Archive for November, 2009

”શેર બજાર”


શેર બજાર હસાવે,ચડાવે,રડાવે,પડાવે,ગબડાવે.
કોઇ અભાગિયાને ચૌદમે માળથી કુદાવે કે પંખે લટકાવે.

ક્યારેક કલાર્કમાંથી કોઇને કરોડપતિ બનાવે.
તો ધણાને કરોડપતિ માંથી રોડપતિ બનાવે.

કોઇને ચાલીમાંથી મઢુલીમાં મહાલતા બનાવે.
તો ધણાને મેન્સનમાંથી ટેન્સનમાં લાવે.

લેહમેને તો લગાડી દીધી આખી દુનિયા ને વાટ.
ધરડાઓને પણ ન છોડ્યા,રવડાવી ને કરાવી દીધો કકરાટ.

મુક્યાતા મ્ચુચ્યુલ ફંડમાં,કે પાછળની જિંદગી સુધારશું.
લાખના થઇ ગયા બાર હજાર,કોને ખબર હતી કે ધોવાઇ જઇશું.

ધંધા થયા પાગળાં,અસંખ્યોનાં જોબ ગયા,ધર ગયા.
પૈસા કમાવવાની આંધળી દોટમાં,સંસારમાં કાળા વાદળ છવાયા.

ગાડરીયો પ્રવાહ જોઇને,'મુસાફીર'ને વિચાર થાય.
લાબાં સાથે ટુંકો જાય મરે નહીં તો માંદો થાય.

Received E Mail-Shrikant Shah.

 

November 30, 2009 at 7:13 pm 3 comments

” દે દના દન”- film reviews –

નાની નાની વાતોમાં કોમેડીની ખોજ

પૈસો મારો પરમેશ્ર્વર અને તુ મારો જીવનભરનો ચાકર”આવા તોરમાં રાચતી માથાફરેલ માલકિન _(અર્ચના પુરનસિંઘ ) અને આખો દિવસ વૈતરુ કર્યા પછી પણ ઠન ઠન ગોપલ જેવો એનો ચાકર નિતિન (અક્ષય કુમાર) અને કુરિયર સર્વીસમાં જોડાયેલો રામ ( સુનિલ શેટ્ટી ) એવા મિત્રો છે જેમના નસીબમાં પૈસાદાર બાપની પ્રેમિકાને પામવા ઢગારી આશાઓ સિવાય કશું જ નથી .

જ્યારે હાથમાંથી સરી જતી સુંદરીઓને મેળવવા કોઇ ઉપાય રહેતો નથી ત્યારે કીડનેપીંગનો પ્લાન કરી પૈસા મેળવવા પ્રયત્ન કરે છે. ઘમંડી અર્ચનાનો એક માત્ર પ્રેમ મૂલચંદાનીજી (રખેને એને અર્ચનાનો પતિ કે પુત્ર માની લેતા) ને કિડનેપ કરવાનો પ્લાન કરે છે.પાણી પહેલાં લોકો પાળ બાંધે,અહીંયા તો પૈસો આવતા પહેલા શેખચલ્લીના મિનારા જેવા પ્લાન ધડાય છે.અને અક્ષયકુમાર કહે છે તેમ ”નસીબ હોગા ખોટા તો હાથમેં આયેગા લોટા”ની જેમ કિસ્મતનો કાણો પડિયો લાઇને નિકળેલા રામ અને નિતિનના જે હાલ-હવાલ થાય એની રામ કહાની એટલે ડીરેકટર પ્રિયદર્શનની મલ્ટી સ્ટારર ”દે દના દન”.

ખૂબ ઝડપથી આગળ ધકેલવાના પ્રયત્નમાં એક પછી તરતજ બીજા પાત્રને ખો આપતી એક પછી એક નવા ગૂંચવાડા ઉભી કરતી આ ફિલ્મમાં અક્ષયકુમાર સાથે કેટરીના કૈફ અને સુનિલ શેટ્ટી સાથે સમીરા રેડ્ડી ઉપરાંત અર્ચના પુરણસિંધ,પરેશ રાવલ મનોજ જોષી,વિક્રમ ગોખલે,ચંકી પાંડૅ ,અસરાની જ્હોની લીવર,શરત સકસેના,રાજપાલ યાદવ,શકિત કપૂર,નેહા ધુપિયા,અદિતિ ગોવત્રીકર—-અરે બાપરે! છેલ્લુ નામ લેતામાં પહેલું ભુલાઇ જાય એટલા તો પાત્રોની ભરમાર છે.સેવનસ્ટાર હોટલના રુમોના એક પછી એક ખુલતા બારણાની પાછળ ડેવલપ થતી એક પછી એક ગુંચવડાભરી પરિસ્થિતિમાં અનાયાસે અટવાયેલા પાત્રોને સાંકળતી કથામાં કથાતત્વ તો સાવ પાતળું જ છે. ફિલ્મની શરૂઆતથી મધ્યાંતર સુધી કહેવાતી કોમેડી ફિલ્મમાં પ્રેક્ષકોએ યાદ રાખવૂ પડે કે આપણે કોમેડી ફિલ્મ જ જોવા આવ્યા છીએ.ઇન્ટરવલ પછી થોડો વેગ પકડતી કથામાં જ્યારે આટલા બધા પાત્રો સામેલ હોય ત્યારે મૂળ નાયક-નાયિકા તો ક્યાંય ખોવાઇ જાય છે. અધવચ્ચે દિગદર્શકને યાદ આવે કે ફિલ્મમાં હીરો- હીરોઇન પણ છે. તો હવે શું ? ચાલો ત્યારે કબાટમાં પુરાયેલા અક્ષય કુમારને બહાર તો કાઢીયે. ખાસ્સો લાંબો સમય કબાટમાં જકડાઇ રહેવાથી હીરોના જકડાયેલા સાંધા છુટા તો પાડવા પડશેને? તો હવે ? …. ચાલો એકાદ ગીત ગવડાઇ લઇએ. પ્રેક્ષકોની યાદમાંથી ભુલાઇ જાય તે પહેલા રામલીલાની વેષભૂશામાં રામ-સીતા…(અક્ષય-કેટરીના )ને રજૂ કરી દીધા.

કિડનેપીંગના ગોટાળામાં આગળ વધતી કથામાં આટ-આટલા જીંવત પાત્રો હોવા ઉપરાંત એક લાશની પણ જરૂર પડે. હવે આ લાશ ક્યારે -કોની અને કોને આપવાની ? વળી એ લાશ માટે પૈસા ક્યારે -કોને અને કેવી રીતે આપવાના એ ચક્કરમાં અટવાતા તમામ પાત્રો, કોમેડી માટે જરૂર કરતા વધુ લાઉડ બનતા જાય ત્યારે “પુષ્પક ” જેવી એક પણ સંવાદ વગરની ફિલ્મ યાદ આવે. કશું જ કહ્યા વગર કેટલું બધુ કહેવાઇ જાય અને એની સામે બૂમરાણ-ધાંટા ઘાંટ કરવાથી શું હાંસલ થાય એનો તફાવત સમજાય છે.

એક સ્ટીરીયો ટાઇપ એક્ટીંગ સાથે અક્ષયકુમાર ,સુનિલ શેટ્ટી સાથે ખાસ કોઇ ધ્યાનાકર્ષક ભૂમિકા વગર રજૂ થતી કેટરીના અને સમીરા, બાવરા બંગાળી જેવો ચંકી પાંડૅ , હેરાફેરીના બાબુભઈના રોલમાં ઓતપ્રોત થયેલા પરેશ રાવલના બદ્લે અહીં પરેશ રાવલની ઇમેજમાં પણ ઉણા ઉતરતા હરબંસ ચડ્ડાનું પાત્ર , ચાઇનીઝ ડૉન- અસરાની  ,જ્હોની લીવર– આ બધાનો ઝમેલો પણ ફિલ્મને અસરકારક રૂપ આપી શક્યા નથી.

ફિલ્મના અંતે ક્લાઇમેક્ષ કહી શકાય તેવા સંજોગોની ફોટૉગ્રાફી , કેમેરા ટેકનિકથી લેવાયેલા દ્રશ્યોની કમાલ અને એમાં ફસાયેલા પાત્રોની ધમાલ અને છેવટે ખાધુ-પીધુ ને રાજ કર્યુ એવો અંત –આ સૌનો સરવાળો એટલે ” દે દના દન”

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને ૨૮/૧૧/૨૦૦૯ ના પ્રગટ થયો.”

November 28, 2009 at 4:16 am 2 comments

”કુરબાન”- film reviews –

– આતંકવાદની સંવેદનશીલ રજૂઆત –

લશ્કરે તોયબાનો ઝડપાયેલો શંકાસ્પદઆતંકવાદી ડેવીડ હેડલી છેલ્લા કેટલાય દિવસોથી

અખબારોના પહેલાં પાનાના સમાચાર રુપે પ્રગટ થયા કરે છે.પરંતુ આવા કેટલાય ન ઝડપાયેલા

અને ઉધઇની માફક અંદરો અંદર ફેલાતા જતા આતંકવાદીને લઈને ૯/૧૧ પછી અવારનવાર

ફિલ્મો રજુ થઈ રહી છે.એમાં એક વધુ ઉમેરો એટલે કરણ જોહરની ધર્મા પ્રોડકશનની

રેન્સીલ ડી સિલ્વા દિગદર્શીત ફિલ્મ ”કુરબાન”.

વિશ્વમાં ફેલાયેલા આતંકવાદ અને ધર્મને નામે માનસમાં જનૂન -વિક્રુતિ પેદા કરનાર કેટલાક

વર્ગનો હાથો બનેલી અવંતિકા (કરીના કપુર) જેવી કેટલીય યુવતિઓ આવા અહેસાસ ફરમોશ

એહસાન(સૈફ અલીખાન)ની શતરંજના પ્યાદા બનતી હશે? સુફયાણી વાતો અને સ્ત્રી દાક્ષિણ્યના

નામે પ્રેમમાંપડતી અવંતિકાઓ તો માત્ર તેમના માટે અમેરીકામાં પ્રવેશવાનુ એક કાનુની દ્વ્રાર છે

જેમાં સોશિયલ સિક્યોરિટીના ઓથા હેઠળ પોતાની સિક્યોરિટી શોધી પગ પેસારોકરી કરોળીયાની

જાળની માફક ગુંથાતાનેટવર્કથી કોને ખબર કેટલાય ધ્વંશ કરવા છે.

રશિયનો સામે મજબૂતાઇ મેળવવા તાલિબાનો જેવા સાપને દૂધ પાઇ અમેરીકાએ ઉછેર્યા તો

ખરા પરંતુ હવે પગ પર કુલાડી મારવાના બદલે કુલાડી પર પગ માર્યો જેવો ધાટ થયો

ત્યારે,અફધાનિસ્તાન,કાબૂલ પર વેરેલી દહેશતનો ખોફ જ્યારે અનુભવવાનો આવ્યો ત્યારે

તેમને કેવો એહસાસ થાય તે અનૂભૂતિ કરવાવવાના બહાના હેઠળ ઠેર ઠેર આતંક મચાવતી

કોમને વ્યાજબી ઠેરવવાનો પ્રયત્ન કરતા નસીર એહમદ (ઓમ પુરી ), જાનુ ( કીરણ ખેર) ,

હમીદ ( રુપેન્દ્ર નાગરા) ની સામે એ જ કોમના કુરાનેશરીફમાં લખેલા રહેમ-અમનનો સાથ

દેનારા રિયાઝ ( વિવેક ઓબેરોય) દિયા મિર્ઝા ને લઈને બનેલી ફિલ્મ “કુરબાન” તેના દરેક

પાત્રના અભિનય , સંવાદો , બેક ગ્રાઉન્ડ મ્યુઝીક .સિને મેટોગ્રાફી, સ્ટીલ ફોટોગ્રાફી અને

ચુસ્ત કથા-પટકથાને લઈને આરંભ થી અંત સુધી જકડી રાખે છે.મુંબઈ હાઇ કોર્ટે લાદેલા

સ્ટેના લીધે વિવાદાસ્પદ બનેલા ગીતો ના ગીતકાર પ્રસુન જોષી અનેસંગીતકાર સુલેમાન

મર્ચન્ટ -સલીમ મર્ચન્ટ ના ગીતો માં “શુક્રાન અલ્લા ” સહીત તમામ

ગીતોનો અંદાજ જરાય નજર અંદાજ કરાય તેવો નથી.

રીયલ લાઇફના પ્રેમીઓ રીલ લાઇફ પર જોવાની પ્રેક્ષકોની ઉત્સુકતા સ્વભાવિક હોય.

કરિના અનેસૈફ અલીના નિકટતા તેમજ અતિ નિકટતાના દ્રશ્યોમાં એક તાદાતમ્ય જોવા મળે

એ પણ એટલુંજ સ્વભાવિક છે. સૈફ અલી ખાને અનેકવિધ ભૂમિકાઓ નિભાવીને પોતાની અનેકવિધ

પ્રતિભાનો રિચય કરાવ્યો છે જે અહીં પણ તાદ્ર્શ્ય થાય છે.અત્યંત ચુસ્તી અને સમજદાર અભિનયથી

પાત્રને ન્યાય આપવાની સક્ષમતાથી  સૈફ અલી ફરી એક વાર મેદાન મારી જાય છે. કરીનાનો મેચ્યોર

અભિનય તેના પાત્રને વધુ ને વધુ સજીવ બનાવે છે. વિવેક ઓબેરોય  દુનિયાભરમાં શંકાની નજરે

જોવાતી કોમમાં રિયાઝ જેવા કેટલાક ફરજ પરસ્ત-ન્યાયી વલણ ધરવાતા લોકો પણ છે. આવા લોકો

થી હજુ દુનિયામાં વિશ્વાસ અકબંધ રહી શકે .વિવેક ઓબેરોય ના પાત્રમાં આ વાત ને ખૂબ સાહજીક

રીતે વણી છે જેનો શ્રેય વિવેક્ના અભિનયને જાય છે. હંમેશા વ્હાલસોઇ મા બનતી કિરણ ખેરે અહીં

સાવ જુદી જ ભૂમિકાને ન્યાય આપ્યો છે.ધર્મ માણસને અને માનસને કેટલો જડ બનાવી શકે તે

ઓમ પુરી એ તેના અભિનયથી  સાબિત કર્યુ છે.

દુનિયાભરમાં  બહુ ચર્ચિત અને અતિ ચિંતિત વિષયને લઈને  કરણ જોહરે ” કુરબાન “દ્વારા

વધુ  એક અતિ સંવેદશીલ ફિલ્મનો ઉમેરો કર્યો છે.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને21/11/2009 ના પ્રગટ થયો.”

November 21, 2009 at 3:54 am

”રૅશનલ વિચારોનો આમ જ પ્રસાર–પ્રચાર ”

વહાલાં બહેન રાજુલ,

નમસ્કાર… આજે અનાયાસ જ તમારી આ મેઈલ એક મિત્રે મોકલી ને તમારો

બ્લોગ જોયો..બહુ આનંદ થયો.. ખુબ અભીનંદન.. રૅશનલ વિચારોનો આમ

જ પ્રસાર–પ્રચાર થતો રહે તો જ સમાજમાં જામેલા અંધારાંના થર છેક તુટે

નહીં;તોય તેમાં થોડાં ગાંબડાં તો જરુર પાડી શકાય.. આપણી ‘સ.મ.’માં છેક

૨૦૦૫માં અમે આ કવિતા પ્રગટ કરેલી.. ખીમજીભાઈ અમારા સાવ નજીકના

મિત્ર.. અમને એ વાતનો બહુ જ આનંદ છે કે આજે પાંચ વર્ષે પણ એ કવિતાએ

મેળવેલો લોકાદર હજી ઘટ્યો નથી..એ જ બતાવે છે કે લોકો આ રૅશનલ વિચારો

પસંદ કરે છે..લેખક દીનેશભાઈએ આ કવિતાનો એમના લેખમાં બખુબી ઉપયોગ

કર્યો છે..

હાલ જ ફોન પર વાતો કરી ને બહુ આનંદ થયો..

આભાર..ઉત્તમ અને મધુ.. સુરત..૦૨૬૧–૨૫૫ ૩૫૯૧

…………………………………………………………………………………………………..

શ્રી ઉત્તમભાઇ ગજ્જર દ્વારા જાણ થઇ કે ”ધર્મ અને વિજ્ઞાન” આ રચના

શ્રી  ખીમજ ભાઈ કચ્છી ની છે.

A–38 જલારામ સોસાયટી,

વેડ રોડ ,

સુરત- ૩૯૫ ૦૦૪..

Mobile – (૯૮૨૫૧ ૩૪૬૯૨)

November 17, 2009 at 4:19 am 1 comment

”ધર્મ અને વિજ્ઞાન”

images2

images1

ધર્મ સારો કે વિજ્ઞાન?

આ જગત માં હાલ સુખ ભોગવવુ સારુ કે પરલોકમાં (સ્વર્ગલોકમાં) જવા

આ લોકમાં તપ કરી દુ:ખ ભોગવવુ સારુ?

છેલ્લા થોડાક વર્ષો થી આપણે વિજ્ઞાન ને ધર્મ કરતા વધુ મહત્વ આપતા થયા છીએ.

શ્ચિમ જગતે આવુ ઘણા સમય પહેલા શરુ કર્યુ હતુ.   તેના ફળ તેઓને અત્યારે આ જગતમા મળી રહ્યા છે.

ધર્મ અને વિજ્ઞાન

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
તિશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સિધ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

શ્ચિમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનિ અભીગમથી બળવાન બન્યો વિશ્વમાં;
આપણે ધાર્મિક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

શ્ચિમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું લોકમાં;
આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણપ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે , છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય દેશમાં.

લસણડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ લાગે દેશમાં.

……………………………………………………………………………………………………………..

શ્રી ઉત્તમભાઇ ગજ્જર દ્વારા જાણ થઇ કે ધર્મ અને વિજ્ઞાન આ રચના

શ્રી  ખીમજ ભાઈ કચ્છી ની છે.

A–38 જલારામ સોસાયટી,

વેડ રોડ ,

સુરત- ૩૯૫ ૦૦૪..

Mobile – (૯૮૨૫૧ ૩૪૬૯૨)

…………………………………………………………………………………………………………………….

November 15, 2009 at 7:09 pm 7 comments

” તુમ મિલે ”- film reviews –

main-26009

ક્યા ખૂબ મિલે…!

૨૬ જુલાઇ૨૦૦૫ થી મુંબઇની વર્ષાનું તાંડવ હજુ માંડ વિસ્રાયું હશે ત્યાં ફરી એક વાર એ પ્રલયની

કમકમાટી ભરી યાદો તાજી કરાવતી સત્ય ધટનાની સાથેસંકળાયેલી પ્રેમ કથાલઈનેપ્રોડયુસર

મુહેશ ભટ્ટે એમના લાડ્કા ઇમરાન હાશમી અને સોહાઅલીનેચમકાવતી ફિલ્મનું નિર્માણ કર્યું.

કુણાલ દેશમુખના દિગ્દર્શન હેઠળતૈયારયેલી ફિલ્મ” તુમ મિલે ‘ માં બે પ્રેમીઓ

અક્ષય(ઇમરાન હાશમી) સંજના (સોહાઅલી)છુટ્ટા પડયા બાદ અચાનક ફરી

એક વાર ૬ વર્ષે મુંબઈજતી ફ્લાઇટમાં મળે છે

૬ વર્ષ જુની ભૂતકાળની હસીન યાદોહસીન પળોની સફર સાથે શરુ થતી કેપટાઉનની ભૂમી

પર આગળ વધતી આ પ્રણય કથા માં બંનેને એકેબીજા માટે પ્રેમ તો છેપણ એને વ્યકત

કરવામાં બંને જણને કયાંક કશુંક તો નડે છે.સતત સાથ ઝંખતા બે હ્રદય વચ્ચે કયારેક અભેદ

મૌનની દિવાલ છે તો કયારેક વાસ્તવિકતા વચ્ચે  અટવાતી સમજ  છે.

સંજનાધનાઢય પિતાનીઅત્યંતઉત્સાહીપુત્રી છે.ખૂબજ સાલસસહ્રદયી સંજના પોતાના

કામ પરત્વે એટલી જ ચૂસ્ત છે.જ્યારે અક્ષય એક સ્ટ્રગલીંગ આર્ટ સ્ટુડન્ટ છે.મીડલ કલાસ

પરિવારના અક્ષયને આર્ટ પ્રત્યે અત્યંત લગાવ છે પરંતુ આદર્શોની બાંધછોડ મંજૂર નથી

પરિણાકે ઉગતી કેરિયર જ ખતમ થવાના આરે આવીને ઉભી રહે છે.

” તુમ મિલે ” ફિલ્મમાં  બે પ્રેમી ઓ એક સાથે બે ઝંઝાવાતમાં અટવાયેલા છે. મુંબઈની

ધરતી પર પગ મુકતાની સાથે પ્રલયનો ઝંઝાવાત તો  છુટ્યા પડ્યા પછીઅચાનક

મળવાથી મનમાં ઉદભવતી લાગણીનો ઝંઝાવાત. વારંવાર ભૂતકાળની યાદોમાં

અટવાતા બે પ્રેમીઓના લીવ ઇન રિલેશનશીપમાં લાગણીઓ ના ચઢાવ-ઉતાર

પર આધારિત આ ફિલ્મમાં જે મુખ્ય છે તે છે અક્ષય-સંજનાના મનોવ્યાપારો.

મુંબઈની એ દુર્ઘટના તો છે માત્ર એમને ફરી મેળવી આપનારા સંજોગો.જેમાં કેટલાય

લોકો પોતાના સ્વજનો થી વિખુટા પણ પડ્યા.૨૬ જુલાઇમાં કેટલાય લોકોએ પોતાના

સ્વજનો આંખ સામે ગુમાવ્યા હશે અને કોઇએ આશા છોડી દીધા પછી ફરી પાછા મળવાનું

નસીબ પણ પ્રાપ્ત થયુ હશે.એ પ્રલયની યાદો સાથે કઈ કેટલાય મુંબઈગરાની પોતાની

કોઇ કથા સંકળાયેલી હશે કોઇને ક્યાંક કશેક સ્પર્શતી પણ હશે. પરંતુ અક્ષય -સંજનાને

સ્પર્શે છે ત્યાં સુધી તો બંનેમાં હજુ એક એવી અવઢવ છે જે બહાર આવીને ખુલ્લેઆમ

વ્યક્ત થતી નથી, બંને ને ખબર કે એક્બીજાનુ પોતાની જિંદગીમાં કેટલું મહત્વ છે

અને છતાંય એનો સ્વીકાર નથી.

તોફાનોમાં સપડાયેલી સંજના માટે અધિર થઈને દોડતા અક્ષયની સંજના માટેની

તત્પરતા-તલસાટ અવ્યકત રીતે વ્યકત થાઇ છે. સમગ્ર ફિલ્મમાં સિરિયલ કિસરની

ઇમેજમાંથી બહાર આવીને ઇમરાનખાને અભિનયનો જુદો જ પરફોર્મન્સ આપ્યો છે.

પ્રેમ અને વાસ્તવિકતા વચ્ચે અટવાતી અને છતાંય સમજ -સહિષ્ણુતાથી પેશ આવતી

સંજનાને  અક્ષય તરફ સદાય એક અપેક્ષા છે, એક ઝંખના છે એક ઇંતઝાર છે.જે પરિપુર્ણ

ન થતા આક્રોશના બદલે માયુસી છે.ફરિયાદ નથી.વણકહી વ્યથાને સોહા અલીએ

સતત આંસુઓ  દ્વારા વ્યકત કરી છે.

અક્ષય માટે-અક્ષયના પ્રેમ માટે હંમેશનો સહ્રદયી મિત્ર મંત્ર પણ જચી જાય છે.

સોહા અલીના પિતાના પાત્રમાં સચીન ખેડેકરનો નાનો પણ તથસ્ત  રોલ છે.

સૈયદ કાદરી અને કુમારના ગીતોને પ્રિતમે સંગીતમાં ઢાળ્યા છે.

નીરજ શ્રીધરના કંઠે ગવાયેલુ  ટાઇટલ સોંગ “તુમ મિલે “/ કે કે ના “તુમ ઇબાદત ”

જેવા બીજા પણ સાંભળવા ગમે તેવા ગીતો આ ફિલ્મ નું જમા પાસુ છે.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને14/11/2009ના પ્રગટ થયો.”November 14, 2009 at 4:48 am

” અજબ પ્રેમકી ગજબ કહાની ” – film reviews –

kat2_152

-પ્રેમ કી નૈયા હૈ રામ કે ભરોસે-

કોમેડી ફિલમ બનાવવી જરા અધરી બાબત તો છે જ પરંતુ જો રાજકુમાર સંતોષી જેવા નિવડેલા દિગદર્શક નો આયાસ હોય તો તે પણ સફળ ફિલ્મમાં જ રુપાંતરિત થાય. રાજકુમાર સંતો્ષી હાલ સુધી હળવી મનોરંજન ફિલ્મો થી દૂર જ રહ્યા છે પરંતુ દામિની, ઘાયલ, ઘાતક જેવી ફિલ્મોના દિગ્દર્શક રાજકુમાર સંતોષી પ્રેક્ષકો ને આવી હળવી મસાલા મનોરંજન ફિલ્મ પણ આપી જ શકે તે અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મ જોયા વગર ખ્યાલ પણ ન આવે.

ઉટીમાં નફિકરા મિત્રોસાથે એટલોજ બેફિકર રહીને ”હેપી કલબ” ચલાવતા પ્રેમ(રણબીર કપૂર) નો એક માત્ર ઉદ્દેશ મુસીબતોમાં મુંઝાયેલા પ્રેમીઓને મદદ કરવાનો એમને મેળવી આપવાનો છે. એવાજ એક ચક્કરમા પોતાના મિત્ર માટે યુવતીનું અપહરણ કરીને લગ્ન કરાવી આપે છે. આ ચક્કરમાં જેનીફર(કેટરીના કૈફ) શરૂઆતમાં તો તેમના માટે ખોટો અભિપ્રાય બાંધી લે છે.પરંતુ સત્ય હક્કિતથી વાકેફ જેનીને પ્રેમ સાથે દોસ્તી થઈ જાય છે.દોસ્તી એટ્લે માત્ર દોસ્તી પ્રેમ નહીં.પરંતુ પ્રેમ ને ધીમે ધીમે જેની ગમવા લાગે ને એની ખુશી માટે એ દરેક પ્રયત્નો કરવા તૈયાર થાય છે જેનાથી જેની ખુબ ખુશ રહે.

જેનીનો ખુશ રાખવાના પ્રયાસોમા પ્રેમનો પ્રેમ, એની લાગણીઓના આરોહ-અવરોહ અને એની ખૂબીઓ પ્રગટ થતી રહે છે.જેનીફરને મદદ કરવાના ચક્કરમાં પ્રેમ અને જેની વારંવાર નજીક આવે અને પ્રેમ ને જેની મ્રુગજળની જેમ હાથમાંથી સરી જતી લાગે.

એક જમાનો હતો ત્યારે ૠષિ કપુરે યંગ જનરેશનને ઘેલી કરી હતી.

આજે રણબીર કપુરે એ તરફ પોતાની કેડી કંડારી છે. પ્રથમ ફિલ્મ “સાંવરીયા ” પછી ખાસ કોઇ ઇમેજ ઉભી કરવામાં પાછો પડેલો રણબીર “વેક અપ સીડ” પછી એક નવી અદા- અનોખા અંદાજ સાથે નજરે પડે છે. અભિનય પર પ્રભુત્વ મેળવવાના સફળ પ્રયાસ આદરેલા રણબીર કપુર્ને જોવાની લહેજત પડે તેવો માહોલ ” અજબ પ્રેમ કી ગજબ કહાની” માં જોવા મળે છે. ” પ્રેમ કી નૈયા હૈ રામ કે ભરોસે ” જેવા ગીતોમાં રણબીર ખીલી ઉઠે છે.

સદાય સુંદરતાથી આકર્ષક લાગતી કેટરીના કેફની અદાકારી પણ એટલી જ મસ્તી ભરી છે. ઢળતી આસમાની રાતમાં કેટરીનાનુ ધવલ -મુલાયમ સૌંદર્ય ષિ કપુરે યંગ જનરેશનને ઘેલી કરી હતી.આજે રણબીર કપુરે એ તરફ પોતાની કેડી કંડારી છે. પ્રથમ ફિલ્મ “સાંવરીયા ” પછી ખાસ કોઇ ઇમેજ ઉભી કરવામાં પાછો પડેલો રણબીર “વેક અપ સીડ” પછી એક નવી અદા- અનોખા અંદાજ સાથે નજરે પડે છે. અભિનય પર પ્રભુત્વ મેળવવાના સફળ પ્રયાસ આદરેલા રણબીર કપુર્ને જોવાની લહેજત પડે તેવો માહોલ ” અજબ પ્રેમ કી ગજબ કહાની” માં જોવા મળે છે. ” પ્રેમ કી નૈયા હૈ રામ કે ભરોસે ” જેવા ગીતોમાં રણબીર ખીલી ઉઠે છે. સદાય સુંદરતાથી આકર્ષક લાગતી કેટરીના કેફની અદાકારી પણ એટલી જ મસ્તી ભરી છે. “કૈસે બતાયે તુમ્હે કીતના ચાહે ,યારા બતા ના પાયે” ગીતમાં ઢળતી આસમાની રાતમાં કેટરીનાનુ નિખરેલુ ધવલ -મુલાયમ સૌંદર્ય અજબ સંમોહન ઉભુ કરે છે.

ક્યારેક કેટલાક નિવડેલા પાત્રો પણ ન ધારેલા પોતાના ચમકારા દેખાડી જાય તેમ દર્શન જરીવાલા અને સ્મિતા જયકર ની સમયોચિત કોમેડીથી ઉભી થતી રંગતની સાથે સાથે ભળતી મા ની મમતા- એટલે કે પ્રેમ ના શબ્દો માં ” મધર ઇન્ડીયા” ની મમતાનું સંમિક્ષણ ફિલ્મ ના ચઢાવ ઉતાર સાથે અજબ રીતે ભળી જાય છે.કોમેડી ફિલ્મમો માં રજૂ થતા વિલન -ડૉન પણ એક કોમેડી કેરેક્ટર જેવા જ રહેવાના.દહેશત ના બદલે ફારસનું વાતાવરણ ઉભુ કરતા આવા પાત્રમાં સાજીદ (ઝાકીર હુસેન ) નબળા પડે છે. બોડી બિલ્ડર ઉપેનના ભાગે નામ પુરતો જેનીના પ્રેમીનો રોલ કરવાનો આવ્યો છે એટલુ જ બસ છે. એથી વધુ ઉપેન પટેલને સહી શકાય પણ તેમ નથી. પ્રિતમ ચકર્બતીના સુરીલા સંગીતમાં સજાવેલા ગીતો એવા જ સુરીલા અને મસ્તીથી ભર્યા ભર્યા છે.

” અંદાજ અપના અપના” જેવી ફિલ્મો ની યાદ અપાવતી આ ફિલ્મમાં જો કે અંતમાં ઓવરડૉઝ આપતા મારધાડ ના સીન થોડા ટુંકાવાયા હોત તો એની અસરકારતા વધુ રહેત.

“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને07/11/2009 ના પ્રગટ થયો.”

November 7, 2009 at 4:09 am 1 comment

Older Posts


Blog Stats

  • 119,015 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 128 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

November 2009
M T W T F S S
« Oct   Dec »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!