” ફોક્સ ” – film reviews –

સપ્ટેમ્બર 6, 2009 at 6:11 એ એમ (am)

foxhindi movie

-થ્રીલિંગ ફોક્સ-

કાયદાની દુનિયામાં ક્રિમીનલ લોયર (અર્જુન કપૂર)-અર્જુન રામપાલ એક બેતાજ બાદશાહ છે, જેના હાથમાં  આવેલા દરેક કેસમાં અચ્છા અચ્છા રીઢા ગુનેગારો પણ નિર્દોષ સાબિત કરી આપવાની આંટીઘુંટીની બારીકી જાણકારી છે. અર્જુન માટે સત્ય અસત્યથી પરે જો કોઇ મહત્વ્ની વાત છે તે છે માત્ર જીત.એક નહીં અનેક કેસોમાં ગુનેગારોને બે-ગુનાહ સાબિત કરી આપનાર સકસેસફૂલ ક્રિમીનલ લોયરર્ની સફળ રફતારમાં  નૈતિક મૂલ્યોની કોઇ પરિભાષા જ નથી. પરંતુ એક એવા જ કેસ દરમ્યાન ગુનેગારને નિર્દોષ છોડાવવા બદલ એનો અંતર આત્મા ડંખે છે.

અર્જુન પોતે એક ગુનાહિત લાગણીના ઝંઝાવાતમાં અટવાય છે. અને નક્કિ કરે છે આ જૂઠી કાયદાની દુનિયા – લૉ ની પ્રકટીસ એ છોડી દેશે.

વાલિયામાંથી વાલ્મિકી બને તેને રામનું શરણ મળે. પરંતુ અહીં અર્જુન પોતે એક એવી ચુંગાલમાં ફસાઇને ગુનેગાર ના  કઠેરામાં આવી ને ઉભો રહે છે. ” ફીક્સ ધ ફોક્સ” નામની રાતોરાત બેસ્ટ સેલર બુક્નો લેખક અર્જુન કપૂર એવી રીતે ફીક્સ થઈ જાય છે કે એને પોતાની જાતને બચાવવા સમય સાથે સમય સાથે હોડમા ઉતરવું પડે છે. અહીં એની મદદે આવે છે એની કલીગ-મિત્ર- ઉર્વશી માથુર ( સાગરિકા ઘાટગે) અને  ગોવાના લોકલ ક્રાઇમ ઑફિસર યશવંત દેશમુખ(સની દેઓલ).

કાયદાની નબળાઇઓ જ પોતાની શક્તિ બનાવનાર અર્જુન કપુર મુકાયેલા એક નહી અનેક ખુનના આરોપમાંથી એ નિર્દોષ છુટી શકશે? ભલભલા ગુનેગારોને નિર્દોષ સાબિત કરનાર અર્જુન પોતે ન આચરેલા ગુનામાં એની કઈ કાયદાકીય જાણકારીથી સાંગોપાંગ બહાર આવશે?

દેખીતી રીતે પોઇન્ટ આઉટ થાય એ જ ગુનેગાર હોય? કાયદો એના માટે સાબિતિ માંગે. અર્જુનને ગુનેગાર ઠરાવવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા એ કઈ સાબિતિ આપી શકશે? આ તમામ રહસ્યના આટાપાટા એટલે દિગ્દર્શક દિપક તિજોરીની સસપેન્સ થ્રીલર “ફોક્સ “.

“ઉપ્સ” જેવી નવી કથા વસ્તુ પેક્ષકોને આપ્યા પછી ” ફોક્સ”માં પણ એક નવું કથાનક લઈને પેક્ષકોને જકડી રાખે તેવી માવજત કરવામાં દિપક તિજોરી સફળ રહે છે.

અર્જુન રામપાલ અને સની દેઓલની આસપાસ ઘુમતી કથાના અણધાર્યા અને વાર્તા તત્વને પકડી રાખવામાં બંન્ને અભિનેતાનો અભિનય અસરકારક રહ્યો છે.”ઘાયલ” અને “ઘાતક”ના અંગ્રી યંગમેનની ભૂમિકાથી તદ્દન વિરૂધ્ધ ભૂમિકામાં સની દેઓલે સ્વસ્થ અભિનય આપ્યો છે. અર્જુન રામપાલે એક સફળ લૉયર,ગુનાહિત લાગણીથી પ્રેરાતી હતાશ વ્યક્તિ અને  કાયદાની ચુંગાલમાંથી બચવા પ્રયત્નશીલ લૉયરના પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે. સોફિયા (ઉદિતા ગોસ્વામી) અને ઉર્વશી માથુર ( સાગરિકા ઘટગે ) અને ઇન્ટ્રોડક્ટ્રરી  વિપુલ ગુપ્તા (રાજ)ના પાત્રોચિત અભિનયથી કથા સરળતાથી વહે છે.

કમલ પાંડેના ડાયલોગ્સ , અર્જુનને દોષી સાબિત કરવા માંગતા અજાણ્યા દિમાગના દાવપેચ -એ દાવપેચને નાકામિયાબ કરવાના અર્જુન-ઉર્વશીના પ્રયત્નો અને યશવંત દેશમુખનો સાથ આ તમામનો સફળ સરવાળો એટલે  ઝી મોશન પિક્ચરની  રહસ્ય ફિલ્મ “ફોક્સ”.

“આ લેખ/ રિવ્યુ  દિવ્યભાસ્કર ની પૂર્તિ સિટી ભાસ્કર માટે લખ્યો અને04/09/2009ના પ્રગટ થયો.”

Advertisements

Entry filed under: - film reviews -.

” વાત- અડધા ભરેલા પાણીના પ્યાલાની ” ” વાદા રહા……I Promise ” – film reviews –


Blog Stats

  • 95,909 hits

rajul54@yahoo.com

Join 882 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Top Clicks

  • નથી

શ્રેણીઓ

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


%d bloggers like this: