” ઓલ ધ બેસ્ટ ”- film reviews –

October 24, 2009 at 2:05 am 1 comment

all-the-best-hindi-movie-review

અપ ટુ એન્ડ…..ખખડાટ !

”ટાળો ટાળો તોય ગોટાળો.એટલે દેવગન એન્ટપ્રાઇઝ ની ” ઓલ ધ બેસ્ટ ”- એક સળંગ સિચ્યુએશન કોમેડી ફિલ્મ છે.

”રાઇટ બેડ રોંગ હસબન્ડ” પરથી પ્રેરિત ”ગોલમાલ” અને ”ગોલમાલ રીર્ટન” ના ડિરેકટર રોહીત શેટ્ટીની વધુ એક મનોરંજન ફિલ્મ ” ઓલ ધ બેસ્ટ ” એક સળંગ સિચ્યુએશન કોમેડી ફિલ્મ છે.જેટલી વધુ વાર ઉકેલ લાવવા પ્રયત્ન કરે એટલી વધુ સમસ્યા ઉદભવે અને એ નવી સમસ્યાનો ઉકેલ એટલે વળી પાછી એક નવી ગોટાળાવાળી પરિસ્થિતિ નું સર્જન.

વીર (ફરદીખાન)ને પોતાનું એક બેન્ડ એસ્ટાબલીશ કરી નામ-દામ કમાવા છે.એના વધુ પડતા ખર્ચાને પહોંચી વળવા એઅના સાવકા ભાઇ ઘરમ કપૂર (સંજય દત્ત)ને પોતે પરણિત છે તેવૂં બતાવી પોતાના ખર્ચાને પહોંચી વળવાની જોગવાઇ ઉભી કર્યે જાય છે.વીર નો મિત્ર પ્રેમ ચોપ્રા (અજય દેવગન)    એક કાર એકસપર્ટ છે અને આગળ જતા પોતાની ડીઝાઇન કરેલી કાર બનાવવાનૂં સ્વપ્નામાં રાચે છે.તેની પત્ની જહાનવી (દીપાશા બાસૂ) પ્રેમ ના મન ઘડત વિચારો અને એના બાપ્દાદાના સમયના લગભગ ધસાયેલા-પિટાયેલા જીમનેશીયમની દેખરેખ સાથે પણ પ્રેમ સાથે ખુશ છે.આ ચારેના જીવનમાંજ્યારે અચાનક ધરમ્નું આગમન થાય છે એની સાથે જ ઓળખ ભુલમાંથી એક એવી પરિસ્થિતિ સર્જાય છે જેને ટાળ્વા માંગતા વીર અને પ્રેમ વધુ ને વધુ એમાં ગુંચવાય છે.

ગુંચવાડામાંથી બહાર આવવા મથતા વીર અને પ્રેમ અવાર નવાર એક વધુ જુઠ્ઠાણુ રજુ કરતા જાય છે.અજયદેવગન અને સંજયદત્તનો સમયોચિત અભિનય અને એમાં ફરદીનખાનનો સાથ “ઓલ ધ બેસ્ટ”ને સળંગ કોમેડી ફિલ્મ નો દરજ્જો આપી શક્યા છે. બહુ જ લાંબુ વિચાર્યા વગર માત્ર મનોરંજનના હેતુ થી ફિલ્મ જોવામાં આવે તો પ્રેક્ષકોને વચ્ચે ક્યાંય એક મિનિટ પણ બરબાદ થયાનો વિચાર કરવાનો સમય મળે નહીં  એટલી ફાસ્ટ સિકવન્સ , ફાસ્ટ ટ્રેક બેક ગ્રાઉન્ડ મ્યુઝીક ,  દિવાળીની  રંગબેરંગી આતશબાજી જેવા જ રંગીનિયા ધરાવતા ગોવાના કાર્નીવલની ધમાકેદાર શરૂઆતથી માંડીને અંત સુધી પકડી રાખે તેવી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ ” લગાતાર એક્શન, સ્ટંટ, અને કોમેડીની ભરમાર છે.

“ગોલમાલ ” ફિલ્મ થી કોમેડી રોલ સદી ગયા હોય તેમ અજય દેવગને વધુ એક ફિલ્મમાં એનો રોલ સાર્થક કરતી કોમેડી સિચ્યુએશન સંભાળી છે. સંજય દત્તે ફિલ્મ હીરોથી આગળ વધીને એક પીઢ કલાકાર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવા માંડ્યુ છે. દેવગનની પોતાની ફિલ્મ હોવા છતાં સંજય દત્તનો પ્રધાન રોલ રહ્યો છે. જ્યારે ફરદીન ખાને  સપોર્ટિંગ એક્ટર તરીકે વધુ એક ફિલ્મમાં પુરેપુરો સાથ પુરાવ્યો છે. જ્યારે બિપાશા બાસુ કે મુગ્ધા ગોડસે (વિદ્યા) ખાસ ધ્યાન ખેંચે તેવી પરિસ્થિતિનુ નિર્માણ કરી શક્યા નથી.

ફિલ્મમાં જ્યાં હીરો જ કોમેડી પુરી પાડે ત્યાં બીજા કોમેડીયન વધુ શું ઉમેરો કરી શકવાના? અને છતાં ય જ્હોની લિવર વગર બોલે માત્ર ચહેરાના હાવભાવથી પોતાની હાજરી નોંધાવી જાય છે.

દિવાળીની રજાના હળવા મુડમાં હળવી પળોની ઉજાણી માણવી હોય અને નવા વર્ષમાં હળવાફુલ જેવા થઈને આવતા દિવસોને આવકારવા હોય તો “ઓલ ધ બેસ્ટ” એ ખરેખર બેસ્ટ ઓપ્શન છે.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 24/10/2009 ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

Happy New Year. ” લંડન ડ્રીમ્સ ” – film reviews –

1 Comment

 • 1. Rajesh  |  October 26, 2009 at 2:17 pm

  ful of entertainment
  full of time pass
  paisa vasul
  No Valgarity
  n ofcourse,,,,,,,,,
  better than “Do knot Disturb”

  Like


Blog Stats

 • 101,613 hits

rajul54@yahoo.com

Join 958 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

October 2009
M T W T F S S
« Sep   Nov »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: