” વાદા રહા……I Promise ” – film reviews –

સપ્ટેમ્બર 13, 2009 at 4:23 એ એમ (am) 3 comments

TrdjXJUjFDEl

 

પોઝિટિવ વાદા

ડૉ ડ્યુક (બોબી દેઓલ) એક અત્યંત સફળ ડૉકટર છે. ડૉ ડ્યુકના કેન્સર પરના રીસર્ચને અમેરીકા મેડીકલ એસોસિયેશન તરફથી માન્યતા અને ગ્રાન્ટ મળી છે. જેના આધારે કેન્સરથી પિડીત કેટ્લાય દર્દીઓને હવે દર્દની પિડામાંથી છુટકારો મળવાનો છે. ડૉ ડ્યુક ના હાથોમાં એક કુશળતા છે જેનાથી અતિમુશ્કેલ સર્જરી પણ આસાનીથી પાર પાડી શકે છે. તો થઇ ડૉ ડ્યુક ની ડોકટર-એક તબીબના વ્યકિતત્વની વાત.

આશાવાદી ડોકટર હોવા ઉપરાંત ડૉ ડ્યુક એક આશાવાદી ઇન્સાન છે ,જે દર્દીઓમાં પણ ”આશાનું” નિરુપણ કરે છે.”ઉમ્મીદ” શબ્દ એના જીવનમાં છલોછલ ભર્યો છે. જેટલો એને જીંદગી પ્રત્યે પ્રેમ છે એટલો છલોછલ એને પૂજા (કંગના રણાવત) માટે પણ છે. લગ્ન કરી ડૉ ડ્યુક એના સ્વપ્ન મહેલ જેવા ઘરમાં પૂજા સાથે સંસાર આબાદ કરવાના સ્વપ્ન જુવે છે. અને એની અભિલાષા પૂરી થાય તે પહેલા એક એવો અકસ્માત નડે છે જેનાથી ડૉ ડ્યુકને નેક-ડાઉન પેરેલિસિસ થઈ જાય છે.

હવે હોસ્પટલની રુમ એની દુનિયા છે, હોસ્પીટલની દિવાલોની સફેદી એના મન પર કાળાશના ઓછાયા લઈને આવે છે. પૂજા પણ એને છોડીને ચાલી જાય છે. ડૉ ડ્યુક એની પોતાની જીદગી- પોતાની જાતને ધિક્કારતો થઈ જાય છે. જે ડૉ આશાનું મૂર્તિમંત સ્વરૂપ હતુ તે નિરાશાની ગર્તામાં ધકેલાઇ જાય છે. સદાય સ્મિત મઢ્યા ચહેરા પર હતાશા- ગુસ્સો- નફરત છવાઇ જાય છે.

અને એની જીંદગીમાં આવે છે રોશન( દ્વીજ યાદવ). થોડોક જીદ્દી –થોડોક તોફની પરંતુ ડૉ ડ્યુકની માફકજ જીવંત , સદાયનો હસતો રમતો રોશન ડૉ ડ્યુકના જીવનમાં ખરા અર્થમાં રોશની લઈને આવે છે. સાજા થવાની ઉમ્મીદ છોડી દીધેલા ડૉ ડ્યુકના જીવનમાં સંજીવની બનીને આવે છે. એનો ઉત્સાહ –હકારાત્મક અભિગમ ગજબના છે. ધીરે ધીરે ડૉ ડ્યુકના મન માત્રમાં નહીં પણ શરીરમાં પણ ચેતના ફૂંકે છે. ભગ્ન મન-નિર્જીવ તનમાં પણ રોશન પ્રાણ પુરે છે. હોસ્પિટલમાં સૌનો લાડકો રોશન હવે ડૉ ડ્યુકનો પણ એટલોજ ચહિતો બની જાય છે. ડૉ ડ્યુકના હ્રદય-મનની નજીક એવો રોશન ક્યારેય પોતાની જીદગીની કરૂણતા એના સુધી પહોચવા દેતો નથી .

એક આશાવાદી ડૉકટર અને એવા જીવંત બાળકની આસપાસ ઘુમતી કથાના દેખીતા બે મુખ્ય પાત્ર છે. એક ચેતનવંતા ડૉક્ટર અને એક ચેતનાહીન પેશન્ટ એમ બંન્ને પાસાને બોબી દેઓલે પ્રેક્ષકો સમક્ષ સુપેરે રજૂ કર્યા છે.શારીરિક અને માનસિક રીતે તુટી ગયેલા ડૉ ડ્યુકના મનનો વલોપાત-જીવનથી છુટકારો મેળવવાના હવાતિયા –માત્ર ચહેરા પરના હાવભાવ દ્વારા રજૂ કર્યા છે.બાળ સહજ ચેષ્ટા પાછળ એક અત્યંત સમજદારીપૂર્વકનુ વર્તન દ્વીજના અભિનયનું સુંદર પાસુ છે. સ્વચ્છ પારિવારિક ફિલ્મ ” વાદા રહા” માં રોશન જીંદગી પ્રત્યે હકારાત્મક અભિગમનો એક સચોટ સંદેશ આપે છે.ડૉ મેક્સ ( મોહનીશ બહેલ),શરદ સક્સેના, ડૉ ડ્યુકના પડોશી સરદારજીના સ્નેહભર્યા સંબંધોથી ડૉ ડ્યુક પ્રત્યેના પ્રેમનો પ્રતિભાવ પ્રેક્ષકોના મનને સ્પર્શે છે. માનવ જેવી લાગણીઓ વફાદાર પ્રાણીઓ પણ ધરાવી શકે તેનો તાદ્રશ્ય નમુનો એટલે ડૉ ડ્યુકનો વહાલો જુનીયર(પેટ ડોગ).મહેમાન કલાકાર જેવી મળેલી તકને કંગના રાણાવતે સહજતાથી નિભાવી છે.

જીવન પ્રત્યેનો પ્રેમ-હકારાત્મક અભિગમ- ખરા હહ્રદયથી આપેલી માફી કેટ-કેટલા સંબંધો  .કેટ-કેટલા જીવન ઉજાળી શકે તેનો સુરેખ સંદેશ એટ્લે સમીર કર્ણીકની “વાદા રહા”.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને 12/09/2009 ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

” ફોક્સ ” – film reviews – ”નવરાત્રિ શરુ થવા આડે એક દિવસ બાકી છે”

3 ટિપ્પણીઓ

 • 1. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 17, 2009 પર 8:30 એ એમ (am)

  Khuba mahiti sabhar vaanchyu..gamyu..

 • 2. p.c.kokila  |  સપ્ટેમ્બર 18, 2009 પર 4:47 પી એમ(pm)

  A review some times highly reflects upone the good
  nature of the reviewer rather than true value of creative
  work reviewed.This may be -i repeat may be – true in this
  exercise of yours. with warmest regards kokila

 • 3. Rajul  |  સપ્ટેમ્બર 23, 2009 પર 5:10 એ એમ (am)

  Thanks


Blog Stats

 • 98,496 hits

rajul54@yahoo.com

Join 933 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

 • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: