” દે દના દન”- film reviews –

November 28, 2009 at 4:16 am 2 comments

નાની નાની વાતોમાં કોમેડીની ખોજ

પૈસો મારો પરમેશ્ર્વર અને તુ મારો જીવનભરનો ચાકર”આવા તોરમાં રાચતી માથાફરેલ માલકિન _(અર્ચના પુરનસિંઘ ) અને આખો દિવસ વૈતરુ કર્યા પછી પણ ઠન ઠન ગોપલ જેવો એનો ચાકર નિતિન (અક્ષય કુમાર) અને કુરિયર સર્વીસમાં જોડાયેલો રામ ( સુનિલ શેટ્ટી ) એવા મિત્રો છે જેમના નસીબમાં પૈસાદાર બાપની પ્રેમિકાને પામવા ઢગારી આશાઓ સિવાય કશું જ નથી .

જ્યારે હાથમાંથી સરી જતી સુંદરીઓને મેળવવા કોઇ ઉપાય રહેતો નથી ત્યારે કીડનેપીંગનો પ્લાન કરી પૈસા મેળવવા પ્રયત્ન કરે છે. ઘમંડી અર્ચનાનો એક માત્ર પ્રેમ મૂલચંદાનીજી (રખેને એને અર્ચનાનો પતિ કે પુત્ર માની લેતા) ને કિડનેપ કરવાનો પ્લાન કરે છે.પાણી પહેલાં લોકો પાળ બાંધે,અહીંયા તો પૈસો આવતા પહેલા શેખચલ્લીના મિનારા જેવા પ્લાન ધડાય છે.અને અક્ષયકુમાર કહે છે તેમ ”નસીબ હોગા ખોટા તો હાથમેં આયેગા લોટા”ની જેમ કિસ્મતનો કાણો પડિયો લાઇને નિકળેલા રામ અને નિતિનના જે હાલ-હવાલ થાય એની રામ કહાની એટલે ડીરેકટર પ્રિયદર્શનની મલ્ટી સ્ટારર ”દે દના દન”.

ખૂબ ઝડપથી આગળ ધકેલવાના પ્રયત્નમાં એક પછી તરતજ બીજા પાત્રને ખો આપતી એક પછી એક નવા ગૂંચવાડા ઉભી કરતી આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે કેટરીના કૈફ અને સુનિલ શેટ્ટી સાથે સમીરા રેડ્ડી ઉપરાંત અર્ચના પુરણસિંધ,પરેશ રાવલ મનોજ જોષી,વિક્રમ ગોખલે,ચંકી પાંડૅ ,અસરાની જ્હોની લીવર,શરત સકસેના,રાજપાલ યાદવ,શકિત કપૂર,નેહા ધુપિયા,અદિતિ ગોવત્રીકર—-અરે બાપરે! છેલ્લુ નામ લેતામાં પહેલું ભુલાઇ જાય એટલા તો પાત્રોની ભરમાર છે.સેવનસ્ટાર હોટલના રુમોના એક પછી એક ખુલતા બારણાની પાછળ ડેવલપ થતી એક પછી એક ગુંચવડાભરી પરિસ્થિતિમાં અનાયાસે અટવાયેલા પાત્રોને સાંકળતી કથામાં કથાતત્વ તો સાવ પાતળું જ છે. ફિલ્મની શરૂઆતથી મધ્યાંતર સુધી કહેવાતી કોમેડી ફિલ્મમાં પ્રેક્ષકોએ યાદ રાખવૂ પડે કે આપણે કોમેડી ફિલ્મ જ જોવા આવ્યા છીએ.ઇન્ટરવલ પછી થોડો વેગ પકડતી કથામાં જ્યારે આટલા બધા પાત્રો સામેલ હોય ત્યારે મૂળ નાયક-નાયિકા તો ક્યાંય ખોવાઇ જાય છે. અધવચ્ચે દિગદર્શકને યાદ આવે કે ફિલ્મમાં હીરો- હીરોઇન પણ છે. તો હવે શું ? ચાલો ત્યારે કબાટમાં પુરાયેલા અક્ષય કુમારને બહાર તો કાઢીયે. ખાસ્સો લાંબો સમય કબાટમાં જકડાઇ રહેવાથી હીરોના જકડાયેલા સાંધા છુટા તો પાડવા પડશેને? તો હવે ? …. ચાલો એકાદ ગીત ગવડાઇ લઇએ. પ્રેક્ષકોની યાદમાંથી ભુલાઇ જાય તે પહેલા રામલીલાની વેષભૂશામાં રામ-સીતા…(અક્ષય-કેટરીના )ને રજૂ કરી દીધા.

કિડનેપીંગના ગોટાળામાં આગળ વધતી કથામાં આટ-આટલા જીંવત પાત્રો હોવા ઉપરાંત એક લાશની પણ જરૂર પડે. હવે આ લાશ ક્યારે -કોની અને કોને આપવાની ? વળી એ લાશ માટે પૈસા ક્યારે -કોને અને કેવી રીતે આપવાના એ ચક્કરમાં અટવાતા તમામ પાત્રો, કોમેડી માટે જરૂર કરતા વધુ લાઉડ બનતા જાય ત્યારે “પુષ્પક ” જેવી એક પણ સંવાદ વગરની ફિલ્મ યાદ આવે. કશું જ કહ્યા વગર કેટલું બધુ કહેવાઇ જાય અને એની સામે બૂમરાણ-ધાંટા ઘાંટ કરવાથી શું હાંસલ થાય એનો તફાવત સમજાય છે.

એક સ્ટીરીયો ટાઇપ એક્ટીંગ સાથે અક્ષયકુમાર ,સુનિલ શેટ્ટી સાથે ખાસ કોઇ ધ્યાનાકર્ષક ભૂમિકા વગર રજૂ થતી કેટરીના અને સમીરા, બાવરા બંગાળી જેવો ચંકી પાંડૅ , હેરાફેરીના બાબુભઈના રોલમાં ઓતપ્રોત થયેલા પરેશ રાવલના બદ્લે અહીં પરેશ રાવલની ઇમેજમાં પણ ઉણા ઉતરતા હરબંસ ચડ્ડાનું પાત્ર , ચાઇનીઝ ડૉન- અસરાની  ,જ્હોની લીવર– આ બધાનો ઝમેલો પણ ફિલ્મને અસરકારક રૂપ આપી શક્યા નથી.

ફિલ્મના અંતે ક્લાઇમેક્ષ કહી શકાય તેવા સંજોગોની ફોટૉગ્રાફી , કેમેરા ટેકનિકથી લેવાયેલા દ્રશ્યોની કમાલ અને એમાં ફસાયેલા પાત્રોની ધમાલ અને છેવટે ખાધુ-પીધુ ને રાજ કર્યુ એવો અંત –આ સૌનો સરવાળો એટલે ” દે દના દન”

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૮/૧૧/૨૦૦૯ ના પ્રગટ થયો.”

Entry filed under: ફિલ્મ રિવ્યુ.

”કુરબાન”- film reviews – ”શેર બજાર”

2 Comments

 • 1. નટવર મહેતા  |  November 29, 2009 at 1:29 pm

  પુષ્પક તો લેજન્ડર્રી ચિત્રપટ કહી શકાય.
  અહિં હોલિવુડમાં જો એ ઉતતર્યું હોત અને અવતર્યું હોત તો ઑસ્કાર મળી જાત.
  કમલ હસન ક્યાં ખોવાયો?? કોઈ જરા ઉસકો ઢુંઢ કે લાઓ.

  Like

 • 2. Jagrut Patel  |  December 20, 2009 at 7:46 am

  પહેલાં જેવી પિક્ચરો, પિક્ચરોની વાર્તાઓ હવે મળતા નથી કે કોએ બનાવી જણતું નથી. બસ માત્ર ચીલાચાલુ વાર્તાને આધારે પિક્ચરોથી જ સંતોશ માનવો પડે છે. જો કે આમાં માત્ર વાંક નિર્માતા અને નિર્દેષકોનો જ નથી. વાંક દર્શકોનો પણ છે. પિક્ચરના દર્શકોએ પણ પોતાનો ટેસ્ટ નીચી કક્ષાનો કરી નાખ્યો છે, કે નિર્માતા અને નિર્દેષકો તે પ્રમાણે બતાવે છે. જો દર્શક પોતાની રુચી પ્રમાણેની ફિલ્મ જોવાનો જ આગ્રહ રાખે તો નિર્માતા અને નિર્દેષકોને તેવી ફિલ્મો બનાવવા મજબૂર કરી શકાય.
  રહી વાત ઓસ્કરની તો મારા ભાઇ હુ તમને એમ પુંછુ છુ કે શુ માત્ર વિદેશના લોકો આપણી ફિલ્મોને વખાણે અને તેને એવોર્ડ આપે તો જ આપણી ફિલ્મ શ્રેષ્ઠ – એવી આપણી માનસિકતા કેટલી યોગ્ય, આપણે આવી નબળી માનસિકતામાંથી ક્યારે બહાર આવીશું?

  Like


Blog Stats

 • 132,315 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 126 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2009
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


મારી બારી

દીપક ધોળકિયા

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: