” ઇશ્વરની ખોજ”

September 1, 2009 at 2:13 am 9 comments

in_gods_hands_d

અવારનવાર ઇશ્વર માટેની વાત સાંભળીને એક બાળકને ઇશ્વરની ઝાંખી કરવાની ઝંખના થઇ.એટલીતો સમજ હતી કે પ્રભુ કયાંક ઉપર ગગનના ગોખામાં કોઇક જગ્યાએ બિરાજેલો છે અને ત્યાથી આપણને જુવે તો છે પણ આપણે તેને જોવા શુ કરવાનું?બાળકે પ્રભુ ને પ્રાર્થના કરી.

images 3હે પ્રભુ, મારે તને જોવા છે મને તું દર્શન દે ” –આકાશમાં એક વિજળીનો તેજ લિસોટો થયો.

એનાથી અજાણ બાળકે ફરી એક્વાર ઇશ્વરને વિનંતી કરી ” પ્રભુ તુ કયાં છે? મારે તારો અવાજ સાંભળવો છે મને સાદ દે”-દૂર કયાંક વ્રક્ષ ઉપરથી એક પક્ષી ચહેકયું .બાળકે તેની નોંધ લીધા વગર આતૂરતા અને અધિરતાથી ફરી એકવાર આકાશ તરફ મીટ માંડી પ્રભુને સાદ દીધો.”હે ઇશ્વર, આવી ને મને મળ.મને તારા સ્પર્શ નો અનુભવ કરાવ”-ક્ષણવારમાં એક અત્યંત નાજુક સુંદર પતંગિયુ આવીને બાળકના હાથ પર બેઠુ.બાળકે તેને ઉડાડી મુક્યું.

હવે તો બાળકની તાલાવેલી તડપ બનીને ભગવાનને તકાદો કરવા સુધી પહોંચી.”જો પ્રભુ,બધા કહે છે તું અમારી આસપાસ છું,તો ક્યારનો હું તને બોલાવું છું તો આવી ને મને કેમ મળતો નથી? તું છું તેની મને પ્રતિતિ કરાવ”-ઘડીક વારમાં એક શીતળ પવનની લહેર આવી.દુર થી વાતા શીતળ પવન સાથે ભીની માટીની ખુશ્બુ ભળેલી હતી.અત્યંત હ્ળવેથી બાળકને સ્પર્શીને તેના તન-મનને તરબતર કરી રહી.

પરંતુ તમામ ઘટનાથી તદ્‍અજાણ,ઇશ્વરની અનુભૂતિની અપેક્ષામાં નિરાશ બાળક ત્યાંથી ઉભુ થઇને અંદર ચાલી ગયું.

 

આપણામાં પણ એક આવો બાળક સમાયેલો છે.જેને ઇશ્વરની ઝાંખીની ઝંખના છે. ઇશ્વર આપણી આસપાસની સ્રુષ્ટિમાં-આપણી આસપાસ વહેતી હવામાં, કયાંક ચહેકતા પંખીના ટહુકામાં, ખીલતા ફુલની ઉઘડતી પાંખડીઓમાં, કાળા ડિબાંગ વાદળ વચ્ચે ચમકતી વિજળીમાં,પેલા સપ્તરંગી મેઘઘનુષ્યમાં, ઉગતા સૂર્યના કિરણોની લાલિમાં, ચંદ્રની સોળે કલામાં,પ્રત્યેક શ્વાસ,આશ ,વિશ્વાસમાં,, છે .ઇશ્વર સચરાચરમા વ્યાપેલા છે. પણ આપણે પેલા અબુધ બાળક જેવા એને માત્ર મંદિર મસ્જિદ કે દેરાસર જેવા દેવાલયોમાં શોધીએ છીએ.

ઇશ્વર આપણી ચેતનામાં છે .ભરનિંદ્રામાં હોઇએ છીએ છતાંય આપણુ હ્રદયતો ધબકતુ હોય.પ્રત્યેક ધબકારા ઇશ્વર છે.માત્ર ઘેરી નીંદ્રામાં હોઇએ ત્યારે ધબકારનો આપણને અનુભવ નથી થતો તેમ અજ્ઞાનના ઘેન હેઠળ પ્રભુના પરિચયથી આપણે અજાણ રહી જઇએ છીએ. દેવાલયોમાં બિરાજેલા દેવ આપણી શ્રધ્ધાના પ્રતિક છે. પરંતુ શ્રધ્ધાને એટલા પુરતી સિમિત રાખતા સર્વવ્યાપી કરીએ તો?

God Talks To You Picture JPG

 

Entry filed under: ચિંતન કણિકા.

” યે મેરા ઇન્ડીયા ” – film reviews – ” વાત- અડધા ભરેલા પાણીના પ્યાલાની ”

9 Comments

 • 1. vijayshah  |  September 1, 2009 at 2:50 am

  ઇશ્વર આપણી ચેતનામાં છે .ભરનિંદ્રામાં હોઇએ છીએ છતાંય આપણુ હ્રદયતો ધબકતુ જ હોય.એ પ્રત્યેક ધબકારા ઇશ્વર છે.માત્ર ઘેરી નીંદ્રામાં હોઇએ ત્યારે એ ધબકારનો આપણને અનુભવ નથી થતો તેમ અજ્ઞાનના ઘેન હેઠળ પ્રભુના પરિચયથી આપણે અજાણ રહી જઇએ છીએ. દેવાલયોમાં બિરાજેલા દેવ આપણી શ્રધ્ધાના પ્રતિક છે. પરંતુ એ શ્રધ્ધાને એટલા પુરતી સિમિત ન રાખતા સર્વવ્યાપી કરીએ તો?

  બહુજ સુંદર રીતે રજુ થઇ શ્રધ્ધાની વાત

  Like

 • 2. Mina Mehta  |  September 1, 2009 at 2:37 pm

  too good,,,this the fact of the life..and we all have to accept it without any doubt.

  Like

 • 3. Rushad  |  September 2, 2009 at 7:40 pm

  Good one. Enjoyed Reading it.
  Truth of life portrayed in beautiful words.

  Like

 • 4. sapana  |  September 3, 2009 at 2:58 am

  God is within you.We are looking every where but there.
  Nice article.
  Sapana

  Like

 • 5. "Dhavalrajgeera"  |  September 5, 2009 at 12:01 am

  “ઇશ્વર ચેતના છે ”

  http://www.yogaeast.net

  Like

 • 6. atuljaniagantuk  |  September 26, 2009 at 5:56 pm

  ઈશ્વરની શોધમાં નીકળેલ માણસ ચારે બાજુ શોધે છે કે ઈશ્વર ક્યાં હશે. અને ચોમેર રહેલો ઈશ્વર મલકે છે જાણે કે કહેતો ન હોય કે હું ક્યા નથી?

  સરસ લેખ.

  Like

 • 7. પ્રવિણ શ્રીમાળી  |  October 10, 2009 at 8:04 am

  “ઇશ્વર આપણી ચેતનામાં છે .ભરનિંદ્રામાં હોઇએ છીએ છતાંય આપણુ હ્રદયતો ધબકતુ જ હોય.એ પ્રત્યેક ધબકારા ઇશ્વર છે.માત્ર ઘેરી નીંદ્રામાં હોઇએ ત્યારે એ ધબકારનો આપણને અનુભવ નથી થતો તેમ અજ્ઞાનના ઘેન હેઠળ પ્રભુના પરિચયથી આપણે અજાણ રહી જઇએ છીએ. દેવાલયોમાં બિરાજેલા દેવ આપણી શ્રધ્ધાના પ્રતિક છે. પરંતુ એ શ્રધ્ધાને એટલા પુરતી સિમિત ન રાખતા સર્વવ્યાપી કરીએ તો?”

  મારી કહેવાની વાત તમે આ ઉપરના ફકરામાં કહી દીધીઃ ઈશ્વર ત્યાં-ત્યાં હજરાહજૂર છે જયાં-જયાં એક શુદ્ધ જીવાત્મા જેના અંદર ધબકે છે, આ સૃષ્ટિની દરેક ધબકારામાં તે ધબકે છે. આત્મા એ જ પરમાત્મા. પરમાત્મા બનવા માટે પરમ(શ્રેષ્ઠ) માનવી બનવું પડે, મુઠી ભર ઊંચેરાં બનવું પડે, જે બન્યાં છે તે ઈશ્વરજેમ પૂજનીય અને સ્મરણીય છે.

  Like

 • 8. gdesai  |  February 13, 2010 at 1:11 pm

  કેવો કૃપાળુ છે ભગવાન !

  મંદ મંદ વાતો પેલો વાયુ
  આવી જયારે સ્પર્શે મારો વાન.
  કે સુવાસ કોઇ પુષ્પ કેરી
  આવી જયારે છંછેડે છે ઘ્રાણ.

  વળી આલ્હાદક કોઇ સ્વર
  આવી જયારે ગુંજે મારે કાન.
  કે નીરખે જયારે નેત્રો મારા
  મનમોહક સુંદર સ્થાન.

  ત્યારે આવે વિચાર મનમાં
  કે કેવો કૃપાળુ છે ભગવાન !
  ૬-૯-૦૯

  Like

 • 9. Dr.Hemendra  |  May 2, 2010 at 3:14 am

  Rajulji,

  ghani rujuta thi hardontar thi ganga na pravah ni mafak
  nikaleli vat vastav ma chot kari gayi…

  rojinda karyo ni vachche gahnti ma ghaun dana ni jem pisato manushya…anek kalesho ane sangharsho vachche ghasato manav..jeni samvedna mari parvari chhe…tene aa sukshama vato ni kem khabar pade khabar pade..

  tamara divya vicharo ne atmasat kariya bad..ishvar ni anubhuti hath vent ma lage..tema vishmay pamva jevu nathi..

  Ahlad thayo vastav ma…

  Dr.Hemendra.

  Like


Blog Stats

 • 138,968 hits

Recent Posts

rajul54@yahoo.com

Join 129 other followers

દેશ – વિદેશ ‘પ્રવાસ વર્ણન’

Posts filed under ‘પ્રવાસ વર્ણન’

ફિલ્મ રિવ્યુ –

Posts filed under ‘- film reviews -’ https://rajul54.wordpress.com/category/film-reviews/

Categories

“ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ”

"http://groups.google.co.in/group/gujblog" target="_blank">ગુજરાતી બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ

Flag counter

free counters

Calender

September 2009
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

Disclaimer:

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. Locations of visitors to this page


"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

Aksharnaad.com

અંતરની અનુભૂતિનો અક્ષર ધ્વનિ..

દાવડાનું આંગણું

ગુજરાતી ભાષાના સર્જકોના તેજસ્વી સર્જનોની અને વાચકોની પોતીકી સાઈટ

શબ્દોને પાલવડે

સ્વરચનાઓનો સંચય મારા શબ્દોના પાલવમાં

મારી બારી

દીપક ધોળકિયા

વિનોદીની..

મારી કવિતાઓ અને રચનાઓ નો બ્લોગ.. વિનોદીની

ધર્મધ્યાન

અલ્પમતિ વિજય શાહની ધર્મવાતો, ધર્મ સમજણ અને ધર્મ ધ્યાન્..

Banshari Banine

Krishna Bhajans and other poetry

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

Kalyanshah

Ahmedabad based photographer. Owner at Pixel Planet.

વિજયનુ ચિંતન જગત

મને ગમતી વાતો અને મારી સર્જન પ્રવૃતિઓ...

મારુ વિચાર વિશ્વ

મારી આંખથી આકાશ કદી જોજે.....

સહિયારું સર્જન - ગદ્ય

એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં સહિયારા ગદ્ય સર્જનનો પ્રથમ બ્લોગ!

%d bloggers like this: