” એસિડ ફેકટરી ”- film reviews –

ઓક્ટોબર 10, 2009 at 7:22 એ એમ (am) 5 comments

thmbwallpaper-35049

માનવીના મનમાં એની યાદો-એના માટે આર્શીવાદ છે તો ક્યારેક શ્રાપ. માણસ ને એની પોતાની યાદો એ એની ઓળખ છે. યાદો વિનાનો માનવી ખાલીપણાના શૂન્યાવકાશમાં અટવાય-મૂંઝાય. ” એસિડ ફેકટરી ” એક  આપણા માટે અજાણ એવા સંજોગોમાં મળતી વ્યકિતઓની વાત છે. અનાયાસે એકત્રિત થયેલા અર્ધમૂર્છીત લોકો જ્યારે સભાન અવસ્થામાં પાછા વળે ત્યારે તેમને અચાનક ભાન થાય છે કે એ પોતાની યાદશકિત ગુમાવી બેઠા છે. જ્યાં પોતે પોતાની ઓળખ ગુમાવી બેઠા છે ત્યારે સામી વ્યક્તિની પહેચાન તો ક્યાંક દૂરની જ વાત રહી. અને માટે જ એક્બીજા માટેનો અવિશ્વાસ એ જ એમનો સેતુ બની રહે છે.8

દરેકને પોતાની કલ્પના જ સત્ય લાગે અને એ આધારે એ તાણાવાણા ગુંથતા જાય. ભૂતકાળ અને વર્તમાન વચ્ચે વણાતી વાત એટલે પ્રોડ્યુસર સંજય ગુપ્તાની સુપર્ણ વર્મા દિગ્દર્શિત એક્શન થ્રીલર ફિલ્મ ” એસિડ ફેકટરી ”.

અને  આ ” એસિડ ફેકટરી ”માં અનાયાસે અટવાયેલા પાત્રો એટલે ફરદીન ખાન, મનોજ બાજપાઇ. ડિનો મોરિયો, આફતાબ શિવદસાની, ડેની ડેન્ઝોપ્પા અને દિયા મિર્ઝા.

દૂર દૂર સુધી ફેલાયેલા એકાંત વચ્ચે ઉભેલી  એસિડ ફેકટરીમાં બહારનો સંપર્ક હોય તો તે એક જ વસ્તુ છે અને તે છે  ક્યારેક રણકતો ઇન્કમીંગ ફોન.

એ ફોન પર થતી વાત પરથી તો એક વાત અંદરના લોકોને સમજાય છે કે બહારથી કોઇ ફૈઝલ છે જેના સંકેત પ્રમાણે કોઇ એકનું કીડનેપીંગ થયુ છે. અર્થાત આ બંધિયાર ફેકટરીમાં રહેલી પાંચ વ્યક્તિઓમાંથી કોઇ એક કિડનેપર છે અને બીજી કોઇ વ્યક્તિ છે જેનુ અપરહણ થયુ છે. હવે એ વ્યક્તિઓ સિવાયની બાકીની ત્રણ વ્યક્તિ કોણ છે એ જાણવાની મથામણમાં દરેકની મતિ મુઝાતી જાય, દરેક પોતાનુ લોજીક એપ્લાય કરે અને અંધારામાં જેમ ગોળીબાર નિષ્ફળ જાય તેમ તેમના અનુમાનો પણ બીજાને તર્કવિહીન લાગે. સમય જતા દરેકની યાદ અલપ-ઝલપ ચમકારા બતાવી જાય અને એ ચમકારો તેમની જાતને ઓઅળખવાનું એક સોપાન બનતુ જાય.

સ્વભાવિક છે અનેક પાત્રો હોવાથી અને એ તમામ પાત્રોને એક સરખુ પ્રાધાન્ય મળવાથી કોઇ એક હીરો કે કોઇ એક વિલન ન રહેતા સૌના ફાળે અભિનયની  એક સરખી તક આવી છે  જેમાં દરેકે પોતાના કિરદારને અનુરૂપ અભિનય આપ્યો છે. ” એસિડ ફેકટરી ”માં અટવાયેલા જીવો ઉપરાંત બહાર એને સમાંતર એક વાત વહે છે જેમાં ઇરફાન ખાન અને ગુલશન ગ્રોવર સંકળાયલા છે જે પોતાના સાહજીક અભિનય થકી એટલા જ તરી આવે છે .ફિલ્મમાં પાત્રોની જેટલી અગત્યતા રહી છે એટલો જ મહત્વનો ફાળૉ ફિલ્મના એક્શન ડિરેક્ટર ટીનુ વર્માનો પણ છે.

કેપટાઉનની ધરતી પર આકાર લેતી કથા આરંભથી અંત સુધી સતત એક તણાવભરી પરિસ્થિતિ વચ્ચે અટવાયા કરતા અને એક રહ્સ્યના આટાપાટાને ઉકેલવા મથતા  ભુલાયેલી યાદો વચ્ચે ગુંચવાયેલા પાત્રોની વાત છે.

” એસિડ ફેકટરી ”એટલે રહસ્યના કોકડામાં ગુંચવાતો એક અજબ-ગજબનો ખેલ.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને10/10/2009ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

”ચંદ્રના અજવાળામાં નહાતો કુંભલગઢ” ” બ્લુ ”- film reviews –

5 ટિપ્પણીઓ

 • 1. પ્રવિણ શ્રીમાળી  |  ઓક્ટોબર 10, 2009 પર 7:52 એ એમ (am)

  Very Nice write review

 • 2. Malay  |  ઓક્ટોબર 10, 2009 પર 7:12 પી એમ(pm)

  are wah….

  do u know that Acid Factory is a scene to scene copy of a hollywood movie?

  dnt write a review if you dnt have basic idea of whether the film has an original story or is it a copy!!!

  Malay Vasavada.

 • 3. Rajul  |  ઓક્ટોબર 11, 2009 પર 9:43 એ એમ (am)

  I know very well that this is the copy of English film “Unknown” of 2006.
  Most of our hindi films are copy of some or the other movie of “Holywood”(English ) , Tamil or other language.
  And it is not at all necessary to mention it every time.
  Is that ok?

 • 4. સુરેશ જાની  |  ઓક્ટોબર 11, 2009 પર 1:18 પી એમ(pm)

  કોપી હોય કે ગમે તે હોય. કથાવસ્તુ અજીબો ગરીબ લાગે છે. આ ફીલ્મ જોવી જ પડશે.
  માહીતી માટે આભાર.

 • 5. Kartik Mistry  |  ઓક્ટોબર 13, 2009 પર 9:17 એ એમ (am)

  Unknown જોયું. લાગે છે કે એસિડ ફેક્ટરી જોવું જ પડશે..


Blog Stats

 • 98,422 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

ઓક્ટોબર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: