”પા”- film reviews –

December 5, 2009 at 4:24 am 18 comments

-સંવેદનાઓનો અનોખો સેતુ-

કેટલીક શોલે અથવા મોગલે આઝમ જેવી રિપિટ વેલ્યુ ધરાવતી ફિલ્મો બને તો ક્યારેક વન્સ ઇન લાઇફ ટાઇમ જેવી ચિર-સ્મરણીય ફિલ્મો બને જેને વારંવાર જોવાના બદલે વારંવાર યાદ કરો.”બ્લેક ની માફક અમિતાભ બચ્ચનને લઈને આવેલી આર. બાલક્રીશ્નનની “પા “ફિલ્મ પણ અમિતાભ બચ્ચનના મેકઅપ ઉપરાંત તેના ફિઝિકલ ગેટઅપ અને તેનાથી વધીને અભિનયના લીધે પ્રેક્ષકોન મનમાં હંમેશા યાદ રહેશે. “પા” જેવી ફિલ્મ જોઇને શા માટે અમિતાભ બચ્ચન સૌથી અનોખા છે તેની પ્રતિતી થાય. કહે છે ને કે અમિતાભ બચ્ચન જ્યાંથી કદમ ઉઠાવે ત્યાંથી નવી કેડી શરૂ થાય અને જ્યાં થોભે ત્યાં એક નવો અંજામ હોય. પ્રોજેરીયા જેવી જીનેટીક્સ ડિફેક્ટ લઈને જન્મેલા ઓરોની ભૂમિકામાં અમિતાભ બચ્ચને એક વધુ લાઇફ ટાઇમ — ચિર સ્મરણીય અભિનય આપ્યો છે. તેમના પ્રત્યેક વાદ સંવાદ, બાળ સહજ જીદ, બાલ સહજ વર્તન અને છતાંય એક સમજને એક કલ્પનાથી પણ વિશેષ ઉંડાણભર્યા અભિનયથી જીવંત કર્યો છે.

પ્રોજેરીયા એટલેકે એક એવી જીનેટીક ડીફેક્ટ જેમાં બાળકની વય કરતા વધુ ઝડપે તેની ઉંમર દેખાવા લાગે. માનસિક ૧૩ વર્ષની ઉંમરે પહોચ્યા હોય તેવી શારીરિક અવદશાએ પહોચેલા બાળક ઓરો (અમિતાભ બચ્ચન)ની સાથે તેના પરિવારની પણ કથા- વ્યથા અને સંવેદનાઓને વ્યકત કરતી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે અભિષેક બચ્ચન- વિદ્યા બાલન અને અરુંધતી નાગ પણ એટલા જ ખરા ઉતર્યા છે.

સફળ ગાયનેકોલોજીસ્ટ કરતાં પણ વધુ સફળ માં ના પાત્રમાં વિદ્યા બાલને ખુબ સંવેદનશીલ અભિનય આપ્યો છે. અત્યંત મહત્વકાંક્ષી- વિચાર સમ્રુધ્ધ અને જો ઇચ્છીએ તો પોલિટીકસને પણ એક સાચી અને સારી દુનિયા બનાવી શકીએ એવા પ્રયત્નમાં સફળ અમોલ આર્તે( અભિષેક બચ્ચન ) મનને અત્યંત જચી જાય છે.જેવી પોલિટીક્સમાં સાફ સુથરી ઇમેજ છે એવો જ સાફ પર્સનલ લાઇફમાં પણ અભિગમ છે.

ક્યારેક અજાણતા કરેલી ભુલની જ્યારે માણસને ખબર પડે ત્યારે વ્યક્તિ જો સાચી હોય તો ભૂલ ભોગવનાર વ્યક્તિ કરતા પણ તેને પોતાની ભૂલ વિષે વધુ વેદના થાય છે. આવો એક નાનકડી બાળકી દ્વારા અપાયેલો સંદેશ અભિષેક સુંદર રીતે વ્યક્ત કરે છે.

અહીં માત્ર પિતા જ નહી પણ માતા સાથે ના સંબંધોને -મિત્રોની પરિભાષા ને પણ આર .બાલ્કી એ ખુબ સરસ અને સંવેદના પૂર્વક રજૂ કર્યા છે. કથાની માવજત, કર્ણપ્રિય ગીત સંગીત અને બેક ગ્રાઉન્ડ મ્યુઝીક એમ બધી જ રીતે ચુસ્ત “પા” ફિલ્મ એક અનોખી ફિલ્મ બની છે.

કલાકાર-અમિતાભ બચ્ચન,અભિષેક બચ્ચન,વીદ્યા બાલન.

મ્યુઝિક-ઇલૈયારાજા.      ડાયરેકટર-આર બાલક્રિશ્રન.

એક્ટિંગ-* * * * મ્યુઝિક-* * * સ્ટોરી-* * * * એકશન-* * * સિનેમેટોગ્રાફી-* * *

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૦૫/૧૨/૨૦૦૯ ના પ્રગટ થયો.”


Entry filed under: ફિલ્મ રિવ્યુ.

”મિત્રતા ને ભૂલી ના જતા” અમિતાભ બચ્ચન મેકઅપ ”પા” –

18 Comments

 • 1. Hasmukh  |  December 5, 2009 at 4:49 am

  Thank You, Rajul
  Your effort will help person like me, who hardly see any moveie to see such a good film. This is my second reply to you this morning
  Hasmukh

  Like

 • 2. vishant  |  December 5, 2009 at 4:59 am

  very very nice paa

  Like

 • 3. Rajul  |  December 5, 2009 at 5:37 am

  Hamukhbhai,

  Thank you very much for your promt comments/replies for my articals

  Like

 • 4. Bhajman Nanavaty  |  December 5, 2009 at 7:36 am

  F. Scott Fitzgerald એ લખેલ શોર્ટ સ્ટોરી પર બનેલ હોલીવૂડ ફિલ્મ “The Curious Case of Benjamin Button” (2008) આ ફિલ્મને 3 ઑસ્કાર અવોર્ડ મળ્યા છે. કેટ બ્લાંચ અને બ્રાડ પિટ્ટ નો અદભુત અભિનય. વધુ વિગતો માટે
  જુવો http://www.imdb.com/title/tt0421715/maindetails.

  ઉપર્ના લેખમા આ વિષે ઉલ્લેખ થયો હોત સારું થાત.

  Like

 • 5. નટવર મહેતા  |  December 5, 2009 at 1:34 pm

  ‘પા’ ફિલ્મ જોઈએ એટલે ખબર તો પડશે જ.
  આપનો રિવ્યુ સારો જ છે એટલે ચિત્રપટ સારૂં જ હશે.

  પણ આ “પ્રોજેરિયા” વિષય છેક હમણા આપણા બોલિવુડને મળ્યો. એના પરથી એક સર્વાંગ સુંદર મુવી Robin Williams અભિનીત “JACK” છેક ૧૯૯૬માં થિયેટરમાં આવી ગયેલ છે. એમાં રોબિન્સનો અભિનય કાબીલ-એ-તારીફ છે. અને ‘પા’ માં અમિતાભજીની અભિનયની કળા સાથે સાથે મેઈકઅપ મેન ની કળા વધારે છે. જ્યારે “JACK”માં નર્યો અભિનય છે.

  અને એ મેઈકઅપ મેન બીજો કોઈ નહિ પણ ” Mrs. Doubtfire” નો જ મેઈક અપ આર્ટિસ્ટ છે જેમાં પણ રોબિન્સ વિલિયમ જ હતો.

  જેમણે “JACK” અને ” Mrs. Doubtfire” ન જોયું હોય તો એક વાર અવશ્ય નિહાળવાની ભલામણ છે.

  અહિં બીગબીને ઉતારી પાડવાનો કોઈ આશય નથી.

  Like

 • 6. chandravadan  |  December 8, 2009 at 2:12 am

  Rajulben…..Read the Review…..Need to see the Movie !
  Recently my Blog CHANDRAPUKAR had the 2nd Anniversary..You are invited to see the Post….Please DO come !
  http://www.chandrapukar.wordpress.com
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)

  Like

 • 7. Bhupendrasinh Raol  |  December 8, 2009 at 5:25 am

  “જેક” મુવી મેં પણ જોયું છે.આપણા લોકો પ્રથમ તો નકલ જ કરે છે.પહેલા આવો વિચાર કેમ નથી આવતો?દંભી બચ્ચન સાહેબ પ્રીમિયર વખતે એવું પણ નથી કહેતા કે આ બીજા કોઈ મુવી પરથી પ્રેરણા લીધી છે.એમનું ચીનીકમ અને નિશબ્દ પણ મૂળ અંગ્રેજી મૂવીની કોપી જ હતી.આપણે ખાલી ગોખણીયા અને નકલિયા જ બની ચુક્યા છીએ.જોકે બચ્ચન સાહેબ ના મુવીનો હું ફેન છું એ ના ભૂલતા. એ મારા ઓલ ટાઈમ ફેવરીટ એક્ટર છે.પણ હું ફિલ્મી અભિનેતાઓને હીરો કહેવાનો વિરોધી છું.અને એ બાબત નો મારો એક આર્ટીકલ દિવ્યભાસ્કર ના સિટીજન જર્નાલીઝમ વિભાગ માં પબ્લીશ થયેલો છે.જોકે મારા વિચારો કોન્ટ્રાવર્સી પેદા કરે તેવા હોય છે,એટલે ન્યુઝપેપર વાળા ને પબ્લીશ કરવા ભારે પડી જાય.એ માટે મારો બ્લોગ વાંચવો પડે “કુરુક્ષેત્ર” કલમની તલવાર. http://brsinh.wordpress.com/ and sword of rajput http://brsinh.blogspot.com/ .

  Like

 • 8. Rajul Shah  |  December 8, 2009 at 9:46 am

  આપની વાત એકદમ સાચી છે. પરંતુ આપ જાણો છો તેમ જગ્યાના અભાવે ઘણા અર્ટિકલ લખાયા હોય તે પુરેપુરા પબ્લીશ થઈ શકતા નથી તેવા સંજોગોમાં ફિલ્મ જોવા જવા ઇચ્છતી પબ્લીક માટે જેટલુ જરૂરી હોય તે જણાવાય તો પણ ઘણું છે.

  Like

 • 9. Rajul Shah  |  December 8, 2009 at 9:58 am

  આપણે જાણીએ છીએ કે ઘણી ફિલ્મો હોલીવુડની કોપી હોય છે.પણ કેટલી એવી હોલીવુડની ફિલ્મો બધા જોઇ શકવાના? ભલે કોપી કહો કે તમારા શબ્દોમાં આપણે ખાલી ગોખણીયા અને નકલિયા પુરવાર થતા હોઇએ પણ જો એમ કરતા પણ કોઇ સારી ફિલ્મ લોકો સુધી પહોંચતી હોય તો તે પણ ગનીમત જ છે. બાકી તો હાલમાં રિલીઝ થતી અને કદાચ આપણી ઓરિજીનલ આઇડીયાવાળી કેટલીક ફિલ્મો તમે જો જુવો તો ખ્યાલ આવશે કે અમારા જેવા ફિલ્મ રિવ્યુરને કેવી સજા થતી હશે?

  હા તમારી એક વાત સાવ સાવ સાચી કે જે ફિલ્મ ઉપરથી પ્રેરણા લીધી હોય તેનો ઉલ્લેખ અવશ્ય કરવો જોઇએ.

  Like

 • 10. Rajul  |  December 8, 2009 at 10:18 am

  ફિલ્મ ““JACK” હોય કે “The Curious Case of Benjamin Button” પણ એક સુંદર ફિલ્મ ઉપરથી પ્રેરણા લઈને પણ જો બોલીવુડવાળાને નવો વિષય મળે અને પ્રેક્ષકોને એક સારી ફિલ્મ તો એમાં કશું જ ખોટું નથી .
  હોલીવુડની દરેક ફિલ્મો લોકો સુધી પહોચે તેવું લોકોનુ ક્યાં સદભાગ્ય હોય છે ? તો ભલેને Robin Williams ના બદલે અમિતાભ બચ્ચનને નિહાળતા–એમાં વધુ પોતીકાપણુ લાગશે.

  Like

 • 11. Rajul  |  December 8, 2009 at 10:22 am

  આપની વાત એકદમ સાચી છે. પરંતુ આપ જાણો છો તેમ જગ્યાના અભાવે ઘણા અર્ટિકલ લખાયા હોય તે પુરેપુરા પબ્લીશ થઈ શકતા નથી તેવા સંજોગોમાં ફિલ્મ જોવા જવા ઇચ્છતી પબ્લીક માટે જેટલુ જરૂરી હોય તે જણાવાય તો પણ ઘણું છે.

  Like

 • 12. Rajul  |  December 8, 2009 at 10:23 am

  આપણે જાણીએ છીએ કે ઘણી ફિલ્મો હોલીવુડની કોપી હોય છે.પણ કેટલી એવી હોલીવુડની ફિલ્મો બધા જોઇ શકવાના? ભલે કોપી કહો કે તમારા શબ્દોમાં આપણે ખાલી ગોખણીયા અને નકલિયા પુરવાર થતા હોઇએ પણ જો એમ કરતા પણ કોઇ સારી ફિલ્મ લોકો સુધી પહોંચતી હોય તો તે પણ ગનીમત જ છે. બાકી તો હાલમાં રિલીઝ થતી અને કદાચ આપણી ઓરિજીનલ આઇડીયાવાળી કેટલીક ફિલ્મો તમે જો જુવો તો ખ્યાલ આવશે કે અમારા જેવા ફિલ્મ રિવ્યુરને કેવી સજા થતી હશે?

  હા તમારી એક વાત સાવ સાવ સાચી કે જે ફિલ્મ ઉપરથી પ્રેરણા લીધી હોય તેનો પ્રીમિયર વખતે ઉલ્લેખ અવશ્ય કરવો જોઇએ.

  Like

 • 13. નટવર મહેતા  |  December 8, 2009 at 1:46 pm

  અન્ય એક વાત કે જ્યારે આપના જેવાં ફિલ્મ વિવેચકો પણ મુળભુત સિનેમાનો ઉલ્લેખ કરતા નથી. એક વાક્ય લખી શકાય કે આ વિચારો પરથી કે આ ફિલ્મ આવી ગયેલ છે.
  અને જ્યારે આપની વિવેચના “દિવ્યભાસ્કર” જેવા માતબર દૈનિકમાં નિયમિત આવતી હોય ત્યારે તો ખાસ.
  અનુકરણ કરવામાં કોઈ શરમ ન હોવી જોઈએ. સારૂં હોય એનું અનુકરણ થાય છે. પણ એનો ઉલ્લેખ થતો નથી.
  ભટ્ટબંધુઓ તો સીધે સીધી ફ્રેમ ટુ ફ્રેમ નકલ કરે છે. ત્યારે સાલું લાગી આવે.

  Like

 • 14. Bhupendrasinh Raol  |  December 8, 2009 at 4:11 pm

  રજુલબેના,
  તમારી વાત સાથે સંમત છું.ભારતમાં બધા લોકો હોલીવુડ ના મુવી જોઈ ના શકે ને ભાષાનો પણ પ્રોબ્લેમ થાય જ.સારી ફિલ્મો ની રીમેક આપણી ભાષા માં થાય અને બચ્ચન સાહેબ જેવા એક્ટર હોય એટલે ચાર ચાંદ લાગી જાય એમાં નવાઈ નથી.બેન્જામીન બટન માં તો ઘરડો જન્મેલો ધીરે ધીરે જુવાન થતા પાત્ર ની વાત છે,અને એક દિવસ સાવ બાળક બની જાય છે.જયારે જેક ની વાત જુદી છે.વર્ષે ચાર વર્ષની ઝડપથી વધતા બાળક ની વાત છે.

  Like

 • 15. Dilip Gajjar  |  December 9, 2009 at 10:53 am

  Thanks for review Like to see this film.
  Dilip

  Like

 • 16. સુરેશ જાની  |  December 9, 2009 at 2:19 pm

  હવે તો ‘પા’ જોવું જ પડશે

  Like

 • 17. તપન પટેલ  |  December 11, 2009 at 1:53 pm

  તમે કહ્યું હતું તેમ મેં મારા બ્લોગ માં ગુજરાતી માં એસએમએસ મુકવાના શરુ કરી દીધા છે તો હવે મારા બ્લોગ ની લીંક તમારા બ્લોગ માં મુકવા વિનંતી.હું પણ તમારી લીંક મારા બ્લોગ માં મૂકીદઈશ.
  બ્લોગનિ લિન્ક-
  ફ્રી ગુજરાતી SMS માટે- http://gujratisms.wordpress.com

  Like

 • 18. Rajul  |  December 14, 2009 at 2:37 pm

  ખૂબજ મઝા આવી.ગુજરાતી માં એસ એમ એસ વાંચવા ગમ્યાં.તમારી લીંક મારા બ્લોકમાં મુકવા જલ્દી કાર્યવાહી કરીશું.

  Like


Blog Stats

 • 119,013 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

December 2009
M T W T F S S
« Nov   Jan »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: