહેલા મોડલીંગની દુનિયામાં આપણે તેને જોઇ ચુક્યા છીએ. શેહનાઝ પદમશીએ પ્રથમ ફિલ્મથી ઘણા બોલ્ડ સીન આપીને અભિનય કરતા વધૂ દેખાવ તરફ ધ્યાન આપ્યુ છે.

આજની પેઢીને અનુલક્ષીને રચાયેલા  ગીત-સંગીત ક્યારેક જૂની યશરાજ  ફિલ્મોની યાદ અપાવે છે જે આજે પણ સદાબહાર ગીતોની જેમ મનમાં ગૂજે છે.

જનરલ કોમેડીના ઢાંચામાં ઢળેલી આ ફિલ્મ હળવા મનોરંજન સાથે રણબીર કપુરની હલકી -ફુલ્કી પ્રતિભાને  રજૂ કરે છે.

કલાકાર-રણબીર કપુર,સેહનાઝ પદ્મસિંહ.

મ્યુઝિક-સલિમ-સુલેમાન.

ડાયરેકટર-શમિત અમીન.

એક્ટિંગ-* * * મ્યુઝિક-* * સ્ટોરી-* * એકશન-* * સિનેમેટોગ્રાફી-* * *

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૧૨/૧૨/૨૦૦૯ ના પ્રગટ થયો.”


Advertisements

ડિસેમ્બર 15, 2009 at 3:57 એ એમ (am) 2 comments


Blog Stats

  • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page