” અજબ પ્રેમકી ગજબ કહાની ” – film reviews –
November 7, 2009 at 4:09 am 1 comment
-પ્રેમ કી નૈયા હૈ રામ કે ભરોસે-
કોમેડી ફિલમ બનાવવી જરા અધરી બાબત તો છે જ પરંતુ જો રાજકુમાર સંતોષી જેવા નિવડેલા દિગદર્શક નો આયાસ હોય તો તે પણ સફળ ફિલ્મમાં જ રુપાંતરિત થાય. રાજકુમાર સંતો્ષી હાલ સુધી હળવી મનોરંજન ફિલ્મો થી દૂર જ રહ્યા છે પરંતુ દામિની, ઘાયલ, ઘાતક જેવી ફિલ્મોના દિગ્દર્શક રાજકુમાર સંતોષી પ્રેક્ષકો ને આવી હળવી મસાલા મનોરંજન ફિલ્મ પણ આપી જ શકે તે અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મ જોયા વગર ખ્યાલ પણ ન આવે.
ઉટીમાં નફિકરા મિત્રોસાથે એટલોજ બેફિકર રહીને ”હેપી કલબ” ચલાવતા પ્રેમ(રણબીર કપૂર) નો એક માત્ર ઉદ્દેશ મુસીબતોમાં મુંઝાયેલા પ્રેમીઓને મદદ કરવાનો એમને મેળવી આપવાનો છે. એવાજ એક ચક્કરમા પોતાના મિત્ર માટે યુવતીનું અપહરણ કરીને લગ્ન કરાવી આપે છે. આ ચક્કરમાં જેનીફર(કેટરીના કૈફ) શરૂઆતમાં તો તેમના માટે ખોટો અભિપ્રાય બાંધી લે છે.પરંતુ સત્ય હક્કિતથી વાકેફ જેનીને પ્રેમ સાથે દોસ્તી થઈ જાય છે.દોસ્તી એટ્લે માત્ર દોસ્તી પ્રેમ નહીં.પરંતુ પ્રેમ ને ધીમે ધીમે જેની ગમવા લાગે ને એની ખુશી માટે એ દરેક પ્રયત્નો કરવા તૈયાર થાય છે જેનાથી જેની ખુબ ખુશ રહે.
જેનીનો ખુશ રાખવાના પ્રયાસોમા પ્રેમનો પ્રેમ, એની લાગણીઓના આરોહ-અવરોહ અને એની ખૂબીઓ પ્રગટ થતી રહે છે.જેનીફરને મદદ કરવાના ચક્કરમાં પ્રેમ અને જેની વારંવાર નજીક આવે અને પ્રેમ ને જેની મ્રુગજળની જેમ હાથમાંથી સરી જતી લાગે.
એક જમાનો હતો ત્યારે ૠષિ કપુરે યંગ જનરેશનને ઘેલી કરી હતી.
આજે રણબીર કપુરે એ તરફ પોતાની કેડી કંડારી છે. પ્રથમ ફિલ્મ “સાંવરીયા ” પછી ખાસ કોઇ ઇમેજ ઉભી કરવામાં પાછો પડેલો રણબીર “વેક અપ સીડ” પછી એક નવી અદા- અનોખા અંદાજ સાથે નજરે પડે છે. અભિનય પર પ્રભુત્વ મેળવવાના સફળ પ્રયાસ આદરેલા રણબીર કપુર્ને જોવાની લહેજત પડે તેવો માહોલ ” અજબ પ્રેમ કી ગજબ કહાની” માં જોવા મળે છે. ” પ્રેમ કી નૈયા હૈ રામ કે ભરોસે ” જેવા ગીતોમાં રણબીર ખીલી ઉઠે છે.
સદાય સુંદરતાથી આકર્ષક લાગતી કેટરીના કેફની અદાકારી પણ એટલી જ મસ્તી ભરી છે. ઢળતી આસમાની રાતમાં કેટરીનાનુ ધવલ -મુલાયમ સૌંદર્ય ષિ કપુરે યંગ જનરેશનને ઘેલી કરી હતી.આજે રણબીર કપુરે એ તરફ પોતાની કેડી કંડારી છે. પ્રથમ ફિલ્મ “સાંવરીયા ” પછી ખાસ કોઇ ઇમેજ ઉભી કરવામાં પાછો પડેલો રણબીર “વેક અપ સીડ” પછી એક નવી અદા- અનોખા અંદાજ સાથે નજરે પડે છે. અભિનય પર પ્રભુત્વ મેળવવાના સફળ પ્રયાસ આદરેલા રણબીર કપુર્ને જોવાની લહેજત પડે તેવો માહોલ ” અજબ પ્રેમ કી ગજબ કહાની” માં જોવા મળે છે. ” પ્રેમ કી નૈયા હૈ રામ કે ભરોસે ” જેવા ગીતોમાં રણબીર ખીલી ઉઠે છે. સદાય સુંદરતાથી આકર્ષક લાગતી કેટરીના કેફની અદાકારી પણ એટલી જ મસ્તી ભરી છે. “કૈસે બતાયે તુમ્હે કીતના ચાહે ,યારા બતા ના પાયે” ગીતમાં ઢળતી આસમાની રાતમાં કેટરીનાનુ નિખરેલુ ધવલ -મુલાયમ સૌંદર્ય અજબ સંમોહન ઉભુ કરે છે.
ક્યારેક કેટલાક નિવડેલા પાત્રો પણ ન ધારેલા પોતાના ચમકારા દેખાડી જાય તેમ દર્શન જરીવાલા અને સ્મિતા જયકર ની સમયોચિત કોમેડીથી ઉભી થતી રંગતની સાથે સાથે ભળતી મા ની મમતા- એટલે કે પ્રેમ ના શબ્દો માં ” મધર ઇન્ડીયા” ની મમતાનું સંમિક્ષણ ફિલ્મ ના ચઢાવ ઉતાર સાથે અજબ રીતે ભળી જાય છે.કોમેડી ફિલ્મમો માં રજૂ થતા વિલન -ડૉન પણ એક કોમેડી કેરેક્ટર જેવા જ રહેવાના.દહેશત ના બદલે ફારસનું વાતાવરણ ઉભુ કરતા આવા પાત્રમાં સાજીદ (ઝાકીર હુસેન ) નબળા પડે છે. બોડી બિલ્ડર ઉપેનના ભાગે નામ પુરતો જેનીના પ્રેમીનો રોલ કરવાનો આવ્યો છે એટલુ જ બસ છે. એથી વધુ ઉપેન પટેલને સહી શકાય પણ તેમ નથી. પ્રિતમ ચકર્બતીના સુરીલા સંગીતમાં સજાવેલા ગીતો એવા જ સુરીલા અને મસ્તીથી ભર્યા ભર્યા છે.
” અંદાજ અપના અપના” જેવી ફિલ્મો ની યાદ અપાવતી આ ફિલ્મમાં જો કે અંતમાં ઓવરડૉઝ આપતા મારધાડ ના સીન થોડા ટુંકાવાયા હોત તો એની અસરકારતા વધુ રહેત.
“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને07/11/2009 ના પ્રગટ થયો.”
Entry filed under: ફિલ્મ રિવ્યુ.
1.
snehaakshat | November 8, 2009 at 5:46 am
આનો મતલબ દીદી આ પિકચર થિયેટરમાં જોવા માટે પૈસા ખરચાય નહી કેમ? જો કે તમે પાયરેટેડ સીડી ની વિરોધ્માં હશો પણ હું તો ચેનલ પર જોવાની વાત કરું છું..એના તો હું દર મહિને પૈસા ખર્ચુ છુ..એટલે કદાચ એ તો ચાલે…
સ્નેહા-અક્ષિતારક.
LikeLike