” વોટસ યોર રાશી? – film reviews –
September 26, 2009 at 4:34 am 3 comments
તમે કઇ રાશિ પસંદ કરશો?
લગાન,જોધા અકબર,સ્વદેશ જેવી યુગ ફિલ્મો આપ્યા પછી આશુતોષ ગોવારીકર” વોટસ યોર રાશી? ” નામે એક યુગ જેટલી લંબાણની ફિલ્મ લઇને આવ્યા છે.
મધુરાયની કીમ્બલ રેવન્સવુડ આધારિત કથા પરથી વર્ષો પહેલા સિરીયલ પણ આવી ગઇ છે.યોગેશ પટેલને માટે લગ્ન યોગ્ય કન્યાની શોધ પર આધારિત આ ફિલ્મમાં યોગેશ માટે ચટ મંગની પટ બ્યાહ કરવા માટે પરિવાર તરફથી માનસિક તેમજ ઇમોશનલ દબાવ છે. દસ દિવસમાં દસ મિનિટ ગાળી આખી જીદગી પસાર કરી શકે તેવી જુદી જુદી બાર રાશિની કન્યા સાથેની મુલાકાત અને એમાથી સર્જાતું કન્ફ્યુઝન,કેઓસ અને કહેવાતી કોમેડી એટલે “વોટસ યોર રાશી”.
જેમાં કોઇ કથા નથી કે જેમાં નથી કોઇ વાર્તાતત્વ એવી ફિલ્મની માવજત કરવી અઘરી જ છે. ૧૨ કન્યા પાછળ ફાળવવામાં આવેલી મિનિટો અને તેમાં પાછા વધારાના એટલાજ ગીતો ને લઈને ફિલ્મના અતિશય લંબાણને લીધે પ્રેક્ષકો તેમાંથી રસ ગુમાવી દે છે. યોગેશ પટેલ ( હરમન બાવેજા)નો પ્રિવાર પ્રત્યેનો ભાવ દરેક કન્યા સાથેનો સલુકાઇભર્યો વ્યહવાર એક આદર્શ યુવાન- આદર્શ મુરતિયાની છાપ ઉભી કરે છે, જેની સાથે કોઇપણ કન્યાને જોડાવું ગમે.૧૨ રાશિની ૧૨ કન્યાઓના પાત્રમાં વહેંચાયેલી પ્રિયંકા ચોપરાએ દરેક રાશિની કન્યામાં પોતાની જાતને ઢાળવા પ્રયત્ન કર્યો છે. એન આર આઇ મુરતિયા સાથે પરણવા ઉત્સુક દરેક કન્યા અથવા તેના મા-બાપ પાસે ચોક્કસ કારણ છે.
તદ્દન દેશી ગુજ્જુ ઇંગ્લીશ બોલતી , ટોમ એન્ડ જેરીનો ટોમ જેનો ફેવરીટ હીરો છે તેવી અંજલી ,કંપાલાની સંજના ,કોલેજ ગોઇંગ ફ્રી બર્ડ જેવી કાજલ, સાફ ઇમાનદાર-સાવ સાચી એવી હંસા ,હાઇ સોસાયટીની બિઝનેસ વુમન રજની ,ચંદ્રિકા , ન્રુત્યાંગના અને જરા મ્હોંફાટ એવી મલ્લીકા હોય કે ચટર-પટર બોલતી મોડલ નંદિની, સ્વપ્નસેવી આદર્શ પૂજા ,માત્ર પોતાના પૈસા માટે જ પરણવા માંગે છે કે પોતાને એ જાણવાના પ્રયત્નરુપે પાગલસી પૈસાદાર વિશાખા, ગ્રહ-નક્ષત્રની દશા-અવદશાના પ્રભાવને માનતી ભાવના હોય કે ૧૫ વર્ષની ગ્લેમર વગરની- મેકઅપ વગરની ગભરુ સીકોડાયેલી ઝંખના —દરેક પાત્રમાં વહેચાયેલી પ્રિયંકા ચોપ્રા દરેક નવા રોલમાં નવી જ રીતે ઉપસી આવે છે.
જાવેદ અખ્તરના ગીતોમાં ” તુમ જો હો તો ગા રહી હૈ હવા તુમ જો હો તો રેશમી સી ફીઝા” અને “બીખરી બીખરી સી “જેવા ગીતોમાં જાવેદ અખ્તરનો સ્પર્શ દેખીતો તરી આવે છે. પરંતુ હંમેશા જ્યારે અતિરેક હોય ત્યારે તે અસહ્ય જ બને તે ન્યાયે આટલા બધા ગીતોથી ભરેલી ફિલ્મમાં ક્યારેક એમ પણ થાય કે અહી ડાયલોગની જરુર જ ક્યાં છે?
જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોઇએ એને પામ્યા પછી જે નિરાશા ઉત્પન્ન થાય એવી લાગણી લઈને પ્રક્ષકો બહાર નિકળે ત્યારે એ ફિલ્મની લંબાઇ પણ બેહદ કઠે.
“આ લેખ/ રિવ્યુ દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને26/09/2009 ના પ્રગટ થયો.“
Entry filed under: ફિલ્મ રિવ્યુ.
1.
Kartik Mistry | September 26, 2009 at 3:13 pm
૩ કલાક ૪૮ મિનિટની આખી ફિલ્મ તમે રીવ્યુ લખવા માટે જોઈ શક્યા. હર, હર..
LikeLike
2.
Rajul | September 26, 2009 at 5:38 pm
વિશ્વદિપભાઇ
રિવ્યુ લખવાનું કામ છે મારું અને એના માટે મારે ફિલ્મ જોવી જ રહી.
LikeLike
3.
Kartik Mistry | September 26, 2009 at 8:43 pm
ખરેખર. તમને ફિલ્મની અસર છે. હું વિશ્વદિપ નથી. કાર્તિક છું 😉
LikeLike